શ્રીમંત દેશો પાસેથી ભારત વાર્ષિક 7 લાખ કરોડ વસૂલશે:અમેરિકા જેવા દેશોને કહ્યું- તમારા કારણે અમારા દેશની હાલત ખરાબ, નુકસાની તો ભરવી જ પડશે!

19 દિવસ પહેલાલેખક: અનુરાગ આનંદ
  • કોલસા પરની નિર્ભરતાને દૂર કરવા માટે મોટા ફેરફારો અને ટેક્નોલોજીની જરૂર છે
  • એકલું અમેરિકા જ 40% કાર્બન ઉત્સર્જન કરે છે

સૌથી પહેલા જાણો ત્રણ હકીકત...

પ્રથમ: ભારતમાં દર વર્ષે 83 હજાર લોકો ભીષણ ગરમીને કારણે મૃત્યુ પામે છે.

બીજું: ભારતમાં તીવ્ર ઠંડીને કારણે દર વર્ષે 6.50 લાખ લોકો મૃત્યુ પામે છે.

ત્રીજું: આપત્તિ અને આબોહવા પરિવર્તનને કારણે ભારતમાં દર વર્ષે 50 લાખ લોકોને સ્થળાંતર કરવું પડે છે.

એક્સટ્રીમ હવામાનનો સામનો કરી રહેલા ભારતના લોકોનો એમાં દોષ નથી. જર્મનીના બોન શહેરમાં આયોજિત ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભારતે ભાગ લીધો હતો. ભારતે આ દરેક બાબત માટે શ્રીમંત દેશોને જવાબદાર ઠેરવ્યા છે અને આ માટે થયેલા ખર્ચની ભરપાઈ કરવા પણ જણાવ્યું છે.

અમેરિકા જેવા અમીર દેશ સામે ભારતનું સ્ટેન્ડ છે કે 'તમારા કારણે દુનિયામાં ગરમી વધી છે. તમે પૂર અને દુષ્કાળ માટે પણ જવાબદાર છો. તો હવે તમારે તેની ભરપાઈ પણ કરવી પડશે.

આજના ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ કે અમેરિકા જેવા શ્રીમંત દેશોનું પરિણામ ભારતના લોકો કેવી રીતે ભોગવી રહ્યા છે?

વિશ્વની 10% વસતિ 52% કાર્બન ઉત્સર્જન કરે છે
વિશ્વના શક્તિશાળી દેશો જળવાયુ પરિવર્તનને ટાંકીને ભારત પર કોલસાનો ઓછો ઉપયોગ કરવા દબાણ કરી રહ્યા છે, પરંતુ 6 જૂનથી 16મી જૂન સુધી જર્મનીના બોન શહેરમાં આયોજિત ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભારતે સમૃદ્ધ દેશોને અરીસો બતાવ્યો છે.

ભારતે કહ્યું હતું કે વિશ્વની 10% વસતિ 52% કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર છે. ધ લેન્સેન્ટ અનુસાર, એકલું અમેરિકા જ 40% કાર્બન ઉત્સર્જન કરે છે.

આ કારણે જ દુનિયાભરના લોકોએ ક્લાઈમેન્ટ ચેન્જ, હીટવેવ, પૂર અને દુષ્કાળનો સામનો કરવો પડી રહ્યો છે. આ એક્સટ્રીમ હવામાન પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતમાં દર વર્ષે લગભગ 7 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. ભારતે અમીર દેશો પાસે આ ખર્ચની ભરપાઈ કરવાની માગ કરી છે.

ભારતે કહ્યું હતું કે વિકસિત દેશોનાં આ નાણાં કાર્બન ઉત્સર્જનની સમસ્યાને દૂર કરવા અને સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે છે, વિકાસશીલ દેશો માટે મદદરૂપ સાબિત થશે.

શ્રીમંત દેશ 7.80 લાખ કરોડ આપવાનું વચન આપીને ફરી ગયા
2009 કોપનહેગન સમિટમાં વિકસિત દેશોએ ભારત જેવા વિકાસશીલ દેશોને દંડ તરીકે 2020 સુધી વાર્ષિક 7.80 લાખ કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આ ફંડનો ઉપયોગ વિકાસશીલ દેશોના કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે કરવામાં આવવાનો હતો, પરંતુ વિકસિત દેશો તેમના વચનથી ફરી ગયા છે, તેથી એ થઈ શક્યું નહીં.

ધ હિન્દુના એક અહેવાલમાં પ્રોફેસર નવરોઝ કે. દુબાશે લખ્યું છે- ક્લાઈમેટ ફાઈનાન્સ દ્વારા પ્રખ્યાત આ ફંડમાંથી 2022 સુધીમાં 7 હજાર કરોડ ડૉલરથી વધુ ખર્ચ કરવાના હતા, પરંતુ માત્ર 4 હજાર કરોડ ડૉલર જ ખર્ચી શક્યા, એ પણ યોગ્ય રીતે નહીં. ભારતને અત્યારસુધી આ મદદમાં રૂપિયા ન બરાબર જ મળ્યા છે.

કોલસા પરની નિર્ભરતાને દૂર કરવા માટે મોટા ફેરફારો અને ટેકનોલોજીની જરૂર છે. આમાં સૌથી મોટો અવરોધ 90%થી વધુ કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર વિકસિત દેશો તરફથી દંડના રૂપમાં ભંડોળ ન મળવાનું પણ છે. આ જ કારણ છે કે ભારત વીજ ઉત્પાદનમાં હજુ પણ કોલસાનો ઉપયોગ કરી રહ્યું છે.

ગ્રાફિક્સમાં જુઓ કઈ રીતે એની અસર CO2 ઉત્સર્જન પર પણ જોવા મળે છે...

ભારતમાં ઉત્પાદિત ચીજવસ્તુઓનો વિકસિત દેશોમાં 50% વપરાશ
ભારત અને ચીનને કોલસાનો ઉપયોગ કરતાં અટકાવવા માટે વિકસિત દેશો અહીં ઉત્પાદન કરવામાં આવતી મોટા ભાગની પ્રોડક્ટોનો ઉપયોગ કરે છે. આ ચીજવસ્તુઓને બનાવવા માટે વિકાસશીલ અને ગરીબ દેશ કોલસાનો ઉપયોગ કરે છે.

આવી સ્થિતિમાં ગ્લોબલ નોર્થના વિકસિત દેશોએ ભારત પર દબાણ લાવવાની સાથે તેમનો વપરાશ ઘટાડવો જોઈએ. વિકસિત દેશોમાં વિશ્વની માત્ર 24% વસતિ રહે છે, જ્યારે ત્યાં ચીજવસ્તુઓનો ઉપયોગ વિશ્વના વપરાશમાં 50%થી 90% હિસ્સો ધરાવે છે.

હવે વપરાશની વાત છે, તો ગ્રાફિક્સમાં જુઓ કે વિકસિત દેશોમાં લોકો ચીજવસ્તુઓનો કેટલો વધુ ઉપયોગ કરે છે...

અન્ય સમાચારો પણ છે...