વીડિયો એક્સપ્લેનરચેટGPT ગૂગલનું સ્થાન લઈ લેશે?:સત્યા નડેલાએ ભારત આવીને શું વાત કરી? સરળ ભાષામાં સમજો કેવી રીતે કામ કરશે છે ચેટબોટ અને ચેટGPT?

એક મહિનો પહેલા

તાજેતરમાં માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલાએ ભારત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે ડિજીટલ ઈન્ડિયા માટે માઈક્રોસોફ્ટ રોકાણ કરી રહી છે. તો બીજી તરફ સત્યા નડેલાએ ચેટGPTની મજાક ઉડાવી છે. સત્યા નડેલાએ ચેટGPT સાથે વાતચીત કરી હતી અને તે દરમિયાન મતભેદો થવા બદલ ચેટGPTએ માફી પણ માંગી છે. આ ઘટના બાદ ચારેય બાજુ બે શબ્દો ગૂંજવા લાગ્યા એ છે ચેટબોટ અને ચેટGPT. આ બંને શબ્દોનો અર્થ શું છે, કેવી રીતે કામ કરે છે અને આપણા જીવનમાં કેટલો ઉપયોગી બનશે તેને લઈને આજનો આ વીડિયો એક્સપ્લેનર જુઓ.

ચેટબોટ શું છે, કેવી રીતે કામ કરે છે?
ચેટબોટ એખ પ્રકારનો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં સામાન્ય પ્રશ્નોના જવાબ આપે છે. કોઈપણ વ્યક્તિ ચેટબોટ સાથે વાત કરી શકે છે. કોઈપણ વ્યક્તિ કે ગ્રાહક જે સામાન્ય સવાલ પૂછે તો તેના જવાબ આપે છે. જે તેના ફિક્સ પ્રોગ્રામમાં સેટ કરેલા હોય છે. બે શબ્દોને મળીને બન્યો છે શબ્દ ચેટબોટ. જેનો પહેલો શબ્દ છે ચેટ અને બીજો શબ્દ છે બોટ જેનો અર્થ થાય છે રોબોટિક મશીન અથવા કોઈ સોફ્ટવેર. એટલે કે રોબોટિક મશીન અથવા સોફ્ટવેર સાથે જે વાતચીત થઈ શકે છે તેને ચેટબોટ કહેવાય છે. 2022-23ના સમયમાં આપણે એ ટેક્નોલોજીની દિશા તરફ વળી રહ્યા છીએ જ્યાં માનવી ધીમે ધીમે પોતાનું તમામ કામ મશીનોને સોંપી રહ્યો છે.

ચેટબોટ અને ચેટGPTનું સ્થાન ક્યાં ?
ધીરે ધીરે, મશીનો માણસનું સ્થાન લઈ રહ્યા છે, આ ટેક્નોલોજીના વધતા ક્રમમાં, માનવીએ ચેટબોટ નામની ટેક્નોલોજી વિકસાવી છે. આ ટેક્નોલોજીની સાથે ચેટGPT નામની ટેક્નોલોજી પણ ચર્ચામાં આવી છે. જે એક સર્ચ એન્જિન તરીકે કામ કરશે. જ્યારે આપણે Google પર કંઈક શોધીએ છીએ, ત્યારે આપણને ગૂગલ અઢળક માહિતીઓ પીરસે છે. પરંતુ, ચેટGPT આ અનુભવને બદલવાની તૈયારીમાં છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રિસર્ચ ફર્મ ઓપનએઆઈ દ્વારા વિકસિત, ચેટબોટ એઆઈનો ઉપયોગ માત્ર વપરાશકર્તાઓના પ્રશ્નોના જવાબ આપવા માટે જ નહીં, પરંતુ માણસની જેમ ક્રિયા પ્રતિક્રિયા પણ કરશે. જેને એક અંગત શિક્ષક કે જેને તમામ વિષયોના જાણકાર કહી શકાશે.

ચેટબોટનો ઈતિહાસ

ચેટબોટ શબ્દને પ્રચલિત બનાવવાનો યશ માઈકલ મૌલડીનને મળે છે. ચેટ અને રોબોટ એમ બંને શબ્દોને ભેગા કરીને માઈકલે સંશોધનપત્રોમાં ‘ચેટરબોટ’ એવો શબ્દ પ્રયોજ્યો હતો. અમેરિકન ટેકનો-એક્સપર્ટ્સ અને ટેક-જર્નલિસ્ટ્સને એ શબ્દ ગમ્યો હતો. અખબારોમાં ચેટ કરી શકે એવા રોબોટ માટે ‘ચેટબોટ’ શબ્દનો ઉપયોગ શરૂ થયો અને 2000ના વર્ષ સુધીમાં એ શબ્દ ખૂબ જ પ્રચલિત બની ગયો. જોસેફ વેઈઝેનબૌમની પદ્ધતિથી પ્રેરાઈને 2000ના વર્ષ સુધીમાં ઘણાં ચેટબોટ આવ્યા.

21મી સદીના પ્રથમ દશકામાં તમામ ક્ષેત્રોમાં કમ્પ્યુટર્સનો ઉપયોગ અનિવાર્ય થયો. ઈ-કોમર્સનું નવું ક્ષેત્ર વિકસિત થવા લાગ્યું. એમાં કસ્ટમર સર્વિસ એજન્ટનું કામ ચેટબોટને અપાતું હતું. હેલ્થ સેક્ટરથી લઈને એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ્સની વેબસાઈટ બનવા લાગી હતી. એ બધામાં ગ્રાહકના શરૂઆતના બેઝિક સવાલોના જવાબો આપવાનું કામ ચેટબોટને સોંપાયું. ગ્રાહકના પ્રશ્નોનું નિરાકરણ ચેટબોટથી ન આવે એ કિસ્સામાં એજન્ટ સાથે વાતચીતનો વિકલ્પ અપાતો હતો. કસ્ટમર હેલ્પ સેન્ટરમાં એજન્ટસનું કામ એ રીતે હળવું થવા લાગ્યું હતું. 2010 પછી ઓનલાઈન ટ્રાવેલ બુકિંગથી લઈને ઓનલાઈન ફૂડ ડિલિવરી સર્વિસમાં ચેટબોટની ભૂમિકા મહત્વની બની ગઈ છે. ઓનલાઈન મળતી તમામ સર્વિસમાં આપણી કમ્પ્યુટર-સ્માર્ટફોનની સ્ક્રીનમાં ચેટબોટ હાજર થાય છે. જે આજે કોમન વાત છે.