ભાસ્કર એક્સપ્લેનર:આજે વર્ષનો સૌથી નાનો દિવસ, આખરે શા માટે થાય છે દિવસ નાના-મોટા? શું દુનિયામાં આજે દરેક જગ્યાએ દિવસ નાનો હશે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે વિન્ટર સોલ્સટિસ છે. એટલે કે વર્ષનો સૌથી નાનો દિવસ. ગત વર્ષે વિન્ટર સોલ્સટિસ 22 ડિસેમ્બરે આવ્યો હતો. પરંતુ, આ વખતે તે 21 ડિસેમ્બરે છે. આ અગાઉ 2017માં પણ વિન્ટર સોલ્સટિસ 21 ડિસેમ્બરે જ આવ્યો હતો.

આખરે આ દિવસ નાના મોટા કેમ થાય છે? શું 21 અને 22 ડિસેમ્બર ઉપરાંત પણ કોઈ દિવસે વર્ષનો સૌથી નાનો દિવસ આવી શકે છે? સોલ્સટિસનો અર્થ શું થાય છે અને તે કેટલા પ્રકારના હોય છે? શું તેની હવામાન પર પણ કોઈ અસર પડે છે? આવો જાણીએ...

દિવસ નાના મોટા કેમ થાય છે?

  • તેનું કારણ છે પૃથ્વીનું ઝુકેલું હોવું. વાસ્તવમાં, પૃથ્વી જ નહીં. પણ સોલાર સિસ્ટમનો દરેક ગ્રહ અલગ અલગ એંગલ પર ઝૂકેલો છે. આપણી પૃથ્વી પણ પોતાની ધરી પર 23.5 ડિગ્રી ઝૂકેલી છે. પૃથ્વીના પોતાની ધરી પર ઝૂકેલી રહેવાથી, તેના પોતાની ધરી આસપાસ ચક્કર લગાવવા જેવા પરિબળોના કારણે કોઈ એક સ્થાને પડનારા સૂર્યના કિરણોનો સમય વર્ષના અલગ-અલગ દિવસે અલગ હોય છે.

તો શું આજે સમગ્ર દુનિયામાં વર્ષનો સૌથી નાનો દિવસ હશે?

  • એવું નથી. નોર્થ હેમીસ્ફિયર (ઉત્તર ગોળાર્ધ)વાળા દેશોમાં આજે વર્ષનો સૌથી નાનો દિવસ છે. જ્યારે, સાઉથ હેમીસ્ફિયર (દક્ષિણ ગોળાર્ધ)વાળા દેશોમાં આજે વર્ષનો સૌથી મોટો દિવસ છે. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશોમાં આજે વર્ષનો સૌથી મોટો દિવસ છે.
  • નોર્થ હેમીસ્ફિયર વર્ષના છ મહિના સૂરજ તરફ ઝૂકેલું હોય છે. તેનાથી આ હેમીસ્ફિયરમાં ડાયરેક્ટ સનલાઈટ આવે છે. આ દરમિયાન નોર્થ હેમીસ્ફિયરના વિસ્તારોમાં ગરમીની મોસમ હોય છે. બાકી છ મહિના આ વિસ્તાર સૂરજથી દૂર જાય છે અને દિવસ નાના થવા લાગે છે.

શું વર્ષના સૌથી નાના દિવસની લંબાઈ અને ટાઈમિંગ એક જેવી હશે?

  • અલગ-અલગ શહેરોમાં આજે વર્ષનો સૌથી નાનો દિવસ જરૂર છે, પરંતુ તેની લંબાઈ અલગ-અલગ હશે. જેમકે, દિલ્હીમાં આજે સવારે 7.10 વાગ્યે સૂરજ ઉગશે અને સાંજે 5.29 વાગ્યે સૂર્યાસ્ત થશે. એટલે કે આખા દિવસની લંબાઈ 10 કલાક 19 મિનિટ. જ્યારે ભોપાલમાં સવારે 6.58 વાગ્યે સૂરજ ઉગશે અને સાંજે 5.40 વાગ્યે સૂર્યાસ્ત થશે. એટલે કે, સમગ્ર દિવસની લંબાઈ 10 કલાક 42 મિનિટ હશે.
  • હવે એક દિવસ પહેલા એટલે કે 20 ડિસેમ્બરની વાત કરીએ તો દિલ્હીમાં સવારે 7.09 વાગ્યે સૂરજ ઉગ્યો અને સાંજે 5.29 વાગ્યે સૂર્યાસ્ત થયો. એટલે કે દિવસની કુલ લંબાઈ આજથી એક મિનિટ વધુ 10 કલાક 20 મિનિટ હતી. જ્યારે, કાલે એટલે કે 22 ડિસેમ્બરે સવારે 7.10 વાગ્યે સૂરજ ઉગશે અને સાંજે 5.30 વાગ્યે સૂર્યાસ્ત થશે. એટલે કે કાલે પણ દિવસની લંબાઈ આજથી એક મિનિટ વધુ હશે.

વિન્ટર સોલ્સટિસની તારીખ કેમ બદલે છે? શું મહિનો પણ બદલે છે?

  • પૃથ્વીનું એક વર્ષ 365.25 દિવસમાં પૂરું થાય છે. એટલે કે દર વર્ષે જે સમયે સૂરજનું કિરણ સૌથી ઓછા સમય માટે પૃથ્વી પર આવે છે, એ સમય લગભગ છ કલાક શિફ્ટ થઈ જાય છે. આ કારણથી દર ચાર વર્ષમાં લીપ યર હોય છે. જે આ સમયને એડજસ્ટ કરે છે. એટલે કે, ગત વર્ષે સૂરજ 22 ડિસેમ્બરે ધરતી પર સૌથી ઓછા સમય માટે રહ્યો હતો, આ વર્ષે આ દિવસ 21 ડિસેમ્બરને જ થયો છે.
  • પૃથ્વીના એક વર્ષ અને લીપ યર સાથે એડજસ્ટમેન્ટના કારણે વિન્ટર સોલ્સટિસ 20, 21, 22 કે 23 ડિસેમ્બરમાંથી કોઈ એક દિવસે આવે છે. જો કે, મોટાભાગે તે 21 અને 22 ડિસેમ્બરે જ આવે છે. કહેવાનો અર્થ એ છે કે વિન્ટર સોલ્સટિસની તારીખ તો બદલે છે પણ મહિનો ક્યારેય બદલતો નથી.
  • આ રીતે જ સમર સોલ્સટિસ એટલે કે વર્ષનો સૌથી લાંબો દિવસ 20થી 23 જૂન વચ્ચે પડે છે. જ્યારે, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે દિવસ અને રાતનો સમય બરાબર હોય છે. તેને ઈક્વેટર કહે છે. એટલે કે, આ દિવસે સૂરજ ધરતીની ભૂમધ્ય રેખાની બરાબર ઉપર હોય છે.

શું તેની મોસમ પર પણ કોઈ અસર પડે છે?
વિન્ટર સોલ્સટિસથી ઠંડી વધવાનું શરૂ થાય છે. આજથી નોર્થ હેમીસ્ફિયરમાં ઠંડીની શરૂઆત અને સાઉથ હેમીસ્ફિયરમાં ગરમીની શરૂઆત માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...