ભાસ્કર એક્સપ્લેનર:કોરોના સંક્રમણ પછી પણ રસી લેવી જોઈએ? એ બાળકોને પણ લગાવાશે? જાણો બધું

10 મહિનો પહેલાલેખક: ડૉ. પૂનમ ચંદાની
  • કૉપી લિંક

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના વાઇરસ વેક્સિનને લઈને Q&A જારી કર્યા છે. એમાં એ પ્રશ્નોનો જવાબ આપવામાં આવ્યો છે, જેના વિશે લોકોનાં મનમાં જિજ્ઞાસા છે. કેન્દ્ર સરકાર કહે છે કે વેક્સિન લેવી ફરજિયાત નથી. એ સંપૂર્ણપણે તમારી ઈચ્છા પર નિર્ભર રહેશે.

એના પછી પણ સરકાર કહી રહી છે કે કોરોનાથી બચવા માટે અને પોતાના પરિવારના સભ્યો, મિત્રો, સંબંધીઓ અને કો-વર્કર્સમાં તેનો પ્રસાર રોકવા માટે વેક્સિન લગાવવી જોઈએ. એ તમારી સુરક્ષા માટે છે. જે લોકો કોરોના વાઇ​​​રસ પોઝિટિવ થઈ ચૂક્યા છે, શું તેમણે પણ વેક્સિન લગાવવી જોઈએ? સરકારે તો કહી દીધું કે લગાવવી જોઈએ, પણ શા માટે? આવા અનેક સવાલો છે, જેના જવાબો અમે તમને અહીં આપી રહ્યા છીએ...

શું બાળકોને વેક્સિન લગાવવી પડશે?
આ મામલે કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન્સ નથી. ભારતમાં જે વેક્સિનની ટ્રાયલ્સ થઈ છે તેમાં બાળકોને ટ્રાયલ્સમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે. એવામાં વેક્સિન લગાવાથી તેમના પર શું અસર થશે, એ અત્યારસુધી તો અમને ખ્યાલ નથી. આ રીતે વાત તો એવી પણ થઈ રહી છે કે ગર્ભવતી મહિલાઓ અને બ્રેસ્ટ ફીડિંગ કરાવી રહેલી મહિલાઓને પણ ટ્રાયલ્સમાંથી બહાર રાખવામાં આવી છે. આ કારણથી તેમને વેક્સિનેટ કરવા પણ સુરક્ષિત નથી.

અત્યારસુધીનો અભ્યાસ કહે છે કે 14 વર્ષ સુધીની વય ઉછેરની વય હોય છે. આ દરમિયાન વેક્સિન તેમના ગ્રોથ પર અસર કરી શકે છે. આ કારણથી તેમને ટ્રાયલ્સમાંથી બહાર રખાયા હતા અને હવે વેક્સિનેશનમાંથી પણ બહાર રાખવામાં આવ્યા છે.

આમેય કોરોના વાઇરસની અસર આ વયનાં બાળકો પર સૌથી ઓછી જોવા મળી છે. સમગ્ર દુનિયામાં 14 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં કોરોના વાઇરસ ગંભીર હોવા કે મોત થવાના મામલા પણ ખૂબ ઓછા છે, પરંતુ અહીં એ જણાવવું જરૂરી છે કે અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ (સીડીસી)એ ગર્ભવતી મહિલાઓ અને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી એટલે કે લેક્ટેટિંગ મધર્સને પણ વેક્સિનેટ કરવાની ભલામણ કરી છે. તેમનું કહેવું છે કે તેમને વેક્સિન લગાવવી સુરક્ષિત છે. અમેરિકામાં ટીનેજર્સ એટલે કે 16 વર્ષથી વધુ વયના લોકોને પણ વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં ભારતમાં એ અંગે કોઈ સ્ટડી થયો નથી.

જો તમને કોરોના વાઇરસ થઈ ચૂક્યો છે તો તમારે વેક્સિન શા માટે લગાવવી જોઈએ?
અત્યારના સમયે જે વાતો સામે આવી છે તેના આધારે વેક્સિન લગાવવી એ જ સારો વિકલ્પ છે. જેમને કોરોના થઈ ચૂક્યો છે તેમને ફરી નહીં થાય એવી કોઈ ગેરંટી નથી. જે એન્ટિબોડી શરીરમાં ડેવલપ થયા છે એ કેટલા સમય સુધી ટકશે, કોઈ કંઈ કહી શકે તેમ નથી.

જો કોઈ પેશન્ટમાં ઓછી માત્રામાં એન્ટિબોડી બન્યા છે તો તે ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે. એનાથી ફરીવાર કોરોના વાઇરસ થવાનું જોખમ બની રહે છે. કેટલાક લોકોનો તો રિપોર્ટ પણ થયો છે. આ કારણથી કોરોના થયો હોય કે નહીં, જો આપ કે આપના કોઈ નજીકના પરિવારજન હાઈ-રિસ્ક કેટેગરીમાં છે તો વેક્સિન લગાવવી જોઈએ.

વેક્સિન લગાવવાના અનેક ફાયદા પણ છે. આ ઈમ્યુનિટી બૂસ્ટરનું કામ કરશે. હોસ્પિટલમાં કોઈ બીમારીનો ઈલાજ કરાવવા કે સફર કરવાની સ્થિતિ આવી તો વારંવાર ટેસ્ટિંગની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. વેક્સિનેશન થયું છે તો એનાથી તમારે અનેક કામો કોઈ પરેશાની વિના કરવાની સુવિધા મળશે.

આ રીતે શરૂઆતમાં ટેસ્ટિંગ ઘણું ઓછું હતું. પરિણામો પણ એટલા સચોટ આવતાં નહોતાં, જેટલાં પછી RTPCR કે અન્ય ટેસ્ટિંગ પ્રોસેસથી સામે આવ્યાં. એવામાં વેક્સિનેશન થઈ ગયું હશે તો મનમાં કોઈ પ્રકારની આશંકા નહીં રહે.

સરકારનું સંપૂર્ણ ફોકસ એ લોકોને વેક્સિનેટ કરવા પર છે, જેમની ઈમ્યુનિટી નબળી છે. આ કારણથી જે લોકોની ઈમ્યુનિટી સારી છે તેમને શરૂઆતના તબક્કામાં વેક્સિનેશનથી અલગ રાખવામાં આવ્યા છે, પરંતુ એ કેવી રીતે ખબર પડશે કે તમારી ઈમ્યુનિટી સ્ટ્રોંગ છે.

વેક્સિનને લઈને પ્રાયોરિટી ગ્રુપ્સમાં હોવાનો મતલબ શો છે?
સરકારે નક્કી કર્યું છે કે દેશની 30 કરોડની વસતિને 2021માં ઓગસ્ટ સુધીમાં વેક્સિનેટ કરી દેવામાં આવશે. તેમાં હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ (પોલીસ, આર્મ્ડ ફોર્સિસ, મ્યુનિસિપલ વર્કર્સ, ટીચર્સ જેવા ગ્રુપ્સ) અને હાઈ રિસ્કમાં સામેલ લોકો (50 વર્ષથી વધુ વયના અને 50 વર્ષથી ઓછી વયના એવા લોકો જેમને ડાયાબિટીઝ, બ્લડપ્રેશર કે અન્ય પરેશાનીઓ છે)ને વેક્સિનેટ કરવામાં આવશે.

શરૂઆતમાં વેક્સિન સૌના માટે એકદમથી ઉપલબ્ધ નહીં થાય. આ કારણથી સરકારે પ્રાયોરિટી ગ્રુપ્સ બનાવ્યાં છે કે જેથી જેમને સૌથી વધુ જરૂર છે તેમને સૌથી પહેલા વેક્સિનેશન કરવામાં આવે. હેલ્થકેર વર્કર્સ સૌથી વધુ રિસ્કમાં છે, તેમનામાં ઈન્ફેક્શન અને ડેથ રેટ પણ સૌથી વધુ છે. આ કારણથી તેમને સૌની પહેલા વેક્સિનેશનના પ્રાયોરિટી ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. હેલ્થકેર સેક્ટર સારી રીતે કામ કરતું રહે એ માટે એ જરૂરી પણ છે.

ઈમ્યુનોકોમ્પ્રોમાઈઝ્ડ લોકોને વેક્સિન લગાવવી જોઈએ કે નહીં?
ઈમ્યુનોકોમ્પ્રોમાઈઝ્ડ લોકોનો મતલબ છે, જેમની ઈમ્યુનિટી એટલી સ્ટ્રોંગ નથી, જેટલી સામાન્ય લોકોની હોય છે. તેમાં કેન્સર, ડાયાબિટીઝ જેવી બીમારીઓનો સામનો કરી રહેલા લોકો સામેલ છે. અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ (સીડીસી)ની ગાઈડલાઈન્સ અનુસાર, આ લોકોએ વેક્સિન લગાવવી જોઈએ. એનાથી જ ડેથરેટને કાબૂમાં કરી શકાશે.

કયા લોકોએ ન લગાવવી જોઈએ વેક્સિન?
વિદેશોમાં જે લોકોને વેક્સિનેશન પ્રોસેસમાંથી બહાર રાખવામાં આવ્યા છે, તેમાં હેલ્થ કન્ડિશન્સ અને વયને ફેક્ટર ગણાવાયા છે. આ લોકોને વેક્સિન લગાવવાથી ફેફસાંના ઈન્ફેક્શન સામે આવ્યાં છે. આ કારણથી જો કોઈને ફેફસાંનું સંક્રમણ થયું છે તો તેમને વેક્સિનેશનમાંથી બહાર રખાયા છે.

આ રીતે એલર્જિક પેશન્ટ્સને પણ વેક્સિનેશનથી અલગ રખાયા છે. જો કોઈ વ્યક્તિને આ પહેલાં કોઈ વેક્સિનથી એલર્જિક રિએક્શન થયું છે તો તેને આ પ્રોસેસમાંથી બહાર રાખવામાં આવ્યા છે. જેમને ઈન્જેક્શનથી એલર્જી થાય છે તેમને પણ આ કેટેગરીમાં સામેલ કરાયા છે, એટલે કે તેમણે પણ હાલ વેક્સિન ન લગાવવી જોઈએ.

કેન્સર કે અન્ય કોઈ ક્રોનિક બીમારીઓનો સામનો કરી રહેલા લોકોને હાલ વેક્સિનેશનથી દૂર રખાયા છે. ઉદાહરણ તરીકે સિકલ સેલ એનિમિયાના પેશન્ટ્સને વેક્સિનની પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...