તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:સોમવારથી ઓફિસમાં પણ થશે રસીકરણ, જાણો કયા લોકોને લગાવાશે રસી અને શું હશે તેની પ્રોસેસ?

3 દિવસ પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક
નોડલ અધિકારીએ કંપનીની પૂરેપૂરી જાણકારી સાથે કો-વિન પોર્ટલ પર કર્મચારીનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. - Divya Bhaskar
નોડલ અધિકારીએ કંપનીની પૂરેપૂરી જાણકારી સાથે કો-વિન પોર્ટલ પર કર્મચારીનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

દેશમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે વેક્સિનેશન પણ ગતિ પકડી રહ્યું છે. દેશમાં દરરોજ સરેરાશ 30 લાખથી વધુ લોકોને વેક્સિન લગાવાઈ રહી છે. હાલ દેશમાં 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી લગાવવામાં આવી રહી છે. આ શ્રેણીમાં સરકારે 11 એપ્રિલથી સરકારી અને ખાનગી ઓફિસોમાં પણ વેક્સિન લગાવવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રએ તેના માટે રાજ્યોને તૈયારી કરવા કહ્યું છે. 11 એપ્રિલે રવિવાર છે અને એ દિવસે ઓફિસોમાં રજા રહે છે, તેથી રસીકરણ સોમવારથી શરૂ થશે.

વર્કપ્લેસ પર શરૂ થનારા વેક્સિનેશન કેમ્પમાં કયા લોકોને રસી લગાવાશે? શું દરેક સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં આ કેમ્પ લાગશે? ઓફિસના કયા કર્મચારીઓને વેક્સિન લગાવાશે? ઓફિસમાં કઈ વેક્સિન લગાવાશે? જે લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ લાગી ચૂક્યો છે, શું તેઓ બીજો ડોઝ ઓફિસમાં જ લગાવી શકે છે? આવો જાણીએ...

શું તમામ સરકારી અને ખાનગી ઓફિસમાં વેક્સિન લગાવાશે?
ના. એવી ઓફિસો કે જ્યાં ઓછામાં ઓછા 100 એવા કર્મચારી હશે જેઓ વેક્સિન લગાવવા માટે યોગ્ય અને ઈચ્છુક હશે, ત્યાં જ વેક્સિન લગાવાશે. આ સાથે જ એવી દરેક ઓફિસની આસપાસ સરકારી કે ખાનગી રસીકરણ કેન્દ્ર પણ હોવું જોઈએ જેથી કોઈ ઈમર્જન્સીની સ્થિતિમાં ત્યાંથી મદદ લઈ શકાય. ઓફિસના ટીકાકરણ કેન્દ્રોને આ સરકારી કે ખાનગી રસીકરણ કેન્દ્રની સાથે લિન્ક કરવામાં આવશે. સરકારી ઓફિસને સરકારી રસીકરણ કેન્દ્ર અને પ્રાઈવેટ ઓફિસને પ્રાઈવેટ રસીકરણ કેન્દ્રની સાથે લિન્ક કરવામાં આવશે.

કેટલા લોકો વેક્સિન લગાવવા માટે યોગ્ય છે, એ કેવી રીતે ખબર પડશે?
હાલમાં 45 વર્ષ કે તેનાથી વધુ વયના લોકોને રસી લગાવાઈ રહી છે. આ જ નિયમ ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓ પર પણ લાગુ થશે. જો તમારો જન્મ 1 જાન્યુઆરી 1977 અગાઉ થયો છે તો તમે વેક્સિન લગાવવાને પાત્ર છો. એટલે કે કોઈ ઓફિસમાં 100 કર્મચારીઓની વય 45 વર્ષ કે તેનાથી વધુ છે તો ત્યાં વેક્સિન કેમ્પ લગાવી શકાય છે. અન્ય એક વાત, કોઈપણ ઓફિસમાં કર્મચારીઓ ઉપરાંત અન્ય કોઈને રસી આપવામાં નહીં આવે. એટલે કે કર્મચારીઓનાં માતાપિતા કે ઘરના અન્ય કોઈ સભ્યને રસી નહીં લગાવાય.

મારી ઓફિસમાં કેમ્પ લાગશે અને હું રસી લગાવવા માગું છું તો મારે શું કરવાનું રહેશે? જો તમે 45 વર્ષ કે તેનાથી વધુ વયના છો તો તમારે કો-વિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તે આપ ખુદ કરી શકોછો. અથવા તો પછી એ માટે ઓફિસ દ્વારા પસંદ કરાયેલા નોડલ અધિકારીની મદદ લઈ શકો છો.

વેક્સિનનો એક ડોઝ અગાઉ જ લીધો છે તો શું બીજો ડોઝ ઓફિસમાં લઈ શકો છો?
જો ઓફિસના કોઈ કર્મચારીએ અગાઉ વેક્સિનનો એક ડોઝ લઈ લીધો છે તેમને પણ વેક્સિન લગાવી શકાશે પણ શરત એ છે કે પ્રથમ ડોઝ અને ઓફિસમાં અપાનારો ડોઝ એક જ હોય. ઉદાહરણ માટે જો તમને પ્રથમ ડોઝ કોવેક્સિનનો અપાયો છે અને તમારી ઓફિસમાં પણ કોવેક્સિનનો ડોઝ જ અપાઈ રહ્યો છે તો તમે બીજો ડોઝ ઓફિસમાં લાગેલા કેમ્પમાં લઈ શકો છો. જો એવું નથી તો તમારે બીજો ડોઝ પણ બહાર જ લગાવવાનો રહેશે.

મેં સરકારી હોસ્પિટલમાંથી પ્રથમ ડોઝ લીધો છે, પ્રાઈવેટ કર્મચારી છું, શું મારે વેક્સિન માટે પૈસા આપવાના રહેશે?
સરકારી હોસ્પિટલમાં જ્યારે તમને વેક્સિન લગાવાઈ તો તે ફ્રીમાં લગાવાઈ હતી પણ પ્રાઈવેટ ઓફિસમાં વેક્સિન ડોઝ માટે તમારે 250 રૂપિયા આપવાના રહેશે. આ રીતે જો કોઈ સરકારી કર્મચારીએ પ્રાઈવેટ હોસ્પિટલમાં 250 રૂપિયા આપીને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે તો તેને પોતાની ઓફિસમાં વેક્સિનનો બીજો ડોઝ ફ્રીમાં મળશે.

સરકારના આ નિર્ણયની રસીકરણ અભિયાન પર શું અસર થશે?
રસીકરણ નિષ્ણાત ડોક્ટર ચંદ્રકાંત લહારિયા કહે છે કે તેનાથી વેક્સિનેશનની ગતિ વધશે. તેમાં સરકાર અને લોકો એમ બંનેનો ફાયદો છે. લોકોને રસીકરણ માટે બીજી જગ્યાએ જવું નહીં પડે. કેમકે આ લોકો નોકરિયાત લોકો છે તેથી તેમની પાસે સમયનો અભાવ રહે છે. એવામાં ઓફિસમાં જ વેક્સિન મળવાથી સરળતા રહેશે. રસીકરણ કેન્દ્ર પર ભીડના કારણે જે લોકો રસી લેતા અચકાય છે, એ લોકો માટે આ રાહતભર્યો નિર્ણય છે. પરંતુ અહીં પૂરતી સાવધાની રાખવી જરૂરી છે. રસીકરણ માટે જરૂરી કોલ્ડ ચેઈન જેવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખવા જોઈએ.

ઓફિસમાં કેમ્પ લગાવવા માટે શું કરવાનું રહેશે?

  • ઓફિસના એક સિનિયર કર્મચારીને નોડલ અધિકારી બનાવવાના રહેશે. તેમનું કામ જિલ્લા આરોગ્ય અધિકારી કે નજીકના રસીકરણ કેન્દ્ર સાથે વાતચીત કરીને વેક્સિનેશનની સમગ્ર વ્યવસ્થા કરવાનું રહેશે.
  • નોડલ અધિકારીએ કંપનીની પૂરેપૂરી જાણકારી સાથે કો-વિન પોર્ટલ પર કર્મચારીનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેના પછી સંબંધિત અધિકારી વેક્સિનેશનની વ્યવસ્થા કરાવશે.

ઓફિસમાં આ માટે શું-શું વ્યવસ્થા કરવાની રહેશે?
ઓફિસમાં આ માટે 3 અલગ-અલગ રૂમ બનાવવાના રહેશે. પ્રથમ રૂમ વેઈટિંગ, બીજો વેક્સિનેશન અને ત્રીજો દેખરેખ માટેનો હશે. આ માટે હંગામી વ્યવસ્થા પણ કરી શકાય છે અથવા ઓફિસમાં અગાઉથી રહેલી જગ્યાનો ઉપયોગ પણ કરી શકાય છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા તમામ જરૂરી નિયમોનું પાલન પણ કરાવવાનું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો