તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • The Route By Which More Than Half Of India's Maritime Trade Takes Place, Is Where Adingo Is Deployed By China; Know What Is China's New Maritime Law?

ભાસ્કર એક્સપ્લેનર:જે રૂટથી થાય છે ભારતનો અડધાથી વધુ સમુદ્રી વ્યાપાર, ત્યાં ચીને જમાવ્યો અડિંગો; જાણો શું છે ચીનનો નવો સમુદ્રી કાયદો?

23 દિવસ પહેલા

1 સપ્ટેમ્બરથી ચીનનો નવો સમુદ્રી કાયદો લાગુ થઈ ગયો છે. આ કાયદા અંતર્ગત ચીનની સમુદ્રી સરહદેથી પસાર થનારા તમામ વિદેશી જહાજોએ પોતાની તમામ જાણકારી ચાઈનીઝ અધિકારીઓને આપવી પડશે. જો જહાજનું ચાલક દળ એમ નહીં કરે તો ચીન તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.

ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસે એપ્રિલમાં સમુદ્રી સુરક્ષા સાથે સંકળાયેલા આ કાયદામાં સંશોધન કર્યુ હતું. આ કાયદો લાગુ થયા પછી ફરી એકવાર વિવાદ છેડાયો છે. એક્સપર્ટ્સ કહે છે કે ચીનનો આ કાયદો સમુદ્રી યાતાયાતને પ્રભાવિત કરવાનો નવો કિમિયો છે અને તેનાથી દેશો વચ્ચે વિવાદની સ્થિતિ પેદા થઈ શકે છે,

આવો સમજીએ, ચીનનો નવો કાયદો શું છે? તેના વિશે શા માટે વિવાદ થઈ રહ્યો છે? આ કાયદાની ભારત પર શી અસર થઈ શકે છે? અને શું આ સાઉથ ચાઈના સી પર કબજો વધારવા માટે ચીનનો નવો પેંતરો છે?

ચીનનો નવો સમુદ્રી કાયદો શું છે?
ચીને પોતાની સમુદ્રી સુરક્ષાનો હવાલો આપીને 1 સપ્ટેમ્બરથી નવો કાયદો લાગુ કર્યો છે. આ કાયદા અનુસાર, ચીનના સમુદ્રી ક્ષેત્રોમાંથી પસાર થનારા અન્ય દેશોના જહાજોએ ચાઈનીઝ અધિકારીઓ પાસે પોતાની કૉલ સાઈન, પોઝિશન, ડેસ્ટિનેશન, જહાજમાં લૉડ કરાયેલ સામાનની જાણકારી, સ્પીડ, લોડિંગ કેપેસિટીની જાણકારી આપવી પડશે. એમ નહીં કરવાથી ચીન પોતાના કાયદાના હિસાબે કાર્યવાહી કરી શકશે.

આ કાયદો કયા જહાજો પર લાગુ થશે, હજુ એ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. ચાઈનીઝ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કાયદો સબમરિન્સ, ન્યુક્લિયર જહાજો, રેડિયોએક્ટિવ મટિરિયિલથી ભરેલા જહાજો, ગેસ અને કેમિકલ લઈ જનારા જહાજો પર લાગુ થશે. આ સાથે જ ચીને એમ પણ કહ્યું છે કે એવા જહાજો કે જે ચીનની સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે, તેમના પર પણ આ કાયદા અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. એટલે કે ચીન લગભગ તમામ પ્રકારના વિદેશી જહાજોને આ કાયદાના વ્યાપમાં લાવ્યું છે.

આ કાયદા અંગે વિવાદ શા માટે છેડાયો છે?

  • ચીન સમુદ્રમાં પોતાની દખલ સતત વધારી રહ્યું છે. તે આ કાયદા દ્વારા સાઉથ અને ઈસ્ટ ચાઈના સીમાંથી પસાર થનારા વિદેશી જહાજોની અવરજવરને અવરોધવા માગે છે. એક્સપર્ટ્સ કહે છે કે આ કાયદા પાછળ ચીનનો આ જ મનસૂબો છે.
  • હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ચીન આ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ પર કેવા પ્રકારની કાર્યવાહી કરશે. જો આકરી કાર્યવાહી થાય છે તો તેનાથી સમુદ્રી અવરજવર પ્રભાવિત થશે અને દેશો વચ્ચે વિવાદની સ્થિતિ પેદા થઈ શકે છે.
  • આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ચીને એક કાયદા દ્વારા કોસ્ટ ગાર્ડને એવા અધિકાર આપ્યા હતા કે તેઓ કોઈપણ વિદેશી જહાજ પર આશંકા થતા હુમલો કરી શકે છે. એક પછી એક બે વિવાદાસ્પદ કાયદા દ્વારા ચીન સમુદ્રી માર્ગ પર ગેરકાયદે અતિક્રમણ કરી રહ્યું છે.

ભારત માટે શા માટે જરૂરી છે સાઉથ-ચાઈના સી?

  • જાપાન, સાઉથ કોરિયા અને ASEAN દેશો સાથે વ્યાપાર માટે સાઉથ ચાઈના સી ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતના કુલ સમુદ્રી વ્યાપારનો લગભગ 55% સાઉથ ચાઈના સી દ્વારા જ થાય છે.
  • ઓક્ટોબર 2011માં ભારતે વિયેતનામની સાથે સાઉથ ચાઈના સીમાં ઓઈલ અને ગેસ એક્સ્પ્લોરેશન માટે એક અગ્રીમેન્ટ કર્યુ હતું. ચીને આ કદમનો જોરદાર વિરોધ કર્યો હતો. 2019માં ચીને વિયેતનામના સમુદ્રી ક્ષેત્રમાં 30થી વધુ યુદ્ધજહાજોને તહેનાત કરી દીધા હતા.

સમુદ્રી સરહદ અંગે શું છે આંતરરાષ્ટ્રીય કાયદો?
દુનિયાભરમાં થઈ રહેલી સમુદ્રી અવરજવરને લઈને ચીન, ભારત સહિત 100થી પણ વધુ દેશોમાં એક એગ્રીમેન્ટ સાઈન કર્યુ છે. તેને યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લૉ ઓફ ધ સી (UNCLOS) કહેવામાં આવે છે. તેના અનુસાર, કોઈપણ દેશની જમીનથી 12 નોટિકલ માઈલ (22.2 કિમી) સુધી એ દેશની સમુદ્રી સરહદ માનવામાં આવે છે.

આ કાયદા અનુસાર, 12 નૉટિકલ માઈલના અંતર પછી સમુદ્રી ક્ષેત્ર કોઈપણ દેશ ટ્રેડ માટે ઉપયોગ કરી શકે છે. આ અંતર પછી કોઈપણ દેશની સમુદ્રી સીમા લાગુ થતી નથી. ચીનનો આ નવો કાયદો UNCLOSની આ સંધિનું પણ ઉલ્લંઘન કરે છે.

ચીન આ કાયદાનો અયોગ્ય રીતે ફાયદો ઉઠાવે છે. વાસ્તવમાં ચીને સાઉથ અને ઈસ્ટ ચાઈના સીમાં અલગ-અલગ આઈલેન્ડ પર કબજો કરી રાખ્યો છે. ચીન આ આઈલેન્ડને પોતાનો ગણાવે છે અને પોતાની સમુદ્રી સીમાનો અંદાજ પણ આ જ આઈલેન્ડના અંતરના હિસાબે કરે છે. તેનાથી સમુદ્રમાં ચીનની દખલ વધતી જાય છે.

વર્ષ 2016માં એક આંતરરાષ્ટ્રીય અદાલતે સાઉથ ચાઈના સીમાં ચીનની દખલને ગેરકાયદે ગણાવીને ફિલિપાઈન્સની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. ચીને નિર્ણયને માનવાનો જ ઈનકાર કરી દીધો હતો.