ભાસ્કર એક્સપ્લેનર:દેશમાં 10 કરોડ લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો; શું તેવા લોકોને ત્રણ ડોઝ લેવા પડશે?

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં 10 કરોડ લોકો એવા છે જેમણે તારીખ પછી પણ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. આ આપણા માટે ચિંતાનો વિષય છે. સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવા લોકોની માહિતી મેળવવા અને વહેલી તકે બીજો ડોઝ આપવા જણાવ્યું છે. નિષ્ણાતોના મતે, આવા લોકો વેક્સિનેશન કવરેજમાં મોટો અવરોધ બની શકે છે અને તેની અસર હર્ડ ઈમ્યુનિટી પર પણ પડી શક છે.

જાણીએ કે કેટલા લોકો બીજો ડોઝ ચૂકી ગયા છે? અત્યારે દેશમાં વેક્સિનેશન કવરેજની સ્થિતિ શું છે? બીજો ડોઝ કેટલો મહત્વપૂર્ણ છે? શું વેક્સિનનો માત્ર એક જ ડોઝ તમને કોરોનાથી બચાવી શકે છે? અને બીજા ડોઝ ચૂકી ગયા પછી કેટલા દિવસો પછી તમે ફરીથી ડોઝ મેળવી શકો છો?...

સૌથી પહેલા જાણો સેકન્ડ ડોઝ ન લગાવનારાઓનો આંકડો
ડેટા અનુસાર, 17 રાજ્યોમાં કુલ 10.34 કરોડ લોકોએ બીજો ડોઝ લીધો નથી. એટલે કે, બીજા ડોઝની તારીખ વીતી ગયા પછી પણ ડોઝ લેવામાં આવ્યો ન હતો. ભારતમાં કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર 12-16 અઠવાડિયા છે. તે જ સમયે, કોવેક્સિનના બે ડોઝ 4-6 અઠવાડિયાના અંતરાલમાં આપવામાં આવે છે.

10.34 કરોડમાંથી, 3.92 કરોડ લોકો એવા છે જેમની બીજા ડોઝની તારીખ ગયે 6 સપ્તાહથી વધુ થઈ ગયા છે. 1.57 કરોડ એવા છે, જેમનો ડોઝ મિસ થયે 4-6 સપ્તાહનો સમય થઈ ગયો છે અને લગભગ 1.50 કરોડ એવા છે જેમના ડોઝ ચૂકે 2-4 અઠવાડિયા થઈ ચૂક્યા છે.

ક્યા રાજ્યમાં કેટલા લોકોએ સેકન્ડ ડોઝ નથી લગાવ્યો
બીજો ડોઝ ચૂકી ગયેલા લોકોમાં સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં છે. બીજો ડોઝ ચૂકી ગયેલા કુલ લોકોમાંથી 35% આ ત્રણ રાજ્યોના છે.

વેક્સિનના બંને ડોઝ લેવા કેટલા જરુરી છે?
એપિડેમિયોલોજિસ્ટ ડૉ. ચંદ્રકાંત લહેરિયાના જણાવ્યા અનુસાર, આપણે યાદ રાખવું જોઈએ કે વેક્સિન ત્યારે જ સંપૂર્ણ અસરકારક છે જ્યારે તેના બંને ડોઝ લેવામાં આવે. ઉપરાંત, વેક્સિનનો પ્રથમ ડોઝ શરીરને એન્ટિબોડીઝ બનાવવા માટે તૈયાર કરે છે. બીજો ડોઝ શરીરમાં પૂરતી સંખ્યામાં એન્ટિબોડીઝ બનાવે છે, જે લાંબા સમય સુધી શરીરમાં રહે છે. તેથી વેક્સિનનો એક ડોઝ પૂરતો નથી. જ્યાં સુધી તમે સંપૂર્ણ વેક્સિન ન લો ત્યાં સુધી તમને સંપૂર્ણ રક્ષણ મળતું નથી. એટલા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે વેક્સિનના બંને ડોઝ લો.

શું વેક્સિનનો એક ડોઝ પર્યાપ્ત ઈમ્યુનિટી પ્રોવાઈડ કરે છે?
મોટાભાગની વેક્સિનોમાં સિંગલ ડોઝ એફિકેસી ટેસ્ટ નથી થતો. એટલે કે, તેમનો એક ડોઝ કેટલો અસરકારક છે તે અંગે કોઈ પરીક્ષણો કરવામાં આવ્યા નથી. તેથી જ આપણે જાણતા નથી કે વેક્સિનનો એક ડોઝ કેટલો અસરકારક છે. જો કે, કોવિશિલ્ડના એક ડોઝ પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિશિલ્ડનો એક ડોઝ થોડી સુરક્ષા પૂરી પાડે છે, પરંતુ તેની અસર ખૂબ જ ઝડપથી બંધ થઈ જાય છે. તેથી, વેક્સિનના બંને ડોઝ લેવાથી તમને પૂરતી ઈમ્યુનિટી મળી શકે છે.

જેમનો બિજો ડોઝ મિસ થયે લાંબો સમય થઈ ગયો છે, શું તેમને ફરી પહેલો ડોઝ લેવો પડશે?
ના. આવા લોકોએ ફરીથી પ્રથમ ડોઝ લેવો પડશે નહીં. જ્યારે પણ તમને તક મળે ત્યારે તમે બીજો ડોઝ લઈ શકો છો.

ડોઝ મિસ થવા પર એન્ટીબોડી ઓછી થઈ જશે, શું તેવા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે?
વૈજ્ઞાનિક પુરાવાના આધારે બુસ્ટર ડોઝ વિશે વાત કરવામાં આવે છે. હાલમાં ઉપલબ્ધ કેટલીક વેક્સિનો પર સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં સામે આવ્યું છે કે સમયની સાથે એન્ટિબોડીઝ ઘટતી જાય છે. પરંતુ વેક્સિનેશનનો અમારો હેતુ લોકોને ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુથી બચાવવાનો છે. ભલે આપણા શરીરમાં એન્ટિબોડીઝ ઓછી હોય, પરંતુ તે હજી પણ આપણને ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ થવા અને કોરોનાને કારણે મૃત્યુથી બચાવવામાં અસરકારક છે. તેથી, હાલમાં, બૂસ્ટર ડોઝની ભલામણ કરવામાં આવી નથી, પરંતુ બની શકે છે કે ભવિષ્યમાં, બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. હાલમાં, અમારી પ્રાથમિકતા શક્ય તેટલા વધુ લોકોને વેક્સિન અપાવવાની છે.

જો તમે વેક્સિનનો માત્ર એક જ ડોઝ લેશો, તો શું થશે?
કેટલીક વેક્સિન, જેમ કે કોવેક્સિન, એક ડોઝથી કોઈ રક્ષણ પૂરું પાડતી નથી. જો તમને બીજો ડોઝ ન મળે, તો તમે લગભગ વેક્સિન વગરના લોકોની બરાબરી પર છો. એટલે કે, તમારા માટે એક ડોઝ લેવાનો કોઈ અર્થ નથી. તેથી જ બીજો ડોઝ લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે વેક્સિનનો માત્ર એક જ ડોઝ લીધો હોય, તો તમારી પાસે વેક્સિન વગરના લોકો કરતાં વધુ સારી એન્ટિબોડીઝ હોઈ શકે છે, પરંતુ એન્ટિબોડીના સ્તરોમાં તફાવત વધુ નહીં હોય. 5 થી 6 મહિના પછી, તમારી એન્ટિબોડીનું સ્તર વેક્સિન વગરના લોકો જેટલું થઈ જશે.

શું તેનાથી ત્રીજી લહેરનું જોખમ વધી શકે છે?
વેક્સિનની ભૂમિકા સંક્રમિત લોકોને ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુથી બચાવવાની છે. વેક્સિન સંક્રમણ સામે રક્ષણ આપતી નથી. તેથી, ત્રીજી લહેરને ટાળવા માટે, વેક્સિનેશનની સાથે, કોવિડ પ્રોટોકોલને વધુ સારી રીતે અનુસરવું પણ જરૂરી છે. તે જ સમયે, એ યાદ રાખવું જરૂરી છે કે જો ત્રીજી લહેર આવે છે, તો વેક્સિન વિનાના લોકો ગંભીર રોગનું જોખમ વધારે છે. તે જ સમયે, વેક્સિનેટેડ લોકો માટે આ જોખમ ઓછું હશે.

સાથે જ એવું ન વિચારો કે કોરોના ખતમ થઈ ગયો છે. જો તમે હજુ સુધી એક પણ ડોઝ લીધો નથી અથવા તમારે બીજી ડોઝ લેવાની બાકી છે, તો બને તેટલી વહેલી તકે તમારી જાતને સંપૂર્ણપણે વેક્સિન આપો. ઉપરાંત, વેક્સિન વિનાના લોકોને રસી લેવા માટે પ્રેરિત કરો.

અન્ય સમાચારો પણ છે...