તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ડેટા સ્ટોરી:દેશ કોરોનાની બીજી લહેર તરફ, 47 દિવસ બાદ પહેલી વખત એક્ટિવ કેસ વધ્યા; ઘણાં રાજ્યોમાં કર્ફ્યૂની તૈયારી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના ફરી એક વાર ડરાવી રહ્યો છે. કેટલાક દિવસો સુધી ઓછા કેસો સામે આવ્યા બાદ હવે ફરી કેસોમાં વધારો જોવા મળ્યો છે. ગુરુવારે 47 દિવસ બાદ દેશમાં રિકવરીના કેસો કરતાં નવા કેસોની સંખ્યા વધી છે. ગુરુવારે દેશભરમાં 46,185 નવા કેસ સામે આવ્યા. 45,246 દર્દી સ્વસ્થ થયા છે. 583 વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. પરિણામે, એક્ટિવ કેસમાં 343નો વધારો થયો છે. 3 ઓક્ટોબરથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઓછી થઈ રહી છે.

એવામાં પ્રશ્ન એ છે કે શું દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર આવી ગઈ છે? એનો જવાબ આપવો હાલ ઉતાવળ ગણાશે. જૂનમાં WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર આવી શકે છે, કારણ કે વાઈરસ હજુ પણ કમ્યુનિટીમાં હાજર છે.

મહામારીમાં બીજી લહેર આવી રહી છે. આ વાત એનાથી જાણી શકાય છે કે પહેલાં કેસ ઝડપથી વધ્યા પછી ઓછા થયા, પરંતુ ફરી કેસોની સંખ્યા વધવા લાગી છે. આપણા દેશમાં પણ આવો જ ગ્રાફ જોવા મળી રહ્યો છે. 16 સપ્ટેમ્બરે પીક આવ્યા બાદ નવા કેસમાં ઘટાડો થયો હતો. 16 નવેમ્બરે દેશમાં એક દિવસમાં સૌથી ઓછા 28,555 નવા કેસ સામે આવ્યા હતા, પરંતુ ત્યાર બાદ કેસોની સંખ્યા વધવા લાગી છે.

શા માટે કોરોનાની બીજી લહેરનો ડર છે?

  • કેટલાક એક્સપર્ટ્સનું માનવું છે કે દેશમાં કોરોનાની બીજી લહેરનું જોખમ વધી ગયું છે, કારણ કે ઓછા કેસો આવ્યા બાદ ફરી નવા કેસ ઝડપથી વધવા લાગ્યા છે. નવા કેસો વધવાનો અર્થ એ થાય છે કે એક્ટિવ કેસ વધી રહ્યા છે અને રિકવરી રેટ ઘટી રહ્યો છે.
  • દેશમાં 16 સપ્ટેમ્બરે પીક આવ્યો હતો. એ દિવસે સૌથી વધારે 97 હજાર 860 નવા કેસો સામે આવ્યા હતા, પરંતુ ત્યાર બાદ કેસોની સંખ્યા ઘટવા લાગી હતી. પીક આવ્યા બાદ 16 નવેમ્બરે સૌથી ઓછા કેસ 28 હજાર 555 સામે આવ્યા હતા, પરંતુ 19 નવેમ્બરે 46 હજાર 185 સંક્રમિત સામે આવ્યા હતા.
  • આ સિવાય ઘણાં રાજ્યોમાં સ્થિતિ બગડી શકે છે. દિલ્હીમાં તો કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન પણ કહી ચૂક્યા છે કે દિલ્હીમાં ત્રીજી લહેર ચાલી રહી છે અર્થાત જે સ્થિતિ જૂન મહિનામાં હતી એ ફરી થઈ છે. દિલ્હી સિવાય મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, હરિયાણા જેવાં રાજ્યોમાં પણ બીજી લહેરનું જોખમ વધ્યું છે.

બીજી લહેરથી બચવા માટે સરકારો શું કરી રહી છે?
કેન્દ્ર સરકારે હેલ્થ એક્સપર્ટની ટીમ બનાવી છે, જે હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મણિપુર જશે અને ત્યાંની પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરશે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.

  • મધ્યપ્રદેશ: જે જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ 5%થી વધુ છે ત્યાં સવારે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે.
  • રાજસ્થાન: 21 નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં સેક્શન-144 લાગુ થશે, એટલે કે પાંચ કે તેથી વધુ લોકો સંબંધિત વિસ્તારમાં ભેગા થઈ શકશે નહીં. તેનું કડક પાલન કરવા સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.
  • દિલ્હી: માસ્ક ન પહેરનારા લોકો પર દંડ 500 રૂપિયાથી વધારીને 2,000 રૂપિયા કરવામાં આવ્યો છે. હોટસ્પોટ વિસ્તારમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • ગુજરાત: સૌથી મોટા શહેર અમદાવાદમાં 20 નવેમ્બરના રોજ રાત્રે 9થી 23 નવેમ્બરના રોજ સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.
  • હરિયાણા: શાળા શરૂ થવાને કારણે 300થી વધુ બાળકોને ચેપ લાગ્યો. તેથી, હવે શાળાઓ 30 નવેમ્બર સુધી બંધ રહેશે. દરરોજ 30 હજાર ટેસ્ટ થશે.

કોરોનાની બીજી લહેરનું જોખમ વધવાનાં બે કારણ
1. ફેસ્ટિવ સીઝન: ઓક્ટોબરમાં નવરાત્રિ અને નવેમ્બરમાં દિવાળીને કારણે માર્કેટમાં ભીડ વધી હતી. એને કારણે ચેપ ફેલાઈ ગયો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે
દિવાળી દરમિયાન બજારોમાં લોકોની બેદરકારી જોવા મળી હતી. ખરીદદારી કરતી વખતે લોકોએ માસ્ક પણ ન પહેર્યું અને ડિસ્ટન્સિંગનું પાલન પણ નહોતું કર્યું.
2. શિયાળો: વૈજ્ઞાનિકોએ પહેલેથી જ ચિંતા વ્યક્ત કરી હતી કે શિયાળાની ઋતુમાં કોરોનાના કેસો ઝડપથી વધી શકે છે. નીતિ આયોગના અહેવાલમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે શિયાળામાં કોરોના જોખમી બની શકે છે અને આવું થયું પણ ખરું. દેશમાં નવેમ્બરથી શિયાળો શરૂ થયો છે અને આ મહિનાથી કોરોના કેસ ફરીથી વધવા લાગ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો