કોરોના વેક્સિન ટ્રેકર:ચીનની કંપનીએ રેગ્યુલેટર પાસેથી વેક્સિનના જાહેર ઉપયોગ માટે મંજૂરી માગી; એસ્ટ્રાજેનેકાથી મેન્યુફેક્ચરિંગમાં 'ભૂલ' થઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વમાં કોરોના વાઈરસના કેસ વધીને 6 કરોડને પાર થઈ ગયા છે. એ સાથે જ સમગ્ર વિશ્વમાં વેક્સિન પ્રાપ્ત કરવાની તૈયારીઓ પણ ઝડપી થઈ ગઈ છે. ભારતની જેમ અમેરિકા સહિત ઘણા દેશોએ વેક્સિનના ડિસ્ટ્રિબ્યુશન પ્લાન પર કામ ઝડપી કરી દીધું છે. જેવી કોઈ વેક્સિનને મંજૂરી મળી જાય છે તો એને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સમય દરમિયાન વેક્સિનને લઈને ઘણાં ડેવલપમેન્ટ થયાં છે.

ભારત બાયોટેકની ફેઝ-3 ટ્રાયલ્સ ગુજરાતમાં શરૂ
ભારત બાયોટેકે તેની સ્વદેશી વેક્સિન કોવેક્સિનની ફેઝ-3 ટ્રાયલ્સ ગુજરાતમાં શરૂ કરી દીદી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલને ફેઝ-3 ટ્રાયલ્સ માટે 130 કેન્દ્રમાં સામેલ કરવામાં આવી છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર એચ.જી કોશિયાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વેક્સિન ટ્રાયલ્સ માટે વોલેન્ટિયર્સનું એનરોલમેન્ટ શરૂ થશે. હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને કોવેક્સિનને વિકસિત કરી છે. એ ભારતમાં બની રહેલી પહેલી વેક્સિન છે, જે ફેઝ-3 ટ્રાયલ્સ સુધી પહોંચી ગઈ છે.

એસ્ટ્રાજેનેકાનાં બે પરિણામ એક ભૂલને કારણે સામે આવ્યાં
તાજેતરમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની તરફથી વિકસિત કરવામાં આવેલી વેક્સિનનાં ફેઝ-3 સંબંધિત પરિણામ સામે આવ્યાં હતાં. હવે એસ્ટ્રાજેનેકાએ કહ્યું, મેન્યુફેક્ચરિંગ દરમિયાન એક ભૂલ થઈ હતી. કંપનીએ આ ભૂલ વિશે વિસ્તૃત માહિતી આપી છે. જોકે તેમાં તેણે એ નથી જણાવ્યું કે કેટલા વોલન્ટિયર્સને અડધો ડોઝ આપવામાં આવ્યો? સારી વાત એ છે કે જે વોલન્ટિયર્સને અડધો ડોઝ આપવામાં આવ્યો, એમાં 90% સુધી અસરકારકતા જોવા મળી તેમજ જેમને બે ફુલ ડોઝ આપવામાં આવ્યા એમાં 62% જ અસરકારકતા જોવા મળી હતી.

ક્યારે મળશે વેક્સિન? ફાઇઝરની 90%થી વધુ ઇફેક્ટિવ કોરોના વેક્સિન અંગે જાણો બધું જ

ચીનની કંપનીએ વેક્સિન માર્કેટમાં લાવવાની મંજૂરી માગી
ચીનની વેક્સિન બનાવતી પ્રમુખ કંપની ચાઈના ઇન્ટરનેશનલ બાયોટેક ગ્રુપ કંપનીએ ચાઈનીઝ હેલ્થ રેગ્યુલેટર્સ પાસે માર્કેટમાં વેક્સિન લાવવા માટે મંજૂરી માગી છે. શિન્હુઆ ફાઈનાન્સે આ માહિતી આપી છે. અરજીમાં કંપનીએ મિડલ ઇસ્ટ અને દક્ષિણ અમેરિકાના દેશોમાં કરેલી ફેઝ-3 હ્યુમન ટ્રાયલનાં પરિણામો પણ રજૂ કર્યાં છે. આમ તો કંપનીએ પરિણામો અત્યારસુધી જાહેર કર્યાં નથી પણ અન્ય વેક્સિન સાથે તેની સરખામણી કરવી પણ યોગ્ય નથી.

પશ્ચિમ દેશોમાં ફાઈઝર અને એસ્ટ્રાજેનેકા હજુ પણ વેક્સિન અપ્રૂવલ કરાવવાના સ્ટેજ પર છે. રેગ્યુલેટર્સે હજુ તેમને અપ્રૂવલ આપ્યું નથી. તો CNBG હવે પોતાની વેક્સિન માર્કેટમાં લાવવા માટે પરવાનગી માગી રહી છે. રશિયા બહાર સામાન્ય જનતા માટે ડોઝ અવેલેબલ કરવાની તૈયારી દેખાડનારી પ્રથમ વેક્સિન ડેવલપર બની ગઈ છે. ઈમર્જન્સી યુઝ માટે તો આ વેક્સિનને ત્રણ મહિના પહેલાં જ ચીનમાં મંજૂરી મળી ગઈ હતી.

ફાઈઝરે બ્રાઝિલમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી
અમેરિકાની ફાઈઝર ઇન્કે અમેરિકા પછી હવે બ્રાઝિલમાં પણ પોતાની વેક્સિન રજિસ્ટર કરાવવાની પ્રોસેસ ઝડપી કરી દીધી છે. બ્રાઝિલના હેલ્થ રેગ્યુલેટર્સની સામે કંપનીએ પોતાની
વેક્સિનને મંજૂરી અપાવવા માટે એપ્લિકેશન આપી દીધી છે. કંપનીએ સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે બ્રાઝિલમાં વેક્સિન અવેલેબલ કરાવવાની દિશામાં આ એક યોગ્ય પગલું છે. ફાઈઝરે જર્મનીની
બાયોએન્ટેક સાથે મળીને BNT162b2 વેક્સિન બનાવી છે.