તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:T-20 વર્લ્ડકપ માટેની ઈન્ડિયન ટીમની જાહેરાત કાલે; જાણો કયા 10 પ્લેયરનું નામ પાક્કું અને 5 જગ્યા માટેના 12 દાવેદારો કોણ?

11 દિવસ પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક
  • પૃથ્વી શો, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ જેવા યંગસ્ટર પર દરેકની નજર
  • શ્રેયસ અય્યરનું સિલેક્શન પાક્કું હતું, પરંતુ ઈજાગ્રસ્ત થવાથી ફરીથી પસંદગીની રેસમાં

આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં UAEમાં ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. તમામ દેશો 9 સપ્ટેમ્બર સુધીમાં ટુર્નામેન્ટ માટે ટીમોની જાહેરાત કરવાના છે. ભારતીય ટીમની પણ આવતીકાલે જાહેરાત થાય તેવી શક્યતા છે. 15 સભ્યોની ટીમમાં કેટલાક નામ નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે કેટલીક જગ્યાઓ માટે એકથી વધુ દાવેદારો છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાને પોતાની ટીમોની જાહેરાત કરી છે. બાકીના દેશોએ આગામી ત્રણ દિવસમાં તેમની ટીમોની જાહેરાત કરવી પડશે.

ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો જો તમામ ખેલાડીઓ ફિટ હોય તો ઓછામાં ઓછા દસ નામો એવા છે જેમની પસંદગી થવાની ખાતરી છે. દરમિયાન 15 સભ્યોની ટીમના બાકીના પાંચ નામો માટે 12 ખેલાડીઓ દાવેદારી કરી રહ્યા છે.

વિરાટ-રોહિત જેવા કેટલા ખેલાડીઓની પસંદગી થવાની નક્કી છે. કઈ જગ્યા માટે એકથી વધુ દાવેદારો છે? આ દાવેદારોની તરફેણમાં શું છે અને તેમની વિરુદ્ધ શું જઈ શકે છે? ચાલો જાણીએ...

કેટલા ખેલાડીઓનું સિલેક્શન પાક્કું છે?
10 ખેલાડીઓની પસંદગી નિશ્ચિત લાગી રહી છે. જો વોશિંગ્ટન સુંદર ફિટ ના થયો તો આ સંખ્યા નવ થઈ જશે. ખેલાડીઓમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ નો છે. બાકીના પાંચ સ્થાન માટે 12 ખેલાડીઓ વચ્ચે મુકાબલો છે.

ટીમનું સ્ટ્રક્ચર કેવું હોઈ શકે છે?
ટીમમાં પાંચ-છ બેટ્સમેન, ત્રણથી ચાર ઓલરાઉન્ડર અને છ બોલરની પસંદગી થઈ શકે છે. જો ટીમ ચાર ઓલરાઉન્ડર અને છ બોલરોની પસંદગી કરે તો શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ અય્યર અને ઇશાન કિશનની પસંદગી થવી ખૂબ મુશ્કેલ છે.

કોહલી તો ટી-20 વર્લ્ડકપમાં ઓપનિંગની વાત કરી ચૂક્યો છે એનું શું?
માર્ચમાં ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણી દરમિયાન ભારત તરફથી 5 ખેલાડીઓએ ઓપનિંગ કર્યું હતું. જેમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, ઇશાન કિશન અને કેપ્ટન વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. છેલ્લી મેચની શરૂઆત કરનારા કોહલીએ મેચ બાદ કહ્યું હતું કે, રોહિત સાથે વધુ ઓપનિંગ કરવાનું તેને ગમશે. જો કોહલી ટી-20 વર્લ્ડ કપ દરમિયાન પણ આવું જ કરે તો વર્લ્ડ કપની ટીમમાં શિખર ધવન અને પૃથ્વી શોની પસંદગી કરવી મુશ્કેલ છે.

જો ત્રણ ઓપનરની પસંદગી થઈ તો ત્રીજો ઓપનર કોણ હશે?
ત્રીજા ઓપનર તરીકે શો અને શિખરમાંથી કોઈ એકને તક મળશે.
આમનું સિલેક્શન પાક્કું: રોહિત શર્મા, કેએલ રાહુલ
આમની વચ્ચે ટક્કર: શિખર ધવન, પૃથ્વી શો

ટીમનો વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલની પસંદગી બે ઓપનર તરીકે થવાની છે. ત્રીજા ઓપનર માટે શિખર ધવન અને પૃથ્વી શો મેદાનમાં છે.

શિખરની પસંદગી કેમ થઈ શકે છેઃ શિખરે 2020માં UAEમાં IPLમાં 618 રન ફટકાર્યા હતા. સૌથી વધુ રન બનાવનાર કે.એલ.રાહુલ કરતા તેની સ્ટ્રાઇક રેટ વધુ હતી. શ્રીલંકા પ્રવાસમાં ટી-20 અને વન-ડે રમનારી ટીમનો તે કેપ્ટન હતો. જો સિલેક્ટર્સ અનુભવ પસંદ કરે તો તેની પસંદગી થવાની છે. રોહિત, રાહુલ અને શો બધા જ જમણા હાથના બેટ્સમેન છે. શિખરની પસંદગી કરવાથી ટોપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન હશે.

શોની પસંદગી કેમ થઈ શકે છેઃ પૃથ્વી શોએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ફ્લોપ રહ્યા બાદ અદભૂત કમબેક કર્યું છે. IPL 2021 દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 166થી વધુ હતી. જે એબી ડી વિલિયર્સ, જોસ બટલર, આન્દ્રે રસેલ જેવા ખેલાડીઓના સ્ટ્રાઇક રેટ કરતાં પણ વધારે છે. તેના સિવાય ટીમ ઈન્ડિયાના કોઈ પણ ખેલાડીનો IPL 2021માં 150નો સ્ટ્રાઇક રેટ નહોતો. સિલેક્ટર્સ જો તેના વર્તમાન ફોર્મ પર આધાર રાખે તો તેમને ટીમમાં સ્થાન મળી શકે છે.

મિડલ ઓર્ડરમાં સિલેક્શન માટે કેટલા દાવેદારો?
આમનું સિલેક્શન પાક્કું: વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રીષભ પંત
આમની વચ્ચે ટક્કર: શ્રેયસ અય્યર, ઈશાન કિશન

અય્યર અને કિશન વચ્ચે અય્યરનું પલડું ભારે:
મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતની પસંદગી થવાની છે. શ્રેયસ અય્યર પણ ઈજાગ્રસ્ત થયો તે પહેલાં આ યાદીમાં સામેલ હતો. હવે તે લાંબા સમય પછી પાછો આવવાનો છે. આવી પરિસ્થિતિમાં પસંદગીકારો તેમના જૂના દેખાવ પર આધાર રાખે તો તેનું સિલેક્શન થઈ શકે છે પરંતુ ઈજામાંથી સાજા થયા બાદ અત્યાર સુધી એક પણ મેચ રમી નથી. જો આમ થાય તો ઇશાન કિશનને ટીમમાં સામેલ કરી શકાય છે.

કેટલા ઓલરાઉન્ડર્સનું સિલેક્શન થઈ શકે છે?
આમનું સિલેક્શન પાક્કું: હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા
આમની વચ્ચે ટક્કર: વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા

ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને સુંદરની પસંદગી નિશ્ચિત માનવામાં આવે છે, પરંતુ વોશિંગ્ટન સુંદર હજુ પણ ઈજાગ્રસ્ત છે. જો ઓક્ટોબર સુધીમાં તે ઈજામાંથી સાજો થવાની સ્થિતિમાં ન હોય તો તેના સ્થાને કૃણાલ પંડયાની પંસદગી થઈ શકે છે. એવું પણ બની શકે કે સુંદર અને કૃણાલ બંનેની પસંદગી કરવામાં આવે. આવી સ્થિતિમાં એકલા યજુવેન્દ્ર ચહલને સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે પસંદ કરવો જોઈએ.

ઓલરાઉન્ડરોમાં ત્રણ સ્પિનર તો સ્પેશિયાલિસ્ટ સ્પિનર કેટલા સિલેક્ટ કરાશે?
આમનું સિલેક્શન પાક્કું: યુજવેન્દ્ર ચહલ
આમની વચ્ચે ટક્કર: રાહુલ ચાહર, વરુણ ચક્રવર્તી

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને યજુવેન્દ્ર ચહલના રૂપમાં બે સ્પિનરોની પસંદગી થવાની છે. સુંદર ફિટ રહેશે તો ત્રીજો સ્પિનર હશે. નહીતો કૃણાલ પંડયા ત્રીજો સ્પિનર બની શકે છે. પંડયા, રાહુલ ચહર અને વરુણ ચક્રવર્તી વચ્ચે ચોથા સ્પિનર માટે ટક્કર થશે.

ઝડપી બોલરોમાં કોણ-કોણ દાવેદાર?
આમનું સિલેક્શન પાક્કું: જસપ્રીત બુમરાહ
આમની વચ્ચે ટક્કર: ભુવનેશ્વર કુમાર, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ શામી, ટી નટરાજન

ફાસ્ટ બોલર તરીકે બુમરાહની પસંદગી નિશ્ચિત લાગે છે. તેના સિવાય વધુ ત્રણ ફાસ્ટ બોલરોની પસંદગી કરવામાં આવશે. ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ શમી અને ટી નટરાજન વચ્ચે ટક્કર છે. શાર્દુલ, ભુવનેશ્વરની સિલેક્શન તેમની વધુ સારી બેટિંગને કારણે થઈ શકે છે. ડેથ ઓવર્સમાં યોર્કર ફેંકવાની ટી નટરાજનની ખાસિયત છે. તેજ ખાસિયત તેની પસંદગીમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...