તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • The Conflict Between Israel And Palestine Has Been Going On Since Before It Came Into Existence, Since What Has Happened Since The First World War? Learn The Full Story In Pics

ભાસ્કર એક્સપ્લેનર:અસ્તિત્વમાં આવતાં પહેલાં જ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, પ્રથમ વિશ્વયુદ્ધથી અત્યારસુધી ક્યારે શું થયું? જાણો સંપૂર્ણ કહાની તસવીરોમાં

2 મહિનો પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનની વચ્ચે શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. એમાં અત્યારસુધીમાં 70થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ગાઝાની હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે મૃત્યુ પામનારા 65 લોકોમાં 16 બાળકો અને 5 મહિલા છે. હમાસ દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલામાં ઇઝરાયેલના 7 લોકોનાં મોત પણ થયાં છે. તેમાં એક ભારતીય મહિલા પણ સામેલ છે. આ દરમિયાન અમેરિકાએ બંને દેશો સાથે વાત કરીને વિવાદને સમાપ્ત કરવાની અપીલ કરી છે.

ઈઝરાયેલ-પેલેસ્ટાઈનની વચ્ચે ચાલી રહેલો વિવાદ જેટલો જૂનો છે એટલો જટિલ પણ છે. ફોટો દ્વારા સમજો આ વિવાદને કારણે દર વર્ષે વિવાદ કેવી રીતે વધતો રહ્યો છે...

આ નકશો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંનો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ઓટોમાન સામ્રાજ્યમાં એ સમયે ઇઝરાયેલ, પેલેસ્ટાઇન, મિસ્ર, તુર્કી સહિત નજીકના ઘણા દેશો હતા.
આ નકશો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંનો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ઓટોમાન સામ્રાજ્યમાં એ સમયે ઇઝરાયેલ, પેલેસ્ટાઇન, મિસ્ર, તુર્કી સહિત નજીકના ઘણા દેશો હતા.

પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટને ઓટોમાનને જીતી લીધું. 1917માં બ્રિટનને એક જાહેરાત કરી, જેમાં કહેવામાં આવ્યું હતું કે બ્રિટન પેલેસ્ટાઈનને યહૂદીઓની માતૃભૂમિ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. એને બાલ્ફોર ડિક્લેરેશન કહેવામાં આવે છે.

1917માં કેનેડામાં બાલ્ફોર ડિક્લેરેશનના સમર્થનમાં માર્ચ કરતા લોકો.
1917માં કેનેડામાં બાલ્ફોર ડિક્લેરેશનના સમર્થનમાં માર્ચ કરતા લોકો.

વર્ષ 1945 સુધી આ વિસ્તાર બ્રિટનના કબજા હેઠળ રહ્યો. આ દરમિયાન યુરોપના વિવિધ દેશોના યહૂદીઓ અહીં આવીને સ્થાયી થયા. આ દરમિયાન પેલેસ્ટાઇન અને યહૂદીઓ વચ્ચે સંઘર્ષ થતો રહ્યો. બ્રિટનની પર યહુદીઓના પુનર્વસન માટેનું દબાણ વધવા લાગ્યું. બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટને આ કેસ યુનાઈટેડ નેશનને સોંપ્યો.

પેલેસ્ટાઇનમાં યુરોપથી આવેલા યહૂદી લોકો.
પેલેસ્ટાઇનમાં યુરોપથી આવેલા યહૂદી લોકો.

1947માં યુનાઈટેડ નેશનને પેલેસ્ટાઇનને બે ભાગમાં વહેંચ્યું. એક આરબ રાજ્ય બન્યું અને બીજું ઈઝરાયેલનો ભાગ. યરુશલમને આંતરરાષ્ટ્રીય સરકારના કબજામાં રાખવામાં આવ્યું. વિવાદનું એક મોટું કારણ યરુશલમ શહેર પણ છે.

1949માં ઈઝરાયેલ UNનો ભાગ બન્યો.
1949માં ઈઝરાયેલ UNનો ભાગ બન્યો.

1948માં ઇઝરાયેલે પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું. બીજા જ દિવસે આરબ દેશોએ ઇઝરાયેલ પર હુમલો કર્યો. આ યુદ્ધ લગભગ 15 મહિના સુધી ચાલ્યું. 1949માં એક સંધિ સાથે યુદ્ધનો અંત આવ્યો. ઈઝરાયેલે યુદ્ધ જીતી લીધું. 7 લાખની આસપાસ પેલેસ્ટાઇનના લોકો શરણાર્થી બની ગયા.

યુદ્ધ દરમિયાન પેલેસ્ટાઈનથી સ્થળાંતર કરી રહેલા લોકો.
યુદ્ધ દરમિયાન પેલેસ્ટાઈનથી સ્થળાંતર કરી રહેલા લોકો.

1954માં મિસ્રએ સ્વેજ કેનાલનું રાષ્ટ્રીયકરણ કર્યું અને ઈઝરાયેલનાં જહાજોના અવરજવર પર પ્રતિબંધ મૂક્યો. એને કારણે 1956માં આરબ સેના અને ઈઝરાયેલની વચ્ચે બીજું યુદ્ધ થયું. ઈઝરાયેલે ગાઝાપટ્ટી અને મિસ્રના સિનાઈ વિસ્તાર પર કબજો કર્યો હતો.

1956ના યુદ્ધ દરમિયાનની તસવીર.
1956ના યુદ્ધ દરમિયાનની તસવીર.

1964માં પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન બન્યું. આ દરમિયાન આરબ દેશો અને ઈઝરાયેલની વચ્ચે ઘણી વાતોને લઈને સંઘર્ષ થતો રહ્યો. આ સંઘર્ષે 1967માં યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું. 6 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં આરબ દેશોને જાન-માલનું નુકસાન થયું. ઈઝરાયેલે વેસ્ટ બેંક, ગોલન હાઈટ્સ અને પૂર્વ યરુશલેમ કબજે કર્યાં.

1967ના યુદ્ધ દરમિયાન ગોલન હાઈટ્સની તરફ વધતી ઈઝરાયેલની ટેંક.
1967ના યુદ્ધ દરમિયાન ગોલન હાઈટ્સની તરફ વધતી ઈઝરાયેલની ટેંક.

1972માં મ્યૂનિખ ઓલિમ્પિક્સમાં ઈઝરાયેલના ખેલાડીઓ પર પીએલઓના 8 આતંકીએ હુમલો કર્યો હતો. 11 ઈઝરાયેલી ખેલાડીઓને બંધક બનાવીને તેમની હત્યા કરવામાં આવી.

મ્યૂનિખ ઓલિમ્પિક્સ દરમિયાન આતંકી હુમલો કરનાર.
મ્યૂનિખ ઓલિમ્પિક્સ દરમિયાન આતંકી હુમલો કરનાર.

1987માં પેલેસ્ટાઇન દ્વારા પહેલું વિરોધપ્રદર્શન અને નાના સંઘર્ષની શરૂઆત થઈ. આ દરમિયાન પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે ભયંકર હિંસક અથડામણ થઈ હતી. 1993માં ઓસ્લોમાં સહમતી સાથે આ સંઘર્ષ થોડો ઓછો થયો.

મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપવાના તેમના પ્રયત્નો બદલ ઇઝરાયેલના વડા પ્રધાન યિત્જાક રોબિન, વિદેશમંત્રી શિમોન પેરેઝ અને પેલેસ્ટાઈનના નેતા યાસિર અરાફતને 1994માં નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપવાના તેમના પ્રયત્નો બદલ ઇઝરાયેલના વડા પ્રધાન યિત્જાક રોબિન, વિદેશમંત્રી શિમોન પેરેઝ અને પેલેસ્ટાઈનના નેતા યાસિર અરાફતને 1994માં નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

2002માં એક આત્મઘાતી હુમલાની સાથે બીજા સંઘર્ષની શરૂઆત થઈ. માનવામાં આવી રહ્યું છે એ 2005 સુધી ચાલ્યું હતું. એ જ વર્ષે ઈઝરાયેલે ગાઝા પરથી સેનાનું નિયંત્રણ નાબૂદ કર્યું. જોકે હવાઈ માર્ગ, જળમાર્ગ અને સરહદો પર ઈઝરાયેલની સેનાનું નિયંત્રિત ચાલુ રહ્યું હતું.

ઈઝરાયેલની વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરતા લોકો.
ઈઝરાયેલની વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરતા લોકો.

2017માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે યરુશલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપી. જોકે આંતરરાષ્ટ્રીય સમુદાય આ વાતને ટેકો નથી આપતું.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને USના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી 2020માં એક બેઠક દરમિયાન.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને USના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી 2020માં એક બેઠક દરમિયાન.