તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થોડા દિવસ અગાઉ સરકાર અને અસલી ટ્વીટર વચ્ચે ટસલ થઈ ગઈ. ટસલ એ વાત પર થઈ કે સરકારે ટ્વીટરને 1178 એકાઉન્ટ્સ બ્લોક કરવાનું કહ્યું હતું. આ એ એકાઉન્ટ્સ હતા, જેના પર સરકારને આશંકા છે કે તે પાકિસ્તાન કે ખાલિસ્તાની સમર્થક અથવા વિદેશીઓનાં છે અને આ એકાઉન્ટ્સથી ખેડૂત આંદોલન દરમિયાન લૉ એન્ડ ઓર્ડરને જોખમ છે.
પરંતુ ટ્વીટરે એકાઉન્ટ્સ બ્લોક કરવાનો ઈનકાર કરી દીધો. ટ્વીટરે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે સરકારે જે આધારે એકાઉન્ટ્સને બ્લોક કરવાનું કહ્યું છે, એ ભારતીય કાયદાઓને અનુરૂપ નથી. સરકારે આ અંગે વાંધો ઉઠાવ્યો કે જ્યારે ટ્વીટર અને સરકાર વચ્ચે વાત થવાની હતી, તો બ્લોગ શા માટે લખ્યો?
આ સમગ્ર ટસલનો ફાયદો મળ્યો Koo એપને. કેમકે તેના ડાઉનલોડ્સ સપ્તાહમાં જ 20 ગણા વધી ગયા. વેબસાઈટ પર પણ 50 ગણો ટ્રાફિક વધી ગયો. Kooને દેશી ટ્વીટર પણ કહેવામાં આવે છે. કેમકે આ પણ ટ્વીટરની જેમ જ માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ છે. જ્યારે ટ્વીટર અને સરકાર વચ્ચે ટસલ થઈ તો અનેક કેન્દ્રીય મંત્રીઓ, ભાજપા નેતાઓ, સેલેબ્રિટિઝ સહિત નીતિ આયોગ જેવા સરકારી વિભાગ પણ Koo પર આવી ગયા. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ આ દેશી એપની સાથે જોડાય.
પરંતુ આ Koo શું છે?
એ તો જણાવી જ દીધું છે કે Koo ટ્વીટરની જેમ જ માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ છે. આ એપને ગત વર્ષે જ માર્ચમાં લોન્ચ કરાઈ હતી. તેને બેંગલુરુની બોમ્બીનેટ ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડે બનાવી છે. એપને ભારતના જ અપ્રમેય રાધાકૃષ્ણ અને મયંક બિદ્વતકાએ ડિઝાઈન કરી છે.
આ પ્લેટફોર્મ પર આપ 400 કેરેક્ટરમાં પોતાની વાત લખી શકો છો. ઈચ્છો તો એક મિનિટના વીડિયો કે ઓડિયોમાં પણ પોતાની વાત કરી શકો છો. આ એપ અત્યારે હિન્દી, અંગ્રેજી સહિત કન્નડ, તમિલ, તેલુગુ અને મરાઠીમાં ઉપલબ્ધ છે. આવનારા સમયમાં કંપની તેમાં સંસ્કૃત સહિત 12 ભાષાઓનો સપોર્ટ પણ સામેલ કરવાની તૈયારી કરી રહી છે.
જ્યારે ટ્વીટર હતું, તો Kooની જરૂર કેમ?
આ અંગે એપના કો-ફાઉન્ડર મયંક બિદ્વતકા કહે છે કે આપણા દેશની વસતી 130 કરોડની આસપાસ છે. અહીં ટ્વીટરના યુઝર બે-અઢી કરોડ હશે. તેમાંથી પણ મોટાભાગના યુઝર્સ અંગ્રેજીમાં જ ટ્વીટ કરી રહ્યા છે. જ્યારે આપણા દેશમાં 90% વસતી અંગ્રેજીમાં વાત જ કરતી નથી.
તેઓ કહે છે કે લોકો હિન્દી, તમિલ, તેલુગુ જેવી અલગ અલગ ભાષાઓમાં વાત કરે છે. આથી, અમે ઈચ્છતા હતા એવો માઈક્રોબ્લોગ શરૂ કરીએ, જે ભારતીય ભાષાઓમાં હોય. જેથી તમામ તેની સાથે જોડાઈ શકે અને પોતાની ભાષામાં વાત રાખી શકે.
મયંક કહે છે કે Koo પર અનેક એવા ફિચર્સ પણ છે જે ટ્વીટરમાં નથી. જેમકે-અમારી એપર પર તમને લેંગ્વેજ સિલેક્શનનો ઓપ્શન મળે છે. આપ જે લેંગ્વેજ સિલેક્ટ કરશો, તમને બધુ એ લેંગ્વેજમાં જોવા મળશે. એક કી-બોર્ડ પણ છે. તેમાં હિન્દી સિલેક્ટ કરો તો હિન્દીમાં જ લખી શકશો. જો તમે અંગ્રેજીમાં પણ લખી રહ્યા છો તો પણ હિન્દીમાં જ લખાશે. માની લો કે તમે અંગ્રેજીમાં લખ્યું Kaise Ho, તો હિન્દીમાં જ લખેલું આવશે કૈસે હો.
આ ઉપરાંત અમારી એપમાં એક પીપલ ફીડ પણ છે, જ્યાં તમને તમામ યુઝર્સ જોવા મળે છે અને આપ તેમને ફોલો કરી શકો છે. આ ટ્વીટરમાં નથી. ત્યાં તમારે બધુ સર્ચ કરવું પડે છે. Kooને લઈને ત્રણ વિવાદ પણ આવી ગયા
1. ડેટા લીકનો આરોપ
ફ્રાંસના હેકર એલિયન્ટ એન્ડરસને ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે Koo યુઝર્સનો ડેટા લીક થઈ રહ્યો છે. તેનો દાવો છે કે લોકોના ઈમેઈલ આઈડી, ડેટ ઓફ બર્થ, મેરિટલ સ્ટેટસ, મોબાઈલ નંબર લીક થઈ રહ્યો છે. આના પર Kooના કો-ફાઉન્ડર અપ્રમેય રાધાકૃષ્ણ કહે છે કે જે ડેટા અગાઉથી જ પબ્લિક છે, તેને ડેટા લીક કહેવું બરાબર નથી.
જ્યારે, સિક્યુરિટી રિસર્ચર અવિનાશ જૈન કહે છે કે એલિયટે જે દાવો કર્યો છે, તેમાં થોડી સચ્ચાઈ પણ છે અને થોડું જુઠાણું પણ. અવિનાશ કહે છે કે એ સાચું છે કે Kooમાં લૂપહોલ છે, જેનાથી તમે કોઈ બીજા યુઝરનો ડેટા જોઈ શકાય છે.
તેઓ કહે છે કે Kooમાં દરેક યુઝરને એક આઈડી અસાઈન થાય છે. માની લો કે મારી આઈડી છે 1234 અને જો હું આ આઈડીને બદલીને 12345 કરી દઉં અને 12345 આઈડી તમને અસાઈન છે તો હું તમારો ડેટા જોઈ શકું છું. અવિનાશ કહે છે કે મેં ખુદ રિસર્ચ કરીને અનેક લોકોની ડેટ ઓફ બર્થ, ઈમેઈલ આઈડી જોયા છે.
Kooમાં એક લૂપહોલ એ પણ છે કે તેમાં રેટ લિમિટિંગ નથી. એટલે કે, તમે કેટલી વાર પણ આઈડી ચેન્જ કરી શકો છો, તેનાથી તમારું IP કે તમે બ્લોક નહીં થાઓ. જો હું ઈચ્છું તો એક મિનિટમાં ગમે તેટલી વાર આઈડી ચેન્જ કરીને ડેટા કાઢી શકું છે. તેમના કહેવા પ્રમાણે તેના દ્વારા માત્ર ઈમેઈલ આઈડી અને ડેટ ઓફ બર્થ જ જોઈ શકાય છે પણ જેન્ડર, મેરિટલ સ્ટેટસ અને નામ જોઈ શકાતા નથી. કેમકે આ યુઝરના હાથમાં જ છે કે તેઓ ડેટાને પબ્લિક કરવા માગે છે કે નહીં.
2. ચીન સાથે કનેક્શન
ટ્વીટર પર જ્યારે #KooApp ટ્રેન્ડ થઈ રહ્યું હતું, ત્યારે કેટલાક એવા લોકો પણ હતા, જેઓ આ એપનું કનેક્શન ચીન સાથે શોધી રહ્યા હતા. તેમના કહેવા પ્રમાણે કે તેમાં ચીનના પૈસા લાગેલા છે. આ વાત સાચી પણ છે. મયંક પણ આ વાત સ્વીકારે છે. તેઓ કહે છે કે અઢી લાખ અગાઉ ચીનની શૂન વેઈ કેપિટલે અમારી કંપનીમાં માઈનોરિટી સ્ટેક ખરીદ્યા હતા પણ હવે અમે તેનો સ્ટેક વેચાવી રહ્યા છીએ.
મયંક કહે છે કે અમે ભારતીય છીએ અને આ અમારી એપ છે, તેથી આ સંપૂર્ણપણે ભારતીય છે. ચીનની કોઈ કંપની સ્ટેક ખરીદે એટલા અમારી કંપની ચાઈનીઝ બની જતી નથી. તેઓ કહે છે કે જિયોમાં ફેસબુકે સ્ટેક ખરીદ્યા છે તો તેનો મતલબ એવો નથી કે જિયો અમેરિકન કંપની થઈ ગઈ.
3. રાઈટ-વિંગ કનેક્શન
Kooમાં સરકાર ખૂબ રસ દાખવી રહી છે. કેન્દ્રીય મંત્રીઓ અને સરકારી વિભાગના Koo પર આવવાના કારણે તેને રાઈટ-વિંગ એપ પણ કહેવામાં આવે છે. તેનું એક કારણ એ પણ છે કે તેને મોટાભાગના સપોર્ટ એ લોકો જ કરી રહ્યા છે, જે ભાજપા સમર્થક છે.
આ અંગે મયંક કહે છે કે અમારી એપ ઓપન પ્લેટફોર્મ છે. અમે આઈડિયોલોજી કે પાર્ટી જોઈને યુઝર જોડાઈ રહ્યા નથી. તેઓ એ વાતને પણ નકારે છે કે તેમની એપ પર માત્ર એક આઈડિયોલોજીના યુઝર્સ છે.
જ્યારે, અપ્રમેય કહે છે કે અમારો મકસદ યુઝર્સને બેસ્ટ એક્સ્પિરિયન્સ આપવાનો છે. અમારી સિસ્ટમ લેફ્ટ-રાઈટ સમજતી નથી. અમારે કોઈ પોલિટિકલ કનેક્શન નથી. અમે સંપૂર્ણપણે નોન-પોલિટિકલ છીએ.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.