ભાસ્કર એક્સપ્લેનર:આ વખતે JEE અને NEET એક્ઝામ સેન્ટરની વ્યવસ્થામાં ફેરફાર જોવા મળશે; સોશિયલ ડિસ્ટન્સિંગ લાગુ કરવામાં આવશે અને હેન્ડહેલ્ડ મશીનથી ચેકિંગ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકના જણાવ્યા પ્રમાણે, મને દરરોજ અગણિત મેઇલ એવા વિદ્યાર્થીઓ તરફથી મળે છે, જેઓ કોઈ પણ સંજોગોમાં નથી ઈચ્છતા કે આ વર્ષ વ્યર્થ જાય

સમગ્ર દેશમાં એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન માટે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE)-મેઈન 1થી 6 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે. જ્યારે દેશભરની મેડિકલ કોલેજોમાં એડમિશન માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 13 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આ પરીક્ષાને લઈને હોબાળો મચી ગયો છે. સરકાર અને IIT સહિત તમામ એન્જિનિયરિંગ સંસ્થાઓ ઇચ્છે છે કે આ પ્રવેશ પરીક્ષા નિયત તારીખે લેવામાં આવે. નહીં તો, પછી આખું વર્ષ વ્યર્થ જશે.

વિદ્યાર્થીઓની સાથે પેરેન્ટ્સે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે, NEET અને JEEની પરીક્ષા મુલતવી રાખવામાં આવે. અગાઉ 3 મેના રોજ યોજાનારી NEET 26 જુલાઈ અને ત્યારબાદ 13 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવી છે. આવી જ રીતે JEEની તારીખ પણ લંબાવવામાં આવી હતી. મેઈન્સ બાદ IITમાં એડમિશન માટે એડવાન્સ પણ હોય છે.

NEET અને JEE શું છે?

  • NEETને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ કહે છે. તે દેશભરની સરકારી અને ખાનગી મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા છે. 542 મેડિકલ કોલેજોમાં 80,055 સીટો પર એડમિશન થાય છે. 2021માં , NEET એ CBSEની AIPMT અને રાજ્યોના અલગ અલગ ટેસ્ટની જગ્યાએ સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ઓળખાણ બનાવી હતી.
  • JEE જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ છે જે બે સ્તરે લેવામાં આવે છે. મેઈન્સ દ્વારા દેશભરની NIT, IIT અને અન્ય સરકારી-ખાનગી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે છે. એવી જ રીતે મેઈન્સ ક્લિયર કરનારને એડવાન્સમાં ભાગ લેવાની તક મળે છે, જેમાં સફળ વિદ્યાર્થીઓને IITમાં એડમિશન આપવામાં આવે છે.
  • JEE મેઈન્સથી 2.50 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાઇ થશે, જે 27 સપ્ટેમ્બર JEE એડવાન્સમા ભાગ લઈ શકશે. તેના માટે JEE મેઈન રિઝલ્ટની રજિસ્ટ્રેશન પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરૂ થશે. JEE એડવાન્સનું પરિણામ 5 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

NEET અને JEE વિશે કેમ હોબાળો થયો છે?

  • ઘણા વિદ્યાર્થીઓ અને માતા-પિતાએ કેન્દ્ર સરકારને કોવિડ-19ને ધ્યાનમાં રાખતા બંને પરીક્ષાઓ રદ કરવાની અપીલ કરી છે. આ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી.
  • ઝારખંડ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતા. બધાએ આ પરીક્ષાઓને મુલતવી રાખવાની માગ કરી છે. બંગાળ, મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોએ પણ સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી કરી છે. ગ્લોબલ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ ટ્વીટ કરીને એન્ટ્રેસ ટેસ્ટને અયોગ્ય ગણાવી.
  • બીજી તરફ સમગ્ર દેશના 100થી વધુ શિક્ષકોએ એન્ટ્રન્સ ટેસ્ટનું સમર્થન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. IITના ડાયરેક્ટરે પણ સામે આવીને એન્ટ્રન્સ ટેસ્ટ વહેલી તકે લેવા માટે સમર્થન આપી રહ્યા છે.
  • કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકના જણાવ્યા પ્રમાણે, મને દરરોજ અગણિત મેઇલ એવા વિદ્યાર્થીઓ તરફથી મળે છે, જેઓ આ મુદ્દે કંઇપણ બોલી રહ્યા નથી. પરંતુ, તેઓ કોઈ પણ સંજોગોમાં નથી ઈચ્છતા કે આ વર્ષ વ્યર્થ જાય.

આ મામલે સુપ્રીમ કોર્ટનું શું કહેવું છે?

  • સુપ્રીમ કોર્ટે 17 ઓગસ્ટે JEE અને NEET મેન્સ એન્ટ્રન્સ લેવાની પિટિશનને નકારી કાઢતા કહ્યું કે, આ બાળકોના ભવિષ્યનો પ્રશ્ન છે. તેને દાવ પર ન લગાવી શકીએ. વિદ્યાર્થીઓએ પણ પોતાનું એક વર્ષ વ્યર્થ ન જવા દેવું જોઈએ.
  • 11 રાજ્યોના વિદ્યાર્થીઓએ JEE અને NEETને મુલતવી રાખવાની માગ કરી હતી. પિટિશનમાં માગ કરી છે કે, દેશમાં કોરોના મહામારી દરમિયાન પરીક્ષાઓનું આયોજન કરવામાં ન આવે. તેવામાં હાલ પરીક્ષાઓની નક્કી કરેલી તારીખોને મુલતવી રાખી છે.

એન્ટ્રન્સ ટેસ્ટની વ્યવસ્થા પર સરકારનું શું કહેવું છે?

  • કોરોનાના જોખમને જોઇને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ અલગથી ગાઈડલાઈન જાહેર કરી છે. JEE પરીક્ષા માટે 8.58 લાખ માંથી 7.5 લાખ વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી ચૂક્યા
  • છે. NEET માટે 15.97 લાખમાંથી 10 લાખ વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે.
  • JEE અને NEETના પરીક્ષા સેન્ટર વધાર્યા છે. JEE 570 સેન્ટર પર લેવાવાની હતી હવે તેના સેન્ટર 660 થઇ ગયા છે. NEETના એક્ઝામ સેન્ટરની સંખ્યા 2546થી વધારીને 3842 કરી
  • દીધી છે. વિદ્યાર્થીઓએ જે સેન્ટર સિલેક્ટ કર્યા છે તે જ અલોટ કરવામાં આવશે.

આ વખતે વ્યવસ્થામાં કેવા ફેરફારો જોવા મળશે?

  • NEET અને JEE દરમિયાન દર વર્ષે તેનાં ચેકિંગની પ્રક્રિયા ચર્ચામાં રહે છે. આ વખતે હાથથી ચેકિંગ નહીં થાય. તેના બદલે હેન્ડહેલ્ડ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ જ મોટો ફેરફાર ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં જોવા મળશે.
  • NEETમાં એક રુમમાં 24ને બદલે 12 ઉમેદવાર રહેશે. તેમના વચ્ચે 6 ફૂટનું અંતર રાખવામાં આવશે. JEEમાં 1-1 સીટ છોડીને વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. સેન્ટર પર તેમને નવો માસ્ક અને ગ્લ્વઝ પણ આપવામાં આવશે.
  • JEEના એક શિફ્ટમાં 1.32 લાખને બદલે 85 હજાર ઉમેદવારો હશે. 8થી વધારીને કુલ શિફ્ટ 12 કરવામાં આવી છે. ઉમેદવારોને પાણીની પારદર્શક બોટલ, સેનિટાઈઝરની નાની બોટલ લઈ જવાની અનુમતિ આપવામાં આવશે.
  • પરીક્ષા હોલની બહાર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને જ એન્ટ્રી અને એક્ઝિટ મળશે. રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે પરીક્ષા હોલની બહાર અલગથી વ્યવસ્થા પણ કરવામાં આવશે.