તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:બ્લેક ફંગસ કે જેને લીધે દર્દીની આંખ પણ કાઢવી પડે છે, એ કઈ બીમારી છે, એનાથી કેવી રીતે બચી શકાય છે?

2 મહિનો પહેલાલેખક: ડૉ. પૂનમ ચંદાની

દેશમાં કોરોનાથી સાજા થઈ ચૂકેલા દર્દીઓમાં એક નવી બીમારી સામે આવી રહી છે. આ બીમારી એટલી ખતરનાક છે કે લોકોના જીવ બચાવવા માટે તેમના શરીરના અંગને કાપીને કાઢવા પડે છે. સૌથી પહેલા ડિસેમ્બરની શરૂઆતમાં એને લગતા કેસ દિલ્હીમાં સામે આવ્યા હતા. ત્યાર બાદ અમદાવાદમાં પણ આ પ્રકારના કેસ આવ્યા બાદ રાજ્ય સરકારે એનાથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ સંજોગોમાં કેટલાંક રાજ્ય, પંજાબમાં પણ સામે આવ્યા છે. આ પૈકી કેટલાક દર્દીનાં મૃત્યુ થયાં છે તો કેટલાક દર્દીને સંક્રમણથી બચવા માટે તેમની આંખો પણ કાઢવી પડી. આ નવા સંક્રમણનું નામ બ્લેક ફંગસ છે.

આ નવી બીમારી શું છે? એનાં લક્ષણ શું છે? એ કેટલી ખતરનાક છે? જો આ બીમારી કોઇને થાય છે તો મૃત્યુની આશંકા કેટલી છે? એનાથી કેવી રીતે બચી શકાય છે?

તો ચાલો જાણીએ આ પ્રશ્નોના જવાબ.....

બ્લેક ફંગસ શું છે?

આ એક ફંગસ ડિઝીઝ છે, જે મ્યુકરમાયોસિસ નામના ફંગાઈલથી થાય છે. એ મોટે ભાગે એવા લોકોને થાય છે કે જેમને અગાઉ કોઈ બીમારી થયેલી હોય અથવા એવી દવાઓ લઈ રહ્યા હોય કે જેમની બોડીની ઈમ્યુનિટી ઓછી કરે છે અથવા શરીરને અન્ય બીમારીઓથી લડવાની તાકાત ઓછી કરે છે. એ શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે.

એ શરીરમાં કેવી રીતે પહોંચે છે અને એનાથી શું અસર થઈ શકે છે?
મોટે ભાગે શ્વાસ મારફત વાતાવરણમાં રહેલી ફંગસ આપણા શરીરમાં પહોંચી જાય છે. જો શરીરમાં કોઈ પ્રકારની ઈજા છે અથવા શરીરમાં ક્યાંક દાઝ્યા હોય તો ત્યાંથી પણ ઈન્ફેક્શન શરીરમાં ફેલાઈ શકે છે. જો તેને શરૂઆતી સમયમાં ડિટેક્ટ ન કરવામાં આવે તો આંખોની રોશની ગુમાવવાનું જોખમ રહેલું છે. અથવા તો શરીરના જે ભાગમાં આ ફંગસ ફેલાયેલું છે ત્યાં શરીરનો ભાગ સડી શકે છે.

બ્લેક ફંગસ ક્યાં જોવા મળે છે?

એ ખૂબ જ ગંભીર પણ ભાગ્યે જ જોવા મળતું ઈન્ફેક્શન છે. આ ફંગસ વાતાવરણમાં ગમે ત્યાં પણ રહી શકે છે, ખાસ કરીને જમીન અને સડતા ઓર્ગેનિક મેટર્સમાં હોય છે, જેમ કે પાંદડાં, સડેલાં લાકડાં અને કમ્પોસ્ટ ખાતરમાં બ્લેક ફંગસ જોવા મળે છે.

એનાં લક્ષણો કેવા હોય છે?

શરીરના કયા ભાગમાં ઈન્ફેક્શન છે એની પર આ બીમારીનાં લક્ષણ નિર્ભર કરે છે. ચહેરાના એક બાજુનો ભાગ સોજો આવવો, માથાનો દુખાવો થવો, નાક બંધ થવું, ઊલટી થવી, તાવ આવવો, છાતીમાં દુખાવો થવો, સાઈનસ કન્ઝેશન, મોંના ઉપરના ભાગ અથવા નાકમાં કાળા ઘા થવા,જે ખૂબ જ ઝડપથી ગંભીર થાય છે.

આ ઈન્ફેક્શન કયા લોકોને થાય છે, શું એનું કોરોનાથી કોઈ કનેક્શન છે?

  • આ એ લોકોને થાય છે, જેઓ ડાયાબિટીસના દર્દી છે, જેમને કેન્સર છે, જેમના ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ થાય છે, જે લાંબા સમયથી સ્ટિરોઈડ યુઝ કરતા હોય, જેમને સ્કીન ઈન્જરી હોય, પ્રીમેચ્યોર બેબીને પણ એ થઈ શકે છે.
  • જે લોકોને કોરોના થયો હોય તેમની ઈમ્યુન સિસ્ટમ નબળી થઈ જાય છે. જો કોઈ હાઈ ડાયાબિટિક દર્દીને કોરોના થયો છે તો તેની ઈમ્યુન સિસ્ટમ વધારે નબળી થઈ જાય છે. આવા લોકોમાં બ્લેક ફંગસ ઈન્ફેક્શન ફેલાવાનું જોખમ વધી જાય છે.
  • કોરોનાના દર્દીને સ્ટિરોઈડ આપવામાં આવે છે. એમાં દર્દીની ઈમ્યુનિટી ઓછી થાય છે. એનાથી પણ તેમને આ ઈન્ફેક્શન ફેલાઈ શકે છે.

આ ફંગસ કેટલું જોખમી છે?

  • તે કમ્યુનિકેબલ ડિઝીઝ નથી, એટલે કે આ ફંગસ એક દર્દીથી અન્ય દર્દીમાં ફેલાતું નથી, પણ એ કેટલું ખતરનાક છે એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તેના 54 ટકા દર્દીનું મૃત્યુ થઈ જાય છે. શરીરમાં ઈન્ફેક્શન હોય એનાથી મોર્ટેલિટી રેટ વધી શકે છે અથવા ઘટી શકે છે, જેમ કે-સાઈનસ ઈન્ફેક્શનમાં મોર્ટેલિટી રેટ 46 ટકા હોય છે, જ્યારે ફેફસાંમાં ઈન્ફેક્શન થવાથી મોર્ટેલિટી રેટ 76 ટકા તો ડિસમેન્ટેડ ઈન્ફેક્શનમાં મોર્ટેલિટી રેટ 96 ટકા સુધી હોઈ શકે છે. અમેરિકાની એજન્સી સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં થતા દરેક પ્રકારના ઈન્ફેક્શનમાં મ્યુકરમાયોસિસ ઈન્ફેક્શનના કેસ ફક્ત 2 ટકા જ છે.
  • આ ફંગસ જે ભાગમાં વિકસે છે એને સમાપ્ત કરી નાખે છે. આ સંજોગોમાં એની અસર માથામાં થાય છે તો બ્રેન ટ્યૂમર સહિત અનેક પ્રકારના રોગ થાય છે, જે જીવલેણ સાબિત થાય છે. સમયસર સારવાર થવાના સંજોગોમાં બચી શકાય છે. જો એ મગજ સુધી પહોંચી જાય તો મોર્ટેલિટી રેટ 80 ટકા છે. કોરોનાને લીધે ઘણા લોકો નબળા થઈ ચૂક્યા છે તો આ સંજોગોમાં આ ફંગસ ઈન્ફેક્શન પણ વધે છે.

એનાથી કેવી રીતે બચી શકાય છે?

  • બાંધકામની જગ્યાથી દૂર રહો, ધૂળવાળા વિસ્તારોમાં ન જશો, ગાર્ડનિંગ અથવા ખેતી કરતી વખતે ફૂલ સ્લીવ્ઝથી ગ્લોવ્ઝ પહેરો, માસ્ક પહેરો, એવી જગ્યા પર જવાથી બચવું કે જ્યાં પાણી લીકેજ થઈ રહ્યું હોય. જ્યાં ડ્રેનેજનું પાણી એકઠું થતું હોય ત્યાં ન જશો.
  • જે લોકોને કોરોના થઈ ચૂક્યો છે તેમને પોઝિટિવ અભિગમ રાખવો જોઈએ. કોરોનાથી સાજા થયા બાદ પણ નિયમિતપણે હેલ્થ ચેક-અપ કરાવતા રહેવું. જો ફંગસથી કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરો પાસે જવું જોઈએ. એનાથી ફંગસ શરૂઆતી સમયમાં પકડમાં આવી જશે અને એની સમયસર સારવાર પણ થશે.
  • સારવારમાં થોડો પણ વિલંબ દર્દીના શરીરના એવા ભાગો કે જ્યાં આ ફંગસ ઈન્ફેક્શન થયું છે એ સડવા લાગે છે, આ સ્થિતિમાં તેને કાપીને કાઢી નાખવો પડે છે. જો આ પ્રમાણે ન કરવામાં આવે તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો