તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • Shubman Gill Wife Name Sara Tendulkar | Rashid Khan Wife As Ashuskha Sharma | Know Everything About Why Google Search Showing Wrong Results

ભાસ્કર એક્સ્પ્લેનર:પહેલા અનુષ્કાને રાશિદ ખાનની અને હવે સારા તેન્ડુલકરને શુભમન ગિલની પત્ની કહી, ગૂગલના જવાબ ખોટા કેમ હોય છે?

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગૂગલ સર્ચ ભાન ભૂલી ગયું હોય તેમ લાગી રહ્યું છે. તેને સવાલ કંઈક કરો અને તે જવાબ કોઈ બીજો જ આપે છે. IPLમાં કોલકાતા નાઈટરાઈડર્સ અર્થાત KKR માટે રમી રહેલા શુભમન ગિલે ગત મહિને 21 વર્ષ થવા પર સેલિબ્રેટ કર્યું હતું હવે ગૂગલે તેના લગ્ન પણ કરાવી લીધા છે. તે પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરની દીકરી સારાથી. ગૂગલની ભૂલનો આ કોઈ પ્રથમ કેસ નથી.

ગત અઠવાડિયે ગૂગલે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની એક્ટ્રેસ અનુષ્કા શર્માને અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનની પત્ની જણાવી હતી. લોકોએ આ વાતનો ખૂબ મજાક પણ ઉડાવ્યો હતો. શું ખરેખર ગૂગલ સર્ચ પોતાનું ભાન ભૂલ્યું છે? તે શા માટે જવાબ આપવામાં ભૂલો કરી રહ્યું છે? શું ગૂગલ પર સાચા જવાબો માટે ભરોસો ન કરવો જોઈએ? આવો આ સવાલોના જવાબ શોધીએ...

જવાબ આપવામાં ગૂગલ ભૂલો શા માટે કરે છે?
સૌ પ્રથમ એ સમજવું પડશે કે, જવાબો આપવા માટે ગૂગલ પાસે તેની કોઈ સિસ્ટમ નથી. SEO એક્સપર્ટ આલોક રઘુવંશી જણાવે છે કે, ગૂગલ પોતે કોઈ સવાલનો જવાબ આપતું નથી. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટૂલ્સનો ઉપયોગ કરે છે. બેસ્ટ જવાબ આપનાર વેબપેજને દર્શાવે છે. જો તમે ગૂગલને જ્ઞાની માનીને કશું પૂછી રહ્યા છો તો તે યોગ્ય નથી. તે તરસ્યાંને કૂવા સુધી લઈ જવાનું કામ જરૂર કરે છે, પરંતુ તેને એ ખબર નથી હોતી કે તે કૂવાનું પાણી પીવાલાયક છે કે કેમ. તેનો નિર્ણય યુઝરે કરવાનો હોય છે.

શું તમે કોઈપણ માહિતી માટે ગુગલ પર વિશ્વાસ કરી શકો છો?
અહીં મુદ્દો ગૂગલ પર વિશ્વાસ કરવાનો નથી. ગૂગલ કોઈ જવાબ આપતું નથી. તે તમારા દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતું સૌથી રિલેવન્ટ પેજેસને સામે લઈને રાખે છે. હવે તે તમારા પર છે કે તમારી સામે જે વેબપેજ આવ્યું છે, તેમાંથી તમે કોના પર વિશ્વાસ કરી શકો છો અને કોના પર નહીં. ઉદાહરણ તરીકે સર્ચમાં હંમેશાં વિકિપીડિયાનાં પરિણામો સૌથી પહેલા સામે આવે છે. પરંતુ તે સંપૂર્ણ રીતે કમ્યુનિટી-બેસ્ડ પ્લેટફોર્મ છે. અહીં કન્ટેન્ટને કોઈપણ એડિટ કરી શકે છે. કોના પર વિશ્વાસ કરવાનો છે અને કોના પર નહીં, તે યુઝર નક્કી કરે છે.

ગૂગલ દર વખતે 100% રિલેવન્ટ રિઝલ્ટ કેમ નથી આપી શકતું?
તમારે સમજવું પડશે કે કોઈપણ વાતનું રિલેવન્ટ સર્ચ કરનારી વ્યક્તિની પસંદ, તેનું લોકેશન અને ટાઈમિંગ પર આધારિત છે. કોફી સર્ચ કરવા પર સ્ટારબક્સ સૌથી રિલેવન્ટ હોઈ શકે છે અને બરિસ્તા પણ અને કોઈના માટે કેફે કોફી ડે પણ. ત્યારબાદ ભાષાને અમુક હદ સુધી સર્ચના રિલેવન્ટને અસર કરે છે. એક જ વાતને ઘણી રીતે કહી શકાય છે, તેના કારણે જરૂરી નથી કે ગૂગલ અથવા કોઈપણ સર્ચ એન્જિન દરેક વાતને એવી રીતે સમજે જેવું તેને કહેવામાં આવ્યું હોય. તેવી જ રીતે સમાનાર્થી, એકથી વધુ અર્થવાળા શબ્દો, સ્પામ પણ સર્ચને અસર કરે છે.

પરંતુ, ગૂગલ જવાબો આપે તે પહેલાં, તે કેમ વિશ્વાસપાત્ર નથી દેખાતું?
તે તેના માટે બનાવવામાં આવ્યું નથી. જ્યારે તેને ખબર પડે છે કે કોઈ વેબસાઈટ ભ્રામક માહિતી આપી રહી છે તો તે તેના પર પ્રતિબંધ લગાવી શકે છે. તેનાથી વધારે કઈ નથી. સર્ચ એન્જિનને સૌથી વધારે મદદ મળે છે મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ટૂલ્સથી. પરંતુ અહીં પણ કોઈ કન્ટેન્ટને તેની લોકપ્રિયતાના આધાર પર રેકિંગ આપે છે. તેનો અર્થ એ થયો કે જે ફેક ન્યૂઝ સ્ટોરી વધારે લોકપ્રિય થઈ જાય છે, તે પણ ગૂગલના સર્ચ રિઝલ્ટમાં સૌથી ટોચ પર આવવા લાગે છે.

સારા અને અનુષ્કાના નામને લઈને શું ભૂલ થઈ?
થોડા દિવસમાં શુભમન ગિલે એક કાર ખરીદી તો તેનો ફોટો તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. તેના પર સારા તેંડુલકરે રિએક્ટ કર્યું હતું અને તેના પર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ શુભમન ગિલની મજાક કરી હતી. ત્યારબાદ સમાચાર આવ્યા કે શુભમન અને સારા ડેટ કરી રહ્યા છે. આ સમાચાર જ ગૂગલ સર્ચમાં ટોપ પર જોવા મળી રહ્યા છે અને સારાને શુભમનની પત્ની ગણાવી. આવી જ રીતે થોડા દિવસ પહેલાં રાશિદ ખાને એક ઈન્ટરવ્યુમાં અનુષ્કા શર્મા, પ્રીટી ઝિન્ટાને પોતાની પસંદગીની અભિનેત્રી ગણાવી હતી. આ ઈન્ટરવ્યુમાં તેના લગ્નને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. જ્યારે ગૂગલ સર્ચ પર રાશિદ ખાનની પત્ની વિશે પૂછવામાં આવ્યું તો તેને આ ઈન્ટરવ્યુના કી-વર્ડ્સને જોડીને અનુષ્કા શર્માને જણાવી દીધું. એટલે કે બંને કેસમાં ભૂલ સર્ચ એન્જિનનું કામ કરવાની રીતના કારણે થઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો