તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • Should I Take Advantage Of Moratorium On Home Loan, Car Loan Or Not? If The Three month Installment Is Not Paid, The Loan Term Will Be Extended By One Year

ભાસ્કર એક્સપ્લેનર:હોમ લોન, કાર લોન પર મોરેટોરિયમનો લાભ લેવો જોઈએ કે નહીં? જો ત્રણ મહિનાનો હપતો નહીં ભરો તો લોનની અવધિ એક વર્ષ વધી જશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બર સુધી લોન મોરેટોરિયમની મુદત લંબાવી
  • એનો લાભ લેવો જોઈએ કે નહીં, લોકો મૂંઝવણમાં મુકાયા છે

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ લોન મોરેટોરિયમની મુદત 28 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે, એટલે કે 28 સપ્ટેમ્બર સુધી જો તમે હોમ લોન અને કાર લોનના હપતા નહીં ચૂકવો તો તમારો ક્રેડિટ સ્કોર બિનઅસરકારક રહેશે. જો હપતાની ચુકવણી કરવામાં નહીં આવે તો બેંક લોનને નોન-પર્ફોર્મિંગ એસેટ (એનપીએ)માં નહીં મૂકી શકાય.

હવે એનાથી ઘણા લોકોને સવાલ થઈ રહ્યો છે કે એ ફાયદાકારક રહેશે કે નહીં? શું મોરેટોરિયમનો લાભ ઉઠાવીને તેઓ આ પૈસાનો ઉપયોગ બીજે ક્યાંય કરી શકે છે? એના પર અમે સમગ્ર મુદ્દાને સમજવાનો પ્રયાસ કર્યો અને એ પણ જાણવા મળ્યું કે તમારા ફાયદામાં શું રહેશે?

સૌથી પહેલા સમજો કે શું છે મોરેટોરિયમ?

  • કોરોના બાદ લોકડાઉન કરવામાં આવ્યું હતું. કામ-ધંધા બંધ થઈ ગયા. ઘણા લોકોની નોકરી જતી રહી છે. આવી સ્થિતિમાં લોકો માટે હપતાની ભરપાઈ કરવી મુશ્કેલ થઈ ગઈ હતી. ત્યારે રિઝર્વ બેંકે લોન મોરેટોરિયમની સુવિધા આપી હતી, એટલે કે લોન પર હપતા મુલતવી રાખવામાં આવ્યા.
  • RBIએ અગાઉ 31 મે 2020 સુધી તમામ ટર્મ લોન પર હપતા પર મોરેટોરિયમ આપ્યું અને ફરીથી આ સમયગાળાને ત્રણ મહિના વધારીને 31 ઓગસ્ટ કરી દીધો, એટલે કે છ મહિના સુધી હપતા ચૂકવવામાં ન આવે તોપણ ક્રેડિટ સ્કોર બિનઅસરકારક રહેશે.
  • ઓગસ્ટમાં રિઝર્વ બેંકે મોરેટોરિયમને વધુ લંબાવવાનો ઇનકાર કર્યો હતો. એ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે જો હજી પણ કોઈને મુશ્કેલી છે તો તે લોન રિસ્ટ્રક્ચર કરી શકે છે. બેંકોને પણ એના માટે છૂટ આપવામાં આવી છે. જેથી નવી શરૂઆતથી હપતાની ચૂકવવાની પ્રક્રિયા નક્કી કરી શકાય.

સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો અને કેમ?

  • મોરેટોરિયમ બાબતે વિવાદ થયો હતો. જો તમે લોન પર મોરેટોરિયમનો લાભ લો છો અને હપતાની ચુકવણી નથી કરી તો તે અવધિનું વ્યાજ મૂળ ધનમાં જોડવામાં આવશે, એટલે કે હવે મૂળ ધન + વ્યાજ પર વ્યાજ લાગશે. આ વ્યાજ પર વ્યાજનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે.
  • સુપ્રીમ કોર્ટમાં બીજી રાહત માગવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિમાં હજી સુધારો થયો નથી. આવી સ્થિતિમાં મોરેટોરિયમ વધારવું જોઈએ. સુપ્રીમ કોર્ટે આ દલીલો સાંભળ્યા બાદ જ 28 સપ્ટેમ્બર સુધી મુદત લંબાવી છે.
  • કેન્દ્ર સરકારને બે સપ્તાહમાં રાહતની નવી ફોર્મ્યુલા સૂચવવા પણ કહેવામાં આવ્યું છે. એના માટે રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. અહીં બેંકોની સાથે સંબંધિત પક્ષો સાથે વાતચીત કરવામાં આવશે અને કેન્દ્ર સરકારને તેનાં સૂચનો આપશે.

શું મોરેટોરિયમનો લાભ લેવો યોગ્ય છે?

  • બેંક બાઝારના CEO આદિલ શેટ્ટીના જણાવ્યા પ્રમાણે, જો તમને કોરોના કારણે ઘણી તકલીફ થઈ છે તો આ તમારા માટે રાહત છે, પરંતુ લોન લેનારાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે મોરેટોરિયમનો લાભ ઉઠાવવાથી બાકીની રકમ પર વ્યાજ ચાલુ રહેશે.
  • શેટ્ટીના જણાવ્યા પ્રમાણે, જો તમે ત્રણ મહિનાથી હપતો ચૂકવ્યો નથી તો તમારી લોન ચુકવણીની અવધિ એક વર્ષ વધી જશે, એટલે કે તમે 15 વર્ષ માટે લોન લીધી હતી અને ત્રણ મહિના હપતા ચૂકવ્યા નથી તો હવે લોન 16 વર્ષ ચાલુ રહેશે.
  • તેઓ સૂચવે છે કે જો તમારી લોન પ્રારંભિક તબક્કે છે, તો તમારા માટે આજની રાહત આવતીકાલની મુશ્કેલી બની જશે. જો તમારા હપતા ભરવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હોય તો જ તમે મોરેટોરિયમનો લાભ ઉઠાવવો, નહીં તો ન ઉઠાવવો.

તો શું RBIએ કોઈ રાહત આપી નથી?

  • આવું કહેવું ખોટું હશે. RBIએ લોનને રિસ્ટ્રક્ચર કરવાની મંજૂરી તમામ બેંકોને આપી છે, પરંતુ એવું પણ કહેવું છે કે જે લોકોની લોન પર કોવિડ-19ને કારણે અસર થઈ છે તેમને જ બે વર્ષની અવધિ વધારીને રિસ્ટ્રક્ચરિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે.
  • કોર્પોરેટ લોનને લઈને રિઝર્વ બેંકના ICICI બેંકના પૂર્વ ચેરમેન કેવી કામથની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેથી લોન લેનારને રિસ્ટ્રક્ચરિંગનો લાભ લેવા માટે શરતો નક્કી કરી શકાય.
  • કોવિડથી 15.52 લાખ કરોડ રૂપિયાનું દેવું તણાવમાં છે. લગભગ 22.20 લાખ કરોડ રૂપિયાની લોન પહેલાં જ એનપીએમાં જવાની હતી, એટલે કે બેંકોએ જેટલી લોન આપી છે, એમાં પણ 72 ટકા લોન ખરાબ લોનની કેટેગરીમાં આવી રહી છે.

કામથ સમિતિના રિપોર્ટે શું સૂચન કર્યું છે?

  • ICICI ડાયરેક્ટર રિસર્ચ રિપોર્ટના જણાવ્યા અનુસાર, સમિતિએ 26 સેક્ટરોની ઓળખ કરી છે, જેની લોન પર કોવિડ-19ની સૌથી વધારે અસર થઈ છે. તેમની લોનને રિસ્ટ્રક્ટર કરવા માટે વિસ્તૃત પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
  • આ નિષ્ણાત સમિતિએ, દરેક સેક્ટર માટે કોર્પોરેટથી સંબંધી રેશિયોની લિમિટ નક્કી કરી છે, જેમ કે, ઈબીઆઈડીટીએ, ડીએસસીઆર, કરન્ટ રેશિયો, એડીએસસીઆર વગેરે. તે કંપનીઓની કમાણી અને નફાથી સંબંધિત છે.
  • રિસર્ચ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આ 26 સેક્ટરોને કુલ 37 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે, એમાંથી 15-20%ની રેન્જમાં લોન રિસ્ટ્રક્ચર થઈ શકે છે. આ પગલું બેંકિંગ સેક્ટર માટે પણ સારું છે, નહીં તો, મોટા ભાગની લોન એનપીએમાં રાખવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો