હિન્દુ બનીને મેંગલુરુમાં વિસ્ફોટનું ષડયંત્ર:સાવરકરનું પોસ્ટર લગાવવા પર બે લોકોને ચાકુ મારી ચૂક્યો છે ISIS આતંકી શારિક

9 દિવસ પહેલાલેખક: નીરજ સિંહ
  • કૉપી લિંક

સૌપ્રથમ આ વીડિયો જૂઓ...

મેંગલુરુમાં શનિવારે ઓટોમાં પ્રેશર કૂકર બોમ્બના વિસ્ફોટ પછી લાલ ગોટેગોટામાં ઉડતો ધુમાડો
મેંગલુરુમાં શનિવારે ઓટોમાં પ્રેશર કૂકર બોમ્બના વિસ્ફોટ પછી લાલ ગોટેગોટામાં ઉડતો ધુમાડો

દિવસઃ 19 નવેમ્બર 2022

સમયઃ સાંજે 4.30 વાગ્યે

સ્થળઃ મેંગલુરૂનો બસ ડેપો

મેંગલુરુના નાગુરી બસ ડેપો પર પ્રેમરાજ હુતગીએ એક ઓટોને હાથ બતાવ્યો. ડ્રાઈવર પુરૂષોત્તમએ પ્રેમરાજને બેસાડ્યો અને પંપવેલ જંકશન માટે નીકળ્યા. ઓટો થોડે દૂર પહોંચી કે જોરદાર વિસ્ફોટ થયો. આસપાસ સફેદ ધુમાડાના ગોટેગોટા ફેલાયા. લોકો સમજ્યા કે ઓટોનું ટાયર ફાટ્યું. પ્રેમરાજનું શરીર 40% અને ડ્રાઈવર 20% સુધી દાઝી ગયો.

પોલીસ તપાસમાં ખ્યાલ આવ્યો કે વિસ્ફોટ પ્રેશર કૂકરમાં થયો હતો, જે પ્રેમરાજ લઈ જઈ રહ્યો હતો. વાસ્તવમાં, આ એક બોમ્બ હતો. બીજા દિવસે કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ એક સામાન્ય વિસ્ફોટ નથી. આતંકી હુમલો હતો. તેનો હેતુ મોટો હતો.

પોલીસના વધુ એક ખુલાસાએ ચોંકાવી દીધા. પ્રેમરાજ વાસ્તવમાં પ્રેમરાજ નહીં મોહમ્મદ શારિક હતો. આ ISIS એટલે કે સીરિયા અને ઈરાકમાં તબાહી મચાવનાર ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા સાથે સંકળાયેલ આતંકી છે.

ભાસ્કર એક્સપ્લેનરમાં દહેશત ફેલાવનાર મોહમ્મદ શારિકની કહાની જાણો...

હિન્દુ બનીને મૈસુરમાં ભાડાનું મકાન લીધું

પ્રેશર કૂકર બોમ્બમાં બ્લાસ્ટ પછી હોસ્પિટલમાં ઘાયલ ISIS આતંકી મોહમ્મદ શારિક.
પ્રેશર કૂકર બોમ્બમાં બ્લાસ્ટ પછી હોસ્પિટલમાં ઘાયલ ISIS આતંકી મોહમ્મદ શારિક.

હોસ્પિટલમાં દાખલ પ્રેમરાજના ખિસ્સામાંથી મળેલા એડ્રેસ પર જ્યારે પોલીસ પહોંચી તો ખબર પડી કે આધાર કાર્ડ નકલી હતું. શારિકે જે પ્રેમરાજ નામથી આધાર કાર્ડ બનાવી રાખ્યું હતું, એ રેલવે કર્મચારી છે અને કર્ણાટકના તૂમકૂરમાં પોસ્ટેડ છે.

બીજીતરફ અસલી પ્રેમરાજનું આધાર કાર્ડ છેલ્લા બે વર્ષમાં બે વાર ખોવાઈ ચૂક્યું હતું. તેણે આધાર કાર્ડ ગુમ થયાની જાણ પોલીસને કરી નહોતી. તેની પાસે યુનિક આઈડી હતું જેના દ્વારા બીજું કાર્ડ પ્રિન્ટ કરાવી લીધું.

શારિકે દોઢ મહિના અગાઉ નકલી પ્રેમરાજ નામથી આધાર કાર્ડની મદદથી મૈસુરના બાહ્ય વિસ્તારમાં એક રૂમ ભાડે લીધો હતો. 20 નવેમ્બર 2022ના રોજ પોલીસે આ રૂમ પર રેડ પાડી. રેડ દરમિયાન રૂમમાંથી વિસ્ફોટક બનાવવાનો સામાન મળ્યો. તેમાં જિલેટીન પાઉડર, સર્કિટ બોર્ડ, બેટરી, મોબાઈલ, લાકડાનો ચૂરો, એલ્યુમિનિયમ મલ્ટી મીટર, તાર, બોલ્ટ અને પ્રેશર કૂકર સામેલ છે.

પોલીસની રેડમાં મોહમ્મદ શારિકના રૂમમાંથી મળેલો વિસ્ફોટક બનાવવાનો સામાન.
પોલીસની રેડમાં મોહમ્મદ શારિકના રૂમમાંથી મળેલો વિસ્ફોટક બનાવવાનો સામાન.

મકાન માલિકને કહ્યું - મોબાઈલ રિપેરિંગની ટ્રેનિંગ લઈ રહ્યો છું
રેડમાં રૂમમાંથી અન્ય બે નકલી આધાર કાર્ડની સાથે એક નકલી પાન કાર્ડ અને FINO ડેબિટ કાર્ડ મળ્યું છે. આતંકી શારિક વધુ વિસ્ફોટક બનાવવાની તૈયારીમાં હતો. તેણે આ ઘર ગત મહિને ભાડા પર લીધું હતું. મકાન માલિકને તેણે જણાવ્યું હતું કે મોબાઈલ રિપેરિંગની ટ્રેનિંગ માટે શહેરમાં આવ્યો છે.

શારિક જે સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યો હતો, તે કોઈમ્બતુરથી ખરીદ્યુ હતું. સિમ ખરીદવા માટે શારિકે પોતાના સાથી સુરેન્દ્રનના ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કર્યો હતો. તમિલનાડુ પોલીસે સુરેન્દ્રનનની હવે ધરપકડ કરી લીધી છે. મૈસુર આવતા પહેલા શારિક કેરળ અને તમિલનાડુ પણ ગયો હતો.

ગ્રેફિટીમાં લખ્યું હતું- અમને લશ્કરને બોલાવવા માટે મજબૂર ન કરો
કર્ણાટકના શિવમોગા જિલ્લાના તીર્થહલ્લીનો રહેવાસી શારિક અગાઉ પણ કટ્ટરપંથી પ્રવૃતિઓમાં સામેલ હતો. શારિક 15 ઓગસ્ટ 2020ના રોજ શિવમોગામાં કોમી તણાવ વધારવાના આરોપમાં વોન્ટેડ છે. સ્વતંત્રતા દિવસે હિન્દુવાદી વિચારક વીર સાવરકરનું પોસ્ટર લગાવવા પર વિવાદ થયો હતો. આ દરમિયાન 2 લોકોને ચાકુ મારી દીધું હતું. બે આરોપીઓ માજ અને સૈયદ યાસીનની UAPA અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શારિકને ભાગેડુ ઘોષિત કરાયો હતો.

26/11ના મુંબઈ આતંકી હુમલાની વરસીના એક દિવસ પછી 27 નવેમ્બર 2020ના રોજ શારિકની મેંગલુરુમાં દિવાલ પર ગ્રેફિટી બનાવવાના આરોપમાં UAPA અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. શારિકે ગ્રેફિટીમાં લખ્યું હતું, ‘અમને LeT (લશ્કર એ તોઈબા)ને બોલાવવા પર મજબૂર ન કરો. મુંબઈ પર પણ લશ્કર એ તોઈબાના જ આતંકીઓએ હુમલો કર્યો હતો.

શાકિર પર અનેક લોકોને રેડિક્લાઈઝ (કટ્ટરપંથી બનાવવા) કરવાનો પણ આરોપ છે. શારિકથી પ્રભાવિત 2 લોકોને પોલીસે 20 નવેમ્બર 2022ના રોજ ઝડપ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમને હાલ કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

મોહમ્મદ શારિક કર્ણાટકના શિવમોગા જિલ્લાનો રહેવાસી છે.
મોહમ્મદ શારિક કર્ણાટકના શિવમોગા જિલ્લાનો રહેવાસી છે.

ISIS હેન્ડલર્સ સાથે કોન્ટેક્ટ માટે ડાર્ક વેબનો ઉપયોગ કરતો હતો
ISIS આતંરી શાકિર હેન્ડલર્સ સાથે કોન્ટેક્ટ માટે ડાર્ક વેબનો ઉપયોગ કરતો હતો. શારિક અનેક હેન્ડલર્સની સાથે કામ કરતો હતો, તેમાંથી એક ISIS સાથે જોડાયેલ અલ હિન્દ પણ છે.
શારિકનો હેન્ડલર અરાફત અલી હતો, જે બે કેસમાં આરોપી છે.

શાકિર મુસાવિર હુસેનના સંપર્કમાં પણ હતો, જે અલ હિન્દ મોડ્યુલ કેસમાં આરોપી છે. અબ્દુલ મતીન તાહા પણ શારિકના મેઈન હેન્ડલર્સમાંનો એક હતો. શારિકની સાથે 2થી 3 અને હેન્ડલર્સ કામ કરી રહ્યા હતા પરંતુ તેની ઓળખ થઈ રહી નથી.

કોઈમ્બતુર બ્લાસ્ટ સાથે જોડાઈ મોહમ્મદ શારિકની લિન્ક
દક્ષિણ ભારતમાં બે મહિનામાં આ બીજો બ્લાસ્ટ છે. બંને બ્લાસ્ટમાં ISISનું નામ સામે આવ્યું છે. મેંગલુરુ કૂકર બોમ્બ વિસ્ફોટ કેસમાં કોઈમ્બતુરનું એંગલ પણ સામે આવ્યો છે. 23 ઓક્ટોબર 2022ના રોજ તમિલનાડુના સંગમેશ્વર મંદિરની પાસે ઊભેલી એક ગાડીમાં આવો જ એક બ્લાસ્ટ થયો હતો. તપાસમાં ખ્યાલ આવ્યો કે વિસ્ફોટ એક આતંકી ષડયંત્ર હતું. ત્યારબાદ મુબીનના ઘરેથી દેશી બોમ્બ બનાવવામાં ઉપયોગમાં આવતા અનેક ઓછી તીવ્રતાના વિસ્ફોટક કબજે કરવામાં આવ્યા હતા.

કોઈમ્બતુર અને મેંગલુરુના વિસ્ફોટોમાં તફાવત માત્ર એટલો છે કે કોઈમ્બતુરમાં બ્લાસ્ટ ગેસ સિલિન્ડરથી થયો હતો અને મેંગલુરુનો બ્લાસ્ટ પ્રેશર કૂકરમાં થયો હતો, પરંતુ એક જ પ્રકારના સર્કિટ બોર્ડથી. બંને બોમ્બ બનાવવાની રીતોમાં પણ સમાનતા જોવા મળી છે. સંગમેશ્વર મંદિરની સામે કાર બ્લાસ્ટના થોડા દિવસ અગાઉ શારિક તમિલનાડુ ગયો હતો. એટલે કે એ કોઈ યોગાનુયોગ નહીં, તેનાથી પણ વિશેષ બાબત હોઈ શકે છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે એ ભાળ મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ કે શું મુબીન અને શારિક વચ્ચે કોઈ લિન્ક હતી? બંને ISIS સાથે કેવી રીતે જોડાયા? અમારી પોલીસ ટીમો સિંગનલ્લુર હોસ્ટેલથી વધુ જાણકારી મેળવવાની કોશિશ કરી રહી છે. તમિલનાડુ જતી વખતે શારિક અહીં જ રોકાયો હતો.

અનેક નાના-નાના બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર રચી રહ્યો હતો
શારિકના ઘરમાં વિસ્ફોટક બનાવવાનો જે સામાન મળ્યો છે તેનાથી એ ખ્યાલ આવે છે કે શારિક પોતાના મૈસુર સ્થિત ભાડાના રૂમમાં ઓછી તીવ્રતાના ઘરેલુ બોમ્બ બનાવવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેના પૂરતા પુરાવા મળ્યા છે કે તે આગામી કેટલાક મહિનામાં આ પ્રકારના અનેક નાના-નાના બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર રચી રહ્યો હતો.

શનિવારે જે બ્લાસ્ટ થયો એ ઓછી તીવ્રતાનો હતો. તેમાં માચિસની સળીઓ કે બારૂદમાં ઉપયોગમાં લેવાતા ફોસ્ફરસ જેવા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બોમ્બને ખૂબ ખતરનાક રીતે બનાવાયો હતો. કૂકરમાં જાણીજોઈને નટ અને બોલ્ટ નાખવામાં આવ્યા હતા જેથી વધુ નુકસાન થાય.

આશંકા છે કે બોમ્બ ભૂલથી તેના નિશ્ચિત સ્થાન પહેલા જ ફાટ્યો. એવું મનાય છે કે શારિક IED-રિગ્ડ કૂકર બોમ્બને પહેલા બસથી મૈસુરથી મેંગલુરુ લઈ ગયો અને પછી શનિવારે ઓટો રિક્ષાથી કોઈ પ્રેયરવાળા સ્થળે લઈ જવાનો હતો. સફર દરમિયાન ઘર્ષણ થયું હશે, જેનાથી વિસ્ફોટક સામગ્રી ગરમ થઈ ગઈ હશે. આ જ સમયથી પહેલા વિસ્ફોટ થવાનું કારણ બન્યું હશે.

બ્લાસ્ટવાળી સાઈટથી આ પ્રેશર કૂકર બોમ્બ મળી આવ્યો.
બ્લાસ્ટવાળી સાઈટથી આ પ્રેશર કૂકર બોમ્બ મળી આવ્યો.

(અત્યાર સુધીની કહાની કર્ણાટક પોલીસ તપાસમાં મળેલી જાણકારીના આધારે છે.)

અન્ય સમાચારો પણ છે...