• Gujarati News
  • Dvb original
  • Explainer
  • Revolutionary Blood Test To Detect Cancer, 50 Types Of Cancer Can Be Identified At An Early Stage, Trial Begins On 1.40 Million Volunteers In Britain

ભાસ્કર એક્સપ્લેનર:કેન્સરને ડિટેક્ટ કરવાનો રિવોલ્યુશનરી બ્લડ ટેસ્ટ, 50 પ્રકારના કેન્સરને અર્લી સ્ટેજમાં જ ઓળખી શકાય છે, બ્રિટનમાં 1.40 લાખ વોલિન્ટિયર્સ પર ટ્રાયલ શરૂ

એક મહિનો પહેલાલેખક: આબિદ ખાન

બ્રિટનમાં કેન્સર ડિટેક્ટ કરવા માટે બનાવાયેલા બ્લડ ટેસ્ટની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. 1 લાખ 40 હજાર લોકો પર કરવામાં આવી રહેલી ટ્રાયલ દુનિયાની સૌથી મોટી ટ્રાયલ ગણાવવામાં આવી રહી છે. આ ટેસ્ટને કેલિફોર્નિયાની ગ્રેલ કંપનીએ તૈયાર કરેલ છે. ગ્રેલ કહે છે કે આ ટેસ્ટ 50થી પણ વધુ અલગ-અલગ પ્રકારના કેન્સરને ડિટેક્ટ કરી શકે છે. હાલ આ ટેસ્ટનો ઉપયોગ અમેરિકામાં કરવામાં આવી રહ્યો છે.

દુનિયાભરમાં દર વર્ષે લગભગ 1 કરોડ લોકોના મોત કેન્સરથી થાય છે, તેમાં એક મોટું કારણ કેન્સરનું મોડેથી નિદાન થવું છે. જો કંપનીનો દાવો યોગ્ય છે અને બ્રિટનમાં થઈ રહેલી ટ્રાયલ સફળ રહે છે તો કેન્સર સામેના યુદ્ધમાં આ મોટું હથિયાર સાબિત થઈ શકે છે.

સમજીએ, આ ટેસ્ટ શું છે? કેવી રીતે કામ કરે છે? તેના લાભ શું છે? ભારતમાં ક્યાં સુધી આવી શકે છે? અને તેને શા માટે ગેમચેન્જર માનવામાં આવે છે?

સૌપ્રથમ સમજીએ ટેસ્ટ શું છે?
અત્યારે કેન્સરને ડિટેક્ટ કરવા માટે અલગ-અલગ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં સીટી સ્કેન, MRI, અલ્ટ્રાસાઉન્ડ, લેબ ટેસ્ટ અને અનેક પ્રકારના અલગ-અલગ ટેસ્ટ સામેલ છે. ગ્રેલ કંપનીએ કેન્સરને ડિટેક્ટ કરવા માટે બ્લડ ટેસ્ટ તૈયાર કર્યો છે. આ ટેસ્ટમાં માત્ર બ્લડ ટેસ્ટમાં માત્ર બ્લડને એનેલાઈઝ કરીને 50થી પણ વધુ પ્રકારના કેન્સરની ભાળ મેળવી શકાય છે. તેમાં એ કેન્સર પણ સામેલ છે, જેમને અત્યાર સુધીમાં ડિટેક્ટ કરવાનો કોઈ ઉપાય નહોતો કે જેમને અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરવા મુશ્કેલ હોય છે.

આ ટેસ્ટ કામ કેવી રીતે કરે છે?
વાસ્તવમાં, આપણા શરીરમાં રહેલા દરેક સેલ બ્લડમાં DNA રિલિઝ કરે છે પરંતુ કેન્સર સેલના DNA સ્વસ્થ સેલના DNAથી અલગ હોય છે. આ ટેસ્ટ બ્લડમાં રહેલા DNAને એનેલાઈઝ કરે છે. જો બ્લડમાં કેન્સલ સેલના DNA રહે છે તો ટેસ્ટ પોઝિટિવ આવી જાય છે.

આસાન ભાષામાં સમજીએ તો આ ટેસ્ટમાં જેનેટિક કોડમાં થયેલા એ ફેરફારોની ભાળ મેળવી શકાય છે, કેન્સરના ટ્યુમરનું કારણ હોય છે.

ટેસ્ટના લાભ શું છે?

  • કંપનીનો દાવો છે કે એકસાથે 50થી વધુ પ્રકારના કેન્સરને ડિટેક્ટ કરી શકાય છે.
  • કેન્સર શરીરના કયા હિસ્સામાં છે એ પણ ખ્યાલ આવી જાય છે, તેનાથી ઈલાજમાં આસાની રહે છે.
  • કેન્સરને અર્લી સ્ટેજમાં જ ડિટેક્ટ કરી શકે છે.
  • ટેસ્ટની પ્રોસેસ અત્યંત આસાન છે. બસ બ્લડ લઈને જ ટેસ્ટ કરી શકાય છે.

આ ટેસ્ટને ગેમચેન્જર કેમ કહેવામાં આવે છે?

  • વાસ્તવમાં, અત્યારે કેન્સરને ડિટેક્ટ કરવા માટે જે ટેસ્ટ કરવામાં આવે છે એ અર્લી સ્ટેજ કેન્સરને આસાનીથી ડિટેક્ટ કરી શકાતા નથી. આ કારણથી કેન્સર મોડેથી ડિટેક્ટ થાય છે અને દર્દીની સ્થિતિ બગડતી જાય છે. કેન્સરથી જ થઈ રહેલા મોતમાં એક મોટું કારણ બીમારી મોડેથી ડિટેક્ટ થવી એ પણ છે. આ ટેસ્ટ કેન્સરને અર્લી સ્ટેજમાં જ ડિટેક્ટ કરી શકાય છે.
  • તેનો ફાયદો એ થશે કે દર્દીઓને કેન્સરના અર્લી સ્ટેજમાં જ ઈલાજ મળશે. ચોથા સ્ટેજના બદલે પ્રથમ સ્ટેજમાં જ કેન્સરની ભાળ મળવાથી દર્દીના બચવાના ચાન્સીસ 5થી 10 ગણા વધુ રહે છે.
  • અલગ-અલગ કેન્સરને ડિટેક્ટ કરવા માટે ટેસ્ટ પણ અલગ-અલગ હોય છે પરંતુ કંપનીનો દાવો છે કે આ એક ટેસ્ટ જ 50થી વધુ પ્રકારના કેન્સરની ભાળ લગાવી શકે છે. તેમાં અનેક કેન્સર એવા છે, જેના માટે કોઈ સ્ક્રીનીંગ ટેસ્ટ નથી.

ભારત માટે આ ટેસ્ટ કેટલો જરૂરી?
Our World in Dataના અનુસાર, દર વર્ષે કેન્સરના કારણે દુનિયાભરમાં 95 લાખ લોકોનાં મોત થાય છે. ભારતમાં જ થઈ રહેલા કુલ મોતમાંથી કેન્સર ત્રીજું મોટું કારણ છે. દર વર્ષે 9 લાખ ભારતીયોના કેન્સરના કારણે મોત થઈ રહ્યા છે. એવામાં ભારતમાં આ ટેસ્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ભારતમાં ક્યાં સુધી આવી શકે છે આ ટેસ્ટ?
ટેસ્ટની અત્યારે ટ્રાયલ શરૂ થઈ છે. કંપની કહે છે કે આ ટ્રાયલ 2 વર્ષ સુધી ચાલશે. આશા છે કે ટ્રાયલના પરિણામો પછી જ ટેસ્ટ ભારતમાં ઉપલબ્ધ થઈ શકે છે. જો કે, અમેરિકામાં આ ટેસ્ટ અત્યારે ઉપલબ્ધ છે.

અમેરિકામાં તેનો ઉપયોગ કેટલો સફળ છે?
અમેરિકામાં આ ટેસ્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. જો ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો કન્ફર્મેશન માટે બીજો ટેસ્ટ કરવામાં આવે છે. કંપની કહે છે કે આ ટેસ્ટને બાકી બીજા
ટેસ્ટની સાથે એડિશનલી કરી શકાય છે પરંતુ આ કેન્સરના કોઈ સ્ક્રીનીંગ ટેસ્ટનું રિપ્લેસમેન્ટ નથી. એટલે કે જો ટેસ્ટ પોઝિટિવ આવે છે, તેનો અર્થ બ્લડમાં કેન્સર સેલનું DNA હોઈ શકે છે. તેના કન્ફર્મેશન માટે આગળના ટેસ્ટ કરવામાં આવે છે.

જ્યારે અમેરિકામાં અગાઉથી જ ઉપયોગ થઈ રહ્યો છે તો પછી બ્રિટનમાં ટ્રાયલ કેમ થઈ રહી છે?
કંપની આ ટેસ્ટનો ઉપયોગ હાલ કરી રહી છે પરંતુ અલગ-અલગ લોકો પર ટેસ્ટ કેટલા સચોટ પરિણામો આપી શકે છે એ જાણવા માટે 1.40 લાખ લોકો પર રેન્ડમાઈઝ્ડ કંટ્રોલ ટ્રાયલ કરવામાં આવી રહી છે. કંપનીએ 50થી 77 વર્ષના લોકોને ટ્રાયલમાં પાર્ટિસિપેટ કરવા કહ્યું છે. ઈંગ્લેન્ડમાં 8 સ્થળે અલગ-અલગ બેકગ્રાઉન્ડના લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જે લોકો અત્યારે સેમ્પલ આપશે તેમને આગામી બે વર્ષ સુધી દર વર્ષે સેમ્પલ આપવાના રહેશે. આ સેમ્પલને લઈને એક બ્રોડ સ્ટડી કરવામાં આવશે.

કેટલી છે ટેસ્ટ કિટની કિંમત?
આ ટેસ્ટનો ઉપયોગ હાલ અમેરિકામાં થઈ રહ્યો છે. ટેસ્ટ કિટ બનાવનારી કંપની ગ્રેલે પોતાની વેબસાઈટ પર ટેસ્ટની કિંમત 949 ડોલર રાખી છે. ભારતીય રૂપિયામાં લગભગ 70 હજાર.