પાલતું કૂતરાને લિફ્ટમાં લઈ જઈ શકાય? VIDEO:કૂતરું વધારે ભસે તો સોસાયટી શું કરી શકે? પાડોશી ક્યારે ફરિયાદ કરી શકે? જાણો પેટ્સ અંગેનો કાયદો શું કહે છે

એક મહિનો પહેલા

થોડાક દિવસોમાં સામે આવેલી પાલતું કૂતરાઓનાં હુમલાઓની ઘટનાઓથી સમગ્ર દેશભરનાં લોકો ચોંકી ઉઠ્યા હતા,નોઈડા અને ગાઝિયાબાદથી સામે આવેલી બે ઘટનાઓ જેમાં લિફ્ટમાં પાલતુ કૂતરાએ આતંક મચાવ્યો હતો,ત્યારે સૌ કોઈનાં મનમાં પ્રશ્ન થાય કે શું પેટ્સને સોસાયટી કે ફલેટસમાં પ્રવેશતા રોકી શકાય?,શું પેટ્સને લિફ્ટમાં લઈ જવા પર રોક લગાવી શકાય?,શું કૂતરું વધારે ભસે તો ફરિયાદ કરી શકાય?.તો ચાલો આ વીડિયોમાં જાણીએ કે આ તમામ બાબતો અંગે આપણો કાયદો શું કહે છે

હમણા જ પાલતું કૂતરાનાં આતંકની બે મોટી ઘટનાઓ નોઈડા અને ગાઝિયાબાદથી સામે આવી હતી. નોઈડામાં કૂતરાએ લિફ્ટમાં ડિલીવરી બોય પર હુમલો કર્યો,અને કૂતરાથી બચવાની મથામણમાં ડિલીવરી બોય નીચે પટકાયો.સમગ્ર ઘટનાથી એવુ લાગ્યુ જાણે કે કૂતરાનાં માલિકનું તેમા કૂતરા પર કોઈ નિંયત્રણ જ ના હોય.ગાઝિયાબાદમાં લિફ્ટમાં માલકીન સાથે આવેલા કૂતરુ એક બાળકને કરડ્યું.બાળક રડતુ રહ્યુ પણ કૂતરાની માલકીને ન તો કઈ પ્રતિક્રિયા આપી ન તો પોતાના કૂતરાને રોક્યો અથવા કઈ કહ્યું. ત્યારે આ પ્રકારની ઘટનાઓએ આ અનિયંત્રિત પેટ્સ બાબતે સૌ કોઈને વિચારતા કરી દિધા છે.ત્યારે જાણીએ કે પેટ્સ અંગે આપણા કાયદાઓ શું કહે છે.

શું પેટ્સને સોસાયટી કે ફ્લેટમાં રાખવા પર પ્રતિબંધ મૂકી શકાય?

આપણું બંધારણ દરેક પ્રાણીઓ પ્રત્યે દયા અને કરૂણાનો ભાવ રાખવા સૂચવે છે. બંધારણે પેટ્સનાં રક્ષણ અને તેના અધિકારો માટેની જોગવાઈ પણ કરેલી છે.ત્યારે જાણીએ કે પશુનાં અધિકારો અંગે પશુ ક્રૂરતા અધિનિયમ શું કહે છે, પશુ ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11(3) મુજબ કોઈ પણ સોસાયટીમાં પાલતું પશુને રાખવા પર પ્રતિબંધ મૂકી શકાય નહિ. તથા સોસાયટી પણ પેટ્સ પર પ્રતિબંધનો આવો કોઈ નિયમ બનાવી શકે નહીં. માત્ર માલિક જ નહિ ભાડુઆતને પણ પેટ્સ રાખવાનો પુરો અધિકાર છે. જો કૂતરો વધારે ભસતો હોય તો પણ સોસાયટી ના પાડી શકે નહીં. પરંતુ આ સંજોગોમાં કૂતરાનાં માલિકે કૂતરાની સારવાર કરાવવી જરૂરી છે.

પેટ્સને લિફ્ટ કે પાર્કમાં લઈ જવા દેવાય કે નહીં?
પેટ્સને જે રીતે સોસાયટીમાં રાખવા પર પ્રતિબંધ ન લાદી શકાય તે જ રીતે પાર્ક કે લિફ્ટનાં ઉપયોગ કરતા પેટ્સને રોકી ન શકાય, આ અંગે પણ આપણો કાયદો પેટ્સનાં સમર્થનમાં જ છે. કાયદો કહે છે કે કોઈ પણ પેટ્સને લિફ્ટ કે પાર્કનો ઉપયોગ કરતા રોકી શકાય નહિ. પેટ્સ એ પરિવારનો જ એક હિસ્સો છે. અને પેટ્સને પાર્ક કે લિફ્ટમાં લઈ જવા બાબતે સોસાયટી પેટ્સના માલિક પાસેથી આ માટે વધારાનો ચાર્જ પણ વસૂલી શકે નહિ.

કૂતરું વધારે ભસે તો પાડોશી ફરિયાદ કરી શકે કે નહીં?
કૂતરું વધારે ભસે તો પણ પાડોશી સામાન્ય રીતે પોલીસ ફરિયાદ ન કરી શકે,સામાન્ય સંજોગોમાં પેટ્સનાં માલિક અને પાડોશી સમજાવટથી કામ પતાવી શકે છે. જો કે, કોઈ એકસ્ટ્રીમ કેસમાં ન્યૂસન્સને આધારે કેસ કરી શકાય છે.

ત્યારે પેટ્સનાં આતંકનાં વધતા જતા કિસ્સાઓથી પેટ્સની તરફેણ અંગેનાં આ કાયદાઓ અંગે પુન:વિચારણાની માંગ ઉઠે તો નવાઈ નહીં

અન્ય સમાચારો પણ છે...