તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:સ્ટડીમાં દાવો- જે લોકોએ કોરોનાને હરાવ્યો છે તેમના માટે વેક્સિનનો એક ડોઝ પૂરતો છે; જાણો તેનું મહત્ત્વ શું છે

2 મહિનો પહેલાલેખક: રવિન્દ્ર ભજની
 • કૉપી લિંક

પશ્ચિમી દેશોમાં કરવામાં આવેલી સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, જેમને એક વખત કોરોનાને હરાવ્યો છે એટલે કે જે લોકો ઈન્ફેક્શનથી રિકવર થઈ ગયા છે, તેમને વેક્સિનનો એક ડોઝ પૂરતો છે. આ એક મોટી વાત છે, કેમ કે, તેનાથી ઘણા દેશોની વેક્સિનેશનની સ્ટ્રેટજી બદલાઈ શકે છે. બીજી લહેરનો સામનો કરી રહેલા ભારત માટે ચોક્કસપણે આ સ્ટડી વરદાન સાબિત થઈ શકે છે, જે આ સમયે વેક્સિન ડોઝની અછતનો પણ સામનો કરી રહ્યો છે.

​​​​​​​જાણો, આ પ્રકારની સ્ટડીનો ઉદ્દેશ્ય શું છે? તેના પરિણામ શું છે અને તેનાથી શું બદલાશે?

આ સ્ટડી કેમ થઈ રહી છે?

 • આ સમયે, સમગ્ર વિશ્વને ખબર છે કે વેક્સિન ડોઝનની અછત છે, જ્યારે અત્યાર સુધી વાઈરસની સામે શરીરની લડાઈનો એક ખાસ ગુણ વૈજ્ઞાનિકો અને સંશોધકોની નજરમાં આવ્યો છે. જ્યારે મનુષ્યનું શરીર કોઈપણ વાઈરસની સામે લડવામાં સક્ષમ થઈ જાય છે તો એન્ટિબોડી બને છે. આ એન્ટિબોડી બે પ્રકારની હોય છે. એક હોય છે T કિલર સેલ્સ જે વાઈરસને નષ્ટ કરે છે. તેમજ એક એન્ટિબોડી હોય છે મેમોરી B સેલ્સ. તેનું કામ એ હોય છે કે જો ભવિષ્યમાં વાઈરસ ફરીથી હુમલો કરે તો તેને ઓળખવો અને ઈમ્યુન સિસ્ટમને અલર્ટ કરે, જેથી તે વાઈરસને નષ્ટ કરવા માટે કિલર સેલ્સ બનાવવાનું શરૂ કરી દે.
 • જ્યારથી કોરોના મહામારી ફેલાઈ છે, ત્યારથી તેની તપાસ થઈ રહી છે કે, તેનાથી રિકવર થઈ ગયેલા લોકોના શરીરમાં એન્ટિબોડી કેટલા સમય સુધી રહે છે. તે જાણવું જરૂરી છે, કેમ કે, તેનાથી ખબર પડશે કે કોઈ વ્યક્તિને રીઈન્ફેક્ટ થવાની સંભાવના કેટલી છે. કેટલાક લોકોમાં આખા વર્ષની, તો કેટલાક લોકોમાં અમુક મહિના સુધી એન્ટિબોડી મળી છે. જ્યારે વેક્સિન આપવાની શરૂ થઈ તો અમેરિકામાં સ્ટડી શરૂ થઈ હતી. તેમાં એ જોવામાં આવ્યું હતું કે, જેમને કોરોના ઈન્ફેક્શન થયું છે અને જેમણે નથી થયું, તેમના પર વેક્સિનના પહેલા અને બીજા ડોઝની શું અસર થઈ રહી છે.

નવી સ્ટડીના પરિણામો શું કહે છે?

 • સૌથી પહેલા, ગત અઠવાડિયે સાયન્સ ઈમ્યુનોલોજીમાં પ્રકાશિત પેન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈમ્યુનોલોજીની સ્ટડીની વાત કરીએ. તેના અનુસાર, અમેરિકામાં કોરોનાને માત આપી ચૂકેલા લોકોમાં mRNA વેક્સિનના પહેલા ડોઝ બાદ એન્ટિબોડી રિસ્પોન્સ સારો જોવા મળ્યો. પરંતુ બીજા ડોઝ બાદ ઈમ્યુન રિસ્પોન્સ એટલો સારો નહોતો. સંશોધકોએ દાવો કર્યો છે કે, જેમને કોરોનાનું ઈન્ફેક્શન નથી થયું, તેમનામાં એન્ટિબોડી રિસ્પોન્સ બીજો ડોઝ મળ્યાના કેટલાય દિવસ સુધી નથી દેખાતો.
 • યુનિવર્સિટી ઓફ પેનસિલ્વેનીયાની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પેન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈમ્યુનોલોજીના સીનિયર લેખક ઈ જ્હોન વેરીએ કહ્યું કે, સ્ટડીના આ પરિણામ શોર્ટ અને લોન્ગ ટર્મ વેક્સિન એફિકેસી માટે પ્રોત્સાહિત કરનારા છે. આ મેમોરી B સેલ્સના એનાલિસિસ દ્વારા mRNA વેક્સિન ઈમ્યુન રિસ્પોન્સને સમજવામાં પણ મદદ કરે છે.

શું આ પ્રકારની સ્ટડી પહેલા પણ થઈ ચૂકી છે?

 • ના. આવા દાવા સતત કરવામાં આવી રહ્યા છે. ઈટાલી, ઈઝરાયલ અને ઘણા અન્ય દેશોમાં પણ આ પ્રકારની સ્ટડી થઈ છે. સિએટલમાં ફ્રેડ હચિસન કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ઈમ્યુનોલોજીસ્ટ એન્ડ્રયૂ મેકગુઈરેએ આવી જ સ્ટડી કરી. સિએટલ કોવિડ કોહર્ટ સ્ટડીમાં 10 વોલેન્ટિયર પર આ સ્ટડી કરી. વેક્સિનેશનના બેથી ત્રણ સપ્તાહ બાદ બ્લડ સેમ્પલ લેવા પર એન્ટિબોડીનું સ્તર વધેલું જોવા મળ્યું હતું. બીજા ડોઝ બાદ તેમાં એન્ટિબોડીના સ્તરમાં આવો કોઈ ફેરફાર જોવા નહોતો મળ્યો.
 • સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જો ઈમ્યુન સેલ વાઈરસને યાદ રાખે છે અને લડે છે, તો તેમની સંખ્યા વધેલી જોવા મળી. મેકગુઈરેના અનુસાર, તે સ્પષ્ટ છે કે વેક્સિનનો પહેલો ડોઝ શરીરમાં પહેલાથી હાજર ઈમ્યુનિટીને પ્રોત્સાહન આપે છે.
 • ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં એક અન્ય સ્ટડી થઈ. મોટાભાગના લોકો આઠથી નવ મહિના પહેલા કોરોનાથી ઈન્ફેક્ટ થયા હતા. વેક્સિનનો પહેલો ડોઝ આપ્યો તો તેમના શરીરમાં એન્ટિબોડી સેંકડો હજારો વખત વધી ગઈ. બીજા ડોઝ બાદ એન્ટિબોડી લેવલમાં આટલો વધારો નહોતો થયો. આ સ્ટડીના મુખ્ય લેખક N.Y.U. લૈંગોન વેક્સિન સેન્ટરના ડાયરેક્ટર ડૉ. માર્ક જે. મલીગન કહે છે કે આ સ્ટડી ઈમ્યુનોલોજિકલ મેમરીની તાકત દર્શાવે છે કે, પહેલો ડોઝ મળવા પર એન્ટિબોડીનું પ્રમાણ ઘણું વધી જાય છે.
 • આવી જ એક સ્ટડી ન્યૂયોર્કના માઉન્ટ સિનાઈમાં ઈકાન સ્કૂલ ઓફ મેડિસિનમાં ઈમ્યુનોલોજિસ્ટ ફ્લોરિયન ક્રેમરે પણ કરી. તેમનું કહેવું છે કે, જે લોકોએ કોરોનાને હરાવ્યો છે, તેમને વેક્સિનના એક ડોઝ બાદ સાઈડ ઈફેક્ટસ જોવા મળી. પરંતુ તેમાં તે લોકો કરતાં વધારે એન્ટિબોડી મળી, જેમને ઈન્ફેક્શન નહોતું થયું. ડૉ. ક્રેમરના અનુસાર, જો તમે પણ બાકીના રિસર્ચ સાથે રાખશો તો તમને ખબર પડશે કે જેમને ઈન્ફેક્શન થયું છે, તેમને એક ડોઝ પૂરતો હશે.
 • ક્રેમર અને અન્ય સંશોધકોએ પોતાની સ્ટડીની સાથે અમેરિકામાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સાથે સંપર્ક કર્યો. જેથી જે લોકો કોરોનાથી રિકવર થઈ ગયા છે, તેમને માત્ર એક ડોઝ આપવામાં આવે અને વધુમાં વધુ લોકો સુધી વેક્સિન પહોંચી શકે. પરંતુ અમેરિકામાં ડેટાનો અભાવ હોવાનું જણાવતા કહ્યું કે, આ દલીલને અત્યારે નકારી કાઢવામાં આવી છે.

શું આ પ્રકારની સ્ટડીથી કંઇપણ બદલાયું છે?

 • હા.ઘણું બદલાઈ ગયું છે. બ્લૂમર્ગના એક રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીથી ફ્રાન્સ, સ્પેન, ઈટાલી અને જર્મની જેવા કેટલાક યુરોપીયન દેશોએ કોરોનાને હરાવી ચૂકેલા લોકોને વેક્સિનના બેની જગ્યાએ એક ડોઝની સ્ટ્રેટજી બનાવી છે. વેક્સિનેશનમાં વર્લ્ડ લીડર બની ગયેલા ઈઝરાયલે પણ ફેબ્રુઆરીમાં જ નક્કી કર્યું કે જે લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે, તેમને એક ડોઝ આપવો.
 • ઈટાલીનું રિસર્ચ તેનાથી અલગ વાત કરે છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત આ રિસર્ચ દર્શાવે છે કે જો તમને ઈન્ફેક્શન થયું છે અને તમે વેક્સિનનો એક ડોઝ લીધો છે તો એન્ટિબોડીનું સ્તર તે લોકો કરતાં પણ વધારે હશે, જેમને ઈન્ફેક્શન નથી થયું અને તેમને બે ડોઝ લઈ લીધા છે.
 • મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના ઈમ્યુનોલોજીસ્ટ મોહમ્મદ સજાદી અને તેમના સાથીઓએ કેલ્ક્યુલેટ કરીને જણાવ્યું છે કે જો ઈન્ફેક્ટેડ લોકોને માત્ર એક વેક્સિન ડોઝ આપવામાં આવે છે તો તમને mRNA વેક્સિનના ઓછામાં ઓછા 11 કરોડ ડોઝ વધારે મળી જશે. સજાદીએ પણ સ્ટડી કરી છે અને તે પણ આ દિશામાં પરિણામ આપી રહી છે.

ભારતમાં શું આ અંગે કોઈ વાત થઈ છે?

 • ભારતમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થયું હતું. પરંતુ અત્યાર સુધી આ અંગે કોઈ સ્ટડી નથી થઈ કે શું કોરોનાથી રિકવર થઈ ગયેલા લોકોને વેક્સિનનો એક ડોઝ પૂરતો છે? સ્ટડીના અભાવમાં વૈજ્ઞાનિક પણ કેટલાક દાવા કરવાનું ટાળી રહ્યા છે. તેના કારણે જ બે ડોઝવાળી વેક્સિનના બંને ડોઝ તમામ લોકો માટે ફરજિયાત કરવામાં આવ્યા છે, ભલે કોરોના ઈન્ફેક્શન થયું હોય કે ન થયું હોય.
 • કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, આ અંગે ભારતમાં મોટાપાયે સ્ટડીની જરૂર છે. અમારા ત્યાં કોરોનાથી લાખો લોકો સ્વસ્થ થયા છે. જો સ્ટડી દ્વારા સ્વાસ્થ્ય મંત્રાલય અથવા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ આ દિશામાં કોઈ પગલું ભરે છે, તો વધુને વધુ લોકો ટૂંક સમયમાં વેક્સિનના દાયરમાં આવી શકશે.