તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dvb original
 • Explainer
 • Vaccines From Pfizer, Modern, J&J Will Be Available Soon; The Government's Decision Will Remove The Difficulties, The Vaccine For All Possible

ભાસ્કર એક્સપ્લેનર:ફાઈઝર, મોડર્ના, J&Jની વેક્સિન ટૂંક સમયમાં જ મળી શકે છે; સરકારના નિર્ણયથી મુશ્કેલીઓ દૂર થશે, વેક્સિન ફોર ઓલ સંભવ

5 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક

ભારતમાં વેક્સિન ડોઝની ઉણપને દૂર કરવા અને બધાંને વેક્સિનના ડોઝ લગાડવાની દિશામાં સરકારે મોટો નિર્ણય કર્યો છે. અમેરિકા, યુરોપ, બ્રિટનની સાથે-સાથે WHOએ અપ્રુવલ આપેલી વેક્સિનને હવે ભારતમાં ઈમરજન્સી અપ્રવુલ મળી જશે. આ નિર્ણયથી ફાઈઝર, મોડર્નાની સાથે જ જોનસન એન્ડ જોનસનની વેક્સિન ભારતમાં તત્કાલ ધોરણેથી ઉપલબ્ધ થઈ જશે.

ભારતમાં હાલ કોવેક્સિન અને કોવિશિલ્ડની સાથે જ રશિયન વેક્સિન સ્પુતનિક-Vને પણ મંજૂરી આપવામાં આવી છે. કોવેક્સિન અને કોવિશિલ્ડનું દરરોજનું પ્રોડક્શન 25 લાખ ડોઝની નજીક છે, પરંતુ હાલ દેશમાં સરેરાશ 32 લાખ ડોઝ આપવામાં આવી રહ્યાં છે. સ્પુતનિક-Vને મંજૂરી આપવામાં આવ્યા બાદ આ આંકડો વધી શકે છે. ભારતમાં રશિયન વેક્સિન ડૉ. રેડ્ડીઝ લેબોરેટર ડેવલપ કરી રહી છે. આ સાથે હિટરો બાયોફાર્મા અને ગ્લેન્ડ ફાર્મામાં પણ પ્રોડક્શન થશે. ભારતમાં 35.2 કરોડ રોડ વર્ષે પ્રોડક્શન થઈ શકશે. એટલે કે વેક્સિનની ઉણપ આગામી કેટલાંક સપ્તાહોમાં દૂર થવાની આશા સેવી શકાય છે. નવા નિર્ણયથી તમામને વેક્સિનેશનમાં આવતી અડચણો દૂર થશે.

આવો, સમજીએ કે તેનાથી તમારા પર શું અસર થઈ શકે છે?

શું આ નિર્ણય બાદ વિશ્વભરમાં ઉપલબ્ધ તમામ વેક્સિન ભારતમાં મળવા લાગશે?

 • ના. ભલે એમ કહેવતું હોય પરંતુ આવું કંઈ જ થવાનું નથી. વિશ્વભરમાં 270ની આસપાસ વેક્સિન બની રહી છે. જેમાંથી માત્ર 13ને અલગ અલગ દેશમાં ઈમરજન્સી અપ્રવુલ કે અપ્રવુલ મળ્યાં છે. જેમાંથી બે વેક્સિન- કોવિશિલ્ડ અને કોવેક્સિન પહેલેથી જ ભારતમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત રશિયાની વેક્સિન સ્પુતનિક-Vને પણ ભારત સરકારે સોમવારે મંજૂરી આપી દિધિ છે.

કઈ વેક્સિન ઉપલબ્ધ થશે?

 • ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે માત્ર અમેરિકી રેગ્યુલેટર USFDA, યુરોપિયન સંઘના રેગ્યુલેટર EMA, UKના રેગ્યુલેટર UK MHRA, જાપાનના રેગ્યુલેટર PMDA અને WHO દ્વારા લિસ્ટેડ ઈમરજન્સી યુઝ લિસ્ટિંગમાં સામેલ વેક્સિનને જ ભારતમાં ઈમરજન્સી યુઝ અપ્રવુલ આપવામાં આવશે.
 • હાલ અમેરિકામાં મોડર્ના, ફાઈઝરની સાથે માત્ર જોનસન એન્ડ જોનસનની વેક્સિનને જ અપ્રવુલ આપવામાં આવ્યું છે. આ રીતે જ યુરોપિયન સંઘમાં આ ત્રણ ઉપરાંત એસ્ટ્રાજેનેકાની વેક્સિનને અપ્રવુલ આપવામાં આવ્યું છે. UKમાં ફાઈઝર, મોડર્ના અને એસ્ટ્રાજેનેકાની વેક્સિન લગાડવામાં આવી રહી છે. જાપાનમાં માત્ર ફાઈઝરની વેક્સિનને મંજૂરી છે. WHOએ અત્યાર સુધીમાં માત્ર બે જ વેક્સિનને મંજૂરી આપી છે, જેમાં- ફાઈઝર અને એસ્ટ્રાજેનેકા છે.
 • એવામાં ફાઈઝર, મોડર્ના અને જોનસન એન્ડ જોનસનની વેક્સિન જ એવી છે, જેનો ઉપયોગ તે દેશોમાં થઈ રહ્યાં છે અને આપણે ત્યાં નહીં. આ વેક્સિનને ભારતમાં ઈમરજન્સી અપ્રુવલ મળશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

કઈ વેક્સિનની ઉપલબ્ધતા જલદી થશે?

 • જે ત્રણ વેક્સિનને અપ્રવુલ મળવાની આશા છે, તેમાં સૌથી પહેલાં જોનસન એન્ડ જોનસનની વેક્સિન ઉપલબ્ધ થવાની શક્યતા વધુ છે. કંપનીએ તેના માટે હૈદરાબાદની કંપની બાયોલોજિકલ E સાથે કરાર કર્યા છે. J&Jના જેનસેન ફાર્માની Ad26.CoV2.S વેક્સિન અમેરિકા અને અન્ય દેશોમાં થયેલા ટ્રાયલ્સમાં 66% ઈફેક્ટિવ સાબિત થઈ છે. સરકારના નિર્ણય પછી આ વેક્સિન સૌથી વધુ ઉપલબ્ધ થનારી વેક્સિનમાં સામેલ થશે. બાયોલોજિકલ Eની પાસે તેના વાર્ષિક 60 કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા છે.

આ નિર્ણયથી ભારતના વેક્સિનેશન કાર્યક્રમ પર શું અસર થશે?

 • ગત સપ્તાહે નીતિ આયોગના સભ્ય (હેલ્થ) ડૉ. વીકે પોલની અધ્યક્ષતામાં નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19 (NEGVAC)ની બેઠક મળી હતી. જેમાં જ ભારતમાં તમામ લોકોને વેક્સિનેશનના દાયરામાં લાવવાની શક્યતાઓ પર વાત કરવામાં આવી હતી.
 • NEGVACએ સરકારને ભલામણ કરી હતી કે દુનિયાની જાણીતી રેગ્યુલેટર તરફથી મંજૂર વેક્સિનને ભારતમાં વેક્સિનેશન કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે. જેના માટે ન્યૂ ડ્રગ્સ એન્ડ ક્લીનિકલ ટ્રાયલ્સ રૂલસ 2019ના સેકન્ડ શિડ્યૂલમાં નક્કી નિયમોના આધારે લોકલ ક્લીનિકલ ટ્રાયલ્સની બદલે બ્રિજિંગ ક્લીનિકલ ટ્રાયલ્સની રજૂઆત કરવામાં આવી છે.
 • જે મુજબ વિદેશી વેક્સિનને જ્યારે પણ મંજૂરી આપવામાં આવશે તો 100 લોકોને ડોઝ આપવામાં આવશે. 7 દિવસ સુધી તેમના પર વોચ રખાશે. જ્યારે વેક્સિન સુરક્ષિત સાબિત થશે ત્યારે સમગ્ર દેશમાં તેને મંજૂરી આપી દેવામાં આવશે.

વિદેશી વેક્સિનને અપ્રવુલ આપવામાં કયા પડકારોનો સામનો કરવો પડી શકે છે?

 • વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારના નિર્ણય બાદ પણ પરિસ્થિતિ એકાએક નહીં બદલાય જાય. ફાઈઝરની વેક્સિન માટે ડિસેમ્બરમાં જ ઈમરજન્સી અપ્રુવલ માગવામાં આવ્યું હતું. કંપની પોતોના કોલ્ડ બોક્સ પણ આપવા માટે તૈયાર હતી, જેમાં વેક્સિનને -70 ડિગ્રી સેલ્સિયસમાં રાખી શકાય છે. પરંતુ સરકારે તેને મંજૂરી આપી ન હતી.
 • તેમનું કહેવું છે કે ફાઈઝર અને J&Jની વેક્સિન ભારતમાં મે સુધી ઉપલબ્ધ થઈ શકે છે. ત્યારે સરકાર 18 વર્ષની ઉંમરથી વધુના તમામ લોકો માટે વેક્સિનેશનનો નિર્ણય પણ લઈ શકાય છે. ત્યાં સુધીમાં કોઈ પણ તાત્કાલિક ફેરફારની આશા કરવી તે યોગ્ય નથી.
 • વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારે કોવિશિલ્ડ અને કોવેક્સિનને મંજૂરી આપી દિધી હતી, ત્યારે પણ સમસ્યાઓ હતી. કોવિશિલ્ડની બ્રિજિંગ ટ્રાયલ થયું જ ન હતું. કોવેક્સિનના ટ્રાયલ્સ ચાલી રહી હતી. ઈફેક્ટિવનેસના આંકડા ન હતા. રશિયન વેક્સિન સ્પુતનિક-Vને પણ મંજૂરી એવા સમયે આપવામાં આવી છે, જ્યારે તેના બ્રિજિંગ ટ્રાયલ્સના પરિણામ પૂર્ણ રીતે સામે આવ્યા ન હતા.
 • સરકારે હવે નક્કી કર્યું છે કે વિદેશી વેક્સિનના ડોઝ શરૂઆતમાં 100 લોકોને આપીને સાત દિવસ મોનિટરિંગ કરવામાં આવશે. પરંતુ વિશેષજ્ઞોનો સવાલ છે કે શું સાત દિવસની મોનિટરિંગથી સમજમાં આવી જશે કે આ વેક્સિન ભારતીયો માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે? ઈમરજન્સી અપ્રવુલ પછી બ્રિજિંગ ટ્રાયલ્સ કરાવવામાં આવે તો પણ તેનો અર્થ શું રહી જશે? ફાઈઝરની વેક્સિનને દેશમાં લાગુ કરાઈ તો તેને સુરક્ષિત રાખવા માટે -70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કઈ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે?