તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ગુરૂવારે બીજા ત્રિમાસિક ગાળમાં પણ જીડીપીમાં 8.6%ના ઘટાડાનું અનુમાન લગાવ્યું છે. આ સતત બીજો ત્રિમાસિક ગાળો હશે, જેમાં જીડીપીમાં ઘટાડો નોંધાશે. સતત બે ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ઘટાડાથી સંકેત સ્પષ્ટ છે કે ભારતની ઈકોનોમી રસાતળમાં પહોંચી ગઈ છે.
પ્રથમ ત્રિમાસિક ગાળામાં 23.9%નો ઘટાડો આવ્યો હતો. આરબીઆઈના રિપોર્ટના થોડા જ કલાકો બાદ સરકારે 2.65 લાખ કરોડ રૂપિયાના ‘આત્મનિર્ભર ભારત 3.0 પેકેજ’ની ઘોષણા કરી. નાણાં મંત્રી નિર્મલા સીતારામનના અનુસાર, કોરોના મહામારીથી સુસ્ત પડેલી અર્થવ્યવસ્થાને ઝડપ આપવા માટે સરકાર અત્યાર સુધીમાં 29.87 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપી ચૂકી છે. આવો સમજીએ કોરોનાના સમયમાં સરકારે ક્યારે-ક્યારે અને કેટલા રૂપિયાનું પેકેજ આપ્યું?
આત્મનિર્ભર ભારત 3.0ઃ ઘર ખરીદવા પર આઈટીમાં છૂટ; પીએફ સરકાર ભરશે
આત્મનિર્ભર ભારત 3.0 કુલ 2.65 લાખ કરોડ રૂપિયાનું છે. તેમાં રોજગારી વધારવા માટે 12 યોજનાઓ છે. પ્રાઈવેટ સેક્ટરમાં 15 હજાર રૂપિયાથી ઓછું માસિક વેતન મેળવનારા નવા કર્મચારીઓનાં પીએફનો હિસ્સો કેન્દ્ર સરકાર ભરશે. નાણાં મંત્રી નિર્મલા સીતારામને ઘર ખરીદનારાઓ અને બિલ્ડર્સને મોટી રાહત આપી છે. સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યુની વચ્ચેના અંતરને વધારીને 20% કરી દીધું છે, જે પ્રથમ 10% હતું. 30 જૂન 2021 સુધી અસરકારક રહેનારી આ યોજના બે કરોડ રૂપિયા સુધીના રેસિડેન્શિયલ યુનિટના પ્રાઈમરી વેચાણ પર લાગુ થશે. આ ઉપરાંત વડાપ્રધાન શહેરી આવાસ યોજનાને 18 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. તેનાથી 30 લાખ જરૂરિયાતમંદોને ખુદનું ઘર મળી શકશે. કોરોનાની વેક્સીન માટે પણ 900 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
આત્મનિર્ભર ભારત 2.0ઃ તહેવારોની સિઝનમાં માગ વધારવા માટે
તહેવારોની સિઝનમાં માગ વધારવા માટે 12 ઓક્ટોબરે કેન્દ્રીય કર્મચારીઓ માટે દિવાળી સ્કીમ લાવવામાં આવી હતી. આત્મનિર્ભર ભારત 2.0 કુલ 73 હજાર કરોડ રૂપિયાનું હતું. દેશના 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે બે સ્કીમ હતી. પ્રથમ હતી એલટીસી કેશ વાઉચર સ્કીમ અને બીજી હતી સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ. એલટીસી સ્કીમમાં કેશ વાઉચર મળવાના હતા, જ્યારે બીજી સ્કીમમાં 10 હજાર રૂપિયા એડવાન્સ મળવાના હતા. એલટીસી સ્કીમ દ્વારા કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને ફરવા માટે 36 હજાર રૂપિયા, 20 હજાર રૂપિયા અને 6 હજાર રૂપિયાના કેશ વાઉચર આપે છે. જ્યારે, ફેસ્ટિવલ એડવાન્સ માટે 10 હજાર રૂપિયા વ્યાજ વિના મળતા હતા. આ રૂપિયા 10 હપ્તામાં પરત કરવાના હતા. આ ઉપરાંત રાજ્યોને 50 વર્ષ માટે 12 હજાર કરોડ રૂપિયા વ્યાજમુક્ત લોન આપવાની યોજના હતી.
પેકેજનું શું થયું?
આત્મનિર્ભર ભારત 1.0ઃ સૌથી મોટું પેકેજ, અલગ અલગ તબક્કામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 મેના રોજ રાષ્ટ્રને સંબોધન કરીને 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપવાની ઘોષણા કરી હતી. જેને આપણે આત્મનિર્ભર ભારત 1.0 કહીએ છીએ. આ કુલ 20 લાખ 97 હજાર 53 કરોડ રૂપિયાનું પેકેજ હતું. આ સમગ્ર પેકેજમાં 12 મેના એલાન અગાઉ જ સરકારે 1.92 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપ્યું હતું, તેને પણ સામેલ કર્યુ હતું. આ સાથે જ આરબીઆઈ તરફથી 8.01 લાખ કરોડ રૂપિયાની મદદને પણ આ પેકેજમાં લાવવામાં આવી હતી. એટલે કે કુલ મળીને આત્મનિર્ભર ભારત 1.0માં 11.02 લાખ કરોડ રૂપિયાનું પેકેજ અપાયું હતું.
પેકેજનું શું થયું?
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.