તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:બાળકને કોરોના ઈન્ફેક્શનથી બચાવવા માટે માતાએ બાળકને ખોળામાં લેતી વખતે અને દૂધ પીવડાવતા સમયે પણ માસ્ક પહેરવો જોઈએ

3 મહિનો પહેલાલેખક: રવિન્દ્ર ભજની
  • કૉપી લિંક

ભારતમાં કોરોનાવાઈરસની બીજી લહેરમાં આપણે યુવાનો અને બાળકોમાં સંક્રમણના વધતા કેસ જોઈ રહ્યા છીએ. આવી સ્થિતિમાં એવી માતાઓ વધુ ચિંતિત હોય છે જે હજી હંમણાં જ માતા બની છે અથવા જેમના બાળકો નાનાં છે. આ મધર્સ ડે પર અમે એવી માતાની ચિંતાઓને ડૉ.શિરાફ વઝિફદાર, એમડી, ડીજીઓ, કન્સલ્ટન્ટ, ગાયનેકોલોજી, પી.ડી હિન્દુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર ખાર ફેસિલિટી, સમક્ષ રાખી હતી. તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે ખરેખર નાનાં બાળકોને કોરોનાનું જોખમ છે? તેમને બચાવવા માટે કયા પગલા ભરવા જરૂરી છે?

શું નાના બાળકોને કોરોના ઈન્ફેક્શન થવાનું જોખમ છે?

  • હા. પહેલા તો કહેવામાં આવી રહ્યું હતું કે, નવજાત શિશુઓ અને નાના બાળકોની ઈમ્યુનિટી મજબૂત હોય છે. તેના કારણથી તેમને કોરોના ઈન્ફેક્શનનું જોખમ નથી. પરંતુ આપણે તાજેતરમાં જોયું છે કે, એક મહિનાના બાળકને પણ કોરોના ઈન્ફેક્શન થયું છે. સારી બાબત એ છે કે, બાળકોમાં લક્ષણ એકદમ હળવા અને સામાન્ય જોવા મળી રહ્યા છે. આ લક્ષણો પ્રમાણે, સારવાર પણ કરવામાં આવી રહી છે. જે નવી નવી માતા બની છે, તેમને વધારે સાવધાની રાખવાની જરૂર છે.

નવજાત શિશુઓને ઈન્ફેક્શનથી બચાવવા માટે શું કરવું?

  • વધુ લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું. બાળકોને જેટલા ઓછા લોકો હાથમાં લેશે, એટલું સારું રહેશે. જો કોઈ મહેમાનો મળવા આવી રહ્યા હોય તો તેમને સખ્તાઇથી હાથ સાફ કરવા અને માસ્ક પહેરવાનું કહો. ત્યારબાદ જ તેમને બાળકને સ્પર્શ કરવાની મંજૂરી આપો. માતા માટે એ જરૂરી છે કે તે પોતાના હાથને વારંવાર ધોતી રહે. નવજાત શિશુને દૂધ પીવડાવતા સમયે માતાએ માસ્ક પહેરવું જેથી બાળકને ઈન્ફેક્ટ થવાથી બચાવી શકાય.

શું બાળકોને માલિશ કરાવવાનું ચાલુ રાખવું?

  • તેની જરૂર નથી. તેમ છતાં આ નિર્ણય તમારો હશે. પરંતુ તબીબી દૃષ્ટિથી જોઈએ તો નવજાત શિશુ માટે માલિશ ફાયદાકારક અથવા જરૂરી નથી. તેથી સારું રહેશે કે બાળકોને માલિશ કરવા માટે કોઈને રાખો તો તેને થોડા દિવસ માટે રજા આપી દો. આ સમયે જેટલા ઓછા લોકો બાળકોની નજીક રહેશે, એટલું સારું રહેશે. શક્ય હોય તો બહારના લોકો/મહેમાનો/સંબંધીઓ/બાળકોની સંભાળ કરનારાઓ સાથે બાળકનો સંપર્ક ટાળો.

બાળકોને સ્તનપાન કરાવી રહેલી માતા કોરોના ઈન્ફેક્શનને કેવી રીતે અટકાવે?

  • નવી માતા માટે એ જરૂરી છે કે બાળકોને દૂધ પીવડાવતા પહેલા અને ત્યારબાદ પોતાના બ્રેસ્ટને સારી રીતે સાફ કરે. તે શિશુને ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરશે. પરંતુ તેનો અર્થ એ નથી કે બ્રેસ્ટને સેનિટાઈઝર અથવા બોડી વોશથી ધોવા. વારંવાર સફાઈ, કોટનના રૂથી બ્રેસ્ટને સફાઈ કરવા. તે ઉપરાંત નવી માતાને એ સલાહ આપવામાં આવે છે કે તે નવજાત શિશુ સાથે સીધા સંપર્કથી બચે અને માસ્ક પહેરે.

શું નવી માતાને પણ કોરોના વેક્સિન લેવી જોઈએ?

  • ના. પરિસ્થિતિ બદલાઈ રહી છે. ગર્ભવતી મહિલાઓ અને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતાને કોરોના વેક્સિન ન લેવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ હવે સ્ટડી દર્શાવે છે કે, બાળકોને દૂધ પીવડાવી રહેલી માતા પણ વેક્સિન લગાવી શકે છે. જો કે, આ નિર્ણય અમે પ્રેગ્નન્ટ મહિલાઓ પર છોડી રહ્યા છે કે તેઓ વેક્સિન લેવા માગે છે કે નહીં.
  • દુનિયાભરમાં પ્રેગ્નન્સી દરમિયાન વેક્સિન આપવા પર કેટલીક સ્ટડી થઈ છે. પ્રેગ્નન્ટ મહિલાઓ માટે વેક્સિનની સુરક્ષાને લઈને ઘણા ઓછા ડેટા ઉપલબ્ધ છે. અમે એ ગેરંટી નથી આપી શકતા કે વર્તમાન સ્થિતિમાં પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે વેક્સિન સુરક્ષિત છે કે નહીં. પ્રેગ્નન્ટ મહિલાઓ માટે કોરોના વેક્સિન લેવી અથવા લગાવવી તે તેનો વ્યક્તિગ નિર્ણય હશે. કેમ કે એક પ્રેગ્નન્ટ મહિલા પોતાના ગર્ભમાં એક બાળકનો ઉછેર કરી રહી હોય છે, આપણે વધારે સાવધાની રાખવાની જરૂરી છે. આપણે આડઅસરની સંભાવનાઓ પર વિચાર કરવો જોઈએ.

વેક્સિનનો ડોઝ લીધા બાદ પ્રેગ્નેન્ટ થાય છે તો શું કરવું?

  • જો પહેલો અથવા બીજો ડોઝ લીધાના થોડા દિવસ બાદ પ્રેગ્નન્સીની ખબર પડે છે તો કંઈ કરવાની જરૂર નથી. અબોર્શન તો ક્યારેય ન કરાવવું. એ વાત અલગ છે કે ફાઈનાન્શિયલ સપોર્ટ અથવા કોઈ અન્ય કારણથી જો પ્રેગ્નન્ટ મહિલા અબોર્શન કરાવવા માગે છે તો તે આવું કરી શકે છે. પરંતુ અમે સ્પષ્ટ રીતે આવું કહી રહ્યા છીએ કોરોના વેક્સિન પ્રેગ્નન્સી નષ્ટ કરવાનું કારણ ન બનવું જોઈએ.

શું બીજી સાવધાની રાખવાની જરૂર છે?

  • હા. નવી માતા બનો છો અથવા મહિલા પ્રેગ્નન્ટ થઈ છે. તો તેને એ સમજવું પડશે કે હવે બે જીવન તેના ભરોસે છે. આવી સ્થિતિમાં વધારે સાવધાની રાખવી જરૂરી છે. કોરોનાનાં લક્ષણ હવે નવી નવી રીતે સામે આવી રહ્યા છે. ઈન્ફેક્શન થવાથી બચવા માટે જરૂરી પગવા લેવા જરૂરી છે.
  • મેં પ્રેગ્નન્ટ મહિલાઓને શોર્ટ ટ્રિપ્સ અથવા ફ્લાઈટ્સમાં ઉડાન ભરતી જોઈ છે. તેમને એ સમજવું પડશે કે ભીડ અને એરપોર્ટ/એરલાઈનથી દૂર રહેવામાં કોઈ તફાવત નથી. કોઈ મહિલાએ વેક્સિન લીધી છે કે નહીં, તેને બાળકને જન્મ પહેલા કોરોના થયો હતો કે નહીં, તે મહત્ત્વનું નથી. રી-ઈન્ફેક્શનનું જોખમ તો રહેશે. તેથી સાવધાની રાખવી જરૂરી છે.