તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત-ચીન વચ્ચેના તણાવ અંગે એક ચાઈનીઝ પ્રોફેસરે વિચિત્ર દાવો કર્યો. ચીનની રેનમિન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના એસોસીએટ ડીન જિન કેનરોંગના કહેવા પ્રમાણે, ચીને 29 ઓગસ્ટે લદાખમાં ભારતીય સૈનિકોની વિરુદ્ધ માઈક્રોવેવ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. જિનનો દાવો છે કે 15 મિનિટમાં જ ભારતીય સૈનિકો ઉલટીઓ કરવા લાગ્યા અને પહાડીઓની ટોચ છોડીને ચાલ્યા ગયા. જો કે, ભારતીય સેનાએ આ દાવાને નકારી દીધો છે. સેનાએ આ સમાચારોને ખોટા ગણાવ્યા છે.
આવો જાણીએ કે આખરે આ માઈક્રોવેવ હથિયાર શું હોય છે? તે કઈ રીતે કામ કરે છે? શું ભારત પણ આવા હથિયારો પર કામ કરી રહ્યું છે?
શું હોય છે માઈક્રોવેવ હથિયાર?
માઈક્રોવેવ હથિયારને ‘ડાઈરેક્ટ એનર્જી વેપન્સ’ કહે છે. એ ઓછા ઘાતક હોય છે,જેનાથી કોઈ ગંભીર ઈજા કે મોતનું જોખમ હોતું નથી. માઈક્રોવેવ હથિયાર શરીરની અંદર રહેલા પાણીને ગરમ કરી દે છે. તેનાથી બળતરા થાય છે. તે બળતરા એટલી જ થાય છે, જેટલી એક ગરમ બલ્બને સ્પર્શ કરવાથી થાય છે. માઈક્રોવેવ હથિયારની અસર ત્યાં સુધી થાય છે, જ્યાં સુધી ટારગેટ એ જ જગ્યાએ હોય પરંતુ ત્યાંથી નીકળી જાય તો તેની અસર ખતમ અથવા તો ઓછી થઈ જાય છે.
કઈ રીતે કામ કરે છે માઈક્રોવેવ હથિયાર?
તમે ક્યારેક માઈક્રોવેવ ઓવનમાં ભોજન જરૂર ગરમ કર્યુ હશે. આ માઈક્રોવેવ હથિયાર પણ એ જ રીતે કામ કરે છે. જે રીતે માઈક્રોવેવ ઓવન ભોજનમાં રહેલા પાણીને ટારગેટ કરીને ગરમ કરે છે કે જેથી ભોજન ગરમ થઈ શકે. એ રીતે માઈક્રોવેવ હથિયાર પણ માણસના શરીરમાં રહેલા પાણીને ગરમ કરી દે છે જેનાથી શરીરનું તાપમાન વધી જાય છે.
જો કે, આ હથિયારોના રેડિએશન માઈક્રોવેવ્સના સ્થાને મિલીમિટર વેવ્સમાં નીકળે છે. આ હથિયારોથી 1 કિમી સુધી ટારગેટ કરી શકાય છે. માઈક્રોવેવ હથિયારનો હુમલો થવાથી શરીરનું તાપમન 50 ડિગ્રી સે. સુધી પહોંચી જાય છે. જ્યારે આપણા માટે 36.1 ડિગ્રી સેથી 37.2 ડિગ્રી સે. વચ્ચેનું તાપમાન સામાન્ય માનવામાં આવે છે.
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના પ્રમાણે, માઈક્રોવેવ હથિયાર બે રીતે કામ કરે છે. પ્રથમ-જેમાં કોઈ એક વ્યક્તિને જ ટારગેટ કરવામાં આવે છે. બીજું- જેમાં ભીડને ટારગેટ કરવામાં આવે છે.
શું થાય છે જ્યારે માઈક્રોવેવ હથિયારથી હુમલો થાય છે?
શું માઈક્રોવેવ હથિયાર સુરક્ષિત છે?
અત્યાર સુધી એવું કોઈ સંશોધન સામે આવ્યું નથી, જેમાં માઈક્રોવેવ હથિયારો ખતરનાક ગણાવાયા હોય. આ પ્રકારના હથિયારોથી થોડા સમય માટે બળતરા, ઉલટીઓ અને નબળાઈ રહે છે.
શું આનાથી માત્ર માણસોને જ જોખમ છે?
