ભાસ્કર એક્સપ્લેનર:કેવી રીતે થઈ સેન્સેક્સની શરૂઆત, કોણે આપ્યું આ નામ અને કેવી રીતે તેમા થાય છે વધઘટ? જાણો આ તમામ માહિતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE માટે વિતેલું સપ્તાહ ખૂબ જ સારું રહ્યું. આ સપ્તાહમાં સેન્સેક્સે પ્રથમ વખત 50 હજારની સપાટી કુદાવી બંધ રહેવામાં સફળ રહ્યો અને શુક્રવારે પણ સેન્સેક્સની આગેકૂચ યથાવત છે અને તે 50,732 પર બંધ રહ્યો છે. આ અગાઉ સેન્સેક્સ 50 હજારનો આંકડો અમેરિકામાં જો બાઈડને સત્તા સંભાળ્યા બાદ સ્પર્શ કર્યો હતો.

જોકે, ત્યારબાદ સેન્સેક્સમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જોકે 1લી ફેબ્રુઆરીના રોજ બજેટ આવ્યા બાદ સેન્સેક્સ સતત વધી રહ્યો છે. સેન્સેક્સે સતત વધી રહ્યો છે. સેન્સેક્સે 40 હજારની સપાટી 23 મે,2019ના રોજ કુદાવી હતી. તે દિવસે લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું હતું.

સામાન્ય રીતે તમને સાંભળવા મળતુ હશે કે આજે માર્કેટ આટલા પોઇન્ટ વધ્યું અથવા આટલા પોઇન્ટ વધ્યું. તમે કંપનીના શેરમાં વધઘટને લઈ મોટાભાગે સાંભળવા અને વાંચવા મળતી હતી. પણ આ સેન્સેક્સ શું હોય છે? તેમા રોકાણ કેવી રીતે કરી શકાય છે? તેનો ફાયદો શું હોય છે? તેમા કેટલા શેર હોય છે? તમામ શેર કેવી રીતે બદલાય છે? તેનું નામ કેવી રીતે આવ્યું? સેન્સેક્સ અને નિફ્ટી વચ્ચે અંતર શું છે?ચાલો આ અંગે જાણકારી મેળવીએ....

સેન્સેક્સ શું છે?
સેન્સેક્સ શબ્દની શરૂઆત સ્ટોક માર્કેટ એનાલિસ્ટ દીપક મોહોનીએ વર્ષ 1989માં આપ્યો હતો. તે બે શબ્દોને ભેગા કરીને બનાવવામાં આવ્યો હતો. સેન્સિટીવ અને ઈન્ડેક્સ એટલે કે સેન્સરી ઈન્ડેક્સ (સંવેદી સૂચકાંક). ભારતમાં સેન્સેક્સ ભારતીય સ્ટોક માર્કેટનો બેંચ માર્ક ઈન્ડેક્સ છે. તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં લિસ્ટેડ શેરની કિંમતમાં થતી વધઘટને દર્શાવે છે. તેની શરૂઆત 1લી જાન્યુઆરી 1986માં થઈ હતી.

સેન્સેક્સ સ્ટોર માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓની શેરની કિંમત પર નજર રાખે છે. ત્યારબાદ દિવસભરના કામકાજ બાદ એક શેરનું સરેરાશ મૂલ્ય આપે છે. તેનાથી આપણને સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓની કિંમતોની યોગ્ય જાણકારી મળે છે. ભારતના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ BSEમાં 5,155 કંપની લિસ્ટેડ છે. આ તમામ કંપનીઓના શેરની કિંમત પર શેર બજાર પર નજર રાખે છે.

સેન્સેક્સ કેવી રીતે બને છે?
BSEમાં 5,155 કંપની લિસ્ટેડ છે. આ પૈકી 30 મોટી કંપનીના શેરથી સેન્સેક્સ બને છે. તેની ગણતરી સમયે આ કંપનીના શેરનો સમાવેશ કરવામાં આવે છે. આ 30 મોટી કંપનીના શેર સૌથી વધારે ખરીદવા અને વેચાણ કરવામાં આવે છે. આ 30 કંપની વિવિધ સેક્ટરમાંથી છે અને પોતાના સેક્ટરની સૌથી મોટી કંપની માનવામાં આવે છે. જોકે, સેન્સેક્સમાં સામેલ કંપનીઓમાં ફેરફાર થતો રહે છે.

આ કંપનીની પસંદગી સ્ટોક એક્સચેન્જની ઈન્ડેક્સ કમિટી તરફથી કરવામાં આવે છે. આ કમિટીમાં અનેક પ્રકારના લોકોનો સમાવેશ કરવામાં આવે છે. તેમા સરકારી, બેન્ક સેક્ટર તથા અગ્રણી ઈકોનોમિસ્ટ પણ હોઈ શકે છે.

સેન્સેક્સમાં વધઘટ કેવી રીતે થાય છે?
સેન્સેક્સમાં થતી વધઘટનો બિલકુલ સરળ ફંડા છે. 30 કંપનીના શેરમાં વધઘટ. જો આ કંપનીના શેરનું મૂલ્ય વધે છે તો સેન્સેક્સ પણ વધી જાય છે અને ઉપર જાય છે. જો આ કંપનીના શેરનું મૂલ્ય ઘટવા લાગે છે તો સેન્સેક્સ પણ ઘટવા લાગે છે. શેરની વધઘટ કંપનીના પર્ફોમન્સને દર્શાવે છે.

તેને એવી રીતે સમજીએ કે જો કંપનીએ કોઈ નવો પ્રોજેક્ટ લોંચ કર્યો છે તો કંપનીના શેર વધવાની શક્યતા રહે છે. જો કંપની મુશ્કેલીમાંથી પસાર થાય છે તો ઈન્વેસ્ટર્સ કંપનીને છોડવા લાગે છે. તેનાથી શેરની કિંમત પર નકારાત્મક અસર થાય છે, અને સેન્સેક્સ નીચે આવવા લાગે છે. ઈન્ડેક્સમાં દરેક કંપનીનું વેઈટેજ થાય છે.

નિફ્ટી અને સેન્સેક્સમાં શું અંતર છે?
સેન્સેક્સની શરૂઆત વર્ષ 1986માં થઈ હતી, જ્યારે નિફ્ટી વર્ષ 1994માં શરૂ થઈ હતી. સેન્સેક્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો ઈન્ડેક્સ છે, અને નિફ્ટી નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ છે. નિફ્ટીમાં 50 મોટી કંપની લિસ્ટેડ છે, જ્યારે સેન્સેક્સમાં 30 મોટી કંપની. સેન્સેક્સનું બેઝ વેલ્યુ 100 છે અને નિફ્ટીનું બેઝ વેલ્યુ 1000 છે.

અન્ય સમાચારો પણ છે...