તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • TRP Scam: Republic TV India Today News: What Is TRP Manipulation | And How It Is Calculated? Importance Of (Target Rating Point) For News Media Channels?

ભાસ્કર એક્સપ્લેનર:TRP શું છે? શું તેની સાથે ચેડાં કરીને ચેનલને ફાયદો પહોંચાડી શકાય છે?

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • TRP એટલે ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ
  • કોઈપણ ટીવી પ્રોગ્રામની લોકપ્રિયતા અને ઓડિયન્સની સંખ્યા જાણવાની TRP એક રીત છે
  • એડવર્ટાઇઝર્સને TRPથી જાણવા મળે છે કે શૉમાં એડવર્ટાઇઝ કરવી કેટલી ફાયદાકારક રહેશે

મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે ગુરુવારે કહ્યું કે, બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ભારતના ડિવાઇસ સાથે ચેડાં કરીને ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ (TRP) વધારી રહી છે. તેમણે રિપબ્લિક સહિત કેટલીક ચેનલોનું નામ પણ આપ્યું. જો કે, રિપબ્લિક ટીવીનો દાવો છે કે FIRમાં તેનું નહીં પણ ઇન્ડિયા ટુડેનું નામ છે. સવાલ એ ઊભો થાય છે કે શું કોઈ ચેનલ આ રીતે TRP વધારી શકે છે?

TRP શું છે?

  • TRP એટલે ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ. કોઈપણ ટીવી પ્રોગ્રામની લોકપ્રિયતા અને ઓડિયન્સની સંખ્યા જાણવાની આ એક રીત છે. કેટલા લોકોએ શૉ જોયો એ TRPથી જાણવા મળે છે.
  • જો શૉમાં TRP વધારે હોય તો તેનો અર્થ એ કે લોકો તે ચેનલ અથવા તે શૉ પસંદ કરે છે. એડવર્ટાઇઝર્સને TRPથી જાણવા મળે છે કે શૉમાં એડવર્ટાઇઝ કરવી કેટલી ફાયદાકારક રહેશે.
  • સરળ શબ્દોમાં કહીએ તો કઈ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિની ચેનલ કેટલા લોકો કેટલા સમય સુધી જૂએ છે. આ એક કલાકમાં, એક દિવસમાં અથવા અઠવાડિયાંનો થોડો સમય હોઈ શકે છે.

ચેનલો માટે TRPનું શું મહત્ત્વ છે?

  • TRPથી જાણવા મળે છે કે કઈ ચેનલને કેટલા લોકો જોઈ રહ્યા છે. કયા શૉની લોકપ્રિયતા વધારે છે. આના આધારે જ તેઓ પોતાનો પ્રમોશનલ પ્લાન તૈયાર કરે છે અને એડવર્ટાઇઝમેન્ટ આપે છે.
  • વધારે જાહેરાત જોઈતી હોય તો TRP સારી હોવી જરૂરી છે. આ જ કારણે મોટાભાગની ચેનલ TRPને વધારે મહત્ત્વ આપે છે. જેને વધારે લોકો જોવે છે, તેને જ પ્રમોટ પણ વધારે કરે છે.

TRP કેલ્ક્યુલેટ કેવી રીતે થાય છે?

  • BARC (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ)એ આશરે 45 હજાર ઘરમાં ડિવાઈસ લગાવ્યું છે, જેને બાર-ઓ-મીટર કે પીપલ મીટર કહેવાય છે. આ મીટર શૉમાં એમ્બેડ વોટરમાર્ક્સને રેકોર્ડ કરે છે.
  • BARC રિમોટમાં દરેક ઘરમાં દરેક મેમ્બર માટે અલગ બટન હોય છે. શૉ જોતી વખતે તેમણે તે બટન દબાવવાનું હોય છે, જેનાથી BARCને ખબર પડે છે કે, કયા શૉને પરિવારના કયા મેમ્બરે કેટલા સમય સુધી જોયો?
  • આ જ ડેટાને આધારે BARC જણાવે છે કે, 20 કરોડ ટીવી જોનારા પરિવારોમાં શૉ કે પ્રોગ્રામ જોવાની પેટર્ન શું છે જે 84 કરોડ દર્શકો શું જોઈ રહ્યા છે અને કેટલા સમય સુધી જોવું પસંદ કરે છે.
  • આ પરિવારોને વર્ષ 2015માં નવા કન્ઝ્યુમર ક્લાસિફિકેશન સિસ્ટમ (NCCS) હેઠળ 12 કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે. તેમાં પરિવારમાં મુખ્ય કમાતા મેમ્બરની અભ્યાસના સ્તરની સાથે ઘરના વીજળીના ક્નેક્શનથી લઈને કાર સુધીની અવેલિબિલિટીને આધારે બનાવવામાં આવે છે.
  • BARC એક ઈન્ડસ્ટ્રી બોડી છે, જેનો સંયુક્ત માલિકાના હક એડવર્ટાઈઝર્સ, એડ એજન્સીઓ અને બ્રોડકાસ્ટિંગ કંપનીઓ પાસે છે. ઈન્ડિયન સોસાયટી ઓફ એડવર્ટાઈઝર્સ, ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન અને એડવર્ટાઈઝિંગ એજન્સી એસોસિએશન ઓફ ઈન્ડિયા તેના સંયુક્ત ઓનર છે.

BARCના ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે?

  • દર ગુરુવારે BARC તેના ડેટા રિલીઝ કરે છે. તે ઓડિયન્સના ડેમોગ્રાફિક્સ-ઉંમર, શિક્ષણ, આવક વગેરે માં વહેંચીને જણાવે છે કે કોઈ શૉને કેટલા લોકોએ કેટલા સમય સુધી જોયો. તેના પર ચેનલની એડવર્ટાઈઝમેન્ટ રેવેન્યૂ નિર્ભર કરે છે.
  • તેનો અર્થ એ થાય છે કે આખો દેશ શું જોઈ રહ્યું છે, તે આ 45 હજાર પરિવારોના ટીવી પર લાગેલા ડિવાઈસ જણાવે છે. BARC આ ડિવાઈસની માહિતી ગુપ્ત રાખે છે, પરંતુ તેની સાથે ચેડાં થવાના આરોપ પહેલાં પણ લાગી ચૂક્યા છે. મુંબઈ પોલીસ કમિશ્નરના આરોપ આ ચેઈનમાં નવા આરોપ છે.
  • ફિક્કી અને અન્સર્ટ એન્ડ યંગના રિપોર્ટ પ્રમાણે, ગત વર્ષે ભારતનો ટીવી ઉદ્યોગ 78,700 કરોડ રૂપિયાનો રહ્યો હતો. તેમાં પણ એડવર્ટાઈઝ કરવાનું એડવર્ટાઈઝર્સ માટે TRP જ મુખ્ય ક્રાઈટેરિયા રહ્યું છે.

ટીવી ચેનલ્સ TRPને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે?
ટીવી ચેનલ્સ 2 રીતે TRPને પ્રભાવિત કરી શકે છે. પ્રથમ જો તેમને માલુમ પડી જાય કે બાર ઓ મીટર અથવા પીપલ મીટર ક્યાં લાગેલા છે તો તેઓ એ પરિવારો સાથે સીધા કેશ અથવા ગિફ્ટનાં માધ્યમથી તેમની જ ચેનલ જોવા માટે પ્રેરિત કરી શકે છે. બીજું તેઓ કેબલ ઓપરેટર્સ અથવા મલ્ટિ સિસ્ટમ ઓપરેટર્સનાં માધ્યમથી એ સુનિશ્ચિત કરે છે કે દર્શકો તેમની ચેનલ સૌ પ્રથમ જુએ.

અન્ય સમાચારો પણ છે...