તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • Violence In Protest Of Modi's Visit To Bangladesh, Even Attacks On Temples; From Terror Funding To Conspiracies To Overthrow Sheikh Hussein's Government, Know Everything

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:મોદીના બાંગ્લાદેશ પ્રવાસના વિરોધમાં હિંસા, મંદિર પર પણ હુમલા; આતંકી ફંડિંગથી લઈને શેખ હસીના સરકારને તોડી પાડવાના ષડયંત્ર સુધી, જાણો બધુ

14 દિવસ પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26-17 માર્ચે બાંગ્લાદેશની મુલાકાતે ગયા હતા. ત્યાંના કેટલાક સંગઠનો મોદીના પ્રવાસનો વિરોધ કરી રહ્યા હતા. મોદીના પ્રવાસ પછી બાંગ્લાદેશના કેટલાક શહેરોમાં હિંસક દેખાવો શરૂ થઈ ગયા. વિરોધની સૌથી વધુ અસર બ્રાહ્ણણબરિયા, ચટગાંવ અને ઢાકામાં રહી.

આ દેખાવોમાં ઓછામાં ઓછા ડઝન જેટલા લોકોનાં મોત થયા. જ્યારે, અનેક પત્રકાર અને પોલીસકર્મીઓ ઘાયલ થયા. સોમવારે ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે આ હિંસા વિરોધના લીધે નહોતી પરંતુ તેના માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આની પાછળ પ્રતિબંધિત સંગઠન જમાત એ ઈસ્લામીનો હાથ હતો. વિરોધ કરનારા શેખ હસીના સરકારને અસ્થિર કરવા માગતા હતા.

આ દેખાવો ક્યારથી શરૂ થયા? દેખાવો કરનારા કોણ હતા અને તેમનું શું કહેવું હતું? દેખાવો હિંસક કેવી રીતે થઈ ગયા? તેમાં આતંકી એંગલ સામે આવ્યા પછી શું થયું? આવો સમજીએ...

સૌપ્રથમ વાત કરીએ દેખાવોની શરૂઆત ક્યારથી થઈ. વાસ્તવમાં, પ્રધાનમંત્રી મોદી શુક્રવારના દિવસે ઢાકા પહોંચવાના હતા. એ પહેલા જ તેમના વિરોધના સમાચારો આવવા લાગ્યા હતા, 26 માર્ચે શુક્રવારની નમાઝ પછી લગભગ 500 લોકોએ ઢાકાની બૈતુલ મોકાર્રમ મસ્જિદની બહાર રસ્તા પર કૂચ કરી. આ લોકો ભારતવિરોધી અને મોદીવિરોધી નારા લગાવી રહ્યા હતા. જણાવાયું છે કે આ લોકો હિફાજત-એ-ઈસ્લામ નામના સંગઠન સાથે જોડાયેલા હતા.

કંઈક આવા જ દેખાવો ચટગાંવ અને બ્રાહ્મણબરિયામાં પણ થયા. આ દેખાવો દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસક અથડામણ થઈ.

આ ઉપરાંત બાંગ્લાદેશના ડાબેરી સ્ટુડન્ટ યુનિયનના વર્કર્સે ઢાકા યુનિવર્સિટીની બહાર મોદીના વિરોધમાં કૂચ કરી હતી. આ સ્ટુડન્ટ્સે બાંગ્લાદેશના વડાપ્રધાન વિરુદ્ધ પણ નારેબાજી કરી હતી. જો કે હિંસક પ્રવૃતિઓમાં સામેલ હોવાનો મોટાભાગે આરોપ મુસ્લિમ સંગઠનો પર જ છે.

હિંસક ઘટનાઓમાં એક ડઝન મોત, અનેક પત્રકારો પણ ઘાયલ
મોદીના બે દિવસના પ્રવાસ દરમિયાન જે દેખાવો થયા તેમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત થયા. તેના પછી મોદીના પ્રવાસના વિરોધમાં હિફાજત એ ઈસ્લામે રવિવારે બંધનું એલાન કર્યુ. આ દરમિયાન પણ બાંગ્લાદેશના અનેક શહેરોમાં દેખાવો થયા. આ દેખાવોમાં પણ અનેક લોકોનાં મોત થયા. કુલ એક ડઝન લોકોનાં મોત થયા.

બાંગ્લાદેશની કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિઝમના અનુસાર, રવિવારે થયેલા દેખાવોને કવર કરતી વખતે ઓછામાં ઓછા 17 પત્રકારો પણ ઘાયલ થયા. દેખાવો દરમિયાન કટ્ટર ઈસ્લામિક સંગઠનોએ હિન્દુ મંદિરો પર પણ હુમલા કર્યા. રવિવારે પૂર્વ બાંગ્લાદેશમાં એક ટ્રેનને પણ આગના હવાલે કરી દેવાઈ.

બાંગ્લાદેશી અખબાર ધ ડેઈલી સ્ટારના અનુસાર દેખાવકારોએ ઓછામાં ઓછા ચાર પોલીસ સ્ટેશનો, એક ડઝનથી વધુ બસોમાં તોડફોડ કરીને તેમાં આગ લગાવી દીધી. એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી. જ્યારે એક ટ્રેન પર પણ દેખાવકારોએ હુમલો કરી દીધો. દેખાવકારોએ એન્જિન રૂમ અને લગભગ દરેક કોચને બરબાદ કરી નાખ્યા. દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનો વખતે થયેલી હિંસામાં ઓછામાં ઓછા 500 લોકો ઘાયલ થયા.

સૌથી વધુ હિંસા બ્રાહ્મણબરિયામાં થઈ. દેખાવકારોએ અહીંના રેલવે સ્ટેશનને પણ સળગાવી દીધું.
સૌથી વધુ હિંસા બ્રાહ્મણબરિયામાં થઈ. દેખાવકારોએ અહીંના રેલવે સ્ટેશનને પણ સળગાવી દીધું.

બ્રાહ્મણબરિયામાં સૌથી વધુ હિંસા
સૌથી વધુ હિંસા બ્રાહ્મણબરિયામાં થઈ છે. અત્યાર સુધી જે 12 લોકોનાં મોત થયા છે, તેમાંથી 6 આજ જિલ્લાના છે. બ્રાહ્મણબરિયામાં જ આગજનીની ઘટના સૌથી વધુ થઈ. હિંસક ભીડે અનેક ઘરોમાં આગ લગાવી દીધી. આ વિસ્તારના કાલી મંદિરમાં ઘૂસીને લૂંટફાટ અને તોડફોડ કરી. અહીંના રેલવે સ્ટેશનને સળગાવી દેવાયું. સળગાવી દેવાયેલા સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનમાં પણ તોડફોડ કરી.

હિંસા ફેલાયા પછી હિફાજત એ ઈસ્લામ પર આરોપ લાગી રહ્યા છે. જો કે સંગઠને હિંસાની ઘટનાઓથી હાથ ખંખેરી નાખ્યા છે. તેનો આરોપ છે કે બ્રાહ્મણબરિયામાં થયેલી હિંસામાં સ્થાનિક સાંસદનો હાથ છે. અહીંના સાંસદ ઓબૈદુલ મુક્તદિર ચૌધરી છે. જેઓ વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીમાંથી છે.

પોતાના પર લાગેલા આરોપોથી ચૌધરી ઈનકાર કરી રહ્યા છે. જો કે શનિવારે અહીં યોજાયેલા વિરોધ પ્રદર્શનની આગેવાની કરવાની વાત સ્વીકારી છે. જ્યારે હિફાજતના 500 સભ્યો પર હિંસાનો આરોપ લગાવતા કેસ નોંધાયો છે.

મોદીને લઘુમતી વિરોધી ગણાવી રહ્યા છે દેખાવકારો, સામે આવી આતંકી ફંડિંગની વાત
વિરોધ કરનારા કટ્ટરપંથી મુસ્લિમ દેખાવકારોનો આરોપ છે કે મોદી લઘુમતી મુસ્લિમો સાથે ભેદભાવ કરતા રહ્યા છે. વિરોધ કરનારા એનઆરસી, સીએએ અને ગુજરાતના તોફાનોનો હવાલો આપી રહ્યા છે. તેઓ કહે છે કે મુજીબ-ઉર-રહેમાને એક ઘર્મનિરપેક્ષ રાષ્ટ્રની પરિકલ્પના કરી હતી. એવામાં તેમના જન્મશતાબ્દી સમારોહમાં મોદીને બોલાવવાની જરૂર નહોતી.

સોમવારે ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો કે આ હિંસા વિરોધના પરિણામે નહોતી પરંતુ તેના માટે ષડયંત્ર રચાયું હતું. તેની પાછળ પ્રતિબંધિત સંગઠન જમાત એ ઈસ્લામીનો હાથ હતો. રિપોર્ટના અનુસાર પોલીસ, મીડિયા અને સરકારી ઓફિસો પર મોટાપાયે હુમલાની તૈયારી કરાઈ હતી. જમાત એ ઈસ્લામીએ તેના માટે મોટી માત્રામાં પૈસા વહેંચ્યા હતા. જેથી મોદીના પ્રવાસ દરમિયાન લૉ એન્ડ ઓર્ડરનો મુદ્દો બનાવીને શેખ હસીનાના નેતૃત્વમાં રહેલી સરકાર પર સવાલો ઉઠાવી શકાય.

પ્રધાનમંત્રી શેખ હસીના સરકારને તોડી પાડવાનું ષડયંત્ર
એક અન્ય ગુપ્તચર રિપોર્ટમાં કહેવાયું છે કે આ હિંસા જમાત, હિફાજત અને વિપક્ષી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની શેખ હસીના સરકારને તોડી પાડવાના ષડયંત્રનો ભાગ હતી, તેમાં કહેવાયું છે કે આ સંગઠનો જે રીતે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે, તે અયોગ્ય છે. તેમના વિરુદ્ધ આકરી કાર્યવાહી થવી જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો