ભાસ્કર એક્સપ્લેનર:બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કહ્યું- કોરોનાના દક્ષિણ આફ્રિકી વેરિએન્ટ પર વેક્સિન ફેલ થઈ શકે છે; જાણો વિસ્તારથી

2 વર્ષ પહેલાલેખક: રવિન્દ્ર ભજની
  • કૉપી લિંક
  • બ્રિટિશ વૈજ્ઞાનિકોના દાવાની સાથે જ ઊઠ્યા સવાલ- શું ભારતીય વેક્સિન અસરકારક રહેશે

જે રીતે કોરોના વાઇરસના નવા-નવા વેરિએન્ટ્સ સામે આવી રહ્યા છે એમ એમ વૈજ્ઞાનિકોની ચિંતા વધી રહી છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દક્ષિણ અમેરિકામાં મળેલા કોરોનાના નવા વેરિએન્ટ પર વેક્સિન ફેલ થઈ શકે છે. પરિણામે, એક નવી ચર્ચા ઊભી કરી છે કે અત્યારસુધીમાં જે વેક્સિન બની છે એ બેકાર થઈ જશે? શું આ વેક્સિનને ઝડપથી અપડેટ કરવાની જરૂરિયાત ઊભી થશે? આવો આ સવાલોના જવાબ તપાસીએ.

નવા વેરિએન્ટ્સ પર શું કહી રહ્યા છે બ્રિટિશ વૈજ્ઞાનિક?

  • બ્રિટનની સાથે-સાથે દક્ષિણ આફ્રિકા અને નાઈજીરિયા સહિત અનેક દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ્સ સામે આવ્યા છે. આ પહેલાંથી વધુ ઘાતક છે અને 70% સુધી ઝડપથી ટ્રાન્સમિટ થાય છે. યુરોપ અને દુનિયાના અન્ય વિસ્તારોમાં કોરોનાના વધતા કેસની પાછળ એને જ કારણ માનવામાં આવે છે.
  • નવો દાવો બ્રિટનના સ્વાસ્થ્યમંત્રી મેટ હેન્કોકના નિવેદન બાદથી સામે આવ્યો છે. તેમણે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં મળેલા નવા વેરિએન્ટે ચિંતાઓ ઊભી કરી છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે પોલિટિકલ એડિટર રોબર્ટ પેસ્ટનના અહેવાલથી કહ્યું હતું કે હેન્કોકની ચિંતાનું કારણ સરકારના એક સાયન્ટિફિક એડવાઈઝર છે, જેમનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકી વેરિએન્ટ પર વેક્સિન ફેલ થઈ શકે છે.

શું હકીકતમાં વેક્સિનને લઈ વૈજ્ઞાનિકોએ ચિંતા કરવાની જરૂર છે?

  • હા, અત્યારસુધીના અભ્યાસથી તો આવું જ લાગે છે. 18 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાએ જાહેરાત કરી હતી કે તેમના ત્રણ પ્રાંતમાં કોરોના વાઇરસના નવા વેરિએન્ટ 501Y.V2ના ઈન્ફેક્શન સામે આવ્યા છે. આ નવા સ્ટ્રેને વૈજ્ઞાનિકોને અલર્ટ કરી દીધું છે, કેમ કે તેમના સ્પાઈક પ્રોટીનમાં ઘણો જ ફેરફાર થયો છે. સ્પાઈક પ્રોટીનનો જ ઉપયોગ કરીને વાઇરસ મનુષ્યને ઈન્ફેક્ટ કરે છે.
  • આ સ્ટ્રેનને કારણે શરીરમાં વાઇરલ લોડ (ઇરસની સંખ્યા) વધે છે, જેનાથી દર્દીઓના શરીરમાં વાઇરસ પાર્ટિકલ્સની સંખ્યા ઘણી જ વધી જાય છે. એનાથી ટ્રાન્સમિશન પણ ઝડપથી વધી રહ્યું છે. અત્યારસુધીમાં ચારથી વધુ દેશમાં આ સ્ટ્રેન ડિટેક્ટ થયો છે. કેટલાક દિવસોમાં આ અંગે વધુ કેટલીક જાણકારીઓ સામે આવી શકે છે.
  • ફાઈઝરની સાથે વેક્સિન ડેવલપ કરનારી જર્મન કંપની બાયોએનટેકના CEO ઉગુર સાહિન અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં મેડિસિનના પ્રોફેસર જોન બેલનું કહેવું છે કે તે વેક્સિનને નવા વેરિએન્ટ્સ પર ટેસ્ટ કરી રહ્યા છે. છ સપ્તાહ બાદ તેઓ આ અંગે કંઈ કહેવાની સ્થિતિમાં હશે.
  • બેલ બ્રિટિશ સરકારની વેક્સિન ટાસ્કફોર્સના એડવાઈઝર પણ છે. તેમનું કહેવું છે કે આ વાત પર મોટો સવાલ ઊઠી રહ્યો છે કે આ વેક્સિન દક્ષિણ આફ્રિકી સ્ટ્રેન પર પણ અસરકારક રહેશે કે નહીં? દક્ષિણ આફ્રિકી સ્ટ્રેનની તુલનાએ નવી વેક્સિન બનવામાં છ સપ્તાહનો સમય લાગી શકે છે.

શું ભારતે પણ ગભરાવાની જરૂર છે?

  • હા, કેટલીક હદ સુધી. બ્રિટિશ સ્ટ્રેનના 60થી વધુ કેસ ભારતમાં પણ સામે આવી ગયા છે. ભારતીય વૈજ્ઞાનિકોનું માનીએ તો નવા સ્ટ્રેન ભારત જ નહીં, પરંતુ 34 દેશમાં જોવા મળી રહ્યા છે. એ અંગે વધુ સ્ટડી કરવામાં આવી રહ્યો છે, ત્યારે ખ્યાલ આવશે કે વેક્સિન આ નવા સ્ટ્રેન પર અસરકારક સાબિત થશે કે નહીં.
  • ગત દિવસોમાં ભારત બાયોટેકના જોઈન્ટ એમડી સુચિત્રા એલ્લાએ ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમની વેક્સિન- કોવેક્સિનને સમગ્ર વાઇરસના મુકાબલો કરવા માટે બનાવવામાં આવ્યો છે. વાઇરસમાં જે ફેરફાર થયા છે એ સ્પાઈક પ્રોટીન કે એના ભાગ સુધી જ સીમિત છે. આ કારણે એ વેક્સિનની અસર પ્રભાવિત થશે, જે સમગ્ર વાઇરસ પર નથી બન્યા અને અલગ અલગ ભાગને ટાર્ગેટ કરે છે, જેની તુલનાએ કોવેક્સિન સમગ્ર વાઇરસને ટાર્ગેટ કરે છે, એને કારણે આ અસરકારક બની રહેશે.