ના. આ હથિયારોથી ઈલેક્ટ્રોનિક અને મિસાઈલ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકાય છે. દુશ્મનના રડાર, કમ્યુનિકેશન અને જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ પ્રણાલીને ખરાબ કરવા માટે આ પ્રકારના માઈક્રોવેવ હથિયાર ડ્રોન કે ક્રૂઝ મિસાઈલો પર રાખી શકાય છે.
શું ચીને ખરેખર આપણા સૈનિકો પર તેનાથી હુમલો કર્યો?
આ વાતનો કોઈ પુરાવો નથી. ભારતીય સેના અગાઉ જ આ દાવાને નકારી ચૂકી છે. જો કે, ચીનની રેનમિન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના એસોસીએટ ડીન જિન કેનરોંગે આ દાવો કર્યો છે.
Media articles on employment of microwave weapons in Eastern Ladakh are baseless. The news is FAKE. pic.twitter.com/Lf5AGuiCW0
— ADG PI - INDIAN ARMY (@adgpi) November 17, 2020
ચીન જો તેનો ઉપયોગ કરે તો શુ થશે?
આ માટે ભૂતકાળની કેટલીક માહિતી જોવી પડશે. વર્ષ 1996માં તે સમયના ચીનના રાષ્ટ્રપતિ જિયાંગ જેમિન અને તે સમયના ભારતીય પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ એક સમજૂતી કરી હતી. આ સમજૂતીમાં આ 5 મોટી વાત કરવામાં આવી હતી.....
ચીન ઉપરાંત કયા-કયા દેશો પાસે માઈક્રોવેવ હથિયાર છે?
માઈક્રોવેવ હથિયાર સૌથી પહેલા વર્ષ 2007માં સામે આવ્યા હતા. અમેરિકાએ કહ્યું હતું કે તે એક્ટિવ ડિનાયલ સિસ્ટમ કહે છે. અમેરિકાના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમને તૈયાર કરવાનો ઉદ્દેશ ભીડને નિયંત્રિત કરવાનો છે, સિક્યોરિટી કરવાનો છે. આ હથિયારોને તૈયાર કરવાનો એક ઉદ્દેશ એ પણ છે કે તેનાથી કોઈ ગંભીર નુકસાન ન થાય. અમેરિકાએ વર્ષ 2007માં તેને અફઘાનિસ્તાનમાં ગોઠવ્યા હતા. જોકે તે સમયે તેનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
અમેરિકા ઉપરાંત ચીને આ દિશામાં ઝડપભેર કામગીરી કરી છે. ડેઈલી મેઈલના અહેવાલ પ્રમાણે વર્ષ 2014માં ચીને એર શોમાં પોલી WB-1 પ્રદર્શિત કર્યા હતા. વર્ષ 2017માં પોપ્યુલર સાયન્સના જણાવ્યા પ્રમાણે ચીન એવા માઈક્રોવેવ હથિયાર પર કામ કરી રહ્યું હતું, જે ઈલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરી મિસાઈલો અથવા અન્ય મશીનરીને નિર્થક કરી શકે છે.
ચીન ઉપરાંત રશિયા, યુનાઈટેડ કિંગડમ, ઈરાન અને તુર્કી પણ આ પ્રકારના હથિયારો પર કામ કરી રહ્યા છે.
શુ ભારત પણ આ પ્રકારના હથિયારો પર કામ કરી રહ્યું છે?
હા, ભારત પણ આ પ્રકારના હથિયારો પર કામ કરી રહ્યું છે. જોકે, તે હજુ પ્રારંભિક તબક્કામાં છે. ઓગસ્ટ 2019માં એક કાર્યક્રમમાં DRDOના ચેરમેન ડો.જી.સતીશ રેડ્ડીએ કહ્યું હતું કે આજે ડાયરેક્ટ એનર્જી વેપન ખૂબ જ જરૂરી છે. વિશ્વ આ દિશામાં આગળ વધી રહ્યું છે. ભારત પણ તેને લઈ અનેક પ્રયોગ કરી રહ્યું છે. છેલ્લા 3-4 વર્ષથી 10 કિલોવોટથી લઈ 20 કિલોવોટ સુધીના હથિયાર વિકસાવવા પર કામ થઈ રહ્યું છે.
વર્ષ 2017માં DRDOએ કર્ણાટકના ચિત્રદુર્ગમાં 1 કિલોવોટના હથિયારનું પરીક્ષણ કર્યું હતું. તે સમયના સંરક્ષણ પ્રધાન અરુણ જેટલી આ પ્રસંગે ઉપસ્થિત હતા.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.