તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Explainer
 • Who Is The King Of Retail Market? Reliance Group's Big Bazaar Entry By Blocking Amazon, Find Out What The Delhi High Court Said In The Verdict

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:રિટેલ માર્કેટના કિંગ કોણ? એમેઝોનને અટકાવી રિલાયન્સ ગ્રુપમાં બિગ બજારની એન્ટ્રી, દિલ્હી હાઈકોર્ટે ચુકાદામાં શું કહ્યું તે જાણો

23 દિવસ પહેલા
 • કૉપી લિંક

કિશોર બિયાનીના ફ્યુચર રિટેલ અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે જે ડીલ થવાની હતી તે અત્યારે તો અટકતી હોય તેવું જણાય છે. ગયા વર્ષે ઓગસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ફ્યૂચર રિટેલને ખરીદવા માટે રૂપિયા 24,713 કરોડ રૂપિયાની એક ડીલ કરી હતી.

આ સોદા અંગે જેફ બેજોસની કંપની એમેઝોને વાંધો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટે આ ડીલ અંગે શું કહ્યું? સમગ્ર ઘટનાક્રમમાં અત્યાર સુધી શું-શું થયું? અને રિલાયન્સ-ફ્યૂચરની ડીલથી એમેઝોનને શું વાંધો છે? આ અંગે જાણીએ...

સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું?
દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જેઆર મિધાએ મંગળવારે કહ્યું કે કોર્ટને એમેઝોનના અધિકારોનું રક્ષણ કરવા માટે તાત્કાલિક આદેશ આપવાની જરૂર છે. તેમણે ફ્યૂચર ગ્રુપને આ ડીલને લઈ યથાસ્થિતિ જાળવી રાખવા માટે આદેશ આપ્યો છે. એટલે કે કોર્ટના ચુકાદા હેઠળ ફ્યૂચર ગ્રુપ આ ડીલને લઈ કંઈ કરી શકતા નથી. હાઈકોર્ટનો આ આદેશ એમેઝોનની અરજીને ધ્યાનમાં લીધી હતી.

એમેઝોને શા માટે અરજી કરી હતી?
ઓગસ્ટ 2020માં રિલાયન્સ અને ફ્યૂચર રિટેલ વચ્ચે સમજૂતી થઈ હતી. આ સોદા સામે એમેઝોન સિંગાપોરની આર્બિટ્રેશન કોર્ટ પહોંચી. 25 ઓક્ટોબર,2020ના રોજ સિંગાપોરની કોર્ટે પણ આ ડીલને અટકાવી હતી.

સિંગાપોર કોર્ટે પણ કોઈ અંતિમ ચુકાદો આપ્યો નથી. ત્યાંની કોર્ટ ટૂંક સમયમાં આ અંગે ચુકાદો આપી શકે છે, કારણ કે ઓક્ટોબરમાં ડીલ અટકાવ્યા બાદ કોર્ટે કહ્યું હતું કે તે 90 દિવસમાં કોઈ ચુકાદો આપશે.

અલબત આ ડીલ સિંગાપોરની કોર્ટે અટકાવી હતી, માટે રિલાયન્સ અને ફ્યુચર આ આદેશ માનવા માટે બંધિકાર નથી. તેને લીધે સિંગાપોરની કોર્ટના આદેશ લાગુ કરવા માટે એમેઝોનને દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરવી પડી હતી.

જો રિલાયન્સ-ફ્યુચર ડીલથી રાજી તો એમેઝોનને શું વાંધો છે
આ જાણવા માટે બે વર્ષ પાછળ જવુ પડશે. ઓગસ્ટ,2019માં એમેઝોને ફ્યૂચર ગ્રુપની કંપની ફ્યૂચર કૂપન્સમાં 49 ટકા હિસ્સેદારી ખરીદી હતી. આ માટે એમેઝોને ફ્યૂચર ગ્રુપને રૂપિયા 1,431 કરોડ ચુકવ્યા હતા.

ફ્યૂચર કૂપન્સ પાસે ફ્યૂચર રિટેલમાં આશરે 10 ટકા હિસ્સેદારી હતી. એટલે કે એક રીતે એમેઝોને ફ્યૂચર રિટેલમાં નાણાં રોકવાની શરૂઆત કરી હતી.

એમેઝોન અને ફ્યૂચર કૂપન્સ વચ્ચે જે સમજૂતી થઈ હતી તેમા નક્કી થયું કે એમેઝોન 3 થી 10 વર્ષ બાદ ફ્યૂચર રિટેલની હિસ્સેદારી ખરીદવા રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝને વેચશે નહીં.

જોકે ત્યારબાદ કોરોનાને લીધે લોકડાઉન લાગી ગયું અને ફ્યૂચર રિટેલની સ્થિતિ ખરાબ થઈ ગઈ. કિશોર બિયાનીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે લોકડાઉન બાદ તમામ સ્ટોર બંધ થઈ ગયા છે અને ત્રણ-ચાર મહિનામાં કંપનીએ રૂપિયા 7,000 કરોડનું નુકસાન થયું છે. છેવટે આ કંપનીને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓગસ્ટ 2020માં રિલાયન્સે રૂપિયા 24,713 કરોડમાં ફ્યૂચર રિટેલ ખરીદવાની જાહેરાત કરી. આ ડીલ અંગે વાત આગળ વધે તે અગાઉ એમેઝોને આ ડીલ અટકાવવા માટે સિંગાપોરની કોર્ટનો આશ્રરો લીધો હતો.

સિંગાપોરની કોર્ટે ડીલને અટકાવી હતી. એમેઝોનનું કહેવું હતું કે ફ્યુચર રિટેલે તેને પૂછ્યા વગર રિલાયન્સ સાથે ડીલ કરી લીધી છે,જે સમજૂતીનું ઉલ્લંઘન છે.

ફ્યૂચર રિટેલમાં એવું તે શું છે જેને લીધે બે શ્રીમંત એકબીજાની વિરુદ્ધ આવ્યા?
વિશ્વના બે શ્રીમંત વ્યક્તિ એક બીજાની સામે આવવા પાછળનું કારણ રિટેલ કારોબાર છે. એમેઝોન સંપૂર્ણપણે ઓનલાઈન કારોબાર પર વિશ્વાસ કરી રહ્યું છે અને તેને ઓફલાઈન રિટેલ સુધી પોતાની પહોંચ બનાવવા માટે ફ્યૂચર રિટેલના બિગ બજાર જેવી બ્રાન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રકચરની જરૂર છે.

જ્યારે રિલાયન્સ હવે પોતાને ઈ-કોમ્ર તરીકે સ્થાપિત કરવા પ્રયત્ન કરી રહ્યું છે. રિલાયન્સ પાસે અગાઉથી 12 હજાર સ્ટોર્સ છે. તેની વાર્ષિક આવક 1.62 લાખ કરોડ છે. જો તે ડીલને ફાઈનલ કરે છે તો તેને ફ્યૂચર રિટેલના 420 શહેરોમાં બનેલા 1,800થી વધારે સ્ટોર્સ મળી જશે. ફ્યૂચર રિટેલની વાર્ષિક રૂપિયા 20,000 કરોડથી વધારે છે.

આ બાબતમાં ત્રણ પક્ષોનું શું કહેવું છે?
ફ્યૂચર રિટેલઃ એમેઝોન સાથે ડીલમાં ફ્યૂચર રિટેલ કોઈ પાર્ટી ન હતા, આ માટે તેમને પોતાના કારોબારને વેચવાનો સંપૂર્ણ હક છે. આ ઉપરાંત જો રિલાયન્સ સાથે તેમની ડીલ નથી થતી તો ફ્યુચર ગ્રુપ નાદાર થઈ શકે છે. તેને લીધે હજારો કર્મચારીઓની નોકરી જોખમમાં આવી જશે.

રિલાયન્સઃ કંપનીનું કહેવું છે કે ફ્યૂચર સાથે ડીલ પર આગળ વધતા પહેલા કાયદાની સલાહ લેવામાં આવી છે અને ભારતીય કાયદાને ધ્યાનમાં રાખી આ ડીલને પૂરી કરવામાં આવી છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ વેન્ચર્સ લિમિટેડે ફ્યૂચર રિટેલને ખરીદી છે.

એમેઝોનઃ રિલાયન્સ અને ફ્યૂચર રિટેલ વચ્ચે ડીલ છે,જેને એમેઝોન અને ફ્યુચર ગ્રુપ વચ્ચે ડીલની શરતોનું ઉલ્લંઘન થયું છે. કંપનીનું એવું પણ કહેવું છે કે રિલાયન્સ સાથે ડીલ કરતા પહેલા એમેઝોનને જાણ કરવી જોઈતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો