ભાસ્કર એક્સપ્લેનર:સિંગલ ડોઝ સ્પુટનિક લાઈટ વેક્સિન સપ્ટેમ્બરમાં ઉપલબ્ધ થશે; એક ડોઝની કિંમત હશે 750 રૂપિયા

3 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની

ભારતમાં કોવિડ-19 રસીકરણને ગતિ આપવા માટે સપ્ટેમ્બરમાં સિંગલ ડોઝ રશિયન વેક્સિન સ્પુટનિક લાઈટ ઉપલબ્ધ થવાની છે. સ્પુટનિક વી અને સ્પુટનિક લાઈટ બનાવનાર રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)ની પાર્ટનર કંપની પૈનાસિયા બાયોટેકે સ્પુટનિક લાઈટ માટે ડ્રગ રેગ્યુલેટર ઓફ ઈન્ડિયા પાસેથી ઈમર્જન્સી અપ્રુવલ માગી છે. આ વેક્સિન શરૂઆતમાં સીમિત ક્વોન્ટિટીમાં ઉપલબ્ધ થશે. તેની કિંમત 750 રૂપિયા રહેશે એવી આશા છે.

રશિયન વેક્સિન સ્પુટનિક વીને 12 એપ્રિલે ભારતમાં ઈમર્જન્સી અપ્રુવલ મળી હતી. હવે આ વેક્સિન 65 દેશોમાં લાગી રહી છે. ભારતમાં મેમાં તેને સામાન્ય જનતાને લગાવવાનું શરૂ કરાયું. જૂન અને જુલાઈમાં વેક્સિનની સપ્લાઈમાં ગરબડ થઈ, આ કારણથી વેક્સિનેશનની ઝડપ ધીમી જરૂર છે પરંતુ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ઝડપ વધી શકે છે.

આવો જાણીએ કે સ્પુટનિક વી અને સ્પુટનિક લાઈટમાં શું અંતર છે? આ દેશમાં ઉપલબ્ધ બાકી વેક્સિનના મુકાબલે કેટલી ઈફેક્ટિવ છે?

સ્પુટનિક લાઈટ શું છે?
સ્પુટનિક લાઈટ કોઈ નવી વેક્સિન નથી, પરંતુ રશિયન વેક્સિન સ્પુટનિક વીના બે ડોઝનો પ્રથમ ડોઝ જ છે. વાસ્તવમાં, સ્પુટનિક વીના બંને ડોઝમાં અલગ-અલગ વાયરલ વેક્ટરનો ઉપયોગ કરાયો છે.
રશિયામાં એ જોવામાં આવ્યું છે કે સ્પુટનિક વીનો પ્રથમ ડોઝ કેટલો ઈફેક્ટિવ છે. તેના માટે 5 ડિસેમ્બર 2020 અને 15 એપ્રિલ 2021 વચ્ચે રશિયાના વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ ડોઝ લગાવવાના 28 દિવસ પછીનો ડેટા એકત્ર કરાયો. તેનું એનેલિસિસ કરતા સિંગલ ડોઝની ઈફેક્ટિવનેસ 79.4% રહી છે. તેને જ સ્પુટનિક લાઈટ નામ અપાયું છે. રશિયાએ મેમાં આ વેક્સિનને મંજૂરી આપી હતી.

ખાસ વાત એ છે કે ભારતમાં લાગી રહેલી કોવિશીલ્ડ અને કોવેક્સિન બે ડોઝની વેક્સિન છે. આ ઉપરાંત, બંન ડોઝ લાગ્યા પછી પણ ઈફેક્ટિવનેસ 80%થી ઓછી છે. લેબ સ્ટડી અને ટ્રાયલ્સનો ડેટા જોઈએ તો સ્પુટનિક વીનો પ્રથમ ડોઝ એટલે કે સ્પુટનિક લાઈટ તેનાથી વધુ ઈફેક્ટિવ સાબિત થઈ છે. ગત સપ્તાહે જ્હોનસન એન્ડ જ્હોનસનની સિંગલ ડોઝ વેક્સિનને પણ ઈમર્જન્સી અપ્રુવલ મળી ગઈ છે. એ પણ હ્યુમન એડિનોવાયરસ સીરોટાઈપ નંબર 26 (rAd26) પર આધારિત છે, જેનાથી સ્પુટનિક લાઈટ પણ બની છે. જ્હોનસન એન્ડ જ્હોનસનની વેક્સિનની મોટાપાયે ટ્રાયલ્સ થઈ છે અને અમેરિકા, યુરોપ તેમજ WHO તેને અપ્રુવ કરી ચૂક્યા છે.

X
X

સ્પુટનિક લાઈટના શું લાભ છે?
આ સિંગલ ડોઝ વેક્સિન છે. એટલે કે કોઈએ પણ બીજા ડોઝની રાહ જોવી નહીં પડે. આ સમયે ભારતમાં 31% વસતીને ઓછામાં ઓછો એક ડોઝ લાગ્યો છે. જ્યારે, લગભગ 8% વસતી ફુલી વેક્સિનેટેડ થઈ ચૂકી છે. એટલે કે તેને બંને ડોઝ લાગી ચૂક્યા છે. સ્પુટનિક લાઈટ ઉપલબ્ધ થઈ જાય તો ફુલી વેક્સિનેટેડ વસતીની ટકાવારી ઝડપથી વધશે.

સ્પુટનિક લાઈટની એફિકસી 79.4% છે. વેક્સિન લગાવનારા 100% લોકોમાં 10 દિવસ પછી જ એન્ટીબોડીઝ 40 ટકા સુધી વધી ગયા. આ રીતે વેક્સિન લગાવનારા તમામ લોકોમાં કોરોના વાયરસના S-પ્રોટિન વિરુદ્ધ ઈમ્યુન રિસ્પોન્સ ડેવલપ થયો.

સ્પુટનિક લાઈટને 2થી 8 ડિગ્રી ટેમ્પરેચર પર સ્ટોર કરી શકાય છે. તેનાથી એ આસાનીથી ટ્રાન્સપોર્ટ થઈ શકશે. જે લોકોને પ્રથમ કોરોના ઈન્ફેક્શન થઈ ચૂક્યું છે તેમના પર પણ આ વેક્સિન અસરકારક છે. RDIFનો દાવો છે કે આ વેક્સિન તમામ વેરિએન્ટ્સ સામે લડી શકે છે.

સ્પુટનિક લાઈટ લગાવ્યા પછી કોરોનાની ગંભીર અસરનું જોખમ ઓછું થઈ જશે. મોટાભાગના કેસોમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહીં પડે. RDIF કહે છે કે અનેક દેશઓમાં વેક્સિન મિક્સિંગના સ્ટડીના પરિણામો પણ ઉત્સાહ વધારનારા છે. આ આધારે કહી શકાય કે સ્પુટનિક લાઈટને અન્ય વેક્સિનની સાથે પણ મિક્સ કરી શકાય છે.

સ્પુટનિક વીથી સ્પુટનિક લાઈટ કેટલી અલગ છે?
જોઈએ તો કોઈ અંતર નથી. જો તમે સ્પુટનિક વી લગાવી રહ્યા છો તો તેનો પ્રથમ ડોઝ જે અસર બતાવશે, એ જ સ્પુટનિક લાઈટની અસર હશે. સ્પુટનિક વી અને સ્પુટનિક લાઈટને મોસ્કોના ગામાલેયા ઈન્સ્ટીટ્યુટ અને રશિયન ડેવલપમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ મળીને બનાવી છે.
11 ઓગસ્ટ 2020ના રોજ જ્યારે રશિયાએ સ્પુટનિક વીને મંજૂરી આપી, ત્યારે આ દુનિયાની પ્રથમ કોવિડ-19 વેક્સિન બની ગઈ હતી. આ વેક્સિન હ્યુમન એડિનોવાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર બની છે.

મેમાં રશિયન અધિકારીઓએ કહ્યું હતું કે 38 લાખ લોકોના રિયલ-વર્લ્ડ ડેટામાં વેક્સિને 97.6% ઈફેક્ટિવનેસ સાબિત કરી છે. મેડિકલ જર્નલ લાન્સેટે પણ સ્પુટનિક વીને 91.6% ઈફેક્ટિવ ગણાવી છે. જ્યારે તમે સ્પુટનિક લાઈટની વાત કરો છો તો રશિયા, યુનાઈટેડ આરબ અમીરાત, ઘાના અને અન્ય દેશોમાં 7 હજાર લોકો પર ફેઝ-3ની ક્લિનીકલ ટ્રાયલ કરવામાં આવી હતી. ગામાલેયા સેન્ટરનો દાવો છે કે આ વેક્સિન કોરોનાના તમામ વેરિએન્ટ્સ પર ઈફેક્ટિવ છે.

શું સિંગલ ડોઝ વેક્સિન પૂરતી છે?

હા. સિંગલ ડોઝ સ્પુટનિક લાઈટ વેક્સિનની ઈફેક્ટિવનેસ અનેક બે ડોઝવાળી વેક્સિન કરતાં પણ વધુ છે. તેનાથી એ મોટી વસતીને ઝડપથી વેક્સિનેટ કરવામાં મદદ કરી શકે છે. વિશેષજ્ઞો કહે છે કે સિંગલ ડોઝ વેક્સિન જલદી અને વધુમાં વધુ લોકોને વેક્સિનેટ કરવામાં મદદ કરી શકે છે. લોંગ ટર્મમાં એ કેટલી ઈફેક્ટિવ છે, તે જાણવા માટે અને ક્લિનીકલ ડેટાની જરૂર રહેશે.

દેશના ટોચના વાયરોલોજિસ્ટ ડો. ગગનદીપ કંગ કહે છે કે જો કોઈ સિંગલ-ડોઝ વેક્સિન મજબૂત ઈફેક્ટિવનેસ ડેટા સાથે મંજૂરી થાય છે તો તેમાં કોઈ મુશ્કેલી નથી. એ વધુમાં વધઉ લોકોને વેક્સિનેટ કરવામાં મદદરૂપ સાબિત થશે. સિંગલ ડોઝ વેક્સિનની લોંગ ટર્મ ઈફે્ક્ટિવનેસ માટે આપણે વાસ્તવિક દુનિયાના પરિણામો જોવાના રહેશે.

જ્યાં સુધી સ્પુટનિક વીનો સવાલ છે, એ દુનિયાની એ ત્રણ વેક્સિનમાંની એક છે, જે 90%થી વધુ ઈફેક્ટિવ સાબિત થઈ છે. ફાઈઝર અને મોડર્નાની વેક્સિને જ 95% સુધી ઈફેક્ટિવનેસનો દાવો કર્યો છે. ડિસેમ્બર 2020માં રશિયાએ પબ્લિક યુઝ માટે સ્પુટનિક વીને જારી કરી હતી. આ રશિયામાં મુખ્ય વેક્સિન બની રહી છે. સ્પુટનિક લાઈટ અન્ય દેશોને મોકલવામાં આવી. આ વેક્સિન 60થી વધુ દેશોમાં લાગી રહી છે.

કોવિશીલ્ડ અને કોવેક્સિનથી કેટલી અલગ છે સ્પુટનિક લાઈટ?
સ્પુટનિક વીને હ્યુમન એડિનોવાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર બનાવી છે. જ્યારે, ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ પણ વાયરલ વેક્ટર વેક્સિન બનાવી છે, જેને કોવિશીલ્ડ નામનથી સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા ભારતમાં બનાવી રહી છે. કોવેક્સિનને ભારત બાયોટેકે ઈનએક્ટિવેટેડ કોવિડ-19 વેક્સિન તરીકે બનાવી છે.

આ ત્રણેય વેક્સિન બે ડોઝવાળી છે. તેના મુકાબલે સ્પુટનિક લાઈટ સિંગલ ડોઝ વેક્સિન છે. જો તમે એફિકસીની વાત કરો તો ભારતમાં મંજૂર થઈ ચૂકેલી સ્પુટનિક વી 91.6% , કોવિશીલ્ડ 62%-90%, કોવેક્સિન 78%, જ્હોનસન એન્ડ જ્હોનસન 66% અને મોડર્ના 95% ઈફેક્ટિવ છે.

ભારતમાં સ્પુટનિક લાઈટ ક્યાં સુધી ઉપલબ્ધ થઈ શકે છે?
સપ્ટેમ્બરમાં. પેનાસિયા બાયોટેકે સ્પુટનિક વી બનાવવા માટે RDIF સાથે પાર્ટનરશીપ કરી છે. આ જ કંપનીએ સ્પુટનિક લાઈટ માટે અપ્રુવલ માગી છે. સારી વાત એ છે કે ડ્રગ રેગ્યુલેટરની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ રશિયામાં કરાયેલા ટ્રાયલ્સનો ડેટા જમા કરવાની અનુમતિ આપી દીધી છે. એટલે કે સ્પુટનિક લાઈટ માટે અલગથી ટ્રાયલ્સ કરાવવાની જરૂર નહીં પડે. વાસ્તવમાં, સ્પુટનિક વીના 10 કરોડ ડોઝ વર્ષે ભારતમાં બનાવવાની યોજના છે. ડો. રેડ્ડીઝે RDIF સાથે જે ડીલ કરી છે, તેના અનુસાર એ ભારતમાં આ વેક્સિનની એક્સ્લુઝઇવ ડિસ્ટ્રીબ્યુટર હશે.

અન્ય સમાચારો પણ છે...