તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:ટાટા વિ. મિસ્ત્રી પર સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી; જાણો શું છે સમગ્ર વિવાદ અને કેટલું મોટું છે ટાટા ગ્રુપ?

4 મહિનો પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
 • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટમાં આજે ટાટા વિ. સાયરસ મિસ્ત્રી વિવાદની અંતિમ સુનાવણી થશે. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ 8 ડિસેમ્બરનો દિવસ માત્ર આ જ કેસની સુનાવણી માટે નક્કી કર્યો છે. આ કેસ ગત વર્ષે 2 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવવાને અયોગ્ય ગણ્યું હતું.

એનસીએએલટીએ મિસ્ત્રીને ફરી ચેરમેન બનાવવાનો આદેશ આપ્યો હતો. તેની વિરુદ્ધ ટાટા સન્સ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. હવે શું છે સમગ્ર વિવાદ? 4 વર્ષમાં આ વિવાદને લઈને શું-શું બન્યું? કેટલું મોટું છે ટાટા ગ્રૂપ? આવો જાણીએ...

પ્રથમ સાયરસ મિસ્ત્રને ટાટા સન્સમાંથી કેમ હટાવાયા?
24 ઓક્ટોબર 2016ના રોજ ટાટા ગ્રુપે સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવી દીધા હતા. તેમના સ્થાને રતન ટાટાને વચગાળાના ચેરમેન બનાવાયા હતા. ટાટા સન્સે કહ્યું હતું, મિસ્ત્રીના કામકાજની રીત ટાટા ગ્રુપના કામ કરવાની રીત સાથે મેળ ખાતી નથી.

આ કારણથી બોર્ડના સભ્યોનો મિસ્ત્રી પરથી ભરોસો ઉઠી ગયો હતો. મિસ્ત્રીને હટાવ્યા પછી 12 જાન્યુઆરી, 2017ના રોજ એન. ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા. ટાટાના 150 વર્ષથી પણ વધુના ઈતિહાસમાં સાયરસ મિસ્ત્રી છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા.

સાયરસ મિસ્ત્રી ક્યારથી ટાટા સન્સના ચેરમેન હતા?

 • ડિસેમ્બર 2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદેથી રિટાયરમેન્ટ લીધું. તેના પછી સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા. મિસ્ત્રી ટાટા સન્સના સૌથી યુવા ચેરમેન હતા. મિસ્ત્રી પરિવારની ટાટા સન્સમાં 18.4% જેટલી હિસ્સેદારી છે. તેઓ ટાટા ટ્રસ્ટ પછી ટાટા સન્સમાં બીજા મોટા શેર હોલ્ડર્સ છે.
 • ટાટા સન્સમાં મિસ્ત્રી પરિવારની એન્ટ્રી 1936મા થઈ હતી. ટાટા સન્સમાં ટાટા પરિવારના કારોબારી મિત્ર શેઠ ઈદુલજી દિનશૉ પાસે 12.5 % હિસ્સેદારી હતી. 1936માં દિનશૉના નિધન પછી સાયરસ મિસ્ત્રીના દાદા શાપૂરજી પલોંજી મિસ્ત્રીએ તેમના 12.5% શેર ખરીદી લીધા. આ વર્ષે જેઆરડી ટાટાના બહેન સાયલા અને ભાઈ દોરાબે પણ પોતાના કેટલાક શેર શાપુરજીને વેચી દીધા. તેનાથી ટાટા સન્સમાં તેમની હિસ્સેદારી 17.5% થઈ ગઈ.
 • શાપુરજી પછી 1975માં તેમના પુત્ર પલોંજી શાપુરજી ટાટા સન્સમાં સામેલ થયા. 2005માં સાયરસ મિસ્ત્રી ડાયરેક્ટર બનીને ટાટા સન્સમાં આવ્યા. અત્યારે ટાટા સન્સમાં મિસ્ત્રી પરિવાર અને તેમની કંપનીઓની કુલ હિસ્સેદારી 18.4% છે. તેઓ ટાટા ટ્રસ્ટ પછી ટાટા સન્સમાં બીજા સૌથી મોટા શેર હોલ્ડર્સ છે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટની હિસ્સેદારી 66% છે.

હવે સમજીએ ટાટા સન્સ છે? અને તે ટાટા ગ્રુપથી કેટલું અલગ છે?

 • ઘણીવાર લોકો ટાટા સન્સ અને ટાટા ગ્રુપને એક જ સમજી લે છે. પરંતુ એવું નથી. બંને અલગ-અલગ છે. ટાટા સન્સ, ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની છે. ટાટા ગ્રૂપ વિશે કહેવામાંઆવે છે કે તે સોઈથી લઈને વિમાન સુધીની ચીજો બનાવે છે. ગ્રુપની તમામ મુખ્ય કંપનીઓમાં ટાટા સન્સની હિસ્સેદારી 25થી લઈને 73% સુધી છે. સૌથી વધુ 73% હિસ્સેદારી ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં છે.
 • 1887માં જમશેદજી ટાટાએ ટાટા એન્ડ સન્સની સ્થાપના કરી. 1904માં તેમના નિધન પછી તેમના પુત્ર સર દોરાબ, સર રતન અને પિતરાઈ ભાઈ આરડી ટાટાએ ટાટા કંપનીને મર્જ કરીને ટાટા સન્સ બનાવી. 1919માં સર રતન ટાટાનું નિધન થયું. ટાટા સન્સમાં તેમની 40 % હિસ્સેદારી સર રતન ટાટા ટ્રસ્ટ (એસઆરટીટી) પાસે ચાલી ગઈ.
 • 1932માં સર દોરાબ ટાટાનું નિધન થઈ ગયું અને તેમની પણ 40% હિસ્સેદારી સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (એસડીટીટી) પાસે આવી ગઈ. આ રીતે ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટની હિસ્સેદારી 80% થઈ ગઈ.
 • 1991માં રતન ટાટાને ટાટા સન્સના ચેરમેન અપોઈન્ટ કરવામાં આવ્યા. 1996મા ટાટા સન્સમાં ટ્રસ્ટની હિસ્સેદારી ઘટીને 66% થઈ ગઈ. ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટા છે.

4 વર્ષથી ટ્રિબ્યુનલ અને કોર્ટમાં ચાલી રહ્યો છે મામલો
24 ઓક્ટોબર 2016ના રોજ ટાટા સન્સના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હટાવી દેવાયા. તેમણે ડિસેમ્બર 2016મા કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં તેની વિરુદ્ધ અરજી દાખલ કરી. જુલાઈ 2018મા એનસીએલટીએ મિસ્ત્રીની અરજી નકારી અને ટાટા સન્સના નિર્ણયને સાચો ગણાવ્યો. તેની વિરુદ્ધ મિસ્ત્રી કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલમાં ગયા. ડિસેમ્બર 2019માં એનસીએલટીએ મિસ્ત્રીને બીજીવાર ટાટા સન્સના ચેરમેન બનાવવાનો આદેશ આપ્યો. તેની વિરુદ્ધ ટાટા સન્સે જાન્યુઆરી 20202માં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

જમશેદજીએ 21 હજાર રૂપિયાથી કારોબાર શરૂ કર્યો હતો
1868માં જમશેદજી ટાટાએ 21 હજાર રૂપિયામાં એક નાદાર ઓઈલ મિલ ખરીદી અને ત્યાં રૂનું કારખાનું શરૂ કર્યુ. જમશેદજીએ ચાર લક્ષ્ય નક્કી કર્યા. પ્રથમ-એક આયર્ન અને સ્ટીલ કંપની ખોલવી. બીજું, એક વર્લ્ડ ક્લાસ ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરવું. ત્રીજું-એક હોટેલ ખોલવી અને ચોથું એક હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટ સ્થાપિત કરવો.

જો કે, જમશેદજી પોતાના જીવનમાં માત્ર તાજમહલ (મુંબઈ) જ શરૂ કરી શક્યા. તેના પછી તેમની પેઢીઓએ તેમના તમામ લક્ષ્યો પૂરા કર્યા. માર્ચ 2020 સુધી ટાટા ગ્રૂપની તમામ કંપનીઓની રેવન્યુ 7.92 લાખ કરોડથી વધુ હતી. જ્યારે, તેમની માર્કેટ કેપ માર્ચ 2016 સુધી 11.09 લાખ કરોડ રૂપિયા હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો