...અને દુનિયામાં વડોદરાનો ડંકો વાગશે:આ રીતે બનશે એરફોર્સનાં C-295 પ્લેન, ટૂંકા રનવે પર ટેકઓફ-લેન્ડિંગ કરી શકશે, જાણો બધું જ

એક મહિનો પહેલા

એ દિવસ દૂર નથી જ્યારે આપણાં વડોદરાનો દુનિયામાં ડંકો વાગશે. આ વાત છે એફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની. જેનાં મેન્યુફેક્ચરિંગનું નવું એડ્રેસ હશે વડોદરા. દરેક ગુજરાતીને ગર્વ થાય એવી વાત એ છે કે, પહેલીવાર આ એરક્રાફ્ટનું યૂરોપની બહાર મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે. વડોદરામાં બનનારા આ એરક્રાફ્ટની કેટલીક ખાસિયતો છે અને એવા કેટલાયે સવાલ છે જે તમે જાણવા માગતા હશો.

C-295 એરક્રાફ્ટની ખાસિયતો
આ એરક્રાફ્ટ 78 ફૂટ લાંબું અને 11 હજાર કિલો વજનનું હશે.
જેમાં એકસાથે 71 સૈનિકો અથવા 50 પેરાટ્રૂપર્સને બેસી શકશે.
પ્લેનમાં સૌથી મોટી 41 ફૂટની કેબિન હશે.
આ પ્લેન એકસાથે 10 હજાર કિલો વજન પરિવહન કરી શકશે.
576 કિમી પ્રતિ કલાકની ઝડપે તે સતત 11 કલાક ઉડી શકશે.
સાવ ટૂંકી જગ્યા ઉપરાંત દિવસે કે રાત્રે, અને ખરાબ હવામાનમાં પણ તે લેન્ડિંગ અને ટેકઓફ કરી શકશે.
વોટર બૉંબર અને એર-ટુ-એર ફિલિંગ માટે એર ટેન્કર રૂપે પણ તેનો ઉપયોગ થઈ શકશે.
એટલું જ નહીં સિવિલ અને VIP ટ્રાન્સપોર્ટ તથા મેડિકલ ઈમર્જન્સીમાં પણ તે ઉપયોગી થશે.

એ 5 સવાલ જે તમે જાણવા માગો છો

C-295 પ્લેન કેવી રીતે બનશે?
આ પ્લેનના ટુલ્સ, જિગ્સ અને ટેસ્ટર સહિત 13,400થી વધુ પાર્ટ્સ તથા 4600થી વધુ સબ એસેમ્બ્લી અને 7 મેજર કમ્પોનેન્ટ એસેમ્બ્લી ભારતમાં જ બનશે. જ્યારે એન્જિન, લેન્ડિંગ ગિયર, એવિયોનિક્સ, EW સૂટ જેવા પાર્ટ્સ એરબસ તૈયાર કરીને આપશે.

આ પ્લેનને કોણ બનાવશે?
ભારતની ટાટા કન્સોર્ટિયમ અને એરબસ સાથે મળીને બનાવશે. જો કે તમામ પાર્ટ્સ લગાવવાનું અને પ્લેનના ટેસ્ટિંગથી લઈને ડિલીવરી સુધીનું કામ ટાટા જ કરશે.

આ પ્લેન ક્યારે મળશે?
56 પૈકી 16 એરક્રાફ્ટ સ્પેનથી રેડી આવશે. જે સપ્ટેમ્બર 2023થી ઓગસ્ટ 2025 સુધીમાં મળી જશે. જ્યારે વડોદરામાં બનનારા 40 પ્લેનની ડિલીવરી 2026થી 2031 વચ્ચે મળશે.

આ પ્લેન કોનું સ્થાન લેશે?
આ પ્લેન ઈન્ડિયન એરફોર્સના એવરો-748નું સ્થાન લેશે.

આ પ્રોજેક્ટનો ખર્ચ કેટલો છે?
આ પ્રોજેક્ટ 22 હજાર કરોડ રૂપિયાનો છે. રવિવારે PM મોદીના હસ્તે શિલાન્યાસ બાદ તેનું કામ શરૂ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...