તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:ખેડૂતોના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી; શું પ્રશ્ન ઉકેલાઈ જશે? શું કોર્ટ કાયદાને રદ કરી શકે છે?

16 દિવસ પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
  • કૉપી લિંક

ખેડૂત આંદોલન અને કૃષિ કાયદા સાથે સંકળાયેલા તમામ કેસો અંગે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. હકીકતમાં ખેડૂત આંદોલન સાથે સંકળાયેલી અનેક અરજીઓ કોર્ટમાં દાખલ થઈ હતી. કેટલીક અરજીઓમાં આંદોલનને સમાપ્ત કરવા માટેની માગ કરવામાં આવી છે, તો કેટલીક અરજીઓમાં ત્રણેય કાયદાને રદ કરવાની વાત કરવામાં આવી છે. આ તમામ અરજીઓ પર હવે મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડે, ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને ન્યાયમૂર્તિ વી. રામાસુબ્રહ્મણ્યમની ખંડપીઠ સુનાવણી કરશે. આ બાબતમાં અંતિમ સુનાવણી 17 ડિસેમ્બરના રોજ થઈ હતી. જોકે પ્રશ્ન એ છે કે શું સુપ્રીમ કોર્ટ મારફત આ પ્રશ્નનો ઉકેલ આવી જશે?

ચાલો, દરેક મુદ્દે સંપૂર્ણપણે જાણીએ

સૌથી પહેલા ખેતી સાથે સંકળાયેલા આ 3 કાયદા....
1. ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટઃ ખેડૂત સરકારી મંડીઓ (APMC)ની બહાર પાક વેચાણ કરી શકે છે. આ પ્રકારનાં ખરીદ-વેચાણ પર કોઈ ટેક્સ લાગશે નહીં.
2. ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એક્ટઃ ખેડૂત કોન્ટ્રેક્ટ કરતાં પહેલાં નિયત કિંમત પર પોતાના પાકનું વેચાણ કરી શકે છે.
3. એસેન્શિયલ કોમોડિટીઝ (એમેડમેન્ટ) એક્ટઃ અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, બટાકા અને ડુંગળી જેવી આવશ્યક વસ્તુઓને યાદીમાંથી બહાર કરી દેવામાં આવી છે. ફક્ત યુદ્ધ, ભૂખમરો, પ્રાકૃતિક આપદા અથવા ખૂબ જ મોંઘવારીના સંજોગોમાં સ્ટોક મર્યાદા લાગુ થશે.

બે કારણ, સુપ્રીમ કોર્ટ સમક્ષ કેવી રીતે પહોંચ્યો ખેડૂતોનો આ મુદ્દો?
પહેલુઃં 26 નવેમ્બરના રોજ ખેડૂતો દિલ્હીના માર્ગો પર છે. એને લીધે સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે. જોકે અરજી દાખલ થઈ છે. આ અંગે કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી કોઈ હિંસા ન થાય ત્યાં સુધી વિરોધ કરવાનો ખેડૂતોનો અધિકાર છે.

બીજુઃં ખેડૂત સંગઠન ત્રણેય કાયદાને રદ કરવાની માગ પર અડગ છે. એને લઈ RJDના રાજ્યસભાના સાંસદ મનોજ ઝા, DMKના રાજ્યસભાના સાંસદ તિરુચિ સિવા અને છત્તીસગઢના ખેડૂત કોંગ્રેસના રાકેશ વૈષ્ણવે અરજી દાખલ કરી છે અને માગ કરી છે કે કોર્ટ સરકારને ત્રણેય કાયદા રદ કરવા આદેશ કરે.

હવે વાત સુપ્રીમ કોર્ટ સમક્ષ જવા અંગે સરકાર તથા ખેડૂતોનું શું વલણ છે?
સરકારનું વલણઃ 8 જાન્યુઆરીના રોજ ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે વાતચીત થઈ. વાતચીત દરમિયાન કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી છે. તમે ત્યાં વાત રજૂ કરી શકો છો. કોર્ટ જે કહેશે તે સૌએ માનશે.
ખેડૂતોનું વલણઃ ખેડૂતો કોર્ટ જવાના પક્ષમાં નથી. ખેડૂતો ત્રણેય કાયદાને રદ કરવાની માગ પર અડગ છે. ઓલ ઈન્ડિયા કિસાન સભાના જનરલ સેક્રેટરી હન્નાન મુલ્લાનું કહેવું છે કે જ્યાં સુધી કાયદો પાછો નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.

હવે પ્રશ્ન એ છે કે શું સુપ્રીમ કોર્ટમાં પ્રશ્નનો ઉકેલ આવી શકે છે?
ખેડૂત નેતાઓનું કહેવું છે કે અમારી લડાઈ સીધી સરકાર સાથે છે. કાયદાના બંધારણીય સ્થિતિને અમે અગાઉ પણ પડકારી ન હતી. એને અમે અત્યારે પણ પડકારી રહ્યા નથી. કોર્ટનું કામ ફક્ત એટલું જ છે કે કોઈ કાયદો બંધારણના વ્યાપમાં છે કે નહીં એ નક્કી કરવાનું છે, કારણ કે અમે પોતે કોર્ટમાં ગયા નથી, માટે સુપ્રીમ કોર્ટ આ અંગે શું કહે છે એ અંગે અમને કોઈ ફેર પડતો નથી. અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે સરકાર આ ત્રણેય કાયદાને પાછા ખેંચી લે, કારણ કે આ કાયદા ખેડૂતો માટે નથી પણ ઉદ્યોગપતિઓના હિતમાં છે.

શું સુપ્રીમ કોર્ટ સરકારને કાયદો પાછો ખેંચવા માટે કહી શકે છે?
આ અંગે કાયદા બાબતના નિષ્ણાત સુભાષ કશ્યપ કહે છે કે જો સુપ્રીમ કોર્ટને એવું લાગે છે કે કાયદો બંધારણની વિરુદ્ધ છે, બંધારણનું ઉલ્લંઘન કરે છે તો કાયદાને તે રદ કરી શકે છે, પણ બંધારણની દૃષ્ટિએ એ યોગ્ય હોય તો સુપ્રીમ કોર્ટે કાયદાને લઈ કંઈ જ કરવું જોઈએ નહીં.

જ્યારે હૈદરાબાદની નેશનલ એકેડમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (NALSAR) યુનિવર્સિટી ઓફ લૉના વાઈસ-ચાન્સેલર ફૈઝાન મુસ્તફા કહે છે, જો કોઈ બંધારણની વિરુદ્ધ છે અને મૂળભૂત હક્કોનું ઉલ્લંઘન કરે છે તો એને પડકારી શકાય છે. સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ એ કાયદાને નાબૂદ કરી શકે છે.

જો સુપ્રીમ કોર્ટમાં કાયદો રદ થાય તો સરકાર પાસે કયો માર્ગ રહેશે?
આ અંગે ફૈઝાન મુસ્તફા કહે છે, જો સુપ્રીમ કોર્ટમાં કોઈ કાયદો રદ થાય તો સરકારે ઈચ્છે તો એને ફરી વખત સંસદમાં ઘડી શકે છે. જોકે એમ કરવાની શક્યતા ખૂબ જ ઓછી છે.

તેઓ આગળ કહે છે, વર્ષ 2014માં સરકારે નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશનની રચના કરી હતી. એ માટે કાયદો પણ આવ્યો હતો અને બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કાયદો અને સુધારા બન્નેને રદ કર્યા હતા. ત્યાર બાદ સરકારે આ અંગે કોઈ કાયદો ઘડ્યો નથી.

છેવટે ખેડૂતોની માગ શું છે? સરકાર આ અંગે શું કરી રહી છે?
1. ખેતી સાથે સંકળાયેલા ત્રણેય કાયદા રદ થાય. ખેડૂતોના મતે એનાથી કોર્પોરેટ ગૃહોને લાભ થશે
સરકારનું વલણઃ કાયદાને પાછો લઈ શકાય એમ નથી. સુધારા કરી શકીએ છીએ.

2. MSPનો કાયદો બને, જેથી યોગ્ય કિંમત મળી શકે
સરકારનું વલણઃ આંદોલન સમાપ્ત કરવા તૈયાર હોય તો ખાતરી આપી શકીએ છીએ.

3. નવો વીજળી કાયદો ન આવે, કારણ કે એનાથી ખેડૂતોને વીજળી પર મળતી સબસિડી સમાપ્ત થઈ જશે.
સરકારનું વલણઃ વીજળી કાયદો 2003 જ લાગુ રહેશે. નવો કાયદો આવશે નહીં

4. પરાલી સળગાવવા અંગે 5 વર્ષની જેલની સજા અને રૂપિયા 1 કરોડ દંડની દરખાસ્ત પાછી લેવામાં આવે.
સરકારનું વલણઃ પરાલી સળગાવવા અંગે કોઈ ખેડૂતને જેલ નહીં થાય. સરકાર આ જોગવાઈને હટાવવા તૈયાર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser