ભાસ્કર એક્સપ્લેનર:દુનિયામાં હવે નવો કોરોના, એમાં ડેલ્ટા જેવું જીવનું જોખમ; ઓમિક્રોન જેવી ફેલાવાની તીવ્ર ગતિ; નામ-ડેલ્ટાક્રોન

16 દિવસ પહેલાલેખક: અભિષેક પાંડે
  • કૉપી લિંક

દુનિયામાં નવા વેરિએન્ટ ઓમિક્રોનને કારણે આવી રહેલી કોરોના સુનામી વચ્ચે હવે વધુ એક નવો કોરોના સ્ટ્રેનનું આગમન થયું છે. સાઈપ્રસના વિજ્ઞાનીઓનો દાવો છે કે તેમના દેશમાં ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટ્સ મળીને બનેલો કોરોના વાઇરસનો એક નવો સ્ટ્રેન મળ્યો છે. ઓમિક્રોનને કારણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં દુનિયામાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. એવામાં વધુ એક નવા સ્ટ્રેને કોરોના અંગે દુનિયાના ટેન્શનમાં વધારો કરી દીધો છે.

ચાલો, જાણીએ આખરે શું છે કોરોનાનો આ નવો સ્ટ્રેન? ક્યાં અને કેટલા મળ્યા એના કેસ? કેમ ડેલ્ટા અને ઓમિક્રોનનું મિશ્રણ બની શકે છે દુનિયા માટે ખતરનાક?

શું છે કોરોનાનો નવો સ્ટ્રેન ‘ડેલ્ટાક્રોન’?
કોરોના વાઇરસનો એક નવો સ્ટ્રેન મળ્યો છે, જે અંગે સંશોધકોનો દાવો છે કે એમાં ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિયન્ટનાં લક્ષણ છે. કોરોનાનો નવો સ્ટ્રેન સાઈપ્રસમાં મળ્યો છે, જેને યુનિવર્સિટી ઓફ સાઈપ્રસના રિસર્ચર્સે ‘ડેલ્ટાક્રોન’ નામ અપાયું છે.

કોણે કરી કોરોનાના નવા સ્ટ્રેનની શોધ?
કોરોનાના નવા સ્ટ્રેન ડેલ્ટાક્રોનની શોધ યુનિવર્સિટી ઓફ સાઈપ્રસની લેબોરેટરી ઓફ બાયોટેકનોલોજી એન્ડ મોલિક્યુલર વાયરોલોજીના હેડ અને બાયોલોજિકલ સાયન્સીઝના પ્રોફેસર લિયોન્ડિઓસ કોસ્ત્રિકિસ (Leondios Kostrikis)ના નેતૃત્વવાળી ટીમે કરી છે.

નવા સ્ટ્રેન ડેલ્ટાક્રોનને લઈને પ્રોફેસ કોસ્ત્રિકિસે કહ્યું, “આ ઓમિક્રોન અને ડેલ્ટાનું કો-ઈન્ફેક્શન છે અને અમે જે સ્ટ્રેનની ભાળ મેળવી છે એમાં એ બંનેનું કોમ્બિનેશન છે. આ શોધને ડેલ્ટાક્રોન નામ આપવામાં આવ્યું છે, કેમ કે ડેલ્ટા જીનોમની અંદર ઓમિક્રોન જેવાં જેનેટિક લક્ષણ મળ્યાં છે.”

ડેલ્ટાક્રોનના છે કેટલા કેસ મળ્યા છે?
સંશોધકોના અનુસાર, સાઈપ્રસમાં અત્યારસુધીમાં 25 લોકોમાં કોરોનાનો નવો સ્ટ્રેન ડેલ્ટાક્રોન મળ્યો છે.

પ્રોફેસર કોસ્ત્રિકિસ અનુસાર, સાઈપ્રસમાં જે 25 લોકોમાં નવો સ્ટ્રેન મળી આવ્યો છે, તેમાંથી 11 લોકો કોરોના પોઝિટિવ થયા પછી હોસ્પિટલમાં દાખલ થયા હતા.

જ્યારે બાકીના 14 લોકો એવા હતા, જેઓ કોવિડ પોઝિટિવ હતા, પરંતુ હોસ્પિટલમાં દાખલ થયા નહોતા, એટલે કે આ નવા કોરોના સ્ટ્રેનથી ઈન્ફેક્શનનું જોખમ હોસ્પિટલમાં દાખલ થનારા લોકોને વધુ છે.

ડેલ્ટાક્રોન સ્ટ્રેનથી છે કેટલું જોખમ?
કોરોનાનો નવો સ્ટ્રેન ડેલ્ટાક્રોન એવા સમયે મળ્યો છે, જ્યારે ઓમિક્રોનને કારણે દુનિયાભરમાં કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. એવા સમયે એક નવો કોરોના સ્ટ્રેન નિશ્ચિત રીતે એક નવી આફત જેવો છે.

જોકે આ નવા સ્ટ્રેન અંગે સ્ટડી હજુ પ્રારંભિક સ્તરમાં છે. સાઈપ્રસે 7 જાન્યુઆરીએ જ જે 25 સેમ્પલમાં ડેલ્ટાક્રોનની ભાળ મેળવી તેમને તપાસ માટે GISAID પાસે મોકલ્યા છે. GISAID ઈન્ફ્લુએન્ઝા અને કોરોના વાઇરસમાં પરિવર્તનને ટ્રેક કરનાર ઈન્ટરનેશનલ ડેટાબેઝ છે.

સાઈપ્રસના પ્રોફેસર કોસ્ત્રિકિસે ડેલ્ટાક્રોનથી જોખમ અંગે કહ્યું હતું કે આપણને ભવિષ્યમાં ખ્યાલ આવશે કે શું આ સ્ટ્રેન વધુ બીમારી પેદા કરનારો છે કે વધુ ચેપી છે કે શું આ ડેલ્ટા અને ઓમિક્રોનથી વધુ અસરકારક હશે?

WHOએ ડેલ્ટાક્રોન અંગે શું કહ્યું?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કોરોના વાઇરસના દરેક નવા વેરિયન્ટ્સ પર નજર રાખે છે અને તેની ગંભીરતાના હિસાબે તેની શ્રેણી નિર્ધારિત કરે છે, જેમ કે ડેલ્ટા અને ઓમિક્રોનને WHOએ ‘વેરિયન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કર્યા છે એટલે કે આ બંને વેરિયન્ટ ચિંતાજનક શ્રેણીમાં છે.

પરંતુ સાઈપ્રસમાં મળેલા ડેલ્ટાક્રોન અંગે WHOએ અત્યારસુધી કંઈ કહ્યું નથી, એટલે કે સાઈપ્રસના સંશોધકો જેને ડેલ્ટાક્રોન સ્ટ્રેન કહી રહ્યા છે એના વિશે અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કોઈ અધિકૃત નિવેદન આવવું બાકી છે.

ડેલ્ટાક્રોનને લઈને સર્જાયા સવાલો, સાઈપ્રસના એક્સપર્ટે આપ્યો જવાબ

  • કેટલાક વિશેષજ્ઞોએ સાઈપ્રસના વિજ્ઞાનીઓની ડેલ્ટાક્રોન વેરિયન્ટની શોધ અંગે સવાલ ઉઠાવ્યા છે.
  • લંડનસ્થિત ઈમ્પીરિયલ કોલેજના વાઇરોલોજિસ્ટ ટોમ પીકોકે કહ્યું હતું કે ડેલ્ટાક્રોન ‘લેબમાં થયેલી ટેક્નિકલ ભૂલ’ છે, એક નવો સ્ટ્રેન નથી.
  • તેમણે કહ્યું હતું કે ઓમિક્રોન હજુ સુધી એટલી મોટી વસતિમાં ફેલાઈ શક્યો નથી કે વાસ્તવમાં અન્ય કોઈ વેરિયન્ટ સાથે મળીને નવા વેરિયન્ટનું નિર્માણ કરી શકે.
  • તેમણે કહ્યું હતું કે ઓમિક્રોનના ફેલાવાને થોડાં જ સપ્તાહો થયાં છે એવામાં એ વાતની સંભાવના ઓછી છે કે તે અન્ય કોઈ વેરિયન્ટના કોમ્બિનેશનથી મળીને નવો વેરિયન્ટ બનાવી શકે.
  • જ્યારે ડેલ્ટાક્રોનની શોધ કરનારી ટીમના પ્રમુખ સાઈપ્રસના પ્રોફેસર લિયોન્ડિઓસ કોસ્ત્રિકિસે ડેલ્ટાક્રોનને ‘લેબ એરર’ ગણાવવાના દાવાને નકાર્યો છે.
  • તેમણે કહ્યું કે ડેલ્ટાક્રોનના સેમ્પલ્સની એકથી વધુ દેશોમાં જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી છે અને ગ્લોબલ ડેટાબેઝમાં ઈઝરાયેલ પાસેથી જમા કરાયેલા ઓછામાં ઓછી એક સિક્વન્સમાં ડેલ્ટાક્રોનના જેનેટિક ગુણ નજરે પડ્યા હતા.

ફ્રાંસમાં મળ્યો હતો વધુ એક વેરિએન્ટ IHU
29 ડિસેમ્બર 2021ના રોજ ફ્રાંસમાં એક નવા સ્ટ્રેન IHU મળવાની વાત થઈ. ફ્રેન્ચ સંશોધકોના અનુસાર નવેમ્બર 2021માં IHUનો પ્રથમ કેસ મળી આવ્યો હતો. ફ્રાંસમાં આ સ્ટ્રેનના કુલ 12 કેસ મળી ચૂક્યા છે.

IHU કોરોના વેરિએન્ટ B.1.640નો સબ-લીનેજ છે, જેને સબ-લીનેજ B.1.640.2 સ્વરૂપે ક્લાસિફાઈ કરાયો છે.

IHUમાં જો કે 46 મ્યુટેશન હોવાનો દાવો કરાયો છે પરંતુ ફ્રાંસ ઉપરાંત દુનિયામાં તેનો કેસ અન્યત્ર ક્યાંય મળ્યો નથી. 25 ડિસેમ્બર 2021 પછી IHUનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી.

IHUને WHOએ વેરિએન્ટની કોઈ કેટેગરીમાં રાખ્યો નથી, જો કે તેણે કહ્યું છે કે એ તેના રડાર પર છે અને તેના પર નજર રાખી છે.

ઓમિક્રોન+ડેલ્ટાથી બનેલા ‘ડેલ્મિક્રોન’ સંક્રમણની પણ આશંકા
હાલમાં જ ઓમિક્રોન અને ડેલ્ટા સાથે મળીને બનેલા ડેલ્મિક્રોન સ્ટ્રેનની પણ આશંકા કેટલાક એક્સપર્ટ વ્યક્ત કરી ચૂક્યા છે. વાસ્તવમાં, ડેલ્મિક્રોન કોરોનાનો નવો વેરિએન્ટ નથી.

કેટલાક વિશેષજ્ઞો માને છે કે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ અને ઓમિક્રોન વેરિએન્ટ મળીને એક ‘સુપર સ્ટ્રેન’ બનાવી રહ્યા છે, જેને ડેલ્મિક્રોન કહેવામાં આવે છે.

એક જ વ્યક્તિમાં ડેલ્ટા અને ઓમિક્રોન બંનેના સંક્રમણથી પેદા થનારી સ્થિતિને જ ડેલ્મિક્રોન કહેવામાં આવે છે.

એક્સપર્ટ્સના મતે નબળી ઈમ્યુન સિસ્ટમવાળા લોકોને ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિએન્ટથી સંક્રમિત થવાનું જોખમ વધુ રહે છે. એવા જ લોકોની અંદર ડેલ્ટા અને ઓમિક્રોનના વાયરસ મળીને નવો સુપર સ્ટ્રેન ડેલ્મિક્રોન બનાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...