તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dvb original
 • Explainer
 • Union President Bhagwat Said DNA Of All Indians Is The Same; Is This True? Ultimately What Is This DNA That Comes Up For Discussion Before Every Election

ભાસ્કર એક્સપ્લેનર:સંઘ પ્રમુખ ભાગવત બોલ્યા- તમામ ભારતીયોનું DNA એક જ છે; શું આ સાચું છે? આખરે આ ડીએનએ શું હોય છે જે દરેક ચૂંટણી અગાઉ ચર્ચામાં આવી જાય છે

20 દિવસ પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક

આપણું DNA ફરી ચર્ચામાં છે. જ્યારે પણ કોઈ મહત્વની ચૂંટણી આવવાની હોય છે, DNA ક્યાંકને ક્યાંકથી ચર્ચામાં આવી જ જાય છે. આ પ્રકારે ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીના એક વર્ષ અગાઉ આ મામલો ઉઠ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ચીફ મોહન ભાગવતે ગાઝિયાબાદમાં કહ્યું કે તમામ ભારતીયોમાં એક જ DNA છે.

આવો જાણીએ કે ચૂંટણી દરમિયાન કે તેના અગાઉ ચર્ચામાં આવનાર આ DNA હોય છે શું? આ અગાઉ ક્યારે DNA ચર્ચામાં આવ્યું હતું? જે દાવો ભાગવતે કર્યો છે, તેમાં કેટલી સચ્ચાઈ છે?

ગાઝિયાબાદમાં શું કહ્યું ભાગવતે?

 • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે ગાઝિયાબાદમાં પૂર્વ વડાપ્રધાન પી વી નરસિંહા રાવના સલાહકાર રહેલા ડો. ખ્વાજા ઈફ્તિખારના પુસ્તક “વૈચારિક સમન્વય-એક વ્યાવહારિક પહેલ” રિલીઝ કર્યુ. આ પુસ્તક અયોધ્યા-બાબરી વિવાદ પર આધારિત છે.
 • આ દરમિયાન ભાગવતે કહ્યું - ‘એ સિદ્ધ થઈ ચૂક્યું છે કે આપણે છેલ્લા 40 હજાર વર્ષથી એક પૂર્વજોના વંશજ છીએ. તમામ ભારતીયોનું DNA એક છે, ભલે તેઓ કોઈ પણ ધર્મના કેમ ન હોય. તેમાં હિન્દુ-મુસ્લિમ એક થવા જેવી કોઈ વાત નથી. તમામ લોકો અગાઉથી જ સાથે છે.’

શું આના પહેલા પણ રાજકીય નિવેદનબાજીમાં DNAનો ઉલ્લેખ આવ્યો છે?

 • હા. 2014ની લોકસભા ચૂંટણી માટે નરેન્દ્ર મોદીને ભાજપાએ વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા તો બિહારમાં નીતિશ કુમારે એનડીએ છોડી દીધું હતું. 2015માં જ્યારે વિધાનસભા ચૂંટણી યોજાઈ તો નીતિશે લાલુના રાષ્ટ્રીય જનતા દળ સાથે મળીને ચૂંટણી લડી.
 • મુઝફ્ફરપુરમાં 21 ઓગસ્ટ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કદાચ તેમના (નીતિશના) DNAમાં જ ગરબડ છે.’ આ અંગે નીતિશે વળતા પ્રહારમાં કહ્યું-‘મોદીએ બિહારના DNA પર આંગળી ઊઠાવી છે. જેમના પૂર્વજોનું દેશની આઝાદીની લડાઈમાં કોઈ યોગદાન નહોતું તેઓ અમારા DNA પર આંગળી ઊઠાવી રહ્યા છે.’ તેના પછી સમગ્ર બિહારમાં જનતા દળ (યુનાઈટેડ)એ એ મામલે ખૂબ હોબાળો કર્યો.

શું કહે છે DNAનું વિજ્ઞાન?

 • વિજ્ઞાનની વાત કરીએ તો DNA એટલે કે ડીઓક્સીરાઈબોન્યુક્લિક એસિડ. આ અણુઓનું એક ગ્રૂપ છે, જે માતાપિતાના વંશાનુગત ગુણો કે જેનેટિક ઈન્ફોર્મેશનને તેમના સંતાનો સુધી લઈ જાય છે. આ પ્રોટીનનું એક સ્ટ્રક્ચર છે, જે યુનિક છે. એટલે કે સમગ્ર દુનિયામાં આપના જેવું બીજું કોઈ નહીં હોય. તેનો કેટલોક હિસ્સો જ આપણા માતાપિતા અને ભાઈબહેન સાથે મળતો આવે છે.
 • DNA આપણા શરીરમાં ઉપસ્થિત સૌથી મહત્વપૂર્ણ ન્યુક્લિક એસિડ છે. તેમાં કોઈ કોશિકાની અલગ-અલગ પ્રક્રિયા સાથે સંકળાયેલ માહિતીઓ સ્ટોર થાય છે. તેનાથી જ કોશિકાઓની આગામી પેઢી સુધી જેનેટિક માહિતી પહોંચે છે. કોઈપણ બીમારી કે જેનેટિક ડિસઓર્ડરના ડાયોગ્નોસિસ, કોઈ અપરાધીની ઓળખની સાથે જ જૈવિક માતાપિતા કે ભાઈબહેન સાથે સંકળાયેલ વિવાદોનો ઉકેલ પણ DNA ટેસ્ટથી સંભવ છે.
 • ફ્રેડરીચ મેસ્ચરે 1869માં ન્યુક્લિયસમાં મળનારા એસિડ તરીકે DNAને શોધ્યું હતું. તેના પછી 1953માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રીકે DNAના ડબલ હેલિક્સના સ્ટ્રક્ચરનો નમૂનો રજૂ કર્યો. આ ડીઓક્સિરાઈબોઝ સુગર, નાઈટ્રોજનસ સુગર અને એક ફોસ્ફેટ ગ્રૂપથી બનેલું હોય છે.
 • DNAના ન્યુક્લિયોટાઈડ્સમાં આ ચારમાંથી એક બેઝ મળે છે-એડેનીન, થાઈમીન, ગ્વાનીન અને સાઈટોસિન. હજારોની સંખ્યામાં આ ન્યુક્લિયોટાઈટ્સ ફોસ્ફોડાઈસ્ટર બોન્ડ સાથે બે પોલીન્યુક્લિયોટાઈડ ચેનથી બંધાયેલા હોય છે. આ દોરા જેવી કુંતલાકાર સંરચના જ DNA હોય છે.

બીજું શું-શું બતાવે છે DNA?

 • ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણદત્ત તિવારીનો મામલો તો યાદ જ હશે. રોહિત શેખરનો દાવો હતો કે તિવારી તેમના જૈવિક પિતા છે. 7 વર્ષ કેસ ચાલ્યો. DNA ટેસ્ટથી જ રોહિતનો દાવો સાચો સાબિત થયો. 2014માં તિવારીએ રોહિતને પુત્ર માન્યો. સ્પષ્ટ છે કે DNA ટેસ્ટથી માતાપિતા અને તેમના બાળકોનાં પરસ્પર સંબંધોની પુષ્ટિ હોય છે.
 • પરંતુ તેના ઉપરાંત ગુનાઓમાં પણ DNA ટેસ્ટિંગ થવા લાગ્યું છે. દુષ્કર્મથી લઈને હત્યા સુધીના કેસમાં ઘટનાસ્થળેથી મળેલા પુરાવાનું DNA ટેસ્ટિંગ કરીને આરોપીની ભાળ મેળવી શકાય છે. તેના માટે ઘટનાસ્થળેથી મળેલા વાળ, નખ, થૂંક, લોહી વગેરેથી ખ્યાલ આવે છે કે આરોપી એ જગ્યાએ હતો કે નહીં.
 • ઈલાજમાં પણ DNA ટેસ્ટિંગની મહત્વની ભૂમિકા છે. માતાપિતામાંથી કોઈને કોઈપણ આનુવંશિક બીમારી છે તો DNA ટેસ્ટિંગ દ્વારા એ ખ્યાલ આવે છે કે બાળકમાં એ પહોંચી છે કે નહીં. છેલ્લા કેટલાક સમયથી અનેક દેશોમાં વિજ્ઞાનીઓ DNAમાં ફેરફારની રીત શોધી રહ્યા છે કે જેથી આનુવંશિક બીમારીઓથી બચાવી શકાય.

તો ભાગવતે કયા આધારે કહ્યું કે આપણું DNA એક છે?

 • બે વર્ષ અગાઉ અયોધ્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં પણ આ મામલો સામે આવ્યો હતો. હિન્દુ પક્ષકારના વકીલ કે. પરાશરને કહ્યું હતું કે આર્ય ભારતના મૂળ નિવાસી છે. રામાયણમાં સીતા શ્રીરામને આર્ય કહે છે, એવામાં તેઓ બાહ્ય કેવી રીતે હોઈ શકે છે.
 • વાસ્તવમાં, તેનો આધાર 2019માં ડેક્કન કોલેજ પૂણેના ઈતિહાસકારોનો અભ્યાસ છે. રિસર્ચ જર્નલ સેલમાં પ્રકાશિત સ્ટડીમાં હરિયાણાના રાખીગઢીમાં ખનન વખતે નીકળેલા હાડપિંજરોનું DNA એનેલિસિસ કરવામાં આવ્યું હતું. આ સ્ટડી કહે છે કે આર્ય બહારથી આવ્યા નથી, પરંતુ 12 હજાર વર્ષથી અહીં હતા.
 • આ હાડપિંજર હડપ્પા સંસ્કૃતિના લોકોના છે. સ્ટડીનું નેતૃત્વ ડેક્કન કોલેજ પૂણેના પૂર્વ પ્રમુખ ડો. વસંત શિંદેએ કર્યુ હતું. તેમની સાથે દેશ-વિદેશના 30 રિસર્ચર તેમાં સામેલ હતા. તેમાં દાવો કરાયો છે કે દક્ષિણ એશિયન લોકોના DNA એક છે. હડપ્પા સભ્યતા અહીં વિકસી. આર્યોએ જ વેદ-ઉપનિષદ રચ્યા. આ જ લોકો પછી મધ્ય એશિયા તરફ ગયા.
 • સંશોધનનો દાવો છે કે અફઘાનિસ્તાનથી લઈને બંગાળ અને કાશ્મીરથી લઈને આંદામાન સુધીના લોકોનાં જિન્સ એક જ વંશના હતા. ‘એન એનોસેન્ટ હડપ્પન જિનોમ લેક્સ એનેસેસ્ટ્રી ફ્રોમ સ્ટેપે પેસ્ટોરેલિસ્ટ અને ઈરાની ફાર્મર્સ’ શીર્ષકથી પ્રકાશિત આ રિસર્ચના પ્રમુખ શિંદેનો દાવો છે કે ‘2015-16માં કાઢવામાં આવેલું આ હાડપિંજર ઈસવિસન પૂર્વે 2500ની આસપાસનું છે. અમે હાડપિંજરના DNAથી મળેલા જનીનની તુલના એ કાળના અન્ય સ્થળોએથી મળેલા હાડપિંજરો સાથે કરી તો બંને અલગ નીકળ્યા.