તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:કોરોનાની વેક્સિન લગાવવા માટે કોવિન એપ પર રજિસ્ટ્રેશન થશે, સરકાર ઝડપથી એપ પણ જારી કરશે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થશે. પહેલા તબક્કામાં 1 કરોડ હેલ્થ વર્કર્સ અને 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને મફત વેક્સિન અપાશે. બાદમાં 50 વર્ષથી વધુ ઉંમરના 26 કરોડ અને 50 વર્ષથી નીચેની ઉંમરના એવા એક કરોડ લોકોને વેક્સિન અપાશે, જે ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. આગામી એક-બે દિવસમાં વેક્સિન ઉત્પાદક કંપની ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યુટ સાથે કરાર થઈ જશે.

વિવિધ રાજ્યમાં 2 દિવસમાં વેક્સિન પહોંચે તેવી શક્યતા
હાલ સરકારે સ્પષ્ટ નથી કર્યું કે, આ બે કંપનીઓ કઈ કિંમતે સરકારને વેક્સિન આપશે. સીરમે એક ડૉઝની કિંમત રૂ. 200 રાખી છે. આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 12 જાન્યુઆરી સુધી રાજ્યોના કોલ્ડચેઈન સેન્ટર સુધી વેક્સિન પહોંચાડી દેવાશે. જેથી રાજ્ય સરકારો વિવિધ જિલ્લા અને વેક્સિનેશન સેન્ટરો સુધી આગામી બે-ત્રણ દિવસમાં વેક્સિન પહોંચાડી શકે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી છે કે, ‘ભારત એક નહીં, બે ‘મેડ ઈન ઈન્ડિયા’ કોરોના વેક્સિન સાથે માનવતાની સુરક્ષા માટે તૈયાર છે.’

1. આપણે વેક્સિન લગાવવા શું કરવું પડશે?
કોવિન (Co-Win) એપ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સરકારે હાલ આ એપને જારી નથી કર્યું. વડાપ્રધાન મોદીએ કો-વિન વેક્સિન ડિલિવરી મેનેજમેન્ટ સિસ્ટમની સમીક્ષા પણ કરી છે. રજિસ્ટ્રેશન અને વેક્સિનેશન વખતે સરકારી ફોટો આઈડી આપવું જરૂરી રહેશે. જોકે, એક કરોડ હેલ્થ વર્કર્સ અને બે કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સનો ડેટા કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે છે. સરકાર કોવ-વિન પ્લેટફોર્મમાં આવા 79 લાખ ડેટા ભરી ચૂકી છે. એટલે આ ત્રણ કરોડ લોકોને રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે.

2. મને વેક્સિન ક્યારે મળશે?
હાલ 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની બે શ્રેણી છે. એક- જેમની ઉંમર 60 વર્ષ કે તેનાથી વધુ હશે, તેમને વેક્સિન લગાવવામાં પ્રાથમિકતા અપાશે. ત્યાર પછી 50થી 60 વર્ષની ઉંમર ધરાવતા લોકોને વેક્સિન અપાશે. પહેલી જાન્યુઆરી, 1971 પહેલા જેમનો જન્મ થયો છે, તેઓ આ વયજૂથમાં ગણાશે. સરકાર વેક્સિનની ઉપલબ્ધતાના આધારે નક્કી કરશે કે, અન્ય લોકોને વેક્સિન ક્યારે લગાવાશે.

3. મને ગંભીર બીમારી છે સરકાર કેમ નક્કી કરશે?
ગંભીર બીમારી ધરાવતા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન અપાશે. આવા દર્દીઓએ બીમારીનું પ્રમાણપત્ર આપવું પડશે અને તેના આધારે જ કો-વિન પર તેમનું રજિસ્ટ્રેશન થશે.

4. અમને કઈ કંપનીની વેક્સિન અપાશે?
પહેલા તબક્કામાં સીરમની વેક્સિન રાજ્યોને મોકલાશે. ભારત બાયોટેકની કોવેક્સિન હિમાચલ સ્થિત સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીમાં તપાસ નથી થઈ. કોવેક્સિનના 25 લાખ ડૉઝ તપાસ માટે મોકલાયા છે. તેમાં 14 દિવસનો સમય લાગશે. જો સમય બગાડ્યા વિના વેક્સિનના ઉપયોગની મંજૂરી અપાય, તો તેમાં 11થી 12 જાન્યુઆરી સુધીનો સમય લાગી શકે છે. કેન્દ્ર સુધી પહોંચવામાં એકથી બે દિવસ અને થવાનો અંદેશો છે.

5. બજારમાંથી વેક્સિન ખરીદીને લગાવી શકાય?
હાલ સરકારે એ સ્પષ્ટ નથી કર્યું. ભવિષ્યમાં સરકાર આ મુદ્દે નિર્ણય લઈ શકે છે. હાલ સીરમની કોવિશીલ્ડ વેક્સિનના આશરે ત્રણ કરોડ ડૉઝ તમામ પ્રક્રિયા પૂરી કર્યા પછી રાજ્યોને મોકલવા સંપૂર્ણ તૈયાર છે. વેક્સિનની શીશી પર નોટ ફોર સેલ અને ઈમ્યુનાઈઝેશન કેમ્પેઈનના રેપર લાગ્યા છે, જેથી વેક્સિન ખુલ્લા બજારમાં વેચાય નહીં અને તેના કાળા બજાર પણ ના થાય. બે કરોડથી વધુ ડૉઝ સીરમની ફેક્ટરીમાં બનીને તૈયાર છે. આ બેચને પણ ઝડપથી તપાસ માટે સીડીએલ મોકલાશે. મંજૂરી પછી તે બેચ રાજ્યોને મોકલાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser