ભાસ્કર એક્સપ્લેનર:ઓમિક્રોન સામે વેક્સિન અસરકારક નથી; બ્રિટનમાં બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ, ભારતમાં પણ ટૂંક સમયમાં ત્રીજો ડોઝ અપાશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

એક્સપર્ટ્સના મતે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન પર વેક્સિન અસરવિહીન બની શકે છે. એ પછી એક તરફ જ્યારે વેક્સિન કંપનીઓ વેક્સિનમાં ફેરફાર કરી રહી છે ત્યારે બીજી તરફ બૂસ્ટર ડોઝ આપવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. બ્રિટને વધતા કેસોની વચ્ચે ડિસેમ્બર સુધી 18થી વધુ વયના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.

સમજીએ, ઓમિક્રોન પર વેક્સિન કેટલી ઈફેક્ટિવ છે, એના વિશે સ્ટડી શું કહે છે? ઓમિક્રોનનો સામનો કરવા વેક્સિન નિર્માતા કંપનીઓ કેવા પ્રકારની તૈયારીઓ કરી રહી છે? અને શું ઓમિક્રોનથી બચવા માટે તમારે બૂસ્ટર ડોઝ લેવો પડશે?...

ઓમિક્રોન પર વેક્સિનની ઈફેક્ટિવનેસને લઈને સ્ટડી શું કહે છે?

 • ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ પોતાના પ્રી-પ્રિન્ટ સ્ટડીમાં કહ્યું છે કે ઓમિક્રોનની વિરુદ્ધ ફાઈઝર અને મોડર્નાની વેક્સિન ઓછી કારગત છે. આ સ્ટડી માટે રિસર્ચર્સે વેક્સિનનો સેકન્ડ ડોઝ લઈ ચૂકેલા લોકોમાં 28 દિવસ પછી એન્ટિબોડી લેવલ ચેક કર્યું. સ્ટડીમાં સામેલ અનેક લોકોમાં તો એન્ટિબોડી લેવલ એટલું ઓછું થઈ ગયું કે જે વાઇરસને રોકવામાં બિલકુલ કારગત નથી.
 • એના પછી જોખમ વ્યક્ત કરાઈ રહ્યું છે કે એનાથી ફુલી વેક્સિનેટેડ લોકોમાં પણ બ્રેકથ્રુ ઈન્ફેક્શનનું જોખમ વધી જશે, જેનાથી કેસો વધી શકે છે. જોકે હજુ એ ખ્યાલ નથી કે એનાથી હોસ્પિટલાઈઝેશન અને ગંભીર લક્ષણોમાં કેટલો વધારો થશે. સ્ટડીમાં સામેલ રહેલા ગેવિન સ્ક્રીટન કહે છે કે સ્ટડીનાં પરિણામો દર્શાવે છે કે જે લોકો બૂસ્ટર ડોઝ માટે એલિજિબલ છે તેઓ શક્ય એટલી જલદી ડોઝ લે.
 • ગત સપ્તાહે જારી બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીના એક રિપોર્ટ અનુસાર, ઓમિક્રોન વિરુદ્ધ વેક્સિનના બે ડોઝ ડેલ્ટાના મુકાબલે ઓછા કારગત છે.
 • સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ અમેરિકામાં મળેલા 43 ઓમિક્રોન દર્દીઓને એનેલાઈઝ કર્યા છે, તેમાંથી 34 દર્દી એવા છે જેમને વેક્સિનના બંને ડોઝ લાગી ચૂક્યા છે. તેના પછી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ઓમિક્રોનને કારણે વેક્સિનની ઈફેક્ટિવનેસ ઓછી થઈ છે.

વેક્સિન પર બૂસ્ટર ડોઝ કેટલો ઈફેક્ટિવ છે?

 • યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)એ પોતાના રિસર્ચમાં જણાવ્યું છે કે બૂસ્ટર ડોઝ લીધા પછી મોડર્ના અને ફાઈઝર વેક્સિન 70થી 75% ઈમ્યુનિટી પ્રોવાઈડ કરે છે. જોકે ઓમિક્રોનના કારણે ગંભીર લક્ષણો કેટલાં વધી રહ્યાં છે એ અંગે હજુ વધુ સ્ટડી કરવાનો બાકી છે, પરંતુ બાકી વેરિયન્ટના મુકાબલે આ વધુ હોવાની આશંકા છે.
 • ઈઝરાયેલના શેબા મેડિકલ સેન્ટર અને સેન્ટ્રલ વાયરોલોજી લેબોરેટરીએ બૂસ્ટર ડોઝની ઈફેક્ટિવનેસને લઈને 40 લોકો પર એક સ્ટડી કર્યો હતો. એમાં 20 એવા લોકો હતા, જેમને 5-6 મહિના અગાઉ બીજો ડોઝ લાગ્યો હતો અને બચેલા 20ને એક મહિના અગાઉ જ બૂસ્ટર ડોઝ લાગ્યો હતો. સ્ટડીમાં સામે આવ્યું હતું કે જેમને 5-6 મહિના અગાઉ વેક્સિન લાગી હતી એ લોકોમાં ઓમિક્રોન વિરુદ્ધ ઈમ્યુનિટી ઓછી હતી. જે લોકોએ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો એમાં ઓમિક્રોનની વિરુદ્ધ લડનારા એન્ટિબોડી વધુ મળી.
 • ઓમિક્રોન પર વેક્સિન ઈફેક્ટિવનેસને લઈને ફાઈઝર અને મોડર્નાએ પણ સ્ટડી કર્યો હતો. કંપનીઓએ કહ્યું હતું કે તેમની વેક્સિનનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોનની વિરુદ્ધ પણ ઈફેક્ટિવ છે.
 • ઈઝરાયેલમાં બૂસ્ટર ડોઝની ઈફેક્ટિવનેસને લઈને એક સ્ટડી કરવામાં આવ્યો હતો. 7.28 લાખ લોકો પર કરાયેલા આ સ્ટડીમાં સામે આવ્યું હતું કે વેક્સિનનો બૂસ્ટર ડોઝ કોરોનાને કારણે હોસ્પિટલાઈઝેશન રોકવામાં 93% કારગત છે. આ સાથે જ કોરોનાનાં ગંભીર લક્ષણોને રોકવામાં પણ 92 % ઈફેક્ટિવ છે.
 • વેક્સિનના બંને ડોઝ લગાવ્યાના 5-6 મહિના પછી એન્ટિબોડી લેવલમાં ઘટાડો થવા લાગે છે. ઈંગ્લેન્ડમાં ફાઈઝર વેક્સિનની ઈફેક્ટિવનેસને લઈને કરાયેલા સ્ટડીમાં જોવા મળ્યું કે બીજો ડોઝ લગાવ્યાના બે સપ્તાહ સુધી વેક્સિન ઈન્ફેક્શન રોકવામાં કારગત છે, પરંતુ 5 મહિના પછી માત્ર 70% જ કારગત રહે છે. આ સ્ટડીમાં મોડર્ના વેક્સિનની ઈફેક્ટિવનેસ પણ સમયની સાથે ઓછી થતી ગઈ હતી.

ઘટતી જતી એન્ટિબોડી પર વેક્સિન નિર્માતાઓ શું કહે છે?

 • મોડર્નાના કંપનીના પ્રેસિડન્ટ સ્ટીફન હોગે ઓમિક્રોન અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે “એમાં એ તમામ મ્યૂટેશન છે, જે આપણે ક્યારેય જોવા નહીં ઈચ્છીએ.” જોકે અત્યારસુધીનો ડેટા દર્શાવે છે કે ઓમિક્રોન પર આપણી વેક્સિન કારગત તો છે, પરંતુ શરીરમાં એન્ટિબોડી ક્યાં સુધી રહેશે, એના વિશે અમે ચિંતિત છીએ.
 • ફાઈઝરના સીઈઓ અલ્બર્ટ બોર્લાએ કહ્યું હતું કે નવા વેરિયન્ટના સમાચાર સાંભળતાં જ અમે પ્રોડક્શન કેપેસિટી વધારી છે, એટલે સુધી કે અમે પ્રોડક્શન વધારવાની કોસ્ટનું કેલ્ક્યુલેશન પણ કર્યું નથી.
 • ફાઈઝર અને મોડર્ના બંને પોતાની વેક્સિનમાં ડેલ્ટા અને બીટા વેરિયન્ટના હિસાબે ફેરફાર કરી રહી હતી. હાલ બંને કંપનીઓ વેક્સિનને ઓમિક્રોન માટે પણ બદલવા અંગે કામ કરી રહી છે.

ઓમિક્રોનથી બચવા માટે શું તમારે બૂસ્ટર ડોઝ લેવાનો રહેશે?

હાલ નહીં, પરંતુ શક્ય છે કે આવનારા થોડા મહિનાઓમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવે. ઓમિક્રોનના જોખમને જોઈને દુનિયાભરના અનેક દેશો બૂસ્ટર ડોઝ આપી રહ્યા છે. ICMRએ સંસદીય સમિતિને કહ્યું છે કે બીજા ડોઝના 9 મહિના પછી બૂસ્ટર ડોઝ આપી શકાય છે.

ડિસેમ્બરમાં જ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પોતાની વેક્સિન કોવિશીલ્ડને બૂસ્ટર ડોઝ તરીકે આપવાની મંજૂરી માગી હતી. એવું મનાય છે કે સરકાર પ્રથમ કોમોર્બિડિટીવાળા લોકોને બૂસ્ટર ડોઝ આપી શકે છે. એ પછી બાકીના લોકો અંગે નિર્ણય લેવામાં આવશે.

ક્યાં-ક્યાં આપવામાં આવી રહ્યો છે બૂસ્ટર ડોઝ?

Our World in Dataના હિસાબે, દુનિયાભરના 35થી પણ વધુ દેશ પોતાના નાગરિકોને બૂસ્ટર ડોઝ આપી રહ્યા છે. અલગ-અલગ દેશોમાં કોમોર્બિડિટી અને અલગ-અલગ ફેક્ટરને ધ્યાનમાં રાખીને લોકોને કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.