INS અરિહંત સબમરીન 14 ઓક્ટોબર એટલે કે શુક્રવારે બંગાળની ખાડીમાં તૈનાત હતી. ભારતીય નૌકાદળના અધિકારીઓએ ટ્રિગર દબાવતાની સાથે જ આ સબમરીનમાંથી K-15 SLBM મિસાઈલ છૂટી હતી. જેણે 750 કિમી દૂરના લક્ષ્યને નષ્ટ કરી દીધું. આ અંગે માહિતી આપતા સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારત હવે પાણીની અંદરથી પણ પરમાણુ હુમલા કરવા સક્ષમ છે. આ રીતે, ભારત વિશ્વનો છઠ્ઠો 'ન્યુક્લિયર ટ્રાયડ' દેશ બની ગયો છે.
જાણો ભાસ્કર એક્સપ્લેનરમાં SLBM મિસાઈલ શું છે? આનાથી ભારતની પરમાણુ ક્ષમતા કેવી રીતે વધી? આ સાથે, તમે ભારતના 'ન્યુક્લિયર ટ્રાયડ' બનવાનો અર્થ પણ જાણશો.
પાણીની અંદરથી છોડાતી મિસાઈલને SLBM કહેવામાં આવે છે
જ્યારે સબમરીનમાંથી મિસાઈલ છોડવામાં આવે છે ત્યારે તેને SLBM એટલે કે સબમરીન લોંચ્ડ બેલિસ્ટિક મિસાઈલ કહેવામાં આવે છે. આધુનિક સબમરીન બેલિસ્ટિક મિસાઇલ ઓવરવોટર અને પાણીની અંદર બંને જગ્યાએથી છોડી શકાય છે. આ મિસાઈલ એકસાથે અનેક ટાર્ગેટ પર હુમલો કરવામાં સક્ષમ છે. તેનો ઉપયોગ પરમાણુ હુમલા માટે પણ થઈ શકે છે. એટલું જ નહીં, તેમની રેન્જ 12,000 કિમી સુધીની હોઈ શકે છે.
ભારતે શુક્રવારે જે SLBMનું પરીક્ષણ કર્યું તે 750 કિમીના અંતર સુધીના તેના લક્ષ્યને નષ્ટ કરવામાં સક્ષમ છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે કોઈ મિસાઈલના સફળ પરિક્ષણના 2 મુખ્ય માપદંડો હોય છે-
પ્રથમ: ઓપરેશનલ
બીજું: તકનીકી
આ બંને માપદંડો પર આ મિસાઈલ સફળ રહી છે. આ સિવાય ભારતે 3,500 કિમીના અંતર સુધીનાં લક્ષ્યોને નષ્ટ કરી શકે તેવી બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ પણ પૂર્ણ કર્યું છે. ટૂંક સમયમાં તેને કાર્યરત કરવાની પણ તૈયારી છે.
5 વર્ષમાં ભારતે પરમાણુ મિસાઈલથી સજ્જ 3 સબમરીન તૈયાર કરી છે
ભારતીય નૌકાદળના કાફલામાં હાલમાં 3 સબમરીન છે, જેના દ્વારા દુશ્મન દેશો પર પરમાણુ મિસાઈલ છોડી શકાય છે. 2009માં પ્રથમ વખત પ્રતીકાત્મક રીતે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનાં પત્નીએ INS અરિહંતને કારગિલ વિજય દિવસના અવસર પર લોન્ચ કરી હતી. આ પછી તેને 2016માં નેવીના કાફલામાં સામેલ કરવામાં આવી હતી. આગામી 5 વર્ષમાં વધુ બે સબમરીન ભારતીય નૌસેનાએ લોન્ચ કરી છે.
2009માં લોન્ચ થયા પહેલાં ભારતે સબમરીનને દુનિયાથી છુપાવીને રાખી હતી. 1990માં, ભારત સરકારે ATV એટલે કે એડવાન્સ ટેક્નોલોજી વેસેલ પ્રોગ્રામ શરૂ કર્યો. આ અંતર્ગત સબમરીનનું નિર્માણ શરૂ થયું હતું.
ઇગ્નીશન ટેક્નોલોજીની મુશ્કેલીને કારણે માત્ર 6 દેશો પાસે છે SLBM મિસાઇલો
સબમરીનથી લોન્ચ કરાયેલી મિસાઈલ એટલે કે SLBM બનાવવાની ટેક્નોલોજી માત્ર મોંઘી જ નથી પણ મુશ્કેલ પણ છે. આ મિસાઈલ બનાવવામાં 2 સૌથી મોટા પડકારો છે...
પ્રથમ પડકાર: ઓછી ઊંચાઈ પરંતુ લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ બનાવવી.
બીજો પડકારઃ સબમરીન મિસાઇલની ઇગ્નિશન ટેક્નોલોજી મુશ્કેલ હોવી
સામાન્ય રીતે, લાંબા અંતરની મિસાઇલોની ઊંચાઇ ખૂબ વધુ હોય છે, પરંતુ સબમરીનની અંદર મૂકવા માટે તેની ઊંચાઈ ઓછી હોવી જરૂરી છે. તેમજ આ અંડરવોટર મિસાઈલનું ઈગ્નિશન કરવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, મિસાઇલ હવાના દબાણ દ્વારા છોડવામાં આવે છે. મિસાઇલ પાણીની સપાટી પર પહોંચતાની સાથે જ ઇગ્નિશન પ્રક્રિયા પૂર્ણ થાય છે. આ પ્રક્રિયાને કારણે આપણે મિસાઈલના પાછળના ભાગમાં આગ અને ધુમાડો જોઈ શકીએ છીએ.
ભારત વિશ્વનો છઠ્ઠો ન્યુક્લિયર ટ્રાયડ દેશ બન્યો
નૌકાદળના કાફલામાં પરમાણુ મિસાઈલથી સજ્જ સબમરીનને સામેલ કર્યા બાદ હવે ભારતીય નૌકાદળનો સૌથી મોટો પડકાર પાણીની અંદરથી મિસાઈલને સફળતાપૂર્વક છોડવાનો હતો. 14 ઓક્ટોબર 2022માં ભારતે આ પડકારને પણ પાર કર્યો છે. INS અરિહંતના K-15 SLBMના સફળ પરીક્ષણ સાથે, ભારત, અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન સિવાય વિશ્વનો છઠ્ઠો ન્યુક્લિયર ટ્રાયડ દેશ બની ગયો છે.
હવે સરળ ભાષામાં સમજો ન્યુક્લિયર ટ્રાયડ શું છે?
આ વાતને ભારત અને પાકિસ્તાનના ઉદાહરણથી સમજીએ. ધારો કે ભારત અને પાકિસ્તાન કાશ્મીરમાં આતંકના મુદ્દે યુદ્ધની તૈયારી શરૂ કરે છે.
પરમાણુ હથિયારો સિવાય સૈન્યશક્તિના મામલે ભારત પાકિસ્તાન પર ભારે છે. એટલે કે જો યુદ્ધ થાય તો ભારતની જીત લગભગ નિશ્ચિત છે.
આવી સ્થિતિમાં પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરવાની યોજના બનાવવા લાગે છે. હવે સવાલ એ છે કે પાકિસ્તાન પહેલા શું વિચારશે?
જવાબ એ છે કે આવી સ્થિતિમાં પાકિસ્તાનની સૌથી મોટી ચિંતા એ હશે કે જો તે પરમાણુ હુમલો કરશે તો તેના જવાબમાં ભારત પણ તેના પર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે. પાકિસ્તાન આ રીતે પોતે પણ નાશ પામશે.
આવી સ્થિતિમાં પાકિસ્તાન ભારત પર એટલા પરમાણુ બોમ્બ ફેંકવાની યોજના બનાવશે કે ભારતની ધરતી સંપૂર્ણપણે નાશ પામે અને તે પાકિસ્તાન પર બદલો લેવાની સ્થિતિમાં નહીં હોય.
અહીં, ભારતે આવા પરમાણુ હુમલાના જવાબમાં દુશ્મન પર પરમાણુ હુમલો કરવાની ક્ષમતાને જાળવી રાખવા માટે અગાઉથી તૈયારી કરી રાખી હશે. આની બે રીત છે..
પ્રથમ પદ્ધતિ - મિસાઇલ અને ફાઇટર પ્લેનને પરમાણુ હથિયારોથી સજ્જ એવાં સ્થળોએ રાખવાં જે પરમાણુ હુમલા છતાં પાકિસ્તાનને જવાબ આપી શકે. આવાં સ્થળોએ ઊંચા પર્વતીય વિસ્તારો, દૂરના આંદામાન અને નિકોબાર જેવા ટાપુઓ અને અંડરગ્રાઉન્ડ સાઈલોઝ મિસાઇલો છુપાવવા માટે સામેલ છે.
બીજી રીત - જમીનથી લોન્ચ કરાયેલી મિસાઈલો અને એરક્રાફ્ટમાંથી પરમાણુ બોમ્બ છોડવાની ક્ષમતા સાથે સમુદ્રમાં યુદ્ધજહાજો અને સબમરીનમાંથી પરમાણુ મિસાઈલ છોડવાની ક્ષમતા વિકસાવવી. આમાં પરમાણુ-સંચાલિત સબમરીન પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, કારણ કે યુદ્ધજહાજો શોધીને ડુબાડી શકાય છે, પરંતુ ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ કરતી સબમરીન શોધવી સરળ નથી.
આ રીતે સ્પષ્ટ છે કે જમીન પરથી મિસાઈલ દ્વારા, હવામાંથી ફાઈટર જેટ દ્વારા અને સમુદ્રમાંથી સબમરીન દ્વારા પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવાની ક્ષમતાને ન્યુક્લિયર ટ્રાયડ કહેવામાં આવે છે.
K-15 SLBMના લોન્ચિંગ બાદ હવે દુશ્મન દેશો ભારતથી ડરશે
ભારતે આ ક્ષમતા વિકસાવી છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનની સામે હંમેશાં ચિંતા રહેશે કે ભારત પર ભલે ગમે તેટલો મોટો પરમાણુ હુમલો કરવામાં આવે, પરંતુ ભારત ગુપ્ત રીતે વિશાળ સમુદ્રમાં ફરતી સબમરીનો દ્વારા હંમેશાં જવાબી પરમાણુ હુમલો કરીને તેને નષ્ટ કરવાની સ્થિતિમાં રહેશે.
આ ડરને કારણે તે ક્યારેય ભારત પર પરમાણુ હુમલો નહીં કરે. ન્યુક્લિયર ટ્રાયડ દ્વારા પરમાણુ શસ્ત્રોના આ સંતુલનને ન્યુક્લિયર ડેટરન્ટ કહેવામાં આવે છે, એટલે કે, પરમાણુ સંરક્ષણ ડેવલપ કરવું કહે છે. આ ડેટરન્ટ છે તેથી જ વારંવાર એવું કહેવામાં આવે છે કે પરમાણુ શસ્ત્રો ઉપયોગ કરવા માટે હોતાં નથી. અથવા શાંતિ જાળવવા માટે પરમાણુ શસ્ત્રો જરૂરી છે.
જો તમે આખા સમાચાર વાંચ્યા હોય તો હવે આ પોલમાં ભાગ લો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.