ભાસ્કર એક્સપ્લેનર:ટેસ્લાએ USB પોર્ટ વિના ડિલિવર કરી કાર, એપલને 45 હજાર કરોડનું નુકસાન; જાણો ક્યાં સુધી રહેશે ચિપ શોર્ટેજ

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયાભરમાં ચિપની શોર્ટેજ થઈ છે. એની સાઈડ ઇફેક્ટ પણ દેખાવા લાગી છે, જેને કારણે હાલમાં જ ટેસ્લાના મોડલ 3 અને મોડલ Yની અનેક કારોમાં યુએસબી પોર્ટ ન મળ્યા. આ કારોને યુએસબી-સી પોર્ટ વિના ડિલિવર કરવામાં આવી હતી. દાવો છે કે કારનાં રિયર-સીટ યુએસબી પોર્ટ ગાયબ છે. કારમાલિકોએ વાયરલેસ ચાર્જિંગ કામ ન કરતા હોવાની પણ ફરિયાદ કરી છે.

લગભગ દરેક ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટમાં ચિપનો ઉપયોગ થાય છે. એનાથી અંદાજો લગાવી શકાય છે કે આ સંકટ કેટલું મોટું છે. હાલ આ સંકટ સમાપ્ત થતું દેખાતું નથી. એનો સામનો કરવા અલગ-અલગ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે.
એક્સપર્ટ્સને આશા છે એ આગામી વર્ષની મધ્યમાં આ અભાવ દૂર થઈ શકે છે. જ્યારે તેનો સપ્લાય વધશે. દરેક એ સવાલ પૂછી રહ્યા છે કે આખરે આ સપ્લાય ચેઈન તૂટી કેવી રીતે? એને સુધરવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે? અલગ-અલગ દેશ આ શોર્ટેજને દૂર કરવા માટે શું કરી રહ્યા છે? આવો, જાણીએ...
સેમી-કન્ડક્ટર ચિપ શું છે?
કાર, વોશિંગ મશીન, સ્માર્ટફોનથી લઈને તમારા રેફ્રિજરેટર સુધી ચિપ પર નિર્ભર છે, જેને સેમી-કન્ડક્ટર કહે છે. સેમી-કન્ડક્ટર એક રીતે કોઈ ગેજેટનું દિમાગ છે, જે એને ચલાવે છે. સિલિકોનના બનેલા સેમી-કન્ડક્ટર ઈલેક્ટ્રિસિટીના સારા કન્ડક્ટર હોય છે. એને માઈક્રોસર્કિટ્સમાં ફિટ કરવામાં આવે છે, જેના વિના ઈલેક્ટ્રોનિક સામાન અને ગેજેટ્સ ચાલી ન શકે.

તમામ એક્ટિવ કમ્પોનન્ટ્સ, ઈન્ટિગ્રેટેડ, માઈક્રોચિપ્સ, ટ્રાન્ઝિસ્ટર અને ઈલેક્ટ્રોનિક્સ સેન્સર આ જ ચિપ્સના બનેલા હોય છે. આ ચિપ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, એડવાન્સ્ડ વાયરલેસ નેટવર્ક્સ, બ્લોકચેન એપ્લિકેશન્સ, 5G, IoT, ડ્રોન, રોબોટિક્સ, ગેમિંગ અને વેરેબલ્સનો અભિન્ન હિસ્સો બની ચૂકી છે.

ચિપની એકાએક શોર્ટેજ કેમ થઈ?
આ શોર્ટેજ કોરોનાના કારણે લાગેલા લોકડાઉનની એક સાઈડ ઈફેક્ટ છે. તેની શરૂઆત 2020માં જ થઈ ગઈ હતી. શરૂઆતમાં પ્રોડક્ટ્સની ડિમાંડ ઓછી હતી, એ કારણથી તેની અછત અનુભવાઈ નહીં. ગેજેટ્સની ડિમાંડ વધતા જ ચિપ એરેન્જ કરવાનું મુશ્કેલ થતું ગયું.

ચિપ શોર્ટેજની અસર કોના પર પડી રહી છે?

  • શોર્ટેજના કારણે એપલને ગત ત્રિમાસિક ગાળામાં 6 બિલિયન ડોલર (લગભગ 45 હજાર કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. આશંકા છે કે ડિસેમ્બરમાં ખતમ થનારા ત્રિમાસિક ગાળામાં ચિપ શોર્ટેજ જારી રહેવાના કારણે આ નુકસાન હજુ પણ વધી શકે છે.
  • જાપાનની ગેમિંગ કંપની નીન્ટેંડોએ આ કારણથી પોતાના સેલ ફોરકાસ્ટને રિવાઈઝ કર્યુ છે. કંપનીએ કહ્યું છે કે મહિનાઓ વીત્યા પછી પણ સ્થિતિમાં કોઈ ખાસ સુધારી આવ્યો નથી.
  • આ તમામ કંપનીઓને ચિપ શોર્ટેજના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. અનેક કાર કમ્પોનન્ટ્સ, જેમકે -ડિજિટલ સ્પીડોમીટર, ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્જિનોનું કમ્પ્યુટરાઈઝ્ડ મેનેજમેન્ટ અને ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમમાં ચિપ્સનો ઉપયોગ થાય છે અને આ પ્રભાવિત થઈ રહ્યા છે.
  • શોર્ટેજના કારણે કંપનીઓને સેમી-કન્ડક્ટર ખરીદવા માટે વધુ રકમ ચૂકવવી પડી રહી છે. આ સાથે જ તેમને ડિલિવરી મેળવવાની રાહ પણ જોવી પડે છે. આ શોર્ટેજના કારણે સ્માર્ટફોન, કમ્પ્યુટર, ગેમ કન્સોલ, ઓટોમોબાઈલ અને મેડિકલ ડિવાઈસના પ્રોડક્શન પર અસર નાખી છે. જો કે, કંપનીઓની સંખ્યા કેટલી છે એ ગણતરી કરવું મુશ્કેલ છે.

ભારતમાં પણ ચિપ ફેક્ટરી લગાવવાની કોશિશો થઈ રહી છે શું?
એક્સપર્ટ્સ કહે છે કે ચિપ પ્લાન્ટ લગાવવામાં અનેક જોખમ છે. દેશમાં અગાઉ પણ આ પ્રકારના પ્લાન્ટ લગાવવાની કોશિશો થઈ છે. પરંતુ, લોંગ ટર્મ વિઝન નહીં હોવાના કારણે એ તમામ ફેઈલ રહ્યા. તેનું કારણ ખરાબ પ્લાનિંગ અને સરકારની પહેલનો અભાવ રહ્યું છે.

અત્યારના સમયે સરકાર પણ સેમી-કન્ડક્ટરના મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા પ્રોત્સાહિત કરી રહી છે. ત્યાં સુધી કે આ પ્રકારની ફેક્ટરીઓ લગાવવા પર સરકાર તરફથી ટેક્સમાં પણ રાહતની જોગવાઈ છે. હાલમાં જ ટાટા ગ્રુપે સેમી-કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં ઊતરવાનું એલાન કર્યું છે.

ગત વર્ષે અમેરિકન ચિપ મેકર કંપની માઈક્રોન ટેકનોલોજીએ એલાન કર્યુ હતું કે તેઓ ભારતમાં પોતાનું એક્સલન્સ સેન્ટર અને સ્ટોરેજ સિસ્ટમ બનાવશે. માઈક્રોન એપલ પણ સેમી-કન્ડક્ટર સપ્લાઈ કરનારી મેજર કંપની છે. હાલ ચંડીગઢમાં ઈસરોની અને બેંગલુરુમાં ડીઆરડીઓની ચિપ ફેક્ટરી છે.

ચિપ સંકટના કારણે દુનિયામાં શું બદલાઈ રહ્યું છે?
ચીનની સાથે અનેક દેશોને તણાવ અને ગ્લોબલ ચિપ ક્રાઈસિસે દુનિયાનું ધ્યાન સેમીકન્ડક્ટર ક્રાઈસીસ તરફ ખેંચ્યું છે. અમેરિકા દુનિયાના મોટા ચિપ મેન્યુફેક્ચરર્સમાંનું એક છે. અત્યારે તેની કોશિશ આ સેગમેન્ટના લીડર બનવાની છે. તેના દ્વારા તે ચિપ માટે તાઈવાન અને દક્ષિણ કોરિયા પર નિર્ભરતા પણ ઓછી કરવા માગે છે. ચીનનું તાઈવાનની સાથે હાલની ટક્કર પણ ચિપ સંકટના કારણે ચર્ચામાં છે.

અત્યારે દુનિયામાં તાઈવાનની TSMC અને દક્ષિણ કોરિયાની સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ સેમી-કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગની લીડર કંપનીઓ છે. આફતના આ સમયમાં અમેરિકન કંપનીઓ તક શોધી રહી છે. અમેરિકાની ચિપ બનાવતી કંપની ઈન્ટેલ એરેઝોનામાં બે નવી ચિપ ફેકટરીઓ બનાવવા જઈ રહી છે. એ માટે કંપની 20 બિલિયન ડોલર ખર્ચ કરશે. તેમાં એમેઝોન, ક્વોલકોમ સહિત અન્ય કંપનીઓની ડિઝાઈન કરેલી ચિપ પણ બનાવવામાં આવશે.

કન્સલ્ટન્સી ફર્મ એલિક્સ પાર્ટનર્સ કહે છે કે આ સંકટના કારણે એકલી ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીને જ 2021માં 210 બિલિયન ડોલરનું નુકસાન થશે. આ કારણે અમેરિકન કાર કંપનીઓ ફોર્ડ અને જીએમ પોતાની આવશ્યકતાને પૂરી કરવા માટે ખુદ ચિપ ડેવલપમેન્ટ કરવાની તૈયારીમાં છે.

ચિપ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અત્યારે શું થઈ રહ્યું છે?
એપલ અને ક્વોલકોમ જેવી મોટી બ્રાન્ડ ARM આર્કિટેક્ચરનો ઉપયોગ કરીને ખુદ ચિપ ડિઝાઈન કરે છે, પરંતુ તેને તાઈવાનની TSMC જેવી કંપનીઓ પાસેથી આઉટસોર્સ કરે છે. તાઈવાનની TSMC દુનિયાની સૌથી મોટી ચિપ મેન્યુફેક્ચરિંગ કંપની છે.

ઈન્ટેલ જે પોતાની ચિપ ખુદ ડિઝાઈન અને મેન્યુફેક્ચર કરે છે. તેણે સંકટના સમયમાં TSMSથી ચિપ મેન્યુફેક્ચરિંગનું આઉટસોર્સિંગ શરૂ કર્યુ છે.

આ સંક્ટ ક્યાં સુધીમાં સમાપ્ત થશે?
એક્સપર્ટ્સ કહે છે કે આગામી વર્ષે માર્ચ પછી ચીજો સામાન્ય થવાનું શરૂ થશે. ઈન્ટેલ, સેમસંગ અને TSMC તમામે છેલ્લા થોડા મહિનાઓમાં નવી ફેકટરીઓ લગાવવાનું એલાન કર્યુ છે. જેમને બનવામાં વર્ષો લાગી શકે છે. એવામાં અંદાજ લગાવી શકાય છે કે આ સંકટ લાંબુ ચાલી શકે છે. એવામાં સ્થિતિ વધુ બગડી શકે છે.
કેટલાક રિપોર્ટ્સનો દાવો છે કે 2023 સુધી પણ ચિપ શોર્ટેડ રહી શકે છે. તેનાથી અનેક દેશોમાં આર્થિક રિકવરીની આશાને આંચકો લાગી શકે છે. મુખ્ય દેશોમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ સાથે સંકળાયેલ એડવાન્સમેન્ટ અને 5G સર્વિસિઝનું લોન્ચ ટળી શકે છે.

શું આ શોર્ટેજ તમને પ્રભાવિત કરે છે?

  • હા. ચિપ શોર્ટેજના કારણે રોજિંદા ઉપયોગમાં આવનાર અપ્લાયન્સસીસ અને ટીવીથી સ્માર્ટફોન સુધી-ઈલેક્ટ્રોનિક સામાનની કિંમતો વધી છે. સમગ્ર દુનિયામાં સપ્લાઈ ચેઈનમાં ગરબડ આવી છે, જેનાથી સામાન મળી પણ રહ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઈપેડની ડિલિવરીમાં બે-ત્રણ સપ્તાહથી મહિના સુધીનો સમય લાગી રહ્યો છે.
  • મારુતિ સુઝુકીએ હાલમાં જ પ્રોડક્શન ખર્ચ વધવાની વાત કહીને કારોની કિંમત વધારી દીધી છે. અન્ય કાર નિર્માતા પણ કિંમતો વધારી શકે છે. ગોલ્ડમેન સેક્સના અનુસાર ગ્લોબલ ચિપ સંકટના કારણે ઈલેક્ટ્રોનિક ગૂડ્સ અને કમ્પોનન્ટ્સની કિંમતોમાં 3%થી 5% સુધીનો વધારો થઈ શકે છે.
  • ભારતની પેસેન્જર કારનું વેચાણ ઓગસ્ટમાં 13.8% ઘટી ગયું છે. આ કારણથી સેમી-કન્ડક્ટર્સની અછતના કારણે પ્રોડક્શનની ગતિમાં ઘટાડો થયો છે. મારુતિ સુઝુકી, ટાટા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પ્રોડક્શન રોકી દીધું કે શિફ્ટમાં ઘટાડો કરી દીધો છે. ટોયોટાએ વાર્ષિક પ્રોડક્શન ટારગેટ 3 લાખ વાહન ઘટાડ્યું છે. અમેરિકન કંપનીઓ-ફોર્ડ અને જનરલ મોટર્સની સાથે જ જર્મનીની લક્ઝરી કાર નિર્માતા કંપની ડેમલરે પણ પ્રોડક્શન ઘટાડ્યું છે.