ભાસ્કર એક્સપ્લેનર:બાળકોનું વેક્સિનેશન, 60+નો પ્રિકૉશન ડોઝઃ કેવી રીતે લાગશે, કેવી રીતે કરશો બુકિંગ? જાણો દરેક જરૂરી વાત

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે દેશમાં કોરોનાના પ્રિકૉશન ડોઝ અને 15-18 વર્ષનાં બાળકોના કોરોના વેક્સિનેશન માટે ગાઈડલાઈન્સ જારી કરી દીધી. આ બંને વેક્સિનેશનની ઘોષણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે કરી હતી. 15-18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન આગામી વર્ષે 3 જાન્યુઆરીથી અને પ્રિકૉશન ડોઝની શરૂઆત 10 જાન્યુઆરીથી થવાની છે.

ચાલો, જાણીએ છીએ કે પ્રિકૉશન ડોઝ અને 15-18 વર્ષનાં બાળકોની વેક્સિનેશન માટે જારી થઈ છે કઈ ગાઈડલાઈન્સ? ક્યાં, ક્યારે અને કઈ રીતે કરી શકે છે પ્રિકૉશન ડોઝ અને 15-18 વર્ષનાં બાળકો માટે વેક્સિનનું બુકિંગ?

કઈ વયનાં બાળકો છે કોરોના વેક્સિન માટે એલિજિબલ?
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, એ તમામ બાળકો, જે 15 વર્ષથી વધુ વયનાં છે, તેઓ વેક્સિનેશ માટે એલિજિબિલ છે. બીજા શબ્દોમાં કહીએ તો 2007 કે એના પછી જન્મ લેનારાં 15-18 વર્ષના બાળકો માટેના વેક્સિનેશન માટે એલિજિબિલ થશે.

15-18 વર્ષનાં બાળકોને લાગશે કઈ વેક્સિન?
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 15-18 વર્ષની વયનાં બાળકોને માત્ર ભારત બાયોટેકની કોવેક્સિન જ લગાવાશે.

15-18 વર્ષનાં બાળકો કેવી રીતે કરી શકે છે વેક્સિનનું બુકિંગ?
આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે બાળકોની વેક્સિનનું બુકિંગ કોવિન (Co-WIN) પ્લેટફોર્મ દ્વારા થશે. એમાં લાભાર્થી કોવિન પર પોતાના અગાઉથી રહેલા એકાઉન્ટ દ્વારા વેક્સિન માટે ખુદને રજિસ્ટર કરી શકે છે.

આ સાથે જ એક યુનિક મોબાઈલ દ્વારા કોવિન પર એક નવું એકાઉન્ટ બનાવીને પણ લાભાર્થી ખુદને સેલ્ફ-રજિસ્ટર કરી શકે છે.

બાળકો પોતાના પેરન્ટ્સના કોવિન એકાઉન્ટનો ઉપયોગ કરીને વેક્સિન માટે સ્લોટ બુક કરી શકે છે.

કોવિન પ્લેટફોર્મના ચીફ ડો. આરએસ શર્મા અનુસાર, “વેક્સિન સ્લોટ બુકિંગ માટે બાળકોના આધાર અને અન્ય આઈડેન્ટિટિટી પ્રૂફ સિવાય 10મી આઈડી કાર્ડના પણ ઉપયોગની અનુમતિ હશે.”

15-18 વર્ષનાં બાળકો ક્યારથી કરી શકે છે વેક્સિન બુકિંગ?
આરોગ્ય મંત્રાલયના અનુસાર, બાળકો 1 જાન્યુઆરી, 2022થી કોવિન દ્વારા વેક્સિન સ્લોટનું બુકિંગ કરી શકે છે. દેશમાં આ વયનાં બાળકોના વેક્સિનેશનની શરૂઆત 3 જાન્યુઆરી, 2022થી થવા જઈ રહી છે.

બાળકો માટે કોવિન ઉપરાંત કેવી રીતે બુક કરી શકે છે વેક્સિન સ્લોટ?
સરકારની ગાઈડલાઈન્સ અનુસાર, 15-18 વર્ષનાં બાળકો માટે કોવિન ઉપરાંત વેરિફાયર/વેક્સિનેટર દ્વારા ઓનસાઈટ પણ સ્લોટનું બુકિંગ કરી શકાય છે.

શું બાળકો માટે મફત છે વેક્સિનેશન?
15-18 વર્ષનાં તમામ બાળકોનું વેક્સિનેશન સરકારી વેક્સિન કેન્દ્રો પર મફત હશે. જોકે પ્રાઈવેટ હોસ્પિટલ કે ખાનગી વેક્સિન કેન્દ્રો પર જનારા લોકોએ જરૂરી ફી ચૂકવવી પડશે.

15-18 વર્ષનાં બાળકોના વેક્સિનેશન બુકિંગની સમગ્ર પ્રક્રિયા

 • સૌપ્રથમ આરોગ્ય સેતુ એપ કે Cowin.gov.in વેબસાઈટ પર જાઓ.
 • જો તમે કોવિન (CoWIN) પર રજિસ્ટર્ડ નથી તો પ્રથમ રજિસ્ટરનો વિકલ્પ પસંદ કરો.
 • પછી રજિસ્ટ્રેશન પેજ દેખાશે. તમારે તેના પર ફોટો, આઈડી ટાઈપ, નંબર અને પોતાનું પૂરું નામ નોંધવાનાં રહેશે (અહીં તમારે ધો. 10નું ID કાર્ડ સિલેક્ટ કરી શકો છો). આ સાથે જ અહીં બાળકોના લિંગ અને વય નોંધાવો.
 • એકવાર નોંધણી પૂરી થયા પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કન્ફર્મેશન મેસેજ આવશે.
 • મેમ્બરના રજિસ્ટર્ડ થયા પછી તમે તમારા એરિયાનો પિન કોડ નાખો. એનાથી વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ આવી જશે.
 • હવે તારીખ, ટાઈમની સાથે પોતાનો વેક્સિન સ્લોટ બુક કરો અને સેન્ટર પર જઈને વેક્સિનેશ કરાવો.
 • વેક્સિનેશન સેન્ટર પર તમારે તમારું આઈડેન્ટિટી પ્રૂફ અને સિક્રેટ કોડની જાણકારી આપવાની રહેશે. જે તમને રજિસ્ટ્રેશન કરાવતી વખતે મળી છે.
 • જો તમે અગાઉથી કોવિન (CoWIN) પર રજિસ્ટર્ડ છો તો સાઈન પસંદ કરો અને પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખો અને ગેટ ઓટીપી પર ક્લિક કરો.
 • પછી પોતાના મોબાઈલ નંબર પર આવેલા ઓટીપીને નોંધાવો અને વેરિફાઈ બટન પર ક્લિક કરો.
 • હવે પોતાના એરિયાનો પિન કોડ નાખો અને સેન્ટર અનુસાર, પોતાનો વેક્સિન સ્લોટ બુક કરો અને વેક્સિનેશન કરાવો.
 • જો તમે બુકિંગ આરોગ્ય સેતુ એપથી કરી રહ્યા છો તો CoWIN ટેબ પર જાઓ અને વેક્સિન ટેબ પર ક્લિક કરો. એના પછી આગળ વધો પર ક્લિક કરો અને ઉપર દર્શાવેલી રીતે વેક્સિન સ્લોટ બુક કરો.
 • એક મોબાઈલ નંબરથી મહત્તમ ચાર લોકોનું વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરી શકાય છે.

પ્રિકૉશન ડોઝ માટે જારી થઈ છે કઈ ગાઈડલાઈન્સ?
ચાલો, જાણીએ કે હેલ્થવર્કર્સ અને 60+ લોકોના પ્રિકૉશન ડોઝ કે કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ અંગે જારી ગાઈડલાઈન્સ શું છે?

શું છે પ્રિકૉશન ડોઝ અને ક્યારથી લગાવવામાં આવશે?
કેન્દ્ર સરકારે સોમવારે કોરોનાથી બચવા માટે પ્રિકૉશન ડોઝ અંગે પણ ગાઈડલાઈન્સ જારી કરી દીધી છે. દેશમાં પ્રિકૉશન ડોઝની શરૂઆત 10 જાન્યુઆરી 2022થી થવાની છે.

પ્રિકૉશન ડોઝ માટે કયા લોકો છે એલિજિબિલ?
દેશમાં પ્રિકૉશન ડોઝ ત્રણ પ્રાયોરિટી ગ્રુપ-હેલ્થવર્કર્સ, ફ્રન્ટલાઈનવર્કર્સ અને કોમોર્બિડિટી (અનેક બીમારીઓથી ગ્રસ્ત)વાળા 60 વર્ષથી વધુ વયના લોકોને આપવાની છે.

ક્યારે લગાવી શકાશે પ્રિકૉશન ડોઝ?
ગાઈડલાઈન્સ અનુસાર, પ્રિકૉશન ડોઝ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લગાવવાની તારીખથી 9 મહિના (39 સપ્તાહ) પછી લઈ શકાય છે.

શું સરકાર કરશે પ્રિકૉશન ડોઝ લેવાની જાણ?
ગાઈડલાઈન્સ અનુસાર, જ્યારે પણ સંબંધિત વ્યક્તિ પ્રિકૉશન ડોઝ માટે એલિજિબિલ થઈ જશે તો કોવિન એને ટેક્સ્ટ મેસેજ મોકલીને એ જાણ કરશે કે તેનો ત્રીજો ડોઝ કે પ્રિકૉશન ડોઝ લેવાનો છે.

શું પ્રિકૉશન ડોઝ લગાવવા માટે કોઈ સર્ટિફિકેટ હોવું જરૂરી છે?
શું પ્રિકૉશન ડોઝ 60 વર્ષથી વધુ વયના માત્ર એ લોકોને જ લગાવવાવો છે, જેઓ કોમોર્બિડિટી (એકથી વધુ બીમારીઓ)થી પીડિત છે. સરકારે કોમોર્બિડિટી અંતર્ગત આવનારી 22 બીમારીની યાદી જારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોમોર્બિડિટીવાળા 60 વર્ષ અને એનાથી વધુ વયની તમામ વ્યક્તિઓએ પ્રિકૉશન ડોઝ સેવા માટે ડોક્ટર પાસેથી કોઈ સર્ટિફિકેટ આપવાની/રજૂ કરવાની જરૂર નહીં રહે.

શું વેક્સિન કેન્દ્રો પર પણ બુક થઈ શકશે પ્રિકૉશન ડોઝ?
હા, પ્રિકૉશન ડોઝ લેવા માટે અથવા તો ઓનલાઈન સ્લોટ બુક કરી શકાય છે અથવા તો વેક્સિન કેન્દ્રો પર પણ તેનું બુકિંગ કરી શકાય છે.

એટલે કે પ્રિકૉશન ડોઝ માટે માત્ર કોવિન (CoWIN) પર જ સ્લોટ બુક કરવા અનિવાર્ય નથી.

જોકે પ્રિકૉશન ડોઝ લેનારી વ્યક્તિએ કોવિન દ્વારા જ આ ડોઝ આપતાં વેક્સિને કેન્દ્રોની જાણકારી મળી જશે.

શું સરકાર જારી કરશે પ્રિકૉશન ડોઝ માટે અલગથી સર્ટિફિકેટ?
ગાઈડલાઈન્સ અનુસાર, પ્રિકૉશન ડોઝ કે ત્રીજો ડોઝ લીધા પછી એની જાણકારી લાભાર્થીના વેક્સિન સર્ટિફિકેટમાં દેખાવા લાગશે.

શું પ્રિકૉશન ડોઝ માટે આપવાના રહેશે પૈસા?
જી નહીં, સરકારે કહ્યું છે કે પ્રિકૉશન ડોઝ સરકારી વેક્સિન કેન્દ્રો પર મફત મળશે. જોકે પ્રાઈવેટ હોસ્પિટલ કે વેક્સિન કેન્દ્રો પર એના માટે પૈસા આપવાના રહેશે.

સરકારે કહ્યું છે કે તમામ નાગરિક મફત કોરોના વેક્સિનના હકદાર છે, ભલે તેમની ઈન્કમ ગમે તેટલી પણ હોય.

પરંતુ સરકારે લોકોને આગ્રહ કરીને કહ્યું છે કે જે ચૂકવવામાં સક્ષમ છે તેમને પ્રાઈવેટ હોસ્પિટલોનાં વેક્સિન કેન્દ્રોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

60+ લોકો માટે કોમોર્બિડિટીમાં સામેલ છે કઈ બીમારીઓ

સરકારે 60+ લોકો માટે કોમોર્બિડિટીમાં સામેલ બીમારીઓની અલગથી યાદી જારી કરી નથી, પરંતુ કોવિનના ડો. આરએસ શર્મા અનુસાર, આરોગ્ય મંત્રાલય દ્વારા 45થી 60 વર્ષની વયના લોકોના વેક્સિનેશન માટે અગાઉથી જ જારી કરાયેલી કોમોર્બિડિટી અંતર્ગત 20 મેડિકલ કંડિશન જ પ્રિકૉશન ડોઝ માટે પણ માન્ય હશે.

 • છેલ્લા એક વર્ષમાં હાર્ટ ફેઈલ્યોરને કારણે હોસ્પિટલમાં દાખલ થવા પર.
 • પોસ્ટ કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ/લેફ્ટ વેન્ટ્રિક્યુલર આસિસ્ટ ડિવાઈસ.
 • સિગ્નિફિકન્ટ લેફ્ટ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલિક ડિસ્ફંકશન.
 • મોડરેટ કે સિવિર વાલ્વુલર હાર્ટ ડિસીઝ.
 • જન્મજાત હાર્ટ ડિસીઝ.
 • હાઈપરટેન્શન/ડાયાબિટીઝના ઈલાજ સાથે કોરોનરી આર્ટરી રોગ.
 • એન્જાઈન અને હાયપરટેન્શન/ડાયાબિટીસનો ઈલાજ ચાલુ હોય.
 • સ્ટ્રોક અને હાયપરટેન્શનનો રેકોર્ડ/ડાયાબિટીઝનો ઈલાજ ચાલુ હોય.
 • પલ્મોનરી આર્ટરી હાયપરટેન્શન અને હાયપરટેન્શન/ડાયાબિટીસનો ઈલાજ ચાલુ હોય
 • ડાયાબિટીઝ (10 વર્ષથી વધુ કે જટિલતાઓ સાથે) અને હાયપરટેન્શન/ડાયાબિટીઝનો ઈલાજ જારી.
 • કિડની/લિવર/સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યું હોય/થવાનું હોય.
 • કિડનીની લાસ્ટ સ્ટેજ બીમારીમાં ડાયાલિસિસ/CAPD પર હોય.
 • ઓરલ કોર્ટિકોસ્ટેરોઈડ્સ/ઈમ્યુનોસપ્રેસન્ટ દવાઓનો લાંબા સમયથી ઉપયોગ કરી રહ્યા હોય.
 • ડિકમ્પન્સેટેડ સિરોસિસ.
 • છેલ્લા બે વર્ષમાં શ્વાસની ગંભીર બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થવા પર
 • લિમ્ફોમા/લ્યુકેમિયા/માઈલોમા.
 • 1 જુલાઈ 2020 કે તેના પછી કોઈપણ સોલિડ કેન્સરની ઓળખ અને વર્તમાનમાં કોઈપણ કેન્સર થેરાપી પર
 • સિકલ સેલ રોગ/બોન મેરો ફેઈલ્યોર/અપ્લાસ્ટિક એનિમિયા/થેલેસેમિયા મેજર.
 • પ્રાઈમરી ઈમ્યુનોડેફિસિયન્સી ડિસીઝ/એચઆઈવી ઈન્ફેક્શન.