તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાન પર ભારે પડ્યું પંજશીર:અફઘાનિસ્તાનમાં હજુ પણ એક એવો વિસ્તાર છે જે તાલિબાનના કબજાથી દૂર છે

તાલિબાન સામે ટક્કર લેતાં પંજશીરની કહાનીએક મહિનો પહેલા

એકલું અટુલુ પંજશીર આજે ક્રુર અને નિર્દયી તાલિબાન પર ભારે પડી રહ્યુ છે. કારણ કે આ વિસ્તારમાં છે તાલિબાન વિરોધી તાકાતોનો જમાવડો. પંજશીર આજે તાલિબાનોના રસ્તાનો સૌથી મોટો પથ્થર બની ગયો છે. ત્યારે સવાલ એ થાય કે પંજશીરમાં એવું તે શું છે કે અહિં ન તો સોવિયત સંઘ જીતી શક્યુ ન તો તાલિબાન. તો આજના એક્સપ્લેનરમાં જાણીશું પંજશીરની અતથી ઈતી…

પંજશીર કાબુલથી 150 કિમી દૂર ઉત્તરમાં હિંદુકુશના પહાડોમાં આવેલુ છે. તેનો ઉત્તરી ભાગ પંજશીરના પહાડોથી અને દક્ષિણ ભાગ કુહેસ્તાનની પહાડીઓથી ઘેરાયેલો છે. આખુય વર્ષ આ પહાડો બરફાચ્છાદિત રહે છે. પહેલા પંજશીર પરવાન પ્રાન્તનો જ ભાગ હતુ જેને 2004માં અલગ પ્રાન્તનો દરજ્જો મળ્યો. પંજશીરની વસ્તી 1.50 લાખ જેટલી છે. જેમાં તાઝિક મૂળના લોકોની બહુમતી છે.

પંજશીરના લીડર રહી ચુકેલા અહમદ શાહ મસુદે 1980માં સોવિયેત સંઘ અને 1990માં તાલિબાનને આ ઘાટીમાં પગ પણ મુકવા નહોતો દીધો. ઘણી વાર વિદેશી તાકાતોએ પણ પંજશીરને સમર્થન આપ્યુ. 1980માં જ્યારે સોવિયત સંઘ અને પંજશીર વચ્ચે વિવાદ થયો ત્યારે અમેરિકાએ જ પંજશીરને હથિયારોનું બળ આપ્યુ.

કોઈ પણ યુદ્ધ લડવા યોદ્ધાઓને જરુર હોય છે દારુગોળા અને હથિયારોની.. એવામાં તાલિબાનો સામે પંજશીરના લીડર અહમદ શાહ મસૂદના દીકરા અહમદ મસૂદને ઈન્ટરનેશનલ કમ્યુનિટીથી મદદની આશા છે. હવે વાત કરીએ પાછલા 20 વર્ષોમાં આ ઘાટીમાં કેટલો વિકાસ થયો તેની.

આજે પણ પંજશીરમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. 20 વર્ષમાં અહીં રસ્તા બદલાયા છે. નવા રેડિયો ટાવર લાગ્યા લોકો હવે રેડિયો સાંભળી શકે છે. જો કે આજે પણ અહિં ઘણા વિસ્તારોમાં વીજળી, પાણીની સુવિધા નથી.આ સ્થિતિમાં તાલિબાન ખાવાપીવાથી માંડી જીવનજરુરી ચીજોની સપ્લાય પર પાબંદી લગાવી શકે છે. તો આવી પડકારજનક સમયમાં પંજશીર ક્યાં સુધી તાલિબાનો સામે વિરોધની આગ પ્રજ્વલિત રાખી શકે છે તે જોવુ રહ્યુ.

અન્ય સમાચારો પણ છે...