તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:અમેરિકાના આ શહેરમાં આવતા વર્ષે જ નિકળશે સૂરજ, ત્યાં સુધી અંધારામાં જ રહેશે લોકો; જાણો આવું કેમ થશે?

7 દિવસ પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
  • કૉપી લિંક

અમેરિકાનો અલાસ્કા પ્રાંત, ઘણો જ સુંદર છે અને અતિશય ઠંડો પ્રદેશ પણ. અહીંનું એક શહેર છે ઉતકિયાગવિક. 2016 સુધી આ શહેરને બૈરો નામથી ઓળખવામાં આવતું હતું. અહીં 18 નવેમ્બરે છેલ્લી વખત સૂર્ય દેખાયો હતો. હવે અહીં 23 જાન્યુઆરીએ જ સૂરજ જોવા મળશે. એટલે કે સળંગ 65 દિવસ સુધી અહીંના લોકો અંધારામાં જ રહેશે. અહીંના લોકો તેને ’65 ડેઝ ઓફ ડાર્કનેસ’ કહે છે. આ શહેરની એવી પણ ખાસિયત છે કે અહીં ગરમીની ઋતુમાં 2 મહિના સુધી સૂરજ આથમતો નથી. પરંતુ, આવું બધું કેમ થાય છે? આવો તેને સમજીએ...

પહેલાં વાત દિવસ અને રાત થાય છે કેવી રીતે?

આપણે નાનપણથી ભણતા આવીએ છીએ કે પૃથ્વી પોતાની ધરા પર ફરે છે. પૃથ્વીનું એક ચક્કર 24 કલાકનું હોય છે. કેમકે , પૃથ્વી ગોળ છે અને સૂરજની આસપાસ પ્રદક્ષિણા કરે છે, તેથી પૃથ્વીનો એક બાજુના ભાગ 12 કલાક સુધી સૂરજની સામે રહે છે. તેથી, જે ભાગ પર સૂરજનો પ્રકાશ પડે છે ત્યાં દિવસ હોય છે અને જ્યાં પ્રકાશ નથી પડતો ત્યાં રાત હોય છે. પૃથ્વીને સૂરજની પ્રદક્ષિણ પૂર્ણ કરવામાં 365 દિવસ, 6 કલાક અને 48 મિનિટ લાગે છે. તેથી 365 દિવસમાં આપણું વર્ષ બદલાય જાય છે.

હવે સમજીએ કે કેટલીક જગ્યાએ દિવસ અને રાત લાંબા કેમ હોય છે?
ભૂગોળમાં આપણે વાંચ્યું છે કે પૃથ્વી પોતાના અક્ષ (એક્સિસ) પર 23.5 ડિગ્રીએ નમેલી છે. એટલે કે પૃથ્વી ગોળ તો છે, પરંતુ તે સીધી નથી, થોડી ત્રાંસી છે. તેના બે ધ્રુવ છે, ઉત્તર અને દક્ષિણ. પૃથ્વી એક બાજુ નમેલી છે તેથી જ્યારે સૂર્યની પ્રદક્ષિણ કરે છે, તો એક જ ધ્રુવમાં તેનો પ્રકાશ પડે છે. જ્યારે 6 મહિના પછી બીજા ધ્રુવમાં સુર્યપ્રકાશ પડે છે. આ કારણથી જ ધ્રુવો પર 6 મહિના દિવસ અને 6 મહિના રાત હોય છે.

આ વાતને આ રીતે સમજીએ કે, જો પૃથ્વી સીધી હોત અને પ્રદક્ષિણા લગાવતી વખતે તેના દરેક ભાગમાં 12 કલાક સુધી દિવસ અને 12 કલાક સુધી રાત હોત. પરંતુ, પૃથ્વી થોડી નમેલી છે, તેથી પ્રદક્ષિણા કરતી સમયે કેટલાક ભાગમાં દિવસ અને રાત લાંબા હોય છે. પૃથ્વી 23.5 ડિગ્રી નમેલી હોવાને કારણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર સુર્ય એક વર્ષમાં એક જ વખત ઊગે છે અને એક જ વખત આથમે છે.

તો ઉતકિયાગવિકમાં 65 દિવસની રાત કેમ?
આ માટે ઉતકિયાગવિક શહેરની ભૂગોળ સમજવી જરૂરી છે. આ શહેર ઉત્તર ધ્રુવથી 2 હજાર 92 કિલોમીટર દૂર છે. એટલે કે દિલ્હી અને ગોવા વચ્ચેનું અંતર. ઉત્તર ધ્રુવ પર આર્કટિક સર્કલ થાય છે અને દક્ષિણ ધ્રુવ પર એન્ટાર્કટિક સર્કલ. ઉતકિયાગવિક શહેર આર્કટિક સર્કલની ઉંચાઈ પર સ્થિત છે. કેમકે આર્કટિક સર્કલની ઉંચાઈ પર હોવાને કારણે સૂર્ય અહીં ક્ષિતિજથી ઉપર નથી આવી શકતો. જેને ‘પોલર નાઈટ્સ’ કહેવામાં આવે છે. જે શહેર કે દેશ ઉત્તર ધ્રુવની જેટલું નજીક હશે, ત્યાં તેટલા જ લાંબા દિવસ અને રાત હશે.

તો શું સંપૂર્ણપણ અંધારું જ રહેશે?
ના, એવું નથી. નવેમ્બરથી જાન્યુઆરી સુધી અહીં જોરદાર ઠંડી પડે છે. શિયાળામાં અહીંનું તાપમાન માઈનસ 23 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. 65 દિવસ સુધી સુર્ય નહીં નીકળે એટલે કે તેનો અર્થ એવો નથી કે અહીં અંધારું જ રહેશે. જો કે અહીં સૂર્ય તો નીકળશે, પરંતુ તેનો પ્રકાશ અહીં સુધી યોગ્ય રીતે નહીં પહોંચે.

આ વાતને એવી રીતે પણ સમજીએ કે, જેમ આપણાં ઘરના એક રૂમમાં લાઈટ ચાલુ થાય છે, તો તેનો થોડો પ્રકાશ બીજા રૂમમાં પણ આવે છે. અંગ્રેજીમાં તેને ‘Civic Twilight’ કહેવાય છે. જેમ જેમ પોલર નાઈટ્સ શરૂ થાય છે, તેમ તેમ અહીં દિવસમાં 6 કલાક સુધી વિઝિબિલિટી રહે છે, પરંતુ જેમે જેમ આ સમય પસાર થાય છે, તેમ તેમ વિઝિબિલિટી ઘટીને 3 કલાક સુધી જ થઈ જાય છે. આ વાત એવી રીતે જ છે કે, જેમ આપણા દેશમાં શિયાળાની ઋતુમાં જ્યારે ધુમ્મસ છવાઈ જાય છે, તો વિઝિબિલિટી ઘટી જાય છે.

શું અહીં દિવસ પણ 65 દિવસ સુધી જ રહે છે?
ના, પરંતુ અહીં દિવસ તો વધુ લાંબા સમય સુધી રહે છે. આ શહેરમાં ઉનાળામાં 82 દિવસ સુધી અજવાળું રહે છે. જેને ‘મિડનાઈટ સન’ કહેવામાં આવે છે. અહીં 12 મેથી લઈને 2 ઓગસ્ટ સુધી અજવાળું રહે છે. અહીં પણ ‘Civic Twilight’ લાગુ પડે છે. એટલે કે, સૂર્ય આથમી તો જાય છે છતાં પણ તેનો પ્રકાશ અહીં આવતો જ રહે છે. આ જ કારણ છે કે ઉનાળાના દિવસોમાં અહીં 24 કલાક સુધી અહીં પ્રકાશ પથરાયેલો રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો