ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોવિડ-19 વેક્સિનના મિક્સિંગના સ્ટડીના પરિણામો જાહેર કર્યા છે. આ સ્ટડીમાં 98 લોકોને સામેલ કરવામાં આવ્યા. પ્રથમ ડોઝ કોવિશીલ્ડનો અને બીજો ડોઝ કોવેક્સિનનો આપવાથી શું થાય છે? કોવિશીલ્ડ કે કોવેક્સિનના બંને ડોઝના મુકાબલે વેક્સિનની મિક્સિંગના પરિણામો કેટલા અલગ છે? આ સવાલોના જવાબ આ સ્ટડી દ્વારા આપવામાં આવ્યા છે.
આ સ્ટડી હેલ્થ સાયન્સીઝના પ્રી-પ્રિન્ટ સર્વર MedRxiv પર પબ્લિશ થયો છે. તેના પરિણામો કહે છે કે કોવિડ-19 વેક્સિનનું મિક્સિંગ માત્ર ઈમ્યુનિટી અને એન્ટીબોડી વધારે છે, પરંતુ વેરિએન્ટ્સની વિરુદ્ધની લડાઈમાં પણ વધુ અસરકારક છે. તેનો અર્થ છે કે જો તમે કોવિશીલ્ડ અને કોવેક્સિનના બંને ડોઝ લીધા છે તો તેના મુકાબલે બંને વેક્સિનના એક એક ડોઝ લગાવવાથી કોવિડ-19 વિરુદ્ધ વધુ પ્રોટેક્શન મળે છે.
આવો જાણીએ કે કોવિડ-19 વેક્સિનનું મિક્સિંગ શું છએ? ICMRએ આ સ્ટડી કેવી રીતે કર્યો અને તેના પરિણામો કેવા આવ્યા? આગળ ચાલીને આ વેક્સિનેશન પ્રોગ્રામને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે?
શું છે કોવિડ-19 વેક્સિનનું મિક્સિંગ?
વેક્સિનનું મિક્સિંગ એક સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે. ઈબોલા, રોટા વાયરસ વિરુદ્ધ પણ વેક્સિનના મિક્સિંગને અજમાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી જેટલા પણ પ્રયોગો થયા, તે એક જ ટેકનોલોજીથી વિક્સિત વેક્સિનના હતા. કોવિડ-19 વેક્સિનને ઓછામાં ઓછી 6 અલગ-અલગ ટેકનોલોજીથી બનાવાઈ છે, જેમકે ઈનએક્ટિવેટેડ, વાયરસ વેક્ટર, mRNA, DNA વગેરે.
કોવિડ-19 વેક્સિના મિક્સિંગ પર ટ્રાયલ્સ ગત વર્ષથી શરૂ થઈ ગઈ હતી. અસર વધારવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સે એસ્ટ્રાજેનેકાની વેક્સિન સાથે ફાઈઝરની વેક્સિનના મિક્સિંગ પર સ્ટડી કર્યો હતો. તેના પરિણામો સારા આવ્યા હતા. તેના પછી અનેક દેશોમાં અલગ-અલગ કોમ્બિનેશન પર સ્ટડી થયો છે કે ચાલી રહ્યો છે.
વેક્સિન મિક્સિંગના ચાર હેતુ છે-
1. સપ્લાઈમાં અછતનો સામનોઃ ભારતમાં સરકારની ગાઈડલાઈન કહે છે કે બંને ડોઝ એક જ વેક્સિનના લેવાના રહેશે. સપ્લાઈ ઘટે અને બીજા ડોઝ માટે વેક્સિન ન રહે તો શું બીજી વેક્સિન લગાવી શકાય? આ સવાલનો જવાબ મિક્સિંગ આપી શકે છે.
2.વેરિએન્ટ્સ વિરુદ્ધ અસરઃ ભારત સહિત 140થી વધુ દેશોને કોવિડ-19નો ડેલ્ટા વેરિએન્ટ પરેશાનીનું કારણ બન્યો છે. ડેલ્ટા અને અન્ય વેરિએન્ટ્સ પર વેક્સિનની અસર ઓરિજિનલ વાયરસના મુકાબલે ઓછી છે. એવામાં વેક્સિનની અસર વધારવાની એક રીત વેક્સિનનું મિક્સિંગ હોઈ શકે છે.
3.ઈમ્યુનિટી વધારવીઃ અત્યારે જે વેક્સિન ઉપલબ્ધ છે, તેમની ઈફેક્ટિવનેસ 50%થી 95% સુધી છે. તેની ટ્રાયલ્સ અલગ-અલગ દેશોમાં અલગ-અલગ પરિસ્થિતિઓમાં થઈ છે. એવામાં ઈમ્યુનિટી વધારવા માટે વેક્સિનનું મિક્સિંગ એક વિકલ્પ બનીને આવ્યું છે.
4.એન્ટીબોડી લેવલ વધારવુંઃ ભારત સહિત અનેક દેશોમાં થયેલો સ્ટડી દર્શાવે છે કે કોવિડ-19 વેક્સિન વાયરસની વિરુદ્ધ અલ્ટિમેટ પ્રોટેક્શન નથી. વેક્સિનેશન પછી પણ ઈન્ફેક્શન થઈ શકે છે. આ કારણથી એન્ટીબોડી લેવલ વધારવા માટે અલગ-અલગ વેક્સિનના કોમ્બિનેશન અજમાવવામાં આવી રહ્યા છે. મિડલ ઈસ્ટના અનેક દેશોમાં ચાઈનીઝ વેક્સિનના બંને ડોઝ આપ્યા પછી ફાઈઝરની વેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો છે.
ભારતમાં વેક્સિનના મિક્સિંગ પર સ્ટડી શા માટે કરવામાં આવ્યો?
ICMRના અભ્યાસના પરિણામો શું કહે છે?
આ પરિણામોને આપણે પાંચ હિસ્સાઓમાં વહેંચી શકીએ છીએ-
1. સેફ્ટીઃ કોવિશીલ્ડની સાથે કોવેક્સિનનું મિક્સિંગ સેફ છે. સ્ટડીમાં સામેલ કોઈપણ વ્યક્તિમાં ડોઝ આપ્યાની 30 મિનિટમાં કોઈ ગંભીર લક્ષણ દેખાયા નથી.
2. ઈમ્યુનિટીઃ કોવિશીલ્ડ અને કોવેક્સિનના મિક્સિંગથી SARS-CoV-2 વાયરસ વિરુદ્ધ મજબૂત ઈમ્યુન રિસ્પોન્સ જોવા મળ્યો છે. આ રિસ્પોન્સ કોવિશીલ્ડ કે કોવેક્સિન બંને ડોઝથી પણ વધુ છે.
3. વેરિએન્ટ્સઃ કોરોના વાયરસના આલ્ફા, બીટા અને ડેલ્ટા વેરિએન્ટ્સ વિરુદ્ધ મિક્સિંગે સારા પરિણામો આપ્યા છે. ઈમ્યુનોજેસિટીના સ્ટડીમાં આ વાત સામે આવી છે.
4. એન્ટીબોડીઃ વેક્સિનનું મિક્સિંગ કરવા પર એન્ટીબોડી વધુ બને છે અને વધુ સમય સુધી ટકે છે.
5. સાઈડ ઈફેક્ટ્સઃ વેક્સિનનું મિક્સિંહ અને એક જ વેક્સિનના બંને ડોઝ લગાવવા પર માઈલ્ડ સાઈટ ઈફેક્ટ્સ જોવા મળી. સોજો, પીડા જેવા લક્ષણો જ દેખાયા.
ભારત માટે મિક્સ એન્ડ મેચ સ્ટ્રેટેજી શા માટે જરૂરી છે?
અત્યાર સુધી આ દેશોએ આપી મિક્સ-એન્ડ-મેચની અનુમતિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.