તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:ટ્વિટરે શા માટે ટ્રમ્પનું અકાઉન્ટ બંધ કર્યું, ટ્રમ્પ હવે શુ કરી શકે છે; આ પ્રકરણમાં મિશેલ ઓબામાનું નામ શા માટે સામે આવ્યું

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર અકાઉન્ટને ટ્વિટરે કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દીધુ છે. શનિવારે ટ્વિટરે ટ્રમ્પના ટ્વિટથી ફરી હિંસા ભડકવાની આશંકાને જોતા તેમના અકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધુ છે. ટ્વિટર પર ટ્રમ્પના અકાઉન્ટને સસ્પેન્ડ કરવાનું દબાણ હતું. અનેક હસ્તીઓ જેમા મિશેલ ઓબામાનો સમાવેશ થાય છે તેમણે ટ્રમ્પના અકાઉન્ટને બંધ કરવાની માંગ કરી હતી.

ટ્રમ્પે શુ ટ્વિટ કર્યું કે જેને લીધે અકાઉન્ટ બંધ થયું?
'ટ્રમ્પે શુક્રવારે બે ટ્વિટ કર્યાં હતા. એકમાં તેમણે હિંસા કરનારા પોતાના સમર્થકોને ક્રાંતિકારી ગણાવ્યા હતા, તો બીજા ટ્વિટમાં તેમણે કહ્યું કે 20 જાન્યુઆરીના રોજ યોજાનાર પ્રેસિડેન્શિયલ ઈનોગરેશન (બાઈડનના શપથ સમારંભ)માં નહીં જાય. આ બન્ને ટ્વિટ બાદ ટ્રમ્પના અકાઉન્ટના ટ્વિટ દેખાવાના બંધ થઈ ગયા. અકાઉન્ટ સસ્પેન્ડ મેસેજ શો થવા લાગ્યો. ટ્રમ્પના આ ટ્વિટર અકાઉન્ટ પર 8.8 કરોડથી વધારે ફોલોઅર હતા.

ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ કોને લીધે સસ્પેન્ડ થઈ ગયું
ટ્વિટરે આ ટ્વિટ્સને ગુરુવારે થયેલી હિંસાને યોગ્ય ઠરાવી હોવાનું માનવામાં આવે છે. ટ્વિટરનું કહેવું હતું કે આ ટ્વિટ લોકોને ગુરુવારના રોજ થયેલી ગુનાહિત ઘટનાનું પુનરાવર્તન કરવા ઉશ્કેર્યાં છે. જે ટ્વિટરના સિવિક ઈન્ટીગ્રિટી પોલિસી સામે છે. ટ્વિટરે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે ટ્રમ્પનું પર્સનલ અકાઉન્ટ @realDonaldTrump તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહ્યું છે.

ટ્વિટરે પોતાના બ્લોગ પોસ્ટમાં શુ કહ્યું છે?
ટ્વિટરે પોતાના પ્લોગ પોસ્ટમાં કહ્યું હતું કે અમે બુધવારે કહ્યું હતું કે ટ્રમ્પ જો આગામી સમયમાં પણ ટ્વિટરની પોલિસીને નજરઅંદાજ કરી ભડકાઉ ટ્વિટ કરે છે તો તેમની સામે કડક પગલા ભરવામાં આવશે. ત્યારબાદ પણ તેમણે શુક્રવારે ફરી ભડકાઉ ટ્વિટ કર્યાં. અમે પ્રથમ વખત કહ્યું છે કે કોઈ પણ મોટા નેતાનું અકાઉન્ટ અમારા નિયમોથી ઉપર નથી. પોસ્ટમાં ટ્વિટરે ટ્રમ્પના બન્ને ટ્વિટ પણ રજૂ કર્યા છે અને તેનું એનાલિસિસ પણ લખ્યુ છે. જે તેમના અકાઉન્ટના કાયમી સસ્પેન્શનનું કારણ બન્યું.

ટ્વિટરની કાર્યવાહી અંગે ટ્રમ્પે શુ કહ્યું?
પર્સનલ અકાઉન્ટ બંધ કરવામાં આવ્યા બાદ ટ્રમ્પે રાષ્ટ્રપતિના ઓફિશિયલ અકાઉન્ટ@POTUSથી ટ્વિટ કર્યું, 'અમે ભવિષ્યમાં એક નવું પ્લેટફોર્મ બનાવશું. અમારો અવાજ દબાવી શકાય નહીં. ટ્વિટર અમારા અધિકારને દબાવવામાં વ્યસ્ત છે. ટ્વિટરે ડેમોક્રેટ્સ સાથે મળી મારું અકાઉન્ટ હટાવી દીધુ. 7 કરોડ 50 લાખ લોકોના અવાજોને દવાબી શકાય નહીં.' ટ્રમ્પના આ ટ્વિટને પણ ટ્વિટરે કેટલીક સેકન્ડની અંદર ડિલીટ કરી દીધું. ટ્રમ્પે અન્ય અકાઉન્ટ્સથી પણ ટ્વિટ કર્યું, પણ તેને પણ કંપનીએ તાત્કાલિક ડિલીટ કરી દીધું.

ટ્રમ્પના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ શુ કોઈ કાર્યવાહી થઈ છે?
ટ્વિટર અગાઉ શુક્રવારે ફેસબુકે પણ ટ્રમ્પને તેમના કાર્યકાળના બાકી સમય એટલે કે 20 જાન્યુઆરી સુધી પ્રતિબંધ મુક્યો હતો. આ ઉપરાંત સ્નેપચેટ, યુટ્યુબ, ટ્વિટર અને રેડિટે પણ ટ્રમ્પને પોતાના પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુક્યો છે.

મિશેલ ઓબામાનું આ કેસમાં શુ કનેક્શન છે?
અત્યાર સુધી ફ્રી સ્પીચના નામ પર પ્રતિબંધ લગાવવાથી બચતા રહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે ભારે દબાણ હતું. અમેરિકાના કેટલાક સાંસદ સભ્યો સહિત દેશની અનેક મોટી હસ્તીઓ ટ્રમ્પના અકાઉન્ટને પ્રતિબંધિત કરવાની માંગ કરી રહ્યા હતા. તેમા ભૂતપુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાનો પણ સમાવેશ થાય છે. તેને લીધે ટ્રમ્પ આરોપ લગાવી રહ્યા છે કે ડેમોક્રેટ્સના કહેવાથી ટ્વિટરે તેમની સામે પગલા ભરવામાં આવી રહ્યા છે.

ટ્વિટરની સિવિક ઈન્ટીગ્રિટી પોલિસી શુ છે?
તમે ચૂંટણી સહિત કોઈ પણ પ્રકારની સિવિક પ્રોસેસ (નાગરિક પ્રક્રિયા)માં દરમિયાનગીરી કરવા અથવા તેને અસર કરવા માટે ટ્વિટરનો ઉપયોગ કરી શકતા નથી. તેમાં તમે એવો કોઈ કન્ટેન્ટ, ફોટો અથવા વીડિયો શેર કરી શકતા નથી કે જે લોકોને ગેરમાર્ગે દોરે. ટ્વિટર ચૂંટણી, કોઈ મુદ્દા પર રેફરેન્ડમ, વસ્તી ગણતરી જેવા મુદ્દે સિવિક પ્રોસેસનો હિસ્સો માનવામાં આવે છે.

કેવી રીતે અકાઉન્ટ બ્લોક થાય છે?
સૌથી પહેલા ટ્વિટર પર તેની જમણી બાજુ આવતા ઓપ્શન બારમાં રિપોર્ટ ટ્વિટનો ઓપ્શન આપવામાં આવે છે. જો તમે કોઈ પણ પ્રકારના ટ્વિટ પર રિપોર્ટ ટ્વિટ કરો છો તો ટ્વિટર તમને કેટલાક વિકલ્પો આપે છે. આ વિકલ્પોને પસંદ કર્યા બાદ ટ્વિટને રિપોર્ટ કરી શકો છો. ત્યારબાદ ટ્વિટર તેને તપાસે છે અને જો ફરિયાદ યોગ્ય જણાય છે તો અકાઉન્ટ બ્લોક થઈ શકે છે.

બીજુ, જો કોઈ તમારા ટ્વિટની ફરિયાદ ટ્વિટરના અધિકૃત હેન્ડલ્સ પર કરે છે તો પણ ટ્વિટર તેને ક્રોસ ચેક કરે છે. ફરિયાદ ખરી જણાય તો અકાઉન્ટ બ્લોક થઈ શકે છે.

ત્રીજુ, ટ્વિટર પોતે પણ અકાઉન્ટ પર નજર રાખે છે. જો ટ્વિટરની પોલિસીનું ઉલ્લંઘન થાય છે તો ટ્વિટર તેને બ્લોક કરી શકે છે. જેમ કે ટ્રમ્પના અકાઉન્ટ સાથે થયુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser