સુપ્રીમ કોર્ટે 31 જુલાઈ સુધી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રાશન કાર્ડ યોજનાને લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. 2019માં આ સ્કીમ તેલંગણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો છે. 1 જૂન 2020 સુધીમાં આ યોજનાને આખા દેશમાં લાગુ કરવાની હતી, જોકે કોરોનાને કારણે એને હજુ સુધી લાગુ નથી કરી શકાઈ.
પરંતુ આ કોરોનાને કારણે જ એની જરૂરિયાત ત્વરીતે રીતે ઊભી થઈ છે. જો આ યોજના લાગુ હોત તો પ્રવાસી મજૂરોની મુશ્કેલી ઘણી ઓછી થઈ શકી હોત. એને જોતાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દરેક રાજ્યમાં 31 જુલાઈ સુધીમાં નિશ્ચિત રીતે વન નેશન વન રાશન કાર્ડની સ્કીમ લાગુ કરવામાં આવે, જેથી દરેક પ્રવાસી મજૂરને દેશના કોઈપણ ક્ષેત્રમાં પોતાના ભાગનું રાશન મળી શકે.
વન નેશન વન રાશન કાર્ડ યોજના શું છે? અત્યારસુધીમાં કેટલાં રાજ્યોમાં એ લાગુ કરાઈ છે? એનાથી શું ફાયદો થશે? સ્કીમને લાગુ કરવામાં આવ્યા બાદ શું બદલાઈ શકે છે? યોજના લાગુ થયા બાદ રાશનની દુકાનોમાં શું બદલાશે? શું એના માટે નવું રાશન કાર્ડ બનશે? આવો, તમામ મુદ્દાને સમજીએ....
વન નેશન વન રાશન કાર્ડ સ્કીમ શું છે?
તમે વન નેશન વન ટેક્સ એટલે કે GST અંગે તો સાંભળ્યું જ હશે. GST આવ્યા બાદ દેશમાં અલગ-અલગ ટેક્સને મળીને એક કરવામાં આવ્યા અને હવે સમગ્ર ભારતમાં માત્ર એક જ ટેક્સ લાગે છે. ઠીક આવી જ રીતે હાલ દરેક રાજ્યમાં અલગ-અલગ રાશન કાર્ડ છે.
વન નેશન વન રાશન કાર્ડ અંતર્ગત આ તમામ રાશન કાર્ડને એક સેન્ટ્રલ સિસ્ટમની મદદથી જોડી દેવામાં આવશે. એ બાદ તમને એવી સુવિધા મળશે કે દેશના કોઈપણ રાજ્યની દુકાનમાંથી તમે એક જ રાશન કાર્ડની મદદથી રાશન લઈ શકશો, એટલે કે ભલેને તમારું રાશન કાર્ડ ભોપાલનું હોય, પણ તમને આ યોજનાથી દિલ્હીમાં પણ રાશન મળી જશે.
2019માં કેન્દ્રીય ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ યોજનાને 4 રાજ્યમાં શરૂ કરી હતી. આ રાજ્ય હતાં- તેલંગણા, મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશ. ધીમે-ધીમે આ યોજનામાં બાકી રાજ્યોને પણ સામેલ કરવામાં આવ્યા. જાન્યુઆરી 2020માં ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને જાહેરાત કરી હતી કે 1લી જૂન 2020 સુધીમાં આ સ્કીમને આખા દેશમાં લાગુ કરવામાં આવશે. જોકે હજુ સુધી આ વાત શક્ય બની નથી.
હાલ કઈ રીતે મળે છે રાશન?
સરકાર ગરીબોને સબ્સિડાઇઝ્ડ રેટ પર રાશન આપવા માટે રાશન કાર્ડ આપે છે. આ રાશન કાર્ડને નજીકની સરકારી દુકાન સાથે જોડવામાં આવે છે, જ્યાંથી તમે તમારું રાશન લઈ શકો છો. આ સમગ્ર પ્રક્રિયામાં સમસ્યા એ છે કે તમારા રાશન કાર્ડમાં જે દુકાન નિર્ધારિત કરાઈ છે ત્યાંથી જ માત્ર રાશન લઈ શકો છો.
ઉદાહરણ તરીકે જો તમારું રાશન કાર્ડ ભોપાલના સુભાષનગરનું હોય તો તમે માત્ર ત્યાંની યોગ્ય મૂલ્ય દુકાનમાંથી જ રાશન ખરીદી શકો, એટલે કે રાશન કાર્ડ જે વિસ્તારમાં બનેલું છે ત્યાંથી જ તમને રાશન મળે.
સ્કીમ લાગુ થયા બાદ શું ફેરફાર થશે?
સ્કીમ લાગુ થયા બાદથી એવું થશે કે તમે દેશની કોઈપણ ઉચિત મૂલ્ય દુકાનમાંથી તમારું રાશન ખરીદી શકશો. એ માટે તમારે આધાર માટે બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું રહેશે, એટલે કે તમારું રાશન કાર્ડ ભલે જ ભોપાલમાં બન્યું હોય, પરંતુ તમે દિલ્હીની કોઈપણ દુકાનમાંથી તમારું રાશન ખરીદી શકો છો.
તો શું આ યોજના માટે નવું રાશન કાર્ડ બનાવવું જરૂરી છે?
ના. તમારી પાસે પહેલેથી જે રાશન કાર્ડ છે એને જ તમારા આધાર સાથે લિંક કરી દેવામાં આવશે. એ બાદ તમારે રાશન કાર્ડને એક સેન્ટ્રલ સિસ્ટમની મદદથી જોડી દેવામાં આવશે. આ સિસ્ટમમાં દેશભરમાં રાશનકાર્ડધારકો અને ઉચિત મૂલ્યની દુકાનોના ડેટા હશે.
યોજના લાગુ થયા બાદ રાશનની દુકાનોમાં શું ફેરફાર આવશે?
વધુ કંઈ નહીં બદલાય. હાલ તમારા રાજ્યમાં જો આ યોજના લાગુ નહીં થાય તો તમારા રાશન કાર્ડની મદદથી એક રજિસ્ટર પર મેન્યુઅલ એન્ટ્રી કરીને રાશન આપવામાં આવતું હતું. યોજના લાગુ થયા બાદ તમને રાશન નંબર કે આધાર કાર્ડની મદદથી રાશન આપવામાં આવશે. દરેક રાશનની દુકાનમાં એક બાયોમેટ્રિક સ્કેનર હશે, જેમાં તમારા ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે. વેરિફિકેશન થયા બાદ તમને રાશન આપવામાં આવશે.
જો ઘરનો એક સભ્ય બહાર ગયો હોય તો શું તેને અલગથી રાશન મળી શકે છે?
હંમેશાં એવું પણ થાય છે કે ઘરના કેટલાક સભ્ય કામને કારણે બહાર જતા રહે છે, જ્યારે અન્ય સભ્યો ઘરમાં જ રહે છે. આવી સ્થિતિમાં જે સભ્ય બહાર ગયા છે તેઓ પોતાના ભાગનું રાશન ગમે ત્યાંથી લઈ શકે છે. ઘરના અન્ય સભ્યોને તેમના ભાગનું રાશન પહેલાંની દુકાનમાંથી જ મળતું રહેશે.
શું 31 જુલાઈ સુધીમાં દેશમાં સંપૂર્ણપણે આ સ્કીમ લાગુ થઈ શકેશે?
એના માટે સમજવું પડશે કે આ સ્કીમને લાગુ કરવામાં ક્યાં-ક્યાં મુશ્કેલીઓ આવી રહી છે.
ક્યાં સુધી આખા દેશમાં આ સ્કીમ લાગુ થઈ શકે છે?
આ અંગે કંઈપણ કહેવું મુશ્કેલ છે. જોકે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી રાજ્યો આ યોજનાને લાગુ કરવા માટે જરૂરી પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. છત્તીસગઢ જે હજુ સુધી આ યોજનાથી દૂર હતું તેણે એવી જાહેરાત કરી છે કે રાજ્યમાં ઓગસ્ટથી સ્કીમ લાગુ કરવામાં આવશે. 1લી જુલાઈથી રાયપુર અને ધમતરી જિલ્લામાં યોજનાની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે.
મે 2021 સુધી દેશનાં 16 રાજ્યોમાં લગભગ 44 હજાર રાશનની દુકાનો એવી છે જ્યાં બાયોમેટ્રિક વેરિફિકેશન માટે મશીન નથી. આ રીતે અનેક રાજ્યોમાં બાયોમેટ્રિક મશીનોથી લઈને આધાર લિંકિંગનું કામ બાકી છે. એવામાં જુલાઈના અંત સુધીમાં દેશભરમાં આ યોજના શરૂ કરવાનું કામ એક મોટા પડકાર સમાન છે.
હાલ કયાં રાજ્યોમાં આ યોજના ચાલી રહી છે?
હાલ આસામ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીને છોડીને દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.