તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • The World's Largest Sports Festival Will Begin In Tokyo In 50 Days; Find Out How Much The Olympics Have Changed This Time Around Because Of Corona

ભાસ્કર એક્સપ્લેનર:ટોક્યોમાં 50 દિવસ પછી શરૂ થશે દુનિયાનો સૌથી મોટો ખેલ મહોત્સવ; જાણો કોરોનાના લીધે કેટલો બદલાયેલો હશે આ વખતે ઓલિમ્પિક

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

23 જુલાઈ એટલે આજથી 50 દિવસ પછી ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થવાની છે. અત્યાર સુધી 14 અલગ-અલગ રમતોમાં 100 ભારતીયો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. દુનિયાભરના દેશો આ રમતોની તૈયારી કરી રહ્યા છે પરંતુ જાપાન કે જ્યાં આ રમતોનું આયોજન થવાનું છે ત્યાં કોરોનાની ચોથી લહેરે એક વાર ફરીથી સૌની ચિંતા વધારી છે. જાપાનના લોકો આ આયોજનનો વિરોધ કરી રહ્યા છે તો ખેલાડી અને ખેલ સંઘ તેના આયોજનની તરફેણમાં છે.

ઓલિમ્પિકના 50 દિવસ અગાઉ આવો જાણીએ કે આખરે જાપાનમાં અત્યારે કોરોનાની શું સ્થિતિ છે? જાપાનના લોકોમાં આ આયોજનને લઈને કયા પ્રકારની ભાવનાઓ છે? કોરોનાના કારણે ખેલાડીઓ માટે શું નિયમ બનાવાયા છે? શું કોરોનાના કારણે ઓલિમ્પિક આયોજનનો ખર્ચ પણ વધી ગયો છે? ભારત માટે મેડલની આશા કયા ખેલાડીઓ પાસેથી છે? અને શું હજુ પણ ઓલમ્પિક કેન્સલ થઈ શકે છે?

આ રમતોનું આયોજન 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી થવાનું છે. જો કે સોફ્ટબોલ અને મહિલા ફૂટબોલ જેવી કેટલીક રમતો 23મીએ યોજાનાર ઓપનિંગ સેરેમનીના બે દિવસ અગાઉ 21 જુલાઈથી જ શરૂ થઈ જશે.

જાપાનમાં અત્યારે કોરોનાની શું સ્થિતિ છે?
યજમાન ટોક્યો સહિત જાપાનના મોટાભાગના શહેરોમાં કોરોનાની ચોથી લહેર ચાલી રહી છે. જો કે 15 મે પીછ રોજ આવનારા કેસો ઘટ્યા છે. 31 મેના રોજ દેશમાં 3 હજારથી વધુ કેસો જ સામે આવ્યા. જે 15 મેના રોજ 6000થી ઉપર ગયા હતા. આમ તો જાપાનમાં અત્યાર સુધીમાં 7 લાખ 46 હજારથી વધુ કોરોનાના કેસ આવી ચૂક્યા છે. જ્યારે, 13000થી વધુ સંક્રમિતોના જીવ ગયા છે. અત્યારે સમગ્ર દેશમાં 53 હજારથી વધુ એક્ટિવ કેસ છે.

જો રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં જાપાનની 7.7% વસતીને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવાયો છે. જ્યારે, 2.2% વસતી જ સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ છે. વેક્સિનેશનની ધીમી ગતિ વચ્ચે જાપાન ઓલિમ્પિક કમિટી આ મહિનાથી જાપાની ઓલિમ્પિક ડેલિગેશનના વેક્સિનેશનની કોશિશ કરી રહી છે.

માર્ચમાં જ જાપાને એલાન કર્યુ હતું કે ઓલિમ્પિક દરમિયાન માત્ર જાપાનના દર્શકોને જ મેદાનમાં એન્ટ્રી અપાશે. દેશમાં ચોથી લહેર આવ્યા પછી જાપાન ઓલિમ્પિક કમિટી એ વાત પર વિચાર કરી રહી છે કે માત્ર એ જ દર્સકોને મેદાનમાં એન્ટ્રી આપવામાં આવે જે સંપૂર્ણપણે વેક્સિનેટેડ હોય કે પછી જેમની પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હોય.

શું જાપાનના લોકો ઓલિમ્પિકનું આયોજન ઈચ્છે છે?

જાપાનમાં કોરોનાને જોતા ઓલિમ્પિકના આયોજનનો વિરોધ પણ થઈ રહ્યો છે. હાલમાં જ જાપાનના લોકોએ સ્ટોપ ટોક્યો ઓલિમ્પિક નામથી ઓનલાઈન કેમ્પેન પણ શરૂ કર્યુ છે. દેશના સૌથી મોટા અખબારોમાંના એક અસાહી શિંબુને લોકોની સુરક્ષાને લઈને ઓલિમ્પિક કેન્સલ કરવાની અપીલ કરી છે.

ડઝનબંધ શહેરોએ ઓલિમ્પિકમાં સામેલ થવા આવી રહેલા એથલેટ્સના યજમાન બનવાનો પ્લાન કેન્સલ કરી દીધો છે. લોકલ મીડિયા અનુસાર, ટોક્યો ઓલિમ્પિક દરમિયાન સ્પર્ધકોના યજમાન બનવા માટે 528 કસ્બાઓને રજિસ્ટર કરાયા હતા. જેમાંથી 40એ તેના માટે ઈનકાર કરી દીધોછે. જાપાનમાં કરાવાયેલા અલગ અલગ સર્વેમાં લગભગ 70થી 80 ટકા લોકો ઓલિમ્પિક કેન્સલ કરાવવાની તરફેણમાં છે.

શું તમામ ઈવેન્ટ ટોક્યોમાં જ થશે?
રાજધાની ટોક્યો આ ખેલ મહોત્સવનું યજમાન છે. મોટાભાગની ઈવેન્ટ અહીં જ થવાની છે. જો કે કેટલીક રમતોનું આયોજન બીજા શહેરોમાં પણ થશે. જેમકે-રોડ સાઈકલિંગ માઉન્ટ ફુજીમાં, મેરેથોન અને રેસ વોકિંગ સપોરોમાં, ફૂટબોલ મેચ છ અલગ-અલગ શહેરોમાં. જ્યારે, સોફ્ટબોલ અને બેઝબોલની ઈવેન્ટ ફુકુશિમા અને યાકોહામામાં આયોજિત થશે.

કોરોનાના કારણે ખેલાડીઓને લઈને શું નિયમ છે?
દરેક ખેલાડીને પોતાના ફોનમાં હેલ્થ રિપોર્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે બે એપ ડાઉનલોડ કરવાની રહેશે. જે ખેલાડીઓ પાસે સ્માર્ટફોન નહીં હોય, તેમને ઓર્ગેનાઈઝર સેમસંગનો સ્માર્ટફોન આપશે. તમામ સ્પર્ધકોને એક પ્લેબુક આપવામાં આવશે જેમાં રમતો દરમિયાન યાત્રા કરવા, ખાનપાન, ફરવા અંગે નિયમો આપેલા હશે. એ નહીં માનનારા લોકો સામે ડિસિપ્લીનરી એક્શન લેવામાં આવશે. ખેલાડીઓને જ્યારે પણ કોરોના ટેસ્ટ માટે કહેવામાં આવે, એ સમયે તેઓ જો ટેસ્ટ કરાવવાનો ઈનકાર કરશે તો તેમને ઓલિમ્પિક રમતોમાંથી બહાર કરી દેવામાં આવશે.

જે દેશોના એથ્લેટ અગાઉથી જ વેક્સિનેટેડ હશે, તેમનો પણ રમત દરમિયાન કોરોના ટેસ્ટ થઈ શકે છે. તેની સાથે જ દરેક સ્પર્ધકને કોરોનાના બે નેગેટિવ રિપોર્ટ પણ સાથે લઈને જાપાન જવાનું રહેશે. કોઈપણ સ્પર્ધકને પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવાની અનુમતિ નહીં હોય. તેમણે નક્કી કરેલા સ્થળો પર જ ભોજન લેવાનું રહેશે. એથલેટ્સને દરેક સમયે માસ્ક લગાવેલું રાખવું પડશે, એટલે સુધી કે મેડલ સેરેમની વખતે પણ.

ભારતને મેડલની આશા કયા ખેલાડીઓ પાસેથી છે?
ભારતને બોક્સિંગ, રેસલિંગ, શૂટિંગ અને બેડમિંટન જેવા ખેલમાંથી મેડલની આશા છે. તેની સાથએ જ છેલ્લા કેટલાક સમયથી ભારતીય હોકી ટીમના પ્રદર્શનને જોતા તેને પણ મેડલની આશા કરવામાં આવી રહી છે. જો કે, ટીમ દબાણમાં કેવું રમે છે, તેના પર ઘણું નિર્ભર છે.

બોક્સિંગમાં અમિત પંઘાલ અને એમસી મેરિકોમ પાસેથી મેડલની સૌથી મોટી આશા છે. જ્યારે રેસલિંગમાં બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટ દેશ માટે મેડલ લાવી શકે છે. બેડમિંટનમાં પીવી સિંધુ પાસેથી ફરી એકવાર મેડલની અપેક્ષા છે. જ્યારે, શૂટિંગમાં સૌરભ કુમાર અને મનુ ભાકરની સાથે વર્લ્ડ નંબર વન શૂટર ઈલાવેનિલ વાલારિવાન પાસેથી મેડલની આશા છે. તેની સાથે જ જેવલિન થ્રોમાં નીરજ ચોપડા પણ કમાલ કરી શકે છે.

કોરોનાની અસર શું ઓલિમ્પિક આયોજના ખર્ચ પર પણ પડશે?
ટોક્યો ઓલિમ્પિક અત્યાર સુધીનો સૌથી મોંઘો ઓલિમ્પિક બની રહેશે. કોરોનાના લીધે જે સેફ્ટી મેઝર્સ અપનાવાયા છે, તેના કારણે લગભગ 20000 કરોડ રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચ આયોજનમાં સામેલ થશે. જો કુલ ખર્ચની વાત કરીએ તો આ ઓલિમ્પિકના આયોજનમાં કુલ 1.14 લાખ કરોડ રૂપિયા ખર્ચ આવવાનું અનુમાન છે.

શું ઓલિમ્પિક આયોજન હજુ પણ કેન્સલ થઈ શકે છે?
હા, થઈ શકે છે. પરંતુ, ન તો જાપાનના પ્લેયર્સ અને ખેલ એસોસીએશને, ન તો દુનિયાના કોઈ દેશે તેના આયોજનનો વિરોધ કર્યો છે. આંતરરાષ્ટ્રિય ઓલિમ્પિક કમિટી (આઈઓસી) અને યજમાન દેશ જાપાન વચ્ચે થયેલા કરાર પ્રમાણે માત્ર IOC જ રમતો કેન્સલ કરી શકે છે. IOCની કુલ કમાણીના 70% બ્રોડકાસ્ટર્સથી અને 18% સ્પોન્સર્સ પાસેથી આવે છે. એવામાં જો રમતોનું આયોજન ન થાય તો તેનાથી IOCને મોટું નુકસાન થશે.

રશિયા પર તો પ્રતિબંધ લાગ્યો છે તો શું તેના ખેલાડીઓ રમતોમાં સામેલ નહીં થાય?
રશિયા ઔપચારિક રીતે આ રમતોમાં સામેલ થઈ રહ્યું નથી. માસ ડોપિંગના કારણે 2019માં રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. જેને ગત વર્ષે ઘટાડીને બે વર્ષ કરાયો હતો. આ પ્રતિબંધ હજુ યથાવત્ છે. જો કે રશિયાના ખેલાડી આ રમતોમાં સામેલ થઈ શકે છે પરંતુ રશિયાના ઝંડા હેઠળ નહીં પણ ઓલિમ્પિક કમિટીના ઝંડા હેઠળ.

આ રમતોને શું કહેવામાં આવશે-ટોક્યો ઓલિમ્પિક 2020 કે 2021?
1964 પછી આવું બીજીવાર બનશે કે જ્યારે ઓલિમ્પિક રમતોનું આયોજન ટોક્યોમાં થઈ રહ્યું છે. ભલે આ રમતોનું આયોજન 2021માં થઈ રહ્યું હોય પણ આ રમતોને 2020 ઓલિમ્પિક જ કહેવામાં આવશે. એટલે કે, રમતો દરમિયાન જે મેડલ અપાશે, ખેલાડીઓની જર્સી, ટેલિવિઝન ગ્રાફિક્સ પર પણ ટોક્યો 2020 જ લખેલું દેખાશે.