ભાસ્કર એક્સપ્લેનર:કોરોનાના 2 નવા વેરિએન્ટ ‘મ્યૂ’ અને C.1.2થી જોખમ વધ્યું; આના પર વેક્સિન નિષ્ક્રિય, ઈમ્યુનિટીને પણ પહોંચાડી શકે છે નુકસાન

2 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જાન્યુઆરીમાં કોલંબિયામાં મળેલા B.1.621 વેરિએન્ટને ગ્રીક આલ્ફાબેટના આધારે ‘મ્યૂ’ નામ આપ્યું છે. આ સાથે જ આ વેરિએન્ટને ‘વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ની યાદીમાં સામેલ કરી લીધો છે. WHOએ કહ્યું છે કે વેરિએન્ટમાં એવા મ્યુટેશન્સ છે જે વેક્સિનની અસરને ઘટાડે છે. આ મામલે વધુ અભ્યાસ કરવાની આવશ્યકતા છે.

WHOના નવા વેરિએન્ટ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે મ્યૂ વેરિએન્ટમાં એવા મ્યુટેશન્સ થયા છે, જે ઈમ્યુન એસ્કેપની આશંકા જણાવા છે. ઈમ્યુન એસ્કેપનો અર્થ છે કે આ વેરિએન્ટ તમારા શરીરમાં વાયરસ વિરુદ્ધ બનેલી ઈમ્યુનિટીને થાપ આપી શકે છે. આ ઉપરાંત અન્ય એક વેરિએન્ટ C.1.2 દક્ષિણ આફ્રિકામાં મળ્યો છે. તેને હાલ WHOએ ગ્રીક નામ આપ્યું નથી પણ આ પણ ઈમ્યુનિટીને થાપ આપવાની ક્ષમતા ધરાવે છે.

અત્યાર સુધીમાં ભારતમાં આલ્ફા અને ડેલ્ટા વેરિએન્ટ જ હાવિ રહ્યા છે. બીજી લહેર માટે તો ડેલ્ટા વેરિએન્ટને જ જવાબદાર ગણાવવામાં આવ્યા છે. સારી અને રાહતની વાત એ છે કે દેશમાં અત્યાર સુધીમાં મ્યૂ અને C.1.2 વેરિએન્ટનો એક પણ કેસ મળ્યો નથી.

દુનિયાભરમાં મળી રહેલા નવા વેરિએન્ટ્સને લઈને અનેક સવાલ છે. શું આ ખતરનાક છે? શું આ વેરિએન્ટ્સ વિરુદ્ધ વેક્સિન કારગત છે? શું ભારતમાં આ ત્રીજી લહેરનું કારણ બની શકે છે? આવો જાણીએ...

કોરોનાના વેરિએન્ટ્સને લઈને શું નવી જાણકારી મળી છે?
છેલ્લા બે દિવસમાં બે નવા વેરિએન્ટ્સ(B.1.621 અને C.1.2)એ દુનિયાભરના વિશેષજ્ઞોને એલર્ટ કરી દીધા છે. તેમાંથી એક B.1.621 જાન્યુઆરીમાં સૌપ્રથમ કોલંબિયામાં મળ્યો હતો. તેને WHOએ ગ્રીક આલ્ફાબેટથી ‘મ્યૂ’ નામ આપીને વેરિએન્ટ્સ ઓફ ઈન્ટરેસ્ટની યાદીમાં સામેલ કરેલ છે. બીજો વેરિએન્ટ (C.1.2) દક્ષિણ આફ્રિકામાં મળ્યો છે.

બંને વેરિએન્ટ્સ વેક્સિન અને નેચરલ ઈન્ફેક્શનથી શરીરમાં બનેલી ઈમ્યુનિટીને થાપ આપવાની ક્ષમતા ધરાવે છે. તેનો અર્થ છે કે આ વેરિએન્ટ્સની સામે વેક્સિન પણ નિષ્ફળ રહી શકે છે.

 • C.1.2 વેરિએન્ટઃ આ વેરિએન્ટ કઈ હદ સુધી એન્ટીબોડીને થાપ આપવામાં કાબેલ છે, તેના પર WHO કહે છે કે આ બીટા (B.1.351) વેરિએન્ટ જેવો છે જે દક્ષિણ આફ્રિકામાં ડિસેમ્બર 2020માં મળ્યો હતો. તેને WHOએ વેરિએન્ટ્સ ઓફ કન્સર્ન (VoC)માં સામેલ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કમ્યુનિકેબલ ડિસિઝ (NICD)ના રિસર્ચર્સનું કહેવું છે કે C.1.2માં કેટલાક મ્યુટેશન્સ બીટા અને ડેલ્ટા વેરિએન્ટ જેવા જ છે. તેની સાથે સાથે અન્ય અનેક મ્યુટેશન્સ પણ થયા છે.
 • મ્યૂ વેરિએન્ટઃ આ વેરિએન્ટ સૌપ્રથમ જાન્યુઆરીમાં કોલંબિયામાં મળ્યો હતો પણ તેના પછી આ દક્ષિણ અમેરિકન અને યુરોપના કેટલાક દેશોમાં મળ્યા છે. 29 ઓગસ્ટે જારી વેરિએન્ટ બુલેટિનમાં WHOએ કહ્યું છે કે મ્યૂ (B.1.621) અને તેની સાથે સંકળાયેલ એક વેરિએન્ટ B.1.621.1 દુનિયાના 39 દેશોમાં ડિટેક્ટ થયો છે. WHO કહે છે કે મ્યૂ વેરિએન્ટનો દુનિયાભરમાં ફેલાવો ઓછો થયો છે અને તે 0.1% જેટલો રહ્યો છે. તેના પછી પણ કોલંબિયામાં 39% અને ઈક્વાડોરમાં 13% કેસોમાં મ્યૂ વેરિએન્ટ મળ્યો છે.

શું આ અંગે ચિંતિત થવાની જરૂર છે?

 • હાલ તો નહીં. બંને વેરિએન્ટ્સની એક્ટિવિટી પર નજર રાખવામાં આવી રહી છે. સ્ટડી કરવામાં આવી રહ્યો છે. પછી પરિણામોના આધારે નક્કી થશે કે આ કેટલો ખતરનાક હોઈ શકે છે. બંનેમાંથી માત્ર મ્યૂ વેરિએન્ટને જ WHOએ વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટની યાદીમાં સામેલ કર્યો છે. બીજાને તો હજુ સુધી ગ્રીક નામ પણ આપવામાં આવ્યું નથી.
 • WHOએ ચાર વેરિએન્ટ્સને વેરિએન્ટ ઓફ કન્સર્નની યાદીમાં રાખ્યો છે. તેમાં આલ્ફા 193 દેશોમાં ઉપલબ્ધ છે, જ્યારે ડેલ્ટા 170 દેશોમાં. WHOએ પાંચ વેરિએન્ટ્સને વેરિએન્ટ્સ ઓફ ઈન્ટરેસ્ટની યાદીમાં રાખ્યો છે, જેમાં મ્યૂ સામેલ છે. આ વેરિએન્ટ્સના ફેલાવાની સંભાવનાઓ પર નજર રખાઈ રહી છે અને અભ્યાસ થઈ રહ્યો છે.
 • WHO કહે છે કે નવા વાયરસ મ્યુટેશન્સનું મળવું ચિંતાજનક છે. દુનિયાભરમાં કેસ ફરીથી ઝડપથી વધવા લાગ્યા છે. અત્યાર સુધીમાં નવા કેસો માટે સૌથી વધુ ઈન્ફેક્શિયસ ડેલ્ટા વેરિએન્ટને જ જવાબદાર ગણાવાતો હતો. આ એ વિસ્તારોમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યાં લોકો ઓછા વેક્સિનેટેડ છે અને જ્યાં લોકડાઉનના ઉપાયોને હટાવવામાં આવી રહ્યા છે.

શું કોરોના માટે નવા વેરિએન્ટ્સ વિરુદ્ધ વેક્સિન ઈફેક્ટિવ રહેશે?

 • ના. WHOના રિપોર્ટ અનુસાર બંને વેરિએન્ટ્સે એવી પ્રોપર્ટી દર્શાવી છે કે તેઓ વેક્સિનથી બનેલી ઈમ્યુનિટીને થાપ આપી શકે છે. WHOએ કહ્યું છે કે વાયરસ ઈવોલ્યુશન વર્કિંગ ગ્રૂપનો પ્રારંભિક ડેટા જણાવે છે કે મ્યૂ વેરિએન્ટ થોડો-થોડો બીટા વેરિએન્ટ જેવો જ છે. વેક્સિન કેટલી ઈફેક્ટિવ છે, એ જોવા માટે વધુ અભ્યાસ કરવાની આવશ્યકતા છે.
 • અત્યાર સુધી તો એ સાબિત થઈ ચૂક્યું છે કે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિએન્ટ્સ વિરુદ્ધ વેક્સિન ઈફેક્ટિવ છે. આ ઈફેક્ટિવનેસ અલગ-અલગ છે. કેટલાક સ્ટડીઝમાં કહેવામાં આવ્યું છે કે વેરિએન્ટ્સથી બચવા માટે વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. ખાસ કરીને ભારતમાં લાગી રહેલી કોવિશીલ્ડના. ત્યારે તે અસરકારક રીતે ડેલ્ટા અને અન્ય વેરિએન્ટ્સની વિરુદ્ધ પ્રોટેક્શનનું લેયર બનાવે છે.
 • જ્યાં સુધી મ્યૂ વેરિએન્ટની વાત છે, તેને VoIમાં સામેલ કરાયો છે. તેનો અર્થ એ છે કે કોરોના વાયરસની સંરચનામાં એવા ફેરફાર થયા છે , જે તેને વધુ ઈન્ફેક્શિયસ બનાવે છે. આ ગંભીર લક્ષણોનું કારણ બની શકે છે. ઈમ્યુનિટીને થાપ આપી શકે છે. ડાયોગ્નોસિસમાં ડિટેક્શનથી બચી શકાય છે અને ઈલાજ પણ અસરવિહિન થઈ શકે છે. આ મામલે હાલ એ કહેવું મુશ્કેલ છે કે મ્યૂ કે C.1.2થી બચાવવામાં વેક્સિન કે હાલની દવાઓ કારગત છે કે નહીં.

આ વેરિએન્ટ્સ શું છે અને તેનાથી શું જોખમ છે?

 • દેશની નામી વેક્સિન સાયન્ટિસ્ટ અને ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોરના પ્રોફેસર ડો. ગગનદીપ કંગના અનુસાર વાયરસમાં મ્યુટેશન કોઈ નવી વાત નથી. આ સ્પેલિંગ મિસ્ટેક જેવું છે. વાયરસ લાંબા સમય સુધી જીવિત રહેવા અને વધુમાં વધુ લોકોને ઈન્ફેક્ટ કરવા માટે જિનોમમાં ફેરફાર કરે છે. આવો જ ફેરફાર કોરોના વાયરસમાં પણ થઈ રહ્યો છે.
 • મહામારી વિશેષજ્ઞ ડો. ચંદ્રકાંત લહારિયાના અનુસાર વાયરસ જેટલો વધુ મલ્ટીપ્લાય થાય છે, તેમાં મ્યુટેશન થતા જશે. જિનોમમાં થનારા ફેરફારોને જ મ્યુટેશન કહે છે. તેનાથી નવા અને બદલાયેલા સ્વરૂપમાં વાયરસ સામે આવે છે, જેને વેરિએન્ટ કહે છે.
 • WHOનો એક રિપોર્ટ કહે છે કે વાયરસ જેટલા સમય સુધી આપણી વચ્ચે રહેશે, એટલા જ તેના ગંભીર વેરિએન્ટ્સ સામે આવવાની આશંકા રહેશે. જો આ વાયરસે જાનવરોને ઈન્ફેક્ટ કર્યા અને વધુ ખતરનાક વેરિએન્ટ્સ બનતા ગયા તો આ મહામારીને રોકવી ખૂબ મુશ્કેલ થશે.

શું તમામ વેરિએન્ટ્સ ખતરનાક હોય છે?

 • ના. વેરિએન્ટ વધુ કે ઓછા ખતરનાક હોઈ શકે છે. આ એ વાત પર ડિપેન્ડ કરે છે કે તેના જેનેટિક કોડમાં કઈ જગ્યાએ મ્યુટેશન થયું છે. મ્યુટેશન જ નક્કી કરે છે કે કોઈ વેરિએન્ટ કેટલો ઈન્ફેક્શિયસ છે? એ ઈમ્યુન સિસ્ટમને થાપ આપી શકે છે કે નહીં? એ ગંભીર લક્ષણોનું કારણ બની શકે છે કે નહીં?
 • ઉદાહરણ તરીકે આલ્ફા વેરિએન્ટ ઓરિજિનલ વાયરસથી 43%થી 90% સુધી વધુ ઈન્ફેક્શિયસ છે. આલ્ફા વેરિએ્ટના કારણે ગંભીર લક્ષણ પણ દેખાયા અને મોત પણ થયા. જ્યારે ડેલ્ટા વેરિએન્ટ સામે આવ્યો તો એ આલ્ફા વેરિએન્ટથી પણ વધુ ઈન્ફેક્શિયસ નીકળ્યો. અલગ-અલગ સ્ટડીમાં એ ઓરિજિનલ વાયરસના મુકાબલે 1000 ગણો વધુ ઈન્ફેક્શિયસ જોવા મળ્યો છે.

શું વધુ વેરિએન્ટ્સ પણ આવી શકે છે?

 • હા. અત્યારે સમગ્ર દુનિયામાં ભારતમાં સૌપ્રથમ મળેલો કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ કેટલાક અન્ય વેરિએન્ટ્સ પણ ઝડપથી વધી રહ્યા છે. તેમને પણ વિજ્ઞાનીઓ ટ્રેક કરી રહ્યા છે. WHOએ પણ લગભગ 16 વેરિએન્ટ્સને દેખરેખ યાદીમાં મૂકી રાખ્યા છે. આના પર અભ્યાસ ચાલી રહ્યો છે. જેથી ઈમ્યુનિટીને થનારા નુકસાનનો અંદાજ કરી શકાય.
 • પેરૂમાં સૌપ્રથમ દેખાયેલા લેમડા વેરિએન્ટને પણ નવા જોખમ તરીકે જોવામાં આવતો હતો. પછી તેના કેસ ઝડપથી ઘટવા લાગ્યા. રૉયટર્સનો એક રિપોર્ટ કહે છે કે ભલે લેમડા વેરિએન્ટને WHOએ વેરિએન્ટ્સ ઓફ ઈન્ટરેસ્ટની યાદીમાં રાખ્યો હોય પરંતુ અત્યારે તેના ઈન્ફેક્શિયસ હોવાનો કે ગંભીર લક્ષણ વધારવાની ક્ષમતાની તપાસ થઈ રહી છે. આ દરમિયાન ઈટા વેરિએ્ટ પણ ચર્ચામાં આવ્યો છે. ભારતમાં તો ઈટા વેરિએન્ટના અનેક કેસ પણ સામે આવી ચૂક્યા છે.