તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:ભારતમાં વિનાશ વેરનાર વેરિયન્ટને 6 મહિના પહેલાં જ ઓળખી લીધો હતો; જો કે 17 દેશોમાં મળી ચૂક્યો

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતમાં ચાલુ મહિને કોરોના સંક્રમણના કેસમાં દુનિયાની સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. તેના માટે દુનિયાભરના નિષ્ણાતો કોરોનાના ભારતીય વેરિયન્ટને જવાબદાર ઠેરવી રહ્યા છે, જેની ઓળખ 6 મહિના પહેલાં જ કરી લેવાઈ હતી. જાણો આ વેરિયન્ટ વિશે નિષ્ણાતો શું કહે છે?

સવાલ: શું છે આ વેરિયન્ટ, તેની ક્યારે ઓળખ થઈ ?
જવાબ:
આ વેરિયન્ટનું નામ ‘બી.1.617’ છે. હાલ 17 દેશોમાં તે મળી ચૂક્યો છે. ડબ્લ્યૂએચઓ કહે છે કે તેને સૌથી પહેલાં ઓક્ટોબર 2020માં ઓળખાયો હતો. પુષ્ટી ડિસેમ્બર 2020માં થઈ હતી. તે અત્યંત ચેપી છે અને તેમાં વેક્સિનથી મળેલી ઈમ્યુનિટીની પણ અવગણના કરવાની ક્ષમતા છે.

સવાલ: મહારાષ્ટ્ર- દિલ્હીમાં કેમ સંક્રમણ વધી રહ્યું છે?
જવાબ:
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલના ડિરેક્ટર સુજિતકુમાર સિંહ કહે છે કે દિલ્હીમાં ફેલાતા સંક્રમણ પાછળ બી.117 વેરિયન્ટ કારણભૂત છે જે વધારે ચેપી છે. તેની સૌથી પહેલાં ઓળખ યુકેમાં કરાઈ હતી. જોકે મહારાષ્ટ્રમાં ફેલાઈ રહેલા સંક્રમણ પાછળ ભારતીય વેરિયન્ટ બી.1.617 જવાબદાર છે.

સવાલ: વેરિયન્ટની સૌથી મોટી વિશેષતા શું છે?
જવાબ:
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં સંક્રમણનું મોડલિંગ કરનારા ક્રિસ મરે કહે છે કે ભારતમાં મળી આવેલા બી.1.617 વેરિયન્ટમાં નેચરલ ઈમ્યુનિટી (પ્રાકૃતિક રોગ પ્રતિરોધક ક્ષમતા)ની અવગણના કરવાની ક્ષમતા છે. પ્રાકૃતિક રીતે લોકોમાં સંક્રમણ સામે લડવાની ક્ષમતા હોય છે પણ આ શક્તિશાળી વેરિયન્ટને લીધે તે નિષ્ક્રિય થતી દેખાય છે.

સવાલ: શું બહારના વેરિયન્ટ પણ સંક્રમણ વધારી રહ્યાં છે?
જવાબ :
હા, વેરિયન્ટ બી.1.617 ઉપરાંત શક્યતા છે કે બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના વેરિયન્ટ પણ ભારતમાં ચેપ વધારી રહ્યા છે. સમસ્યા એ છે કે ભારતમાં કોરોના પર થનારા જીન સિક્વન્સિંગનો ડેટા ઓછો છે એટલા માટે આ અનુમાનની પુષ્ટી કરવી થોડીક મુશ્કેલ થઈ રહી છે.

સવાલ: વેરિયન્ટને તાકાત કેવી રીતે મળી રહી છે?
જવાબ:
રોમના બેમ્બિનો જેસૂ હોસ્પિટલના ઈમ્યુનોલોજી વિભાગના વડા કાલો ફેડેરિકો પેર્નો કહે છે ભારતમાં મળેલા આ વેરિયન્ટ તેના જોરે એટલી ઝડપથી ફેલાઈ શકતો નથી. તેને બેફામ ભેગી થતી ભીડથી મદદ મળી રહી છે. આ ભીડને સુપરસ્પ્રેડર કહેવામાં કંઈ જ ખોટું નથી.

સવાલ: શું વેક્સિનથી બચાવ શક્ય છે?
જવાબ:
વ્હાઇટ હાઉસના ચીફ મેડિકલ એડવાઈઝર એન્થની ફોસીએ કહ્યું કે શરૂઆતના પરિણામ જણાવે છે કે ભારતમાં નિર્મિત કોવેક્સિન આ વેરિયન્ટ સામે લડવામાં સક્ષમ છે. જ્યારે ઈંગ્લેન્ડની પબ્લિક હેલ્થ સંસ્થાએ કહ્યું કે અમે તપાસી રહ્યા છીએ કે વેક્સિન આ વેરિયન્ટ પર કારગત છે કે નહીં. હાલ પ્રમાણિત ન કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...