તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • The Interest On The Interest For The Moratorium Period Will Be Paid By The Central Government, The General Public Will Benefit In This Way

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી ગિફ્ટ:EMI ચૂકવનારને કેશ બેકઃ મોરેટોરિયમ લેનારે વ્યાજ પર વ્યાજ નહીં ચૂકવવું પડે, નહીં લેનારને પણ લાભ

7 મહિનો પહેલા
  • માત્ર 2 શરત... લોન 2 કરોડ રૂ.થી ઓછી હોય, 29 ફેબ્રુ. સુધી ડિફોલ્ટર નહીં
  • સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં નાણાં મંત્રાલયે ગાઇડલાઇન્સ જાહેર કરી
  • આ સ્કીમથી સરકાર પર લગભગ 6,500 કરોડ રૂપિયાનો ભાર વધશે

કોરોનાકાળમાં સરકાર લોનધારકો માટે દિવાળી ગિફ્ટ લઇને આવી છે. તેનો ફાયદો મોરેટોરિયમ લેનારા અને કષ્ટના તે સમયમાં પણ હપ્તા નિયમિતપણે ભરનારા એમ બન્ને પ્રકારના લોનધારકોને મળશે. જેમણે મોરેટોરિયમ લીધું હતું તેમણે વ્યાજનું વ્યાજ નહીં ચૂકવવું પડે. જે લોકો હપ્તા ભરતા રહ્યા તેમને 5 નવેમ્બર સુધીમાં કેશબેક મળશે. કેશબેકની રકમ એટલી જ હશે કે જેટલી તેમણે મોરેટોરિયમ લીધું હોત તો વ્યાજના વ્યાજરૂપે ચૂકવવી પડત.

નાણાં મંત્રાલયે દિશા-નિર્દેશ જાહેર કર્યાં
સુપ્રીમે સરકારને વ્યાજના વ્યાજમાં છૂટની યોજનાનું માળખું સ્પષ્ટ કરવા કહ્યું હતું. તેના અનુસંધાને નાણા મંત્રાલયે શુક્રવારે મોડી રાત્રે દિશા-નિર્દેશ જારી કર્યા. માફ થનારી રકમ, કેશબેક પાછળ કુલ 6,500 કરોડ રૂ. ખર્ચાશે. કેશબેક બેન્ક આપશે અને બેન્કોને સરકાર પૈસા આપશે. યોજનાનો લાભ 1 માર્ચથી 31 ઓગસ્ટ, 2020 સુધીના ગાળા માટે છે. કોઇનું બેન્ક એકાઉન્ટ અધવચ્ચે બંધ થયું હશે તો તેને 1 માર્ચથી એકાઉન્ટ બંધ થયાની તારીખ સુધીનો લાભ મળશે.

યોજના ક્રેડિટ કાર્ડ સહિત 8 પ્રકારની લોન પર લાગુ

  • હાઉસિંગ લોન
  • ઓટો લોન
  • એમએસએમઇ લોન
  • ક્રેડિટ કાર્ડ બિલ
  • એજ્યુકેશન લોન
  • કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન
  • પ્રોફેશનલ્સ પર્સનલ લોન
  • કન્ઝમ્પશન લોન

ચક્રવૃદ્ધિ વ્યાજ અને સામાન્ય વ્યાજ વચ્ચેનો તફાવત જ કેશબેક
હોમ લોન: 1 વર્ષ અગાઉ 50 લાખ રૂ.ની લોન લીધી હોય તો 3,723 રૂ. કેશબેક

  • 2,11,993 રૂ.ચક્રવૃદ્ધિ વ્યાજ
  • 2,08,270 રૂ. સામાન્ય વ્યાજ
  • 3,723 રૂ. કેશબેક

(ગણતરી 8.5% વ્યાજદર પ્રમાણે)

કાર લોન: દોઢ વર્ષ અગાઉ 10 લાખ રૂ.ની લોન લીધી હોય તો 917 રૂ. મળશે

  • 44,514 રૂ.ચક્રવૃદ્ધિ વ્યાજ
  • 43,596 રૂ.સામાન્ય વ્યાજ
  • 917 રૂ. કેશબેક

(10% દર, સમયગાળો 6 વર્ષ)

પર્સનલ લોન: દોઢ વર્ષ અગાઉ 5 લાખની લોન લીધી હોય તો 710 રૂ. બચશે

  • 26,587 રૂ. ચક્રવૃદ્ધિ વ્યાજ
  • 25,877 રૂ. સામાન્ય વ્યાજ
  • 710 રૂ. કેશબેક

(13% દર, સમયગાળો 4 વર્ષ)

વ્યાજના વ્યાજની ગણતરી કયા આધારે થશે?
એજ્યુકેશન, હોમ, ઓટો, કન્ઝમ્પ્શન, પર્સનલ:
લોન એગ્રિમેન્ટ અનુસાર ગણતરી થશે.
કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન: તે પણ એગ્રીમેન્ટ પ્રમાણે થશે. જો કોઇ બેન્કે થોડા સમય માટે ગ્રાહક પાસેથી હપ્તા પર વ્યાજ ન લીધું હોય તો વ્યાજ બેન્કના બેઝ/એમસીએલઆર દર પ્રમાણે વસૂલાશે.
ક્રેડિટ કાર્ડ બિલ: કાર્ડ જારી કરનાર બેન્ક/કંપની દ્વારા વસૂલાતો વ્હેટેડ એવરેજ લેન્ડિંગ રેટ (WALR) વસૂલાશે.
એમએસએમઇ લોન: લોન એગ્રિમેન્ટ પ્રમાણે. કેશ ક્રેડિટ/ઓવરડ્રાફ્ટ માટે કોન્ટ્રેક્ટેડ દર લાગુ પડશે. ગણતરીનો આધાર 29 ફેબ્રુ.ના પ્રચલિત દર પ્રમાણે થશે પણ લોન 2 કરોડ રૂ.થી ઓછી હોવી જોઇએ.

કેટલી અવધિનો લાભ મળશે?
જે લોકોએ 1 માર્ચથી 31 ઓગસ્ટ 2020 દરમિયાન લોન મોરેટોરિયમનો લાભ લીધો છે. તેમને આ અવધિના વ્યાજ પર વ્યાજ ચૂકવવું પડશે નહીં.

કેટલી રકમ સુધી લોન પર લાભ મળશે?
29 ફેબ્રુઆરી 2020 સુધી જેમના પર 2 કરોડ રૂપિયા અથવા એનાથી ઓછી લોન બાકી હતી, તેમને આ સ્કીમનો લાભ મળશે. જો કોઈ ઇન્ડિવિઝ્યુઅલ પર બે કરોડથી વધારે લોન લે છે તો તેમને તેનો લાભ મળશે નહીં.

મોરેટોરિયમને લઈને EMI ચૂકવતા લોકોને કોઈ લાભ મળશે?
જે લોકોએ મોરેટોરિયમ લીધું નથી તેમને પણ આ યોજનાનો લાભ મળશે.

શું કોર્પોરેટને પણ ફાયદો થશે?
ના. વ્યાજ પર વ્યાજ ચૂકવવાની સ્કીમ ફક્ત ઇન્ડિવિઝ્યુઅલ અને MSME લોનને જ મળશે.

વ્યાજ પર વ્યાજ ચૂકવવાનો ભાર કોણ ઉઠાવશે?
વ્યાજ પર વ્યાજ ચૂકવવાનો ભાર કેન્દ્ર સરકાર ઉઠાવશે. એનાથી સરકાર પર લગભગ 6,500 કરોડ રૂપિયાનો બોજ આવશે.

તમને કેવી રીતે લાભ મળશે?
ચક્રવૃદ્ધિ વ્યાજ અને સરળ વ્યાજ વચ્ચેના તફાવતનો ભાર ગ્રાહક પર પડશે, બેંકો એ રકમ ગ્રાહકના ખાતામાં જમા કરશે.

કેવી રીતે બેંકોને વ્યાજ ચૂકવવામાં આવશે?
ગ્રાહકના ખાતામાં વ્યાજનો તફાવત જમા કરાવ્યા પછી બેંકો આ રકમનો દાવો કેન્દ્ર સરકાર પાસે કરશે.

આ યોજનાનો લાભ ક્યારથી મળશે?
હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં 2 નવેમ્બરના રોજ સુનાવણી થશે. એ જ દિવસે આ યોજનાના અમલીકરણ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો