આજનો ઈતિહાસ:106 વર્ષ પહેલા પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થયું હતું, માર્ટિન લૂથર કિંગ જૂનિયરે આપી હતી ઐતિહાસિક ડ્રીમ સ્પીચ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

28 ઓગસ્ટ એટલે કે આજનો દિવસ ઈતિહાસનો એવો દિવસ છે, જેને કોઈ યાદ રાખવા માંગશે નહિ. આ દિવસે 1914માં ભીષણ મહાયુદ્ધની શરૂઆત થઈ, જેમાં લગભગ દોઢ કરોડ લોકોના મોત થયા હતા. લગભગ 48 હજાર ભારતીય સૈનિક આ મહાયુદ્ધમાં શહીદ થયા હતા.

જર્મની, ઓસ્ટ્રિયા-હંગરી, બલ્ગારિયા અને ઓટોમન સામ્રાજય(સેન્ટ્રલ પોવર્સ) એ ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ઈટલી, રોમાનિયા, જાપાન અને અમેરિકા સાથે યુદ્ધ થયું હતું. નવી મિલિટ્રી ટેકનોલોજી અને આ યુદ્ધે ખૂબ જ ખરાબ રીતે ખુવારી કરી હતી.

માર્ટીન લૂથર કિંગ જૂનિયરે જણાવ્યું હતું તેમનું ડ્રીમ

માર્ટિન લૂથર કિંગે 1963માં વોશિંગ્ટનમાં લિંકન મેમોરિયલની સામે આ ઐતિહાસિક સ્પીચ આપી હતી. માનવ અધિકાર અને રાજકીય અધિકાર ગ્રુપ્સની રેલી બાદ તેમણે અમેરિકામાં રંગભેદ ખત્મ કરવાની અપીલ કરી હતી. વોશિંગ્ટન ડીસીમાં બે લાખથી વધુ લોકો એકત્રિત થયા હતા. આફ્રિકન-અમેરિકનો માટે સમાનતા અને નોકરીઓ માંગી રહ્યાં હતા. ડો.કિંગની ‘આઈ હેવ અ ડ્રીમ’ સ્પીચ અમેરિકન નાગરિક અધિકાર આંદોલનનું પ્રતીક બની ગઈ અને રેકોર્ડેડ ઈતિહાસમાં આ સૌથી યાદગાર ભાષણોમાંથી એક છે.

20મી સદીના સૌથી ચર્ચિત છુટાછેડા આજે થયા હતા

29 જુલાઈ 1981ના રોજ લગભગ 74 દેશોના એક અબજ ટીવી દર્શકોએ પ્રિન્સ ચાર્લ્સ અને એક સ્કુલ ટીચર લેડી ડાયના સ્પેન્સરના લગ્ન જોયા હતા. 1982માં બંનેનો પ્રથમ પુત્ર પ્રિન્સ વિલિયમ અને 1984માં બીજો પુત્ર પ્રિન્સ હેરીનો જન્મ થયો હતો. 28 ઓગસ્ટ 1996માં બંનેના છુટાછેડા થયા હતા. તેના એક વર્ષ પછી એક રોડ અકસ્માતમાં પ્રિંસેસ ડાયનાનું મોત થઈ ગયું. જોકે આજે પણ પ્રિન્સેસ ડાયનાની લાઈફસ્ટાઈલ અને ફેશન સેન્સ ચર્ચામાં રહે છે.

આજનો દિવસ ઈતિહાસમાં આ ઘટનાઓ માટે પણ જાણીતો છે:

 • 1600: મુગલોએ અહમદનગર પર કબ્જો કર્યો.
 • 1845ઃ પ્રસિદ્ધ પત્રિકા સાઈન્ટિફિક અમેરિકનની પ્રથમ એડિશન છપાઈ.
 • 1858ઃ ફિંગરપ્રિન્ટને ઓળખ બનાવનાર બ્રિટનના વિલિયમ જેમ્સ હર્શેલનો જન્મ.
 • 1896ઃ પ્રસિદ્ધ ઉર્દુ શાયર ફિરાક ગોરખપુરીનો જન્મ.
 • 1904ઃ કલકતાથી બૈરકપુર પ્રથમ કાર રેલીનું આયોજન.
 • 1922ઃ જાપાન સાઈબેરિયાથી તેના સૈનિકોને પરત બોલાવવાની બાબતે સહમત થયું.
 • 1924ઃ જોર્જિયામાં સોવિયત સંઘની વિરુદ્ધ અસફળ વિદ્રોહમાં હજારો લોકોના મોત.
 • 1972ઃ સામાન્ય વિમા કારોબાર ઓર્ડિનન્સ પાસ થયું. વીમા કંપનીઓનું રાષ્ટ્રીકરણ થયું.
 • 1984ઃ સોવિયત સંધે ભૂમિગત પરમાણુ પરીક્ષણ કર્યું.
 • 1986ઃ ભાગ્યશ્રી સાઠે શતરંજમાં ગ્રાન્ડ માસ્ટર બનનાર પ્રથમ મહિલા બની.
 • 1990ઃ ઈરાકે કુવૈતને તેનું 19મું પ્રાંત જાહેર કર્યું.
 • 1992ઃ શ્રીલંકાના મુથૈયા મુરલીધરને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ તેના ટેસ્ટ કેરિઅરની શરૂઆત કરી.
 • 1999ઃ મેજર સમીર કોતલવાલ અાસામમાં ઉગ્રવાદિયોના એક ગ્રુપ સાથે થયેલી અથડામણમાં શહીદ થયા.
 • 2000ઃ ભારત-પાક સીમા પર ગોળીબાર, પાકિસ્તાનના 8 સૈનિકના મોત થયા.
 • 2006ઃ વિશ્વની સૌથી મોટી મહિલા મારિયા એસ્ટર ડી.કાપોવિલાનું ઈક્વેડોરમાં નિધન.
 • 2017ઃ પી.વી.સિંધુએ બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો.
 • 2018ઃ ભારતના મંજીત સિંહએ જાકાર્તામાં એશિયાઈ રમતોની પુરુષ 800 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો.
અન્ય સમાચારો પણ છે